Friday 29 July 2016

[amdavadis4ever] બેટરી ઉદ્યોગમ ાં ક્રાંતિ લા વનાર જય ગાલા Prakash Biyani

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બેટરી ઉદ્યોગમાં ક્રાંતિ લાવનાર જય ગાલા

તેથી જ તેમણે વર્ષ 2000માં અમર રાજાને એમરોન બ્રાન્ડ સાથે ન્યૂ-એજ લાઇફ ટાઇમ મેન્ટનન્સ ફ્રી બેટરી લોન્ચ કરી. આની પહેલાં ડ્રાય બેટરી બનતી હતી, પરંતુ બેટરી વિક્રેતા ચાર્જ કર્યા પછી ગ્રાહકોને ડિલિવરી કરતા હતા. એટલું જ નહીં, ગ્રાહકોએ પણ બેટરીમાં સમયાંતરે ડિસ્ટિલ્ડ વોટર નાખવું પડતું હતું. એમરોન બેટરીએ લોકોને આ ઝંઝટમાંથી મુક્તિ અપાવી. જય ગાલાએ અમર રાજા ગ્રૂપના ઓટોમોબાઇલ કંપનીઓના સપ્લાય બિઝનેસને પણ નાનો કર્યો. આ ચેનલથી બિઝનેસ તો ખૂબ જ મળ્યો, પરંતુ માર્જિન ઓછું રહેતું. જય ગાલાએ સીધા ગ્રાહકોને વધારેમાં વધારે બેટરી વેચવા માટે એમરોનના એરકન્ડિશન્ડ આઉટલેટ્સ અને 24 કલાક વેચાણ પછીની સેવા આપનારાં સર્વિસ સેન્ટર ખોલ્યાં. વધારે સમયની વોરંટી આપી. વિજ્ઞાપનોના માધ્યમથી તેમણે ગ્રાહકોને જણાવ્યું કે એમરોન બ્રાન્ડ બેટરીમાં પેટન્ટેડ સિલ્વન (સિલ્વર) એલોયનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેથી તે લાંબા સમય સુધી ઝંઝટમુક્ત સેવા આપતી રહે.

આજે દર એક મિનિટમાં પાંચ મોટરકારમાં એમરોન બેટરી ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. સિંગાપુર અને મોરેસિયસમાં દર ત્રીજી કારમાં એમરોન બેટરી ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. ઓટોમોબાઇલ બેટરી માર્કેટમાં એમરોનની ભાગીદારી 25 ટકા થઈ ગઈ છે જે એક્સાઇડથી માત્ર 5 ટકા ઓછી છે. જયદેવ ગાલાએ ચિત્તૂર (આંધ્રપ્રદેશ)માં દુનિયાની સૌથી મોટી યુપીએસ મેન્યુફેક્ચરિંગ સુવિધા ઊભી કરીને બેટરી માર્કેટમાં ક્રાંતિ લાવી દીધી છે. ઇન્ડસ્ટ્રિયલ બેટરી માર્કેટના તેઓ લીડર છે, પણ જયદેવ ગાલા તેનાથી સંતુષ્ટ નથી અને અમર રાજા ગ્રૂપ અને એમરોન બેટરી બ્રાન્ડને 'લોકલમાંથી ગ્લોબલ' બનાવવા માગે છે. અમર રાજા ગ્રૂપનું ટર્નઓવર અત્યારે 1 બિલિયન ડોલરની આસપાસ છે, જેને 2025 સુધીમાં 10 બિલિયન ડોલર પર પહોંચાડવું તે જ જય ગાલાનું લક્ષ્ય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment