Saturday 30 July 2016

[amdavadis4ever] માતૃત્વની ઝંખના: જ ્યાં નિયત િ નતમસ્તક

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ વર્ષના જુલાઈ મહિનાના પહેલા પખવાડિયામાં નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એઆઈઆઈએમએસ-એઈમ્સ)ને ચકરાવનારી રિક્વેસ્ટ મળી હતી. અચાનક મૃત્યુ પામેલી એક વ્યક્તિની વિધવા પત્નીએ પતિના સ્પર્મ-વીર્યને મેળવી લેવા હૉસ્પિટલને જણાવ્યું હતું, જેથી એ પતિનું બાળક પામી શકે. દંપતીને પરણ્યાંને ઝાઝો સમય નહોતો થયો અને સંતાન પણ નહોતું થયું એટલે એક તબક્કે એની માગણી કોઈને પણ વાજબી લાગે. એઈમ્સના એક ડૉક્ટરે જણાવ્યું હતું કે "મૃત પુરુષના માતાપિતાની પણ એવી જ ઈચ્છા હતી એટલે એમનો પેલી સ્ત્રીને ટેકો હતો, પરંતુ દેશમાં પોસ્ટમોર્ટમ સ્પર્મ રિટ્રાઈવલ (પીએમએસઆર) સંબંધી કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોઈ માગણી નકારાઈ હતી.

જોકે 'ધ ટેલિગ્રાફ'માં આ વર્ષના મે મહિનાના પહેલા પખવાડિયામાં હરિયાણાના એક શહેરમાં ૭૦ વર્ષની એક વૃદ્ધાએ તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યાની ખબર હતી. આ વિકસેલા વિજ્ઞાનની કમાલ હતી અને માતૃત્વ ધારણ કરનારી દલજીત કૌરનો પતિ ૭૯ વર્ષે જીવંત છે. ભારત એક એવો દેશ છે જેમાં વેદથી માંડીને પુરાણો સહિત નાના-મોટા સૌના માનસમાં માતાનું સ્થાન ઊંચું છે. માતા એકમેવ એવું અસ્તિત્વ છે જેને આપણે દેવ સાથે સરખાવ્યું છે. આમ બાળપણથી ભારતીય સ્ત્રી-પુરુષોમાં સ્ત્રીએ માતા બનવું જ જોઈએ એવી માન્યતા એમનાં લોહીના કણકણમાં ભરી પડી છે. માતા નહીં બનેલી સ્ત્રીને ભારતીય સમાજ માનની નજરે જોતો નથી. જોકે આવી સ્થિતિ લગભગ જગતમાં છે. આથી જ સ્ત્રીઓમાં માતૃત્વની ઝંખના અતિશય તીવ્ર હોય છે અને એ શક્ય બને માટે એ

સ્ત્રી, એનું કુટુંબ, સગાંસંબંધી ઓળખીતા-પાળખીતા તમામ પ્રકારના પ્રયાસો કરતા હોય છે. આમાં આર્થિક, સામાજિક, નાણાંકીય કે મિલકત સંબંધી અનેક ફેક્ટર કામ કરતા હોય છે, પણ સ્ત્રી એટલે માતા એવી સમજ યથાવત્ રહે છે.

સામે પક્ષે જગત વિકસતું ગયું, વિજ્ઞાને હરણફાળ ભરી અને માતૃત્વ ધારણ કરવું સરળ બન્યું ને સાથે સ્ત્રીઓ કુટુંબની બહાર નીકળી 'કામકાજી મહિલા' બની, ભણતરે નવી માનસિકતા આપી એને પગલે મુક્તિ, સ્વતંત્રતા જેવા વિચારોનોે સઘન પિંડ બંધાયો એ સાથે બંધનો નહીં સ્વીકારવાની મનોવૃત્તિ જન્મી જેના પરિણામે માતૃત્વનો નકાર કરનારી મહિલાઓ આગળ આવી. એમાં મોખરે હૉલીવૂડની અભિનેત્રીઓ હતી. કેમરોન ડાયઝે 'એસ્ક્વાયર' નામના પ્રતિષ્ઠિત સામાયિકને આપેલી એક મુલાકાતમાં એણે ન્યૂડિટીને 'યસ' અને મધરહૂડ-માતૃત્વને ચોખ્ખું 'નો' કહ્યું હતું. આ વાત પણ એણે બે વર્ષ અગાઉ કહી હતી. મહિલાઓને માતૃત્વ ધારણ કરીને તેમને પોતાને જીવનમાં સ્ત્રી તરીકે યોગ્ય-યથાર્થ-લેજિટિમેટ બનવાના સદીઓ પુરાણા અને આક્રમક દબાણ છતાં બાળક પ્રાપ્તિની વિરોધમાં ઊભું રહે એવું એક પુસ્તક, 'ધ લાસ્ટ ટેબુ': સેયીંગ નો ટુ મધરહૂડ લખ્યું છે, અવૉર્ડ વિનિંગ ઑથર અને પીએચ.ડી થયેલી અભ્યાસક રોઝમેરી એગોનિતોએ. (એનું મુખપૃષ્ઠ અફલાતૂન છે.) એમાં લખ્ય્ાું છે કે, "સમગ્ર ઈતિહાસમાં મહિલાને એનાં એક માત્ર બાયોલોજિકલ ફંક્શન-માતૃત્વ, મધરહૂડની પ્રાપ્તિની સામેના પલ્લામાં જ મૂકવામાં આવી છે, એમણે 'રિઅલ વુમન' બની રહેવા માટે બાળકો તો પેદા કરવા જ જોઈએ... ભારતમાં પણ હવે ફોરવર્ડ બનેલા સમાજમાં મહિલા માતૃત્વ ધારણ કરવાની વિરુદ્ધમાં નિર્ણય કરતી થઈ છે. આમ માતા બનવું અને બાય ચોઈસ માતા ન બનવું એ બેય વિચારાધારા સમાજમાં એકધારી સમાન અને એકધારી તીવ્ર બનીને વહે છે.

હવે વાત રહી માતા બનનારી સ્ત્રીની પોતાના પતિના સ્પર્મ દ્વારા જ સંતાન મેળવવાની ઈચ્છાની વાત. નવી દિલ્હીની ઘટના બાદ આ મામલે ચર્ચા શરૂ થઈ છે. ગણગણાટ હવે મોટો બન્યો છે. 'જરનલ ઑફ હ્યુમન રિપ્રોડક્ટિવ સાયન્સિસ'ના તાજા અંકમાં એક લેખમાં ઉપરોક્ત ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એમાં એઈમ્સના તબીબોએ ભવિષ્યમાં આવી વિકટ પરિરિસ્થિતિ ટાળી શકાય માટે આજના પીએમએસઆરના નિયમોમાં રહેલી સંદિગ્ધતા દૂર કરવાની માગણી કરી છે. એઈમ્સના ફોરેન્સિક સાયન્સિસ ડિપાર્ટમેન્ટના વડા ડૉ. સુધીર ગુપ્તાએ કહેવા પ્રમાણે પુરુષના મૃત્યુ બાદ એક દિવસ સુધી સ્પર્મ અંડકોષ-વૃષણના પોલાણમાં જીવતા રહે છે. "એ મેળવવાની પ્રક્રિયા બહુ સહેલી છે. એ પ્રક્રિયા પાંચ મિનિટમાં પતી જાય છે, પણ એમાં નૈતિક અને કાયદાકીય મુદ્દા રહેલા છે, એમ ડૉ. ગુપ્તાએ વધુમાં કહ્યું હતું. ટૂંકમાં મરણોત્તર તપાસ દરમિયાન કરી શકાતી આ સહેલી પ્રોસિજર માટે કાયદો સ્પષ્ટતા કરતો નથી.

અહીં મજાની વાત એવી છે કે, ભારતમાં કાયદાથી આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (એઆરટી-આર્ટ) ક્લિનિકોની માર્ગદર્શિકા પતિના મૃત્યુ બાદ પત્ની એના સ્પર્મના કૃત્રિમ ગર્ભાધાનથી બાળક મેળવી શકે એ માટે પરવાનગી આપે છે, પણ શરત એવી છે કે પતિ જીવંત હોય ત્યારે જ એ વીર્ય મેળવાયેલું હોવું જોઈએ. જોકે મૃત્યુ બાદના પોસ્ટ-મોર્ટમ સ્પર્મ રિટ્રાઈવલ (પીએમએસઆર)વિશે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નથી. યુ.કે., જાપાન અને ઑસ્ટ્રેલિયામાં આ રીતે પીએમએસઆરની પરવાનગી છે જ્યારે ભારત ઉપરાંત પાકિસ્તાન, સ્લોવોનિયા, હંગેરી, શ્રીલંકા જેવા દેશોમાં પીએમએસઆરની પરવાનગી નથી. ઈઝરાયલમાં મૃત પુરુષની પત્નીની પરવાનગીથી એ મૃતના શરીરમાંથી વીર્ય મેળવી પતિના મૃત્યુના એક વર્ષમાં પત્નીને ટ્રાન્સફર કરવું પડે છે, પતિની આગોતરી પરવાનગી ન હોય તો પણ આ થઈ શકે છે. જોકે પત્નીનું મૃત્યુ થઈ જાય તો એ સ્પર્મ વાપરી શકાતું નથી. વિશ્ર્વભરમાં આ વિશે ચર્ચા-વાદ થયા છે અને હજી થાય છે. આ સાથે આ પ્રકારના પીએમએસઆર સંબંધે અથવા મૃતવત્-વેજિટેબલ બની જઈ જીવતા દર્દીનાં સ્પર્મેટોઝોન-વીર્યજંતુ મેળવવાની બાબતે અનેક નૈતિક, ધાર્મિક અને લાગણીના મુદ્દા સંડોવાયેલા છે.

ભારતમાં ખાસ તો મૃત પતિની મિલકતમાં હિસ્સો રહે એ માટે પણ વિધવાને સંતાન હોવું જરૂરી છે. સંયુક્ત કુટુંબમાં મિલકતની વહેંચણીનો મુદ્દો ખાસ્સો પેચીદો છે. જો વિધવા સ્ત્રી નિ:સંતાન હોય તો મિલકતની વહેંચણીમાં એનો એકડો નીકળી જતો હોય છે. એ નજરે જોયાની અને કેટલાક મામલામાં તો અનુભવની વાત છે. વળી હિન્દુઓમાં નજીકના સગાંનું મરણ હોય તો સૂતકનો રિવાજ છે ત્યારે મૃત પતિના વીર્યમાંથી સંતાનની પ્રાપ્તિની બાબત સમાજના ગળે જલદી ઊતરે એ કેમ માની શકાય? એવો મત અનેકોનો છે. એ સાથે એવું કહેનારા લોકો પણ છે કે પીએમએસઆર સંબંધે વહેલી તકે સ્પષ્ટ માર્ગદર્શન મળે તો કોઈ વિધવાનું, એમાં પણ એકલી વિધવા હોય તો એનું આગળનું જીવન સુસહ્ય બને.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment