Friday, 29 July 2016

[amdavadis4ever] Excl:પાગલતાથી બ ચવા સંજય ગટર પર કલાકો સુધી રાખતો હાથ, જેલ અનુભવો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



Excl:પાગલતાથી બચવા સંજય ગટર પર કલાકો સુધી રાખતો હાથ, જેલ અનુભવો

 

Excl:પાગલતાથી બચવા સંજય ગટર પર કલાકો સુધી રાખતો હાથ, જેલ અનુભવો

 
હું સતત એકલો જ રહેતો અને વાંચન સામગ્રી પણ ઈચ્છતો. મારી જાતને પાગલ થતી રોકવા અને સમય પસાર કરવા માટે કલાકો સુધી હું સેલમાંથી પસાર થતી ગટર પર મારા હાથને બ્રિજ તરીકે રાખતો. જેમાં ચોખા લઈને  હજારો કીડી-મંકોડાઓ પસાર થતા હતા. જો હું આમ ના કરું તો તેને ગટર આખી પસાર કરવા માટે લાંબો પ્રવાસ ખેડવો પડે. હું કલાકો સુધી આ જ સ્થિતિમાં રહેતો હતો, કારણ કે બીજું કંઈ કરવા માટે હતું નહીં.  ''
 
ઉંઘતો જેલના કઠણ તળિયા પર
મને યાદ છે તે જ્યારે મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર  2007માં બહાર આવ્યો ત્યારે તેને મળ્યો હતો. આ સમયે તેણે ટાડા કોર્ટની છ વર્ષની સજા સામે અપીલ કરી હતી. આ વાત સુપ્રીમ કોર્ટના ચૂકાદા અને યરવડા જેલવાસ પહેલાની છે. અમે ટેરસ પર મળ્યા અને આ સમયે તેણે દારૂ છોડી દીધો હતો અને તે પાણીના સિપ મારી રહ્યો હતો. તેનો લાઈફ સપોર્ટ માન્યતા એક વર્ષ બાદ પત્ની બનવાની હતી. મારા માટે એસપ્રેસો ભરવામાં આવી. સુંવાળા ગાદલા પર બેસીને દત્તે કહ્યું હતું કે,''હું જેલના કઠણ તળિયા પર સુતો હતો, હવે આ નરમ ગાદલું ગમતું નથી.'' તે કડવું સત્ય પણ જાણતો હતો કે, જેલવાસનો સૌથી ખરાબ સમય આવવો હજુ બાકી હતો.

સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામ
તેણે આગળ કહ્યું કે''આઝાદી શું હોય છે મને પૂછ, હું તે તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને સલામ કરું છું, જેમણે મોટા ભાગનો સમય જેલમાં વિતાવી આપણને આઝાદી અપાવી. સૌને લાગે છે કે, સંજય દત્તને અંદર બધું મળતું હતું, પણ હું એક સામાન્ય કેદીની કડક નિયમોનું પાલન કરતો હતો. ''

કેદીઓ મરી પડતા સ્વાદીષ્ટ ભોજન માટે
ડિપ્રેશનમાં સરી પડી દત્તે કહ્યું હતું કે,''તું નસીબદાર છો કે આ કોફી પી રહ્યો છો, અંદર(જેલમાં)ઘણા એવા લોકો છે જે સ્વાદિષ્ટ ભોજન માટે પણ મરી પડે છે, પણ તેની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ હોય છે.  તેઓ વીકેન્ડમાં જેલમાં આપવામાં આવતી માત્ર 5 રૂપિયાની ચિકન કરી પણ ખરીદી શકતા નથી.  ''

હાડકા પર લાગેલું મટન ચાટી જતા કેદીઓ
ત્યાર બાદ તેણે દુઃખી સ્વરમાં કહ્યું કે, જે લોકો વીકેન્ડ મીલ સાથે આવતા ભરાવદાર ચિકનના ટૂકડા ખરીદી શકે તેમ હોય તેઓ હાડકા પર થોડું મટન છોડી દે છે અને તેને જેની પાસે થોડા પૈસા હોય તેને 1 રૂપિયામાં વેચી દે છે. આ ચિકનના એંઠા વધેલા ટૂકડાઓથી કેદીઓને મજા આવી જતી.

કેદીઓને આપી દેતો જેલની કમાણી
જોકે સંજયે પોતે ક્યારેય કહ્યું નથી, પણ સૂત્રો કહેતા કે વિશાળ દિલનો આ એક્ટર ઘણીવાર જેલમાં પેપર બેગ્સ બનાવીને કરેલી કમાણી અમુક કેદીઓને ચિકન કરી અને રાઈસ ખવડાવતો હતો. માત્ર એટલું જ નહીં, તે કેદીઓને પત્રો અને ન્યૂઝ પેપર્સ વાંચવામાં પણ મદદ કરતો. તેના આ પ્રેમથી જ તે મુન્ના ભાઈ ઓફ યરવડા બની ગયો હતો. આ સિવાય તે જ્યારે પેરોલ પર આવતો ત્યારે કેદીઓની જરૂરીયાતમંદ ફેમિલીઝને પણ મદદ કરતો.

શા માટે કહે છે અંડા સેલ
આ સિવાય સંજય દત્તે જેલનો પહેલો અનુભવ પણ શેર કર્યો હતો. આર્થર રોડ જેલની કુખ્યાત અંડા સેલની કાળ કોઠરીમાં રાખ્યો હતો. દત્તે મને પૂછ્યું કે '' તેને અંડા સેલ શા માટે કહેવામાં આવે છે જાણે છે? ''. '' કારણ કે 10 બાય 10 ફિટની આ સેલનો ઈંડા જેવો છે. તેમાં એક બાય એક માત્ર એક બારી છે, જેમાંથી સાવ થોડો જ પ્રકાશ આવે છે. તેમાં એક ઈન્ડિયન ટોઈલેટ છે. તેમાં કોઈપણ પ્રકારની ઈલેક્ટ્રિસિટી પણ નથી. આથી તેમાં હવા પણ આવતી નથી અંધારું હોય છે. મને ઘણીવાર મુંઝારો આવતો આ મારા જીવનનો સૌથી અંધકારમય ગાળો હતો.

હું જ્યારે જવા માટે ઉભો થયો ત્યારે સંજયે મને જાદુ કી જપ્પી આપીને સરપ્રાઈઝ કર્યો. મને તેના આ આલિંગનમાં ગર્મજોશીનો અહેસાસ થયો. તેણે મને એક લાઈફ લેશન પણ આપ્યું''સ્વતંત્રતાનું મૂલ્ય સમજજે અને હંમેશા જમીન સાથે જોડાયને કાયદાનું સન્માન કરજે. ''

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment