Sunday 31 July 2016

[amdavadis4ever] પૃથ્વી નામના આ ગ્રહ ઉપર...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



થોડાં વરસો પહેલાં અશિક્ષિત અથવા અલ્પશિક્ષિત બેકાર માણસો પોતાની વ્યાવસાયિક કામગીરી તરીકે પોતાને એસ્ટેટ બ્રોકર તરીકે ઓળખાવતા. ચંપલનાં તળિયાં ઘસડ ઘસડ થાય એ રીતે આ નાકેથી પેલે નાકે ફર્યા કરવું, 'હું તમને આલીશાન ફ્લેટ અપાવું!' 'મારી પાસે આવા ચાર માલ છે.' 'ફલાણાને મેં પ્લોટ આપેલો.' આવી આવી વાતો કરતા આ બેકાર માણસો પોતાને એસ્ટેટ બ્રોકર તરીકે ઓળખાવતા. 

હવે આ એસ્ટેટ બ્રોકરોનું એક નવું વર્ઝન આવ્યું છે. તેઓ પોતાને એન.જી.ઓ. ચલાવે છે એવું કહે છે. આ એન.જી.ઓ.નો આમ તો નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન એવો અર્થ થાય છે પણ વાસ્તવમાં ફંડફાળા ઊઘરાવીને જાતજાતના અને ભાતભાતના ધખારા પૂરા કરવાં એવું જ નજરે પડતું હોય છે. બધી એન.જી.ઓ. આવાં નથી. કેટલીક એન.જી.ઓ. સામાજિક ક્ષેત્રે સરસ કામગીરી પણ કરતી હોય છે પણ સંખ્યાબંધ માણસોએ એસ્ટેટ બ્રોકરનો ધંધો બદલીને એન.જી.ઓ.નું પાટિયું લટકાવ્યું હોય એવું લાગ્યા વિના રહેતું નથી. 

ડૉક્ટર્સ વિધાઉટ ફ્રન્ટિયર્સ નામની કોઈક વિદેશી એન.જી.ઓ.એ હમણાં એક વિશેષ પ્રકારનું સર્વેક્ષણ કર્યું. સર્વેક્ષણો પણ આજકાલ જાતજાતનાં અને ભાતભાતનાં થાય છે. જાતીય જીવનની સ્થિતિથી માંડીને આધ્યાત્મિક અનુભૂતિ સુધીનાં સર્વેક્ષણો એન.જી.ઓ. 'ડાહ્યા માણસો' કરતા હોય છે. આ ડૉક્ટર્સ વિધાઉટ ફ્રન્ટિયર્સ એન.જી.ઓ.એ કાશ્મીરમાં એક સર્વેક્ષણ કર્યું અને જણાવ્યું કે કાશ્મીરમાં ૪૫ ટકા લોકો મેન્ટલી ડિસઓર્ડર એટલે કે માનસિક રીતે ભ્રમિત થયેલા છે. આ ઉપરાંત આ એન.જી.ઓ.એ દુનિયાના શાણા શાણા ગણાતા માણસો પણ કેવી ભ્રમિત અવસ્થામાં જીવતા હોય છે એનોય અંદાજ આપ્યો છે. 

ફ્રાન્સમાં સમુદ્રકિનારે ઉત્સવ ઊજવવા એકઠા થયેલા લોકો ઉપર એક માણસ ગાંડોતૂર થઈને ટ્રક ચલાવે અને એનાથી ૮૬ માણસ મૃત્યુ પામે અને ૨૦૦ માણસ મરણતોલ ઘાયલ થાય આ પરિસ્થિતિને આપણે શું કહીશું? પેલો ટ્રક ચલાવનારો ડ્રાઈવર તો મરવા જ ગયો હતો એટલે એ તો મૃત્યુ જ પામ્યો પણ આ ૮૬ માણસને મારી નાખવા માટે એને અંગત રીતે કોઈ કારણ નહોતું. મામલો યુદ્ધ કે રમખાણોનો પણ નહોતો. એક માણસની ધર્માંધ મનોવિકૃતિ ગાંડપણની કેટલી હદે પહોંચે છે એનું જ આ ઉદાહરણ!

થોડાક મહિનાઓ પહેલાં પાકિસ્તાનની એક શાળા ઉપર આતંકવાદીઓએ હુમલો કરીને સોએક જેટલાં બાળકોને મારી નાખવામાં આવ્યાં. આ બાળકો સાથે તો મારનારને કે એમને મરાવી નાખવા માટે ષડ્યંત્ર કરનારને કોઈને કશું વેરઝેર નહોતું. માત્ર મનોવિકૃતિની જ નહીં પણ અત્યંત ગંદી કહી શકાય એવી મઝહબી માન્યતા જ આ માટે જવાબદાર હતી. આ પાગલ માણસોનું સ્થાન સમાજમાં હોઈ શકે ખરું?

આતંકવાદનાં આવાં સંખ્યાબંધ ઉદાહરણો ટાંકી શકાય એમ છે! માણસ યુદ્ધ કરે અથવા કોઈક કારણસર પરસ્પર વેરભાવનાથી રમખાણો થાય એ સમજી શકાય એવી વાત છે, પણ હમણાં હમણાં જે રીતે માણસ માણસની હત્યા કરે છે એ આશ્ર્ચર્યજનક ઘટના છે. અમેરિકાની એક શાળાના ૧૪ વરસના ટાબરિયાએ સહુની નજર સામે અભ્યાસખંડમાં દાખલ થઈ જઈને ધડાધડ ગોળીઓ ચલાવી. ર૦ બાળકો તત્કાળ મૃત્યુ પામ્યાં એને આપણે શું કહીશું? પાગલપન? મનોવિકૃતિ કે પછી શયતાનિયત ભણી આપણી બદલાતી રૂખ?

પ્રાણીજગતમાં હિંસા અસ્વાભાવિક નથી. કોઈ પણ પ્રાણી પોતાના રક્ષણ માટે અથવા તો શિશ્ર્નોદર તૃપ્તિ માટે હિંસા આચરતાં જોવા મળે છે. આ સિવાય હિંસા આચરવાનું એમના માટે કોઈ કારણ હોતું નથી. જાતીય વૃત્તિને સંબંધ છે ત્યાં સુધી પ્રાણીમાત્ર પ્રાકૃતિક છે અને એને લગતાં ચોક્કસ ધારાધોરણો છે. પ્રાણીઓ આ ધારાધોરણ મુજબ જીવે છે. હિંસા અને જાતીય વૃત્તિનાં આ બંને પ્રાકૃતિક લક્ષણોમાંથી માણસે હવે જાણે પોતાની જાતને મુક્ત કરી દીધી છે. 

તાજેતરમાં જ દક્ષિણ મુંબઈની એક અત્યંત પ્રતિષ્ઠિત ગણાતી શાળામાં જે વરવું દૃશ્ય ભજવાયું એ આપણે અખબારોમાં વાંચ્યું છે. પાંચમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ એનાં માતાપિતાને ફરિયાદ કરી કે છઠ્ઠા ધોરણમાં ભણતાં બે બાળકોએ એના ગુપ્તાંગોને સ્પર્શ કર્યો હતો. માતાપિતાએ શાળાના પ્રિન્સિપાલને ફરિયાદ કરી અને પ્રિન્સિપાલે છઠ્ઠા ધોરણનાં પેલાં બે બાળકોના વાલીઓને પણ બોલાવ્યા. વાલીઓની હાજરીમાં છઠ્ઠા ધોરણનાં બંને બાળકોએ પણ પોતે જે કર્યું હતું એ કબૂલી લીધું અને કહ્યું કે પાંચમા ધોરણના પેલા વિદ્યાર્થીએ પણ અમારા ગુપ્તાંગોને એ જ રીતે સહેલાવ્યાં હતાં.

નાનાં બાળકો અણસમજુ અવસ્થામાં ગુપ્તાંગો પ્રત્યે જિજ્ઞાસાવૃત્તિ ધરાવતાં હોય એમાં કંઈ નવું નથી. આ બાળકોને વડીલોએ, પ્રિન્સિપાલે તથા કોઈક માનસશાસ્ત્રીએ શાંતિથી સમજાવ્યાં હોત તો પ્રશ્ર્ન કદાચ ઉકેલાઈ જાત, કારણ કે બાળકો અપરાધી નહોતાં, અણસમજુ હતાં. આમ કરવાને બદલે આ વડીલોએ આને પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બનાવીને સામસામી પોલીસ ફરિયાદો કરી. પોલીસ આ બાળકોની ધરપકડ તો કરી શકે નહીં એટલે એમને બાળસુધાર કેન્દ્રમાં મોકલવાની વાત આવી. 

એક એવું કામ કે જે પાપ નથી, દુષ્કૃત્ય નથી, અપરાધ નથી, જે કંઈ છે એ માત્ર અણસમજુ જિજ્ઞાસાવૃત્તિ છે. જે પ્રાકૃતિક છે, જેને સહજભાવે સમજાવી શકાય એમ છે એને માટે આવડો મોટો વરવો દાખડો કરીને છાપે ચડેલા આ અતિશિક્ષિત અને શ્રીમંત કહેવાતા વડીલો કે શિક્ષણસંસ્થાને આપણે શું કહીશું? પોતે કશુંક ભયાનક દુષ્કૃત્ય આચર્યું છે એવી અપરાધવૃત્તિથી આ નિર્દોષ બાળકો હવે પછી ઘેરાઈ જાય એવી દરેક સંભાવના છે. આ આખા ઘટનાચક્રમાં આપણે કોને શું કહીશું?

બે-ચાર વરસના બાળકને વડીલો સાથેની વેરવૃત્તિથી ઉઠાવી જઈને પૈસા પડાવનારા ખંડણીખોરો આ અગાઉ પણ હતા. અહીં વેરતૃપ્તિ હતી અને ખંડણીના નામે મોટી રકમ પડાવી લેવાની બદમાશી હતી. હવે એવું નથી રહ્યું. કોઈ પણ દિવસનું અખબાર વાંચજો. બે-પાંચ વરસની બાળકીને ઉઠાવીને લઈ ગયા પછી એના ઉપર બે-ચાર નરાધમોએ સામટો બળાત્કાર કર્યો હોય અને પછી એની હત્યા કરી નાખી હોય એવા સમાચાર તમને અચૂક વાંચવા મળશે. અહીં પ્રકૃતિએ તો આત્મહત્યા કરી જ છે પણ શેતાનિયતે પણ પોતાની જીભ કચડી નાખી છે! કાશ્મીરના લોકોને જો પેલી એન.જી.ઓ. મેન્ટલી ડિસઓર્ડર કહેતી હોય તો આવી ઘટનાઓ જે હવે છૂટીછવાઈ નથી રહી પણ સામાન્ય બની ગઈ છે એને આપણે શું કહીશું?

અને આવા મોટા ભાગના કિસ્સાઓમાં જે નરાધમો હોય છે એ સાવ અપરિચિત નથી હોતા. પડોશી કે પછી રોજ આવતા-જતા માણસો પૈકી જ કોઈક આમાં હોય છે. તમારું બાળક તમારા જ મકાનની હદમાં સુધ્ધાં સુરક્ષિત છે એવું તમને નથી લાગતું. આનાથી વધુ ભયંકર પરિસ્થિતિ માણસજાતે જોઈ હશે ખરી?

આવી પરિસ્થિતિઓમાં સામાન્યત: ક્યાંક આંગળી ચીંધીએ છીએ, કોઈકને દોષિત ઠરાવીએ છીએ, બીજા લોકો કેવા અમાનુષી છે અને સમાજમાં કેવું ભયંકર બની રહ્યું છે એવું કહીને આપણે હાથ ઊંચા કરવાં માંડીએ છીએ. આ હાથ જરા નીચે લાવીને, આંખ જરા બંધ કરીને વિચારીશું ખરા કે આ ત્રાસદાયક પરિસ્થિતિમાં આપણો પોતાનો ફાળો કેટલો છે? આપણાં પ્રસારમાધ્યમો, આપણી શિક્ષણપદ્ધતિ, બાળઉછેરની આપણી રીતરસમો, અન્યો પ્રત્યે એક ટકો પણ લક્ષ આપવાને બદલે આપણું સો ટકા સ્વકેન્દ્રી વર્તન આ બધાને શું તમે નિર્દોષ અને નિરપરાધ ગણશો? પાંચ વરસના બાળકના હાથમાં વિડિયોગેમ પકડાવીને, દશ વરસની ક્ધયાના હાથમાં મોબાઈલ ધરી દઈને કે પછી પંદર વરસના પુત્રને ક્યારેય ધર્મ કે કર્તવ્યનું ભાન નહીં કરાવીને મમ્મીપપ્પાઓએ શું અપરાધ નથી આચર્યો?

જગતઆખાને હું કેે તમે બદલી ન શકીએ. જે કંઈ આપણી સરહદમાં છે અને જે કંઈ આપણાથી સંભવિત છે એટલી સુધારણા તો કરી શકીએ? સ્વચ્છતા અભિયાન રાષ્ટ્રવ્યાપી ધોરણે ચાલતું હોય એ સારી વાત છે પણ આ અભિયાનમાં સ્વચ્છતા કરતાં ફોટોગ્રાફીનું વધારે મૂલ્ય હોય છે. આપણને જો ફોટોગ્રાફી જ ગમતી હશે તો પેલી ફરિયાદો કરવી એ નર્યો દંભ છે. 

પૃથ્વી ઉપર ભૂતકાળમાં અપરાધો નથી થયા એવું નથી પણ અપરાધીઓ તિરસ્કૃત બન્યા છે. આજે જો કોઈને એવું લાગે કે પૃથ્વી નામનો ગ્રહ શું હજુ એનો એ જ છે તો નવાઈ નહીં!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment