Sunday, 3 July 2016

[amdavadis4ever] મોદી મોદીનું કા મ કરે, આપણે આપણ ું કામ કરીએ! (એ ક વાતની સૌ વાત)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કોઈ પણ પક્ષને આપણે મત આપીએ કે ન આપીએ એમાં આપણું એક જજમેન્ટ હોય છે. આપણને લાગે કે આ પક્ષ સારું કામ કરશે અને આ પક્ષ સારું કામ નહીં કરે એવા એક જજમેન્ટના આધારે આપણે મત આપીએ છીએપણ પછી આપણું જજમેન્ટ બરાબર કામ કરી રહ્યું છે કે નહીં એની સતત ચિંતા કરવાની જરૂર નથી. શેરમાં પૈસા રોક્યા પછી મિનિટે મિનિટે શેરના ભાવ ન જોવાય. પેલી સહેજ અભદ્ર ઉપમા દ્વારા કહેવાયું છે તેમદરિયામાં ચમચી રેડયા પછી સતત એની સપાટી ન માપવાની હોય કે મારા પ્રદાનથી દરિયાની સપાટીમાં કેટલો વધારો થયો. પણ આપણને,જનરલીકર્મ કરતાં ફ્ળમાં વધુ રસ હોય છે. મારું જજમેન્ટ સાચું ઠર્યું કે નહીંમારા કર્મનું સારું ફ્ળ મળી રહ્યું છે કે નહીં એ માપ્યા કરવાની બીમારીથી બચવા જેવું છે. માન્યું કે ફળમાં માણસને રસ પડે. માન્યું કે ફ્ળ જ માણસને કર્મ કરવા પ્રેરતો એક મહત્ત્વનો ધક્કો છે. બધી વાત સાચી. પણ કર્મ કર્યા પછી ફ્ળ વિશે વધારે પડતું ચિંતન કર્યા કરવું એ તો મૂર્ખામી જ છે. માત્ર મૂર્ખામી જ નહીંબેજવાબદારી પણ છે. કર્મ તો સતત ચાલતી જવાબદારી છે. આવામાંએક કર્મ પતાવ્યા પછી નવા કર્મમાં ડૂબી જવાનું હોય. મતદાન કર્યા પછી એ જ દિવસથીઅને એ દિવસે ઓફ્સિમાં રજા હોય તો બીજા દિવસથીકામે લાગી જવાનું હોય.
આ બગાડ માટે જવાબદાર છેનકલી હું. હું સાચોમારું જજમેન્ટ સાચુંમારા પ્રિય નેતા મહાનમેં ચૂંટેલો પક્ષ મહાનમેં નકારેલો પક્ષ નકામો... આ બધા વિચારો નકલી હુંની ખૂજલીથી વધુ કશું નથી. નકલી હુંને તો ઠીક છેકંઈ ધંધો નથી. એ તો સતત પોતાની ખૂજલી વલૂરવા આપણને આમંત્રણ આપ્યા કરશેપરંતુ એના ટ્રેપમાંથી બચવા માટે આપણે જાગૃત રહેવું પડે. ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને ઘણી બધી વાતો કહી છેપણ મુખ્યત્વે એમણે અર્જુનને નકલી હું એટલે કે ઇગો એટલે કે રાગદ્વેષના ટ્રેપમાંથી બચવાનો ઉપદેશ આપ્યો છે. એમણે અર્જુનને વારંવાર કહ્યું કે તું તારું કર્મ કર (તારું કામ છે લડવાનુંયુદ્ધ તારા લોહીમાં છેમાટે લડ). બાકીકામધંધો ભૂલીને તું તારા અહંકારમાંરાગ-દ્વેષમાં (ટૂંકમાંનકલી હુંમાં) ડૂબેલો ન રહીશ.  

આ જ વાત જાગૃત નાગરિકને લાગુ પડે છે. દેશનું હિત ઝંખનારે પોતાના ભાગે આવેલું કામ સારી રીતે કરવું રહ્યું. તો જ દેશ સુધરશે. એક નાગરિક તરીકેએક નોકરિયાત તરીકેએક ધંધાર્થી તરીકેએક ગૃહિણી તરીકેએક વિદ્યાર્થી તરીકે આપણું કામ કરતી વખતે આપણું ધ્યાન આપણા કામ પર હોવું જોઈએમોદીના મૂલ્યાંકન પર નહીં. મોદી એમનું કામ કરેઆપણે આપણું કામ કરીએ. મોદીને એમના કર્મનું ફ્ળ મળશે અને આપણને પણ આપણા કર્મનું ફ્ળ મળશે અને બન્નેનાં કર્મના સરવાળે દેશનું ભાવિ ઘડાશે. માટેફેકસ ઓન કર્મ એન્ડ ફ્રગેટ ફ્ળ. આ જ વાત ગુજરાતી-અંગ્રેજીને બદલે સંસ્કૃતમાં કહીએ તોકર્મણ્યેવાધિકારસ્તે મા ફ્લેષુ કદાચન.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment