Sunday, 1 May 2016

[amdavadis4ever] રાજકારણીઓનો નવો ફૅશનમંત્ર - Gujarati

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રાજકારણીઓનો નવો ફૅશનમંત્ર
 
 
ફેશન - નિધિ ભટ્ટ
 
તામિલનાડુ, કેરળ, પોંડિચેરી વગેરે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. પાર્ટીના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પ્રચારકોએ તેમનો પોષાક આધુનિક બનાવી દીધો છે. પારંપરિક પોષાક કહેવાતા સફેદ લુંગી, શર્ટ કે અંગવસ્ત્ર તરીકે ઓળખાતાં વસ્ત્રો (કારાવેષ્ઠિ) પહેરવાનું તેઓ પસંદ કરતા હતા. ૨૧મી સદીનો પવન ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી રહ્યો છે. પાર્ટીના યુવાન સભ્યો મતદારોને આકર્ષવા માટે જીન્સ અને ટી-શર્ટ પહેરવાનું પસંદ કરી રહ્યા છે. દક્ષિણ ભારતના નેતાઓ ચૂંટાયા બાદ પણ ધોતી પહેરીને લોકસભા, રાજ્યસભામાં કે વિદેશોમાં ફરવાનું પસંદ કરતા હતા. હાલમાં તો ડીએમકે ( દ્રવિડ મુન્નેત્ર કળગમ) કે એઆઈએડીએમકે(ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કળગમ)ના દરેક સભ્યો પાર્ટીના કાર્યાલયમાં કે પ્રચાર વખતે જીન્સ પેન્ટ અને ટીશર્ટ પહેરીને યુવાન મતદારોમાં છવાઈ જવા માગે છે. વળી તેમનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં જ્યારે પ્રચાર માટે જવાનું હોય ત્યારે લાંબું અંતર પગપાળા કાપવું પડે છે. પારંપરિક વસ્ત્રો (લુંગી)પહેરીને ચાલવું જરા કઠિન લાગે છે. સારી ગુણવત્તાની ધોતીનો ભાવ હાલમાં રૂપિયા ૧૩૦૦થી ૧૪૦૦ની આસપાસ જોવા મળે છે. વળી સફેદ લુંગીની ધોઈને સાફ રાખવી પણ જરૂરી છે. તેને ડ્રાઈક્લિનિંગ અને સ્ટાર્ચ કરાવવાનો ખર્ચ પણ અલગથી કરવો પડે છે, જે મોંઘું પડે છે. તેની જગ્યાએ જીન્સ પેન્ટ અને ટી-શર્ટ પહેરવું આરામદાયક અને ફેશનેબલ લાગે છે.
ખાદી કુર્તા અને પાયજામા હોય કે ભગવા ઝભ્ભા સાથે, માથે સાફો પહેરીને ફરતા મોદીજી તેમની અફલાતૂન ડ્રેસિંગ સૂઝને કારણે વિશ્ર્વમાં સ્ટાઈલ આઈકોન તરીકે ઓળખાવા લાગ્યા છે. જેમ પંડિત નહેરુ તેમના કોટને કારણે આજે પણ ફેશનજગતમાં પ્રખ્યાત છે. તેવું જ કંઈક મોદીજીનું છે. તેઓ પણ 'ખાદીના મોદી ઝભ્ભા'ને કારણે ફેશનજગતમાં પ્રથમ ક્રમાંકે જોવા મળે છે. તેઓ રાજકારણમાં જોડાયા તે પહેલાંથી જ તેમને પુસ્તકો અને કપડાં પ્રત્યે અલગ લગાવ હતો. પુસ્તક હાથમાં લીધું એટલે તેની યોગ્ય માવજત કરવી તેમને ગમતી. કપડાંની યોગ્ય પસંદગી કરીને તેને ધોવાથી લઈને તેને યોગ્ય રીતે સંકેલવા કે તેની ઈસ્ત્રી કરવાનું કામ તેઓ જાતે જ કરવાનું પસંદ કરતા. મોદીજી સફારી સૂટ હોય કે અડધી બાંયનો ખાદીનો મોદી ઝભ્ભો હોય તેને સ્ટાઈલમાં પહેરીને આવે ત્યારે તેમના મિત્રોની સાથે તેમના વિરોધીઓ પણ એક વખત તો બોલી જ પડે 'આ માણસમાં કપડાં પહેરવાની આગવી છટા અનુકરણીય છે'!

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment