Tuesday, 31 May 2016

[amdavadis4ever] World No-Tobacco Day: વર્ષો જુની તમ ાકુની લત છોડાવશે, આ 10 શ્રેષ્ઠ ઉપાય

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



World No-Tobacco Day: વર્ષો જુની તમાકુની લત છોડાવશે, આ 10 શ્રેષ્ઠ ઉપાય


31 મેના દિવસે સમગ્ર દુનિયામાં તમાકુનાં દૂષણો વિશે જાગૃતિ ફેલાવવા માટે વર્લ્ડ નો-ટબેકો ડે મનાવવામાં આવે છે. તમાકુનાં ઉત્પાદન અને વપરાશ બન્નેમાં ભારત વર્ષોથી ઘણું આગળ રહ્યું છે જેનું પ્રમાણ છે કે આપણે ત્યાં દર વર્ષે દસ લાખ લોકો તમાકુને કારણે મૃત્યુ પામી રહ્યા છે. એટલે કે દર ૬ સેકન્ડે એક વ્યક્તિ ભારતમાં તમાકુને કારણે મૃત્યુ પામી રહી છે.
તમાકુ એક એવું ઝેર છે જેને કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરો એ શરીરને નુકસાન કર્યા વગર નહીં રહે. તમાકુને ચાવો તો મોઢા અને ગળામાં, સૂંઘો તો નાકમાં અને ફૂંકો તો ફેફસાંમાં ચેપથી માંડીને કેન્સર સુધીના અનેક રોગો ઉદભવે છે. પરંતુ શું તમે જાણો છો કે અજ્ઞાન કે ગેરસમજણને કારણે વ્યસનમાં સપડાયેલા વ્યક્તિ અનેક પ્રયત્નો છતાં જલદીથી વ્યસનમુક્ત થઇ શકતો નથી. આવા વ્યસનને કારણે ફેફસાંનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, મોં-ગળાનું કેન્સર, જીભનું કેન્સર, ગર્ભદ્વારનું કેન્સર, થાઈરોઈડ કેન્સર જેથી આજે અમે તમાકુના સેવનથી થતાં રોગો, તમાકુને છોડવા માટેના સરળ 10 રસ્તા અને તમાકુ છોડવાથી થતાં ફાયદાઓ વિશે તમને જણાવીશું.

તમાકુ છે ઝેર
તમાકુથી માત્ર કેન્સર જ થાય છે એવું નથી. તમાકુના કોઇ પણ પ્રકારના વ્યસનથી થતાં અપમૃત્યુમાંથી અડધો અડધ તો હ્રદયરોગનો શિકાર બન્યા હોય છે. બીડી-સિગરેટ ન પીતા માણસ કરતાં બીડી-સિગરેટ પીનારા માણસને હ્રદયરોગ થવાની શક્યતા ૬૦-૭૦% વધારે રહે છે. હ્રદયની જે બીમારી અન્ય લોકોમાં મોટી ઉંમરે જોવા મળે છે, તે તમાકુના વ્યસનીઓમાં ૩૫ થી ૫૪ વર્ષ જેટલી નાની વયે જોવા મળે છે. આમ, ભરયુવાનીમાં હ્રદયરોગથી મૃત્યુ થવાના કિસ્સા પણ તમાકુના વ્યસનીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.
 
તમાકુથી ઉદભવતા રોગો
કેન્સર : ફેફસાંનું કેન્સર, શ્વાસનળીનું કેન્સર, અન્નનળીનું કેન્સર, મોં-ગળાનું કેન્સર, જીભનું કેન્સર, ગર્ભદ્વારનું કેન્સર, થાઈરોઈડ કેન્સર.
શ્વસનમાર્ગના રોગો : બ્રોન્કાઇટીસ, એમ્ફાઇસીમા, વારંવાર શ્વસનમાર્ગનો ચેપ, અસ્થમા (દમ)નો હુમલો નોતરવો.
હ્રદયના રોગો : એન્જાઇના પેકટોરીસ, હાર્ટએટેક, એથેરોસ્કેલેરોસીસ.
પાચનતંત્રના રોગો : એસિડિટી, પેપ્ટીક અલ્સર, મોં માં ચાંદાં પડવાં, દાંતને નુકસાન.
ચેતાતંત્રના રોગો : પેરાલિસિસનો હુમલો; અંધત્વ.
પ્રજનનતંત્રના રોગો : પ્રજનનશક્તિમાં ઘટાડો, ઓછા વજનવાળું નબળું બાળક, ખોડખાંપણવાળું બાળક, મંદબુદ્ધિનું બાળક. 

તમાકુ છોડવાનાં સરળ ઉપાય
- તમાકુ છોડવાની તારીખ નકકી કરો. જયારે ખૂબ ટેન્શન ન હોય અને છતાં કામમાં ગુંથાયેલા હો એવો કોઇક દિવસ અગાઉથી નકકી કરી એ દિવસને વળગી રહો. એ દિવસે તમાકુનો સદંતર ત્યાગ કરવાનું નકકી રાખો-મનને એ રીતે તૈયાર કરો.
- ફરીથી તમાકુ ખાવાનું મન ન થાય એ માટે એની કોઇ પેદાશ પોતાની પાસે કે ઘરમાં રાખો નહીં ઘરમાં હાજર બધી પેદાશો - એશટ્રે - થૂંકદાની વગેરેને તિલાંજલિ આપી દો.
- પુષ્કળ પાણી પીઓ. તમાકુની તલબ લાગે ત્યારે પાણી પીઓ. જરૂર પડયે ડોકટરની સલાહથી નિકોટીન-યુકત દવા કે પેચનો વપરાશ કરો. થોડુંક માથું દુ:ખે કે ગળું બળે તો ખુશ થાઓ- એ દર્શાવે છે કે તમારું શરીર તમાકુની જીવલેણ પકડમાંથી છૂટી રહ્યું છે. તમાકુ છોડીને તમારો જીવ બચાવવાના લાભની સામે સામાન્ય માથું દુ:ખે કે હાથપગ દુ:ખે તો એ કંઇ મોટી વાત નથી. એક-બે અઠવાડિયામાં બધી જ શારીરિક તકલીફ નાબૂદ થઇ જશે અને તમારું શરીર તમાકુની પાશવી જાળમાંથી છૂટી જશે.
- કસરત કરો - ચાલવું-દોડવું, સાયકલ ચલાવવી, દોરડાં કૂદવાં જે ઇચ્છા પડે તે શરીર શ્રમની પ્રવૃત્તિ કરો. જેટલી વધુ કસરતો કરશો એટલી વધુ કરવાનું મન થશે અને તમે સ્વસ્થ રહેશો.
- હકારાત્મક વિચાર કરો. નિયમિત યોગાસન-ધ્યાન કરો. તમારા સ્વજનને કહી રાખો કે કદાચ તમે ચિડાઇ જાઓ તો શાંત રહે. સંતો, તથા તમને ગમતાં સ્વજનોને વારંવાર મળતા રહો એમની હૂંફ તમને કામ આવશે. તમારી સમસ્યા ખુલ્લા દિલે સ્વજનો સાથે ચર્ચતા રહો...
- રૂટીન કામકાજમાં કંઇક બદલાવ લાવો. દિવસની પહેલી બીડી-સિગરેટ કે ગુટખા જેની સાથે સંકળાયેલ હોય એ વસ્તુને રૂટીનમાં આગળ પાછળ કરી દો. કોફી-દારૂ પીનારાને જલદી બીડી-સિગરેટ યાદ આવે છે. માટે આ બંને વ્યસન પણ ઘટાડી દો.
- એક બીડી-સિગરેટ પણ ઘણી વધારે છે એ ભૂલશો નહીં. લાલચને કાબૂમાં રાખો. માત્ર એક જ સિગરેટ, આગના એક તણખલાની જેમ બધી મહેનત નકામી કરી નાંખે છે. એક જ સિગરેટ પીવાનો આગ્રહ કે લાલચ ન રાખો. એક સિગરેટ બીજી ઘણીને ઘુસાડશે.
- બીડી-સિગરેટ ન પીવાથી થતી બચતોથી તમારી જાત માટે તમને ગમતી વસ્તુ ખરીદો-માણો. છ મહિનાની બચત ભેગી કરી પ્રવાસનું આયોજન કરો.
- બીડી-સિગરેટ પીવાના સમયે કંઇક ખાવાનું મન થાય તો ફળો ખાવામાં લો. ફળો ખાવાથી સ્વાદ ગમશે અને વજન પણ નહિ વધે.
- એક તમાકુમુક્ત દિવસ એ એક સિદ્ધિ જ છે. આજનો દિવસ તમાકુમુક્ત ગયો એનો આનંદ થવો જોઇએ. કાલની અને બાકીની આખી જિંદગીની ચિંતા ન કરો. એક એક દિવસ કરતાં તમે કાયમ માટે તમાકુ છોડી શકશો.

તમાકુ છોડવાના ફાયદાઓ
- તમાકુ છોડયા પછી થોડા જ દિવસમાં સ્વાદ અને ગંધ પારખવાની ક્ષમતામાં વધારો થાય છે.
- મોંની ખરાબ એશ-ટ્રે જેવી વાસ દૂર થાય છે.
- આયુષ્ય રેખા વધે છે. તમાકુ છોડનારાઓનું સરેરાશ આયુષ્ય તમાકુ લેવાનું ચાલુ રાખનારાઓ કરતાં લાંબું હોય છે. પચાસ વર્ષની ઉંમર પહેલાં બીડી-સિગરેટ છોડી દેનાર વ્યક્તિની આવતાં પંદર વર્ષોમાં મૃત્યુ થવાની શકયતા બીડી-સિગરેટ પીવાનું ચાલુ રાખનારા કરતાં અડધી થઇ જાય છે.
- તમાકુ છોડયા પછી એક જ વરસમાં હ્રદયરોગ થવાની શકયતા અડધી થઇ જાય છે. તમાકુ છોડનારાઓને કેન્સર, હ્રદયરોગ, દમ કે પેરાલીસીસનો હુમલો આવવાની શકયતા ઘણી ઘટી જાય છે. દસ થી ચૌદ વર્ષ તમાકુમુક્ત રહ્યા પછી, આ રોગો થવાની શકયતા કદી તમાકુનું સેવન ન કરનારા જેટલી થઇ જાય છે.
- આર્થિક ફાયદાઓ - બચત વધે અને રોગો પાછળ થતા ખર્ચાઓ ઘટે.
- સામાજિક ફાયદાઓ - સામાજિક સ્વીકૃતિ અને પરિવારનું સ્વાસ્થ્ય સુધરે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment