Monday, 30 May 2016

[amdavadis4ever] ઈચ્છાનું મૃત્યુ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અનંતકાળથી... અનાદિકાળથી જન્મ અને મરણ કરતો આત્મા જ્યારે એકવાર જન્મ અને મરણની ઓળખાણ કરે છે, શા માટે મારા જન્મ અને મરણ થઈ રહ્યાં છે તેનો વિચાર કરે છે, ત્યારે તેના ઊંડાણમાં જાય છે... મેેં કેટલાંય ભૂતકાળ પસાર ર્ક્યા હશે અને કેટલાંય ભવિષ્યકાળ કરીશ, મારી આ યાત્રા ક્યાં સુધીની છે? મારો આ ભવ મારી યાત્રાનો પૂર્ણવિરામ હશે કે અલ્પ વિરામ?

યાત્રા ક્યાંથી શરૂ થઈ અને ક્યાં સુધી ચાલશે, ખબર નથી.

સવારના હાથમાં છાપું આવે અને એનું પાનું ખૂલતાં જ વાંચવામાં આવે કે, એક ચાર વર્ષના બાળકને 'સ્વાઈન ફલુ' થઈ ગયો... એ ચાર વર્ષના બાળકે શું પાપ ક્યાર્ર્ં હશે? શા માટે એની સાથે આવું બન્યું? આ જ બતાવે છે કે ભૂતકાળ પણ હતો અને ભવિષ્યકાળ પણ હશે.

વર્તમાનમાં હજુ તો બાળકની જિંદગીની શરૂઆત જ થઈ છે, પાપ-પુણ્ય, સારું-ખોટું કંઈ જ સમજ નથી અને છતાં તેને 'કેન્સર' જેવી બીમારી થાય છે, શા માટે?

પરમાત્મા કહે છે, આ જન્મ તો માત્ર તારું થોડીક વાર પૂરતું વિરામસ્થાન છે, બાકી ભૂતકાળની અને ભવિષ્યકાળની એક લાંબી યાત્રા છે.

પક્ષી ભલે એક વૃક્ષ પર માળો બાંધીને બેઠું હોય, પણ પક્ષી માટે એક પણ વૃક્ષ પરમેનન્ટ હોતું નથી, આજે આ વૃક્ષ પર છે, કાલે બીજા વૃક્ષ પર હશે.

એક પણ રૂપિયાની નોટ ક્યારેય એક ખિસ્સાની કાયમ હોતી નથી, આજે તમારા ખિસ્સામાં છે માટે તમારી લાગે છે, કાલે બીજાના ખિસ્સામાં જશે તો તેને તે પોતાની લાગશે. નોટ ફરતી રહે છે, જેની પાસે હોય તેને પોતાની લાગે છે પણ ક્યારે તે પારકી થઈ જશે તેની ખબર નથી.

જેવી રૂપિયાની નોટની યાત્રા છે એવી જ આપણી યાત્રા છે, ક્યારેક મનુષ્યના ખોળિયામાં તો ક્યારેક તિયર્ર્ંચમાં.!

નોટને ખબર નથી આજે જે મને સાચવીને રાખે છે, મારું ધ્યાન રાખે છે તે ક્યારે મને છોડી દેશે, તેમ આપણને પણ ખબર નથી આજે જે પોતાના માની રહ્યાં છે, આજે જેનો સાથ-સંગાથ છે, તે ક્યારે છૂટી જશે નક્કી નથી.

આપણે અહીં શા માટે છીએ? આપણો જન્મ અહીં શા માટે છે? રોજ સવારે ઊઠીએ છીએ, ખાઈએ છીએ, કામ કરીએ છીએ, બાળકોને મોટા કરીએ છીએ, મા-બાપને સાચવીએ છીએ, ફરજો નિભાવીએ છીએ, સુખના સાધન-સામગ્રીઓ અને સગવડતાંઓને વધારીએ છીએ અને એમાંથી જે મળે છે તેનાંથી 'ખુશ' થઈએ છીએ.

એક નાનકડો બાળક રમકડાંથી રમતો હોય અને 'ખુશ' થતો હોય, પણ તેને ખબર જ ન હોય કે આ રમકડાં શું છે? તે શા માટે આ રમકડાંથી રમી રહ્યો છે? એની પાછળ શું હેતુ છે? અને એમાંથી મળતી 'ખુશી' શું છે? છતાં તે રમે છે અને આપણે પણ એમ જ રમતાં રમતાં જીવન પસાર કરીએ છીએ.

એક નાનકડો નવ વર્ષનો બાળક સોનાના દડાથી મિત્રો સાથે રમત રમવામાં મશગૂલ હોય, અને અચાનક સામેથી એક દિવ્ય તેજવાળા સંતને આવતા જુએ અને તે રમત રમવાનું ભૂલી જાય, દડો હાથમાંથી છૂટી જાય અને તે સંતની આંગળી પકડવાનું મન થાય, તેમને ઘરે લઈ આવે. ભિક્ષા વ્હોરાવે અને એમની જ આંગળી પકડી પાછા એમના ભગવાન મહાવીર પાસે જાય, ત્યાં ભગવાન મહાવીરની આંખોમાંથી નીકળતા પ્રેમના ધોધને અનુભવે અને ભગવાનની દિવ્ય જ્ઞાનવાણીને સાંભળે છે, ન માત્ર તેનાં કાન સાંભળે છે પણ તેનું હૃદય અને અંતર પણ સાંભળે છે, ન માત્ર સાંભળે છે પણ તેના ઉપર ચિંતન અને મનન પણ કરે છે. અરે! હું તો મારી રમત અને રમકડાંમાં સુખ માનતો હતો અને આ ભગવાન તો કહે છે, સુખ રમતમાં નથી સુખ તારામાં છે, આજ સુધી મમ્મી, પપ્પા અને મિત્રોને હું મારા પોતાના માનતો હતો, પણ આ ભગવાન તો કહે છે, "તું જ તારો મિત્ર છે! એ બધાં ટેમ્પરરી છે, તું પરમેનન્ટ છું.

રાજકુમાર અઈમુત્તા વિચાર કરે છે; હું આમ માનું છું અને ભગવાન આમ કહે છે, તેના વિચારોમાં તેની કમ્પેરિઝન ચાલુ જ છે, ભગવાન કહે છે, હું જે ઘરમાં રહું છું તે ઘર 'મારું' નથી, મારું ઘર તો 'મોક્ષ' છે. હું તો આજ સુધી આને જ મારું ઘર માનતો હતો અને ભગવાન કહે છે તું શા માટે આવા બદલાતાં ઘરનો માલિક બનવાનો પ્રયત્ન કરે છે? ક્યારે આ ઘર, આ શરીર છૂટી જશે તે નક્કી નથી.

"ડેથ નક્કી છે પણ ડેઈટ નક્કી નથી.

આખી સભા બેઠી છે, અનેક લોકો બેઠાં છે, પણ અઈમુત્તાનું ધ્યાન માત્ર ભગવાન તરફ છે અને ભગવાનની નજર અઈમુત્તા પર છે. ભગવાનને ખબર છે, ભલે એ બાળક છે, પણ એક એક શબ્દ સાંભળશે અને એનો આત્મા જાગૃત થઈ જશે, ભગવાનને ખબર છે તેની પાત્રતા કેટલી છે?

ગુરુને ખબર જ હોય કે આટલી હજારોની મેદનીમાં પણ કોની કેટલી પાત્રતા છે? કોની કેટલી ક્ષમતા છે? કોનામાં કેટલી કુશળતા છે? "યોગ્ય માળી એને જ કહેવાય, જે ઘાસને નહીં પણ વૃક્ષને પાણી પાય.

યોગ્ય માળી એ જ કહેવાય જે વૃક્ષની માવજત કરે, કેમ કે તેને ખબર જ હોય છે કે, ઘાસમાં કોઈ ફળ આવવાનું નથી અને વૃક્ષમાં ફળ આવ્યા વિના રહેવાનું નથી.

ભગવાનને ખબર છે અઈમુત્તાની પાત્રતા કેટલી છે? ભગવાનને ખબર છે, હમણાં સભા પૂરી થશે અને અઈમુત્તા ઊભા થઈ બે હાથ જોડીને કહેશે, "હે ભગવાન! આજથી મારે આપના ચરણ અને શરણમાં રહેવું છે, આજથી મારે આપની આજ્ઞા અનુસાર જ જીવવું છે, આપ કહેશો તો દીક્ષા લેવી છે, આપ કહેશો તો સંસારમાં રહીશ, આપ કહેશો તેનો ત્યાગ કરીશ, આપ જેમ કહેશો તેમ કરીશ. હવે આપની ઈચ્છા મુજબ જ જીવન જીવવું છે.

"જ્યારે ઈચ્છાનું મૃત્યુ થાય છે, ત્યારે જ સાધકપણાનો જન્મ થાય છે.

જ્યાં જ્ઞાન જન્મે છે ત્યાં સાધકપણું નથી પ્રગટતું પણ જ્યાં ઈચ્છાનું મૃત્યુ થાય છે ત્યારે સાધકપણું પ્રગટ થાય છે. જેમ જેમ ઈચ્છાનું મૃત્યુ થતું જાય, તેમ તેમ સાધકપણાનો જન્મ થાય.

આપણે ઉપાશ્રય આવીએ છીએ ઈચ્છાથી, આપણે ઉપવાસ કરીએ છીએ ઈચ્છાથી, આપણે સંસાર ભોગવીએ છીએ ઈચ્છાથી.

ભગવાન કહે છે, જ્યાં ઈચ્છા છે ત્યાં ધર્મ નથી અને જ્યાં ધર્મ હોય ત્યાં કોઈ જાતની ઈચ્છા હોતી નથી. અઈમુત્તા બે હાથ જોડી વિનયપૂર્વક ભગવાનને કહે છે: હે ભગવાન! આજ સુધી મેેં સત્યને જાણ્યું ન હતું. આ જ સુધી મને સત્યની ઓળખ ન હતી. આજ સુધી હું મને મળ્યો ન હતો, પણ આજ આપના શરણમાં આવી હું મળી ગયો છું, આપના શરણમાં મને મારો ખોવાઈ ગયેલો આત્મા મળી ગયો છે. "જેને આત્મા મળ્યો, તેને બધું જ મળી ગયું, જેને આત્મા સિવાયનું જેટલું મળ્યું છે તે બધું જ છૂટી જવાનું છે.

એવું લાખો મળે તો પણ શું કામનું જે રાખમાં ભળી જવાનું હોય!!

એક નવ વર્ષના બાળકની અંદરથી 'સત્ય' પ્રગટ થાય છે અને ભગવાનને કહે છે, હે ભગવાન! આપની વાણીથી મને સમજાઈ ગયું કે, આ આખો સંસાર અસાર છે, રાગ-દ્વેષ અને ઈર્ષ્યા-અદેખાઈથી ભરેલો છે, મારે આપની પાસે પાંચ મહાવ્રતનો સ્વીકાર કરી, આગારમાંથી અનગાર બનવું છે. મારે સંયમનો સ્વીકાર કરવો છે. મારે આ પારકા ઘરમાંથી મારા પોતાના શાશ્ર્વત ઘરમાં આવવું છે, મારે આપના શરણમાં રહીને આત્મજ્ઞાન પ્રગટ કરવું છે, મને જે સુખ રમકડાંમાંથી મળતું હતું એનાથી અનેકગણું સુખ આપના સાંનિધ્યમાં મળે છે, જે શાંતિ મને રાજમહેલમાં લાગતી હતી એનાથી અનેક ગણી શાંતિ મને આપના ચરણમાં, આપની દૃષ્ટિમાં, આપની કૃપામાં અને આપના પોઝિટિવ વાઈબ્રેશન્સમાં લાગે છે.

"સત્યના પ્રાગટય માટે ઉંમર નથી હોતી, અનુભવ હોય છે.

સત્ય ત્યારે પ્રગટે છે જ્યારે ધર્મની શરૂઆત થાય છે અને ધર્મની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ઈચ્છાનું મૃત્યુ થાય છે.

"જ્યાં સુધી આ ઊંડાણમાં નથી જતાં, ત્યાં સુધી આત્માની ઊંચાઈ સુધી નથી પહોેંચી શક્તા.

જે સૂતા હોય તેને એક અવાજ કરો અને એકદમ જાગી જાય, પણ જે સૂવાનો ઢોેંગ કરતાં હોય તેને ગમે તેટલાં ઢંઢોળો પણ જાગે જ નહીં. એમ જે આત્મા સુષુપ્ત અવસ્થામાં હોય તેને એક નિમિત્ત મળે, એક અવાજ સાંભળે અને તે જ ક્ષણે જાગી જાય, અઈમુત્તાના આત્માને એક સંતનું, ગૌતમસ્વામીનું નિમિત્ત મળ્યું અને ભગવાનની વાણીથી પ્રેરણા મળી અને જાગૃત થઈ ગયો. તરત જ ઊભા થઈ ગયાં અને ભગવાનને કહ્યું, "આપને મારા માટે જે યોગ્ય લાગે તે આજ્ઞા કરો, મારી જેવી પાત્રતા હોય તે આદેશ આપો, હવે મારું જીવન આપને સમર્પિત છે, મારી કોઈ ઈચ્છા નથી, આપની ઈચ્છા મુજબ જીવવું છે.

પરમાત્મા અને ગુરુને ખબર જ હોય કે સામેવાળી વ્યક્તિની ક્ષમતા કેટલી છે અને તેટલી જ આજ્ઞા આપે. જેટલી પાત્રતા હોય તેટલું કરવાનો પાવર પણ આપે. ભગવાને અઈમુત્તાને કહ્યું, 'અહા સુહમ દેવાનુપ્રિય' 'તમને જેમ સુખ ઊપજે તેમ કરો', તમને જેમ યોગ્ય લાગે તેમ કરો, જે તમારો અંદરનો અવાજ કહે તેમ કરો, મારો અવાજ સાંભળીને નહીં પણ તમારો અંદરનો અવાજ સાંભળીને જે યોગ્ય લાગે તે કરો.

"ગુરુ હંમેશાં પોતાના અવાજને સંભળાવવા કરતાં શિષ્યના આત્માના અવાજને બહાર કાઢે છે. જે શિષ્યના આત્માના અવાજને બહાર કાઢવા સમર્થ હોય તે જ ગુરુ હોય.

જ્યારે તમને તમારો સ્વયંનો અવાજ સંભળાવવા લાગે ત્યારે જ તમને તમારું હિત, શ્રેય અને કલ્યાણ દેખાવા લાગે અને એ જ દિશામાં જવાનું મન થાય.

કોઈ કોઈને ક્યારેય સુધારી શકે નહીં. ગુરુ પ્રેમ અને પ્રેરણા આપે, પુરુષાર્થ સ્વયંનો હોય.

ગુરુ અંદરના અવાજને જગાડી દે, એને સાંભળવાનું તો સ્વયંએ જ હોય.

ભગવાને અઈમુત્તાના અંદરના અવાજને જગાડી દીધો, અઈમુત્તાએ એ અવાજને સાંભળ્યો અને પોતાના હિત, શ્રેય અને કલ્યાણ માટે દીક્ષા લેવા તૈયાર થઈ ગયાં.

જેવું ભગવાને કહ્યું કે, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો, એટલે સીધા ઘરે ગયાં, ન કોઈની સાથે વાત કે ન કોઈની સામે જોયું. ઘરે જઈને 'મા' ને કહે છે, મા...!! મા, મને પરમપિતા પરમાત્મા મહાવીરના ચરણ અને શરણમાં મારું જીવન સોેંપવું છે. મા! તમારી આજ્ઞા લેવા આવ્યો છું, મા! તમે મને સંમતિ આપો, મારે મારું આત્મકલ્યાણ સાધવું છે. મા! મને આ સંસાર અસાર લાગે છે. મા! મને સંસારના સુખો, મિત્રો બધાં જ ટેમ્પરરી લાગે છે. મા! મને આ ઘરમાં નહીં, મારા શાશ્ર્વત ઘરમાં જવું છે!! મા! મને સમજાઈ ગયું છે, આ ભવ ટેમ્પરરીની પાછળ વિતાવવા માટે નથી. પરમેનન્ટ સુખ અને શાંતિ મેળવવા માટે છે, એક નવ વર્ષનો બાળક એની માને કહે છે, મા! મને સત્ય સમજાઈ ગયું છે, મને પરમગુરુના ચરણમાં રહેવું છે, મને આ રાજમહેલ કરતાં વધારે ત્યાં શાંતિ લાગે છે, મને એમનાં શરણમાં, એમના સાંનિધ્યમાં સુખ લાગે છે. "જેને રાજમહેલ રાખ લાગે તેને જ પરમના શરણમાં સુખ લાગે.

એકવાર જેને સત્યની ઓળખ થઈ જાય છે, એકવાર જેને ટેમ્પરરી અને પરમેનન્ટના ભેદની ખબર પડી જાય છે, એકવાર અંદરનો અવાજ સંભળાવા લાગે છે તેને સંસારના સો સુખોની વચ્ચે પણ પરમાત્માનું સ્મરણ હોય છે અને તેનું આત્મકલ્યાણ પણ નક્કી જ હોય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment