Tuesday, 31 May 2016

[amdavadis4ever] કેરીની મીઠાશ છે ઝેરી, આમ કર ો નકલી અને કુદ રતી કેરીની ઓળખ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કેરીની મીઠાશ છે ઝેરી, આમ કરો નકલી અને કુદરતી કેરીની ઓળખ

ભાસ્કરની ટીમ દ્વારા કરાયેલા સંશોધનમાં સામે આવી એક ચોંકાવનારી હકીકત.

ભાસ્કરની ટીમ દ્વારા કરાયેલા સંશોધનમાં સામે આવી એક ચોંકાવનારી હકીકત.
કાનપુરઃ આજકાલ કેરીની સિઝન ચાલી રહી છે જેના કારણે બજારમાં અંધાધૂંધ વેચાઈ રહી છે. વેપારીઓ નફો કમાવવા માટે કાચી કેરીને કાર્બાઈડ કેમિકલની મદદથી પકવી રહ્યા છે. આરોગ્ય વિભાગની ભેળસેળની જાણકારી હોવા છતા કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા. આવો જાણીએ કેવી રીતે ભેળવી રહ્યા છે કેરીની મીઠાસમાં ઝેર...
 
- માર્કેટમાં હાલ બે પ્રકારની કેરી વધારે વેચાઈ રહી છે. બદામ અને તોતાપરી. તેના ભાવ અંદાજે 80 રૂપિયા કિલોની આસપાસ છે.
- ભાસ્કરની ટીમ દ્વારા કરાયેલા સંશોધનમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે.
- કાનપુરમાં દરરોજે 6-7 ટ્રક કાચી કેરી સપ્લાઈ થઈ રહી છે.
- જથ્થબંધ વેપીર આ કાચી કેરીને કેલ્શિયમ કાર્બાઈડની મદદથી પકાવી રહ્યા છે.
- પરિણામ ઝડપથી હાંસલ કરવા માટે કેમિકલનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
- નોંધનીય છે કે ફળોને આર્ટિફિશિયલ પકવવા માટે આ પ્રકારના કેમિકલના ઉપયોગ પર પ્રતિબંધ છે.
 
આવી રીતે ઓળખો કાર્બાઈડથી પકવેલી કેરી

- કાર્બાઈડથી પકાવવામાં આવેલા ફળોનો વજન એક સરખો નથી હોતો ઉપરાંત તેનો રંગ પણ સરખો નથી હોતો.
- ફળોનો સ્વાદ કિનારે કાચો, પણ વચ્ચે મીઠો હોય છે.
- તેના ઉપયોગથી 2-3 દિવસમાં કેરીનો કલર પીળામાંથી કાળો થવા લાગે છે.
- જ્યારે નેચરલી પાકેલું ફળનું વજન અને કલર એક સરખો હોય છે. સ્વાદમાં પણ આખું ફળ એક સરખુ સ્વાદિષ્ટ લાગે છે.
- નેચરલી પાકેલા ફળ લાંબા સમય સુધી બગડતા નથી.
 

પાડી રહ્યા છે દરોડા

- કેરીને આર્ટિફિશિયલી પકવતા વેપીરીઓને પકડવા માટે મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના અધિકારી દરોડા પાડી રહ્યા છે.
- સ્વાસ્થ્ય વિભાગની ટીમ શહેરના કિદવઈ નગર ફળ જથ્થબંધ માર્કેટમાં દરોડા દરમિયાન એક પેઢીમાં અંદાજે 15 ટન કેરીને કેલ્શિયલ કાર્બાઈડથી પકવતા રંગે હાથ પકડી પાડ્યા હતા.
- ફૂડ ઈન્સ્પેક્ટર વીરેન્દ્ર કુમારે કાચી કેરીને પકવવામાં વપરાતા કેમિકલને જાહેરમાં પણ દેખાડ્યું હતું.
- વીરેન્દ્ર કુમાર પ્રમાણે, કેમિકલથી પકવવામાં આવેલા ફળોને ખાવાથી કેન્સર પણ થઈ શકે છે.
- ઓફિસર્સે દરોડા તો પાડ્યા, પણ વેપારીઓ પર કાર્યવાહી કરવાને બદલે તેને માત્ર વોર્નિંગ આપીને છોડી દીધા હતા.
- આરોગ્ય વિભાગની ટીમે ઘણી જગ્યાએ રાસાયણિક તત્વ કાર્બાઈડથી પકવેલી કેરીના સેમ્પલ સીલ કર્યા છે.
 
પ્રતિબંધ છે કાર્બાઈડનાં ઉપયોગ પર

- કેરીને પકવવા માટે જે કેમિકલનો ખુલ્લેઆમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેનું નામ છે કેલ્શિયમ કાર્બાઈડ(CaC2) જેને વેપારીઓની ભાષામાં મસાલો પણ કહેવાય છે.
- પીએફએ રૂલ્સ 1955 અને અંડર ફૂડ સિક્યોરિટી સાથે સ્ટાન્ડર્ડ રેગુલેશન્સ હેઠળ કાર્બાઈડને ફળોને પકવવા માટે ઉપયોગ કરવા અને વેચવા પર સંપૂર્ણ રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે.
- કેલ્શિયમ કાર્બાઈડ રંગહીન કેમિકલ હોય છે. તેનો ઉપયોગ ખાસકરીને ગેસ વેલ્ડિંગ માટે કરવામાં આવે છે. બજારમાં આ બહુ સરળતાથી મળી જાય છે.
 
જીવલેણ બિમારી થાય છે કેલ્શિયમ કાર્બાઈડથી
 
- ડોક્ટર સંતોષ કુમાર પ્રમાણે, કેલ્શિયમ કાર્બાઈડ દ્વારા પકવવામાં આવતા ફળ સ્વાસ્થ્ય માટે ઘાતક હોય છે.
- આર્સેનિક અને ફોસ્ફરસ હાઇબ્રિડના કારણે કેલ્શિયમ કાર્બાઈડ કેન્સરનું જનમદાતા હોય છે.
- આ કેમિકલના ઉપયોગથી પાકી જતા ફળનો ઉપયોગ કરવાથી વોમિટિંગ અને ડિહાઈડ્રેશન થવાના ચાન્સ રહે છે.
- પેટ અને છાતીમાં બળતરા પણ થાય છે.
- તેને ખાવાથી વધારે તરસ લાગવી, નબળાઈ આવવી, શરીરમાં સ્વેલિંગ થવી, ચિડાઈ જવું, આંખોમાં બળતરા, ચામડીની ફરિયાદ, શ્વાસ ચડવો જેવી ફરિયાદ આવે છે.
- તેના ઉપયોગથી માથાનો દુખાવો, બળતરા, ઊંઘ ન આવવી, બેચેની, યાદશક્તિ નબળી, સોજા જેવા રોગો થઈ શકે છે.
- સંતોષ કુમાર પ્રમાણે આ કેમિકલનો ઉપયોગ કેરી, પપૈયુ, કેળા અને ક્યારેક તો ચીકુ અને ટામેટાંને પકવવા માટે પણ કરવામાં આવે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment