Tuesday 31 May 2016

[amdavadis4ever] હવે બસ, મેં મારા ભાગનું રડી લીધું છે! - ચિંતનની પળે – કૃષ્ણક ાંત ઉનડકટ [2 Attachments]

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દુ:,પીડા, વેદના અને જુદાઈ એ જિંદગીના એવા હિસ્સા છે જે ક્યારેક ઓચિંતા ત્રાટકે છે. બધું જ સડેડાટ ચાલતું હોય અને કંઈક એવું થાય છે કે જિંદગી રોકાઈ જાય. આપણે ક્યારેય કલ્પના કરી ન હોય એવું કંઈક બની જાય છે. જિંદગી ઉપર કરવત ફરતી હોય એટલી પીડા થાય છે. આપણને ખબર હોય છે કે આ સમય પણ ચાલ્યો જવાનો છે. જોકે, એ સમય જ્યાં સુધી હોય ત્યાં સુધી બહુ અઘરો, આકરો અને અસહ્ય હોય છે. ઘડિયાળના કાંટા ઘણી વખત વાગતા હોય છે. ક્ષણોના ઉઝરડા ક્યારેક વર્ષો સુધી રુઝાતા નથી. અમુક ઘા દૂઝતા રહે છે. માણસે ટકવું પડે છે, લડવું પડે છે, ઝઝૂમવું પડે છે. આંખો પણ આપણને એવો મેસેજ આપે છે કે હવે મને રડવાનો થાક લાગે છે. આંખોમાં પડી ગયેલા ખાડા કહે છે કે, હવે તો તળિયું આવી ગયું.
વેદનાનો અંત હોય છે, પણ એ અંત આવે એ પહેલાં આપણે ઘણા ઓગળી ગયા હોઈએ છીએ. પીગળવું સહજ છે, ઓગળવું અઘરું છે. હૃદય જાણે આપણી જ મુઠ્ઠીમાં દબાઈ રહ્યું હોય છે. વેદના થવી જોઈએ. તમને વેદના ન થતી હોય તો માનજો કે તમારામાં સંવેદનાનું ઝરણું સુકાઈ ગયું છે. કંઈક મૂરઝાઈ ગયું છે. અમુક ઘટનાઓથી આંખો ભીની થવી જોઈએ. હૃદય ધબકારો ચૂકી જવું જોઈએ. વેદના એ વાતનો પુરાવો છે કે આપણામાં સંવેદના સજીવ છે. જડ જેવા લોકો જમ જેવા હોય છે. અંદરથી સરસ હોય એને જ બહારથી અસર થાય. દુ:ખને ફીલ કરો, પણ એક હદ પછી તેના પર પણ વિજય મેળવી લો. જખમને જીરવવા અને જીવવા પડતા હોય છે અને એક તબક્કે તેને મારવા પણ પડતા હોય છે. કુદરતે દરેકમાં સંઘર્ષની અને સહનશીલતાની શક્તિ મૂકી હોય છે. આપણને ઘણા લોકોની વાત સાંભળીને એટલે જ એવું થાય છે કે એ માણસને હદ છે, એની જગ્યાએ હું હોઉં તો ક્યારનોય તૂટી ગયો હોઉં. ખબર નહીં કુદરતે એને કઈ માટીમાંથી બનાવ્યો છે! માટી તો કદાચ એક જ હશે, પણ આ માટી ઘણામાં પાકી થઈ ગઈ હોય છે. મરવાના વિચાર માત્ર કાચી માટીના લોકોને જ આવે. પાકી માટીના તો પડકાર ઝીલવા જ પેદા થયા હોય છે.
નજર સામેથી તો એ હટી ગયું, પણ મગજમાંથી એ દૃશ્ય ખસતું ન હતું. માણસની માનસિકતા અંગે સવાલો થતા હતા. ટ્રેન આગળ ધસતી હતી. થોડી જ વારમાં બીજું સ્ટેશન આવ્યું. ટ્રેન ઊભી રહી. મેં એક બીજું દૃશ્ય જોયું. એક યુવાન તેની પત્ની સાથે ઊભો હતો. પત્નીના હાથમાં પ્લાસ્ટર હતું. એને તરસ લાગી હતી. પતિએ બોટલમાંથી પાણી ગ્લાસમાં કાઢી પોતાના હાથે પત્નીને પીવડાવ્યું. પાણી પી લીધા પછી પત્ની પ્રેમથી પતિ સામે હસી. મને થયું કે પત્નીની માત્ર તરસ નથી શમી, બીજી ઘણી બધી તૃપ્તિ પણ થઈ ગઈ. પોતાની વ્યક્તિના પ્રેમની અનુભૂતિ મોટાભાગે સહજ રીતે થતી હોય છે, એના માટે પ્રયત્ન કરવા પડતા નથી. મારી નજર સામે એક સુંદર દૃશ્ય હતું. થોડી વારમાં ટ્રેન ઊપડી ગઈ.
તમે આવાં કેટલાંક દૃશ્યો સાથે લઈને જીવો છો? સમયની ગાડી આગળ નીકળી ગયા પછી પણ તમે તો ક્યાંક હજુ એ સ્ટેશન પર રોકાયેલા નથીને? આપણે નીકળવું પડે છે. આપણામાંથી જ આપણે ઘણી વખત બહાર નીકળવું પડે છે. અઘરું પડતું હોય છે, પણ અશક્ય નથી. ઘણું બધું ખંખેરવું પડતું હોય છે. ખંખેરવા માટે હલવું પડતું હોય છે અને ઘણી વખત ઝાટકો પણ મારવો પડતો હોય છે. પ્રયત્નથી ઘણું ખંખેરાઈ જતું હોય છે. તમે પ્રયત્ન તો કરો. જિંદગી પાટી જેવી છે, જિંદગી બ્લેકબોર્ડ જેવી છે, નવું લખવા માટે ઘણી વખત જૂનું ભૂંસવું પડતું હોય છે. આપણે હાથમાં એક ડસ્ટર રાખવું પડતું હોય છે. ભૂંસી નાખો. લખ્યા ઉપર જ લખતા રહેશો તો કંઈ નહીં વંચાય. ગૂંચવાઈ જવાશે, ગુમ થઈ જવાશે, ગભરાઈ જવાશે, એવું કંઈ થાય એ પહેલાં મુક્ત થઈ જાવ. જિંદગી તો રાહ જ જોતી હોય છે, આપણે ક્યાંક અટકી ગયા હોઈએ છીએ.
ઘણી વખત નાની નાની ઘટનાઓ પણ આપણને જિંદગીના પાઠ શીખવી જતી હોય છે, મોટા મેસેજ આપી જતી હોય છે. આપણું ધ્યાન એના પર હોવું જોઈએ. એક યુવાન હતો. એ કોલ સેન્ટરમાં કામ કરતો હતો. એક વખત એનો દીકરો તેની ઓફિસમાં આવ્યો. પપ્પા શું કામ કરે છે એ ધ્યાનથી નીરખતો હતો. પિતા દરેક કોલનો ખૂબ જ સારી રીતે પ્રતિસાદ આપતા હતા. એક લેડીનો કોલ આવ્યો. યસ મેમ, હું તમારી શું સહાય કરી શકું? અત્યંત નમ્રતાપૂર્વક તે વાત કરતો હતો. કોલ પૂરો થયો. દીકરો જતો હતો. પિતાએ હેડફોન હટાવીને દીકરાને બાય કહ્યું. દીકરાને પૂછ્યું કે, કેવું લાગ્યું મારું કામ? દીકરાએ સામો જે સવાલ કર્યો તે એને હચમચાવી ગયો. દીકરાએ કહ્યું, તમે મમ્મી જોડે કેમ આટલી સરસ ભાષામાં વાત નથી કરતા? તમે અહીં તો કેવી સરસ રીતે વાત કરો છો! પિતા દીકરાની સામે જોઈ જ રહ્યા. તેને નજીક લઈ કિસ કરી અને કહ્યું કે, સારું થયું તું અહીં આવ્યો. તારા પ્રશ્નના જવાબમાં એટલું જ કહું છું કે, તને હવે આવો સવાલ ક્યારેય નહીં થાય!



--

 


Blog : www.krishnkantunadkat.blogspot.com

__._,_.___
View attachments on the web

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Check out the automatic photo album with 2 photo(s) from this topic.
01 JUNE 2016 36.jpg 36.jpg

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment