Friday, 4 March 2016

[amdavadis4ever] ૮૮મો ઑસ્કા ર અવૉર્ડ સમ ારંભ: કાળિય ાઓ કેમ નૉમિ નેટ ન થયા..

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૮૮મો ઑસ્કાર અવૉર્ડ સમારંભ: કાળિયાઓ કેમ નૉમિનેટ ન થયા

 
દર ફેબ્રુઆરીના છેલ્લા સોમવારની સવારે વહેલા વહેલા ઊઠીને ટીવીની સામે ગોઠવાઈ જવાની હવે આદતસી પડી ગઈ છે. સવારના સાડા પાંચે રેડ કાર્પેટ પર હૉલીવૂડની ચમકદમકમાં ઉમેરો કરતા સ્ટાર્સ બેસ્ટ ઑફ ધ ડિઝાઈનર્સ ડ્રેસીસમાં પધરામણી કરે, ઑસ્કાર અવૉર્ડના બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ ધરાવનારી એબીસી ચૅનલના પ્રતિનિધિઓ સાથે પોલાઈટ ગપ્પાંબાજી કરે અને દૂર હજારોની સંખ્યામાં ભેગા થયેલા ચાહકોને ફ્લાઈંગ કિસ આપીને લોસ એન્જલસના ભવ્ય ડોલ્બી થિયેટરનાં પગથિયાં ચડે. એમનું જોઈને આપણે પણ દેશી અવૉર્ડસમાં લાલ શેતરંજીવાળું શરૂ કર્યું છે, પણ એમાં ટીવીનું માઈક પકડીને જે ભાઈ કે બહેન આવે છે તેઓની બીહેવિયર એટલી ઑફેન્ડિંગ હોય છે કે ન પૂછો વાત. ક્યારેક સરાસર બાલિશ હોય છે.
જોકે, મોશન પિકચર્સ ઍકેડેમીને બહુ વખાણવા જેવી નથી. ઑસ્કાર અવૉર્ડની એક પેટર્ન વર્ષોથી ચાલી આવે છે. જે ફિલ્મ હિટલરની ખિલાફ હોય, કાળિયાઓના હક્કની વાત કરતી હોય કે નારીશક્તિનો વિષય લઈને આવી હોય એને અચૂક નૉમિનેશન મળવાનું. ક્યારેક આવા વિષયો પર ઉત્તમ ફિલ્મો પણ બની છે અને એને અવૉર્ડ મળ્યા તે વાજબી જ હતા પણ આવી કૉઝવાળી ફિલ્મોની સામે જેન્યુઈન એન્ટરટેઈનમેન્ટ આપતી અચ્છી-અચ્છી ફિલ્મો સાઈડલાઈન થઈ જતી હોય છે.

રસેલ ક્રો કહે: 'તું ક્યાં એકેય ઑસ્કાર જીત્યો છે?'
ર્યાન કહે: 'મેં ક્યાં કહ્યું કે હું એકેય ઑસ્કાર જીત્યો છું. પણ આપણા બેની વચ્ચે તો આપણે બે ઑસ્કાર જીત્યા છીએ ને!'
રસેલ કહે: 'હું તો એક જ ઑસ્કાર જીત્યો છું, બે નહીં. અને તું તો એકેય નથી જીત્યો.'
ર્યાન: 'એમ? તમને એક જ ઑસ્કાર મળ્યો છે? ભલે, વી અગ્રી ટુ ડિસઅગ્રી!'
'તો તું ભૂલ કબૂલ કરે છે ને?'

લાફ રાયટ.

 

'બોસ્ટન ગ્લોબ' દ્વારા પ્રગટ થયેલા આ સનસનાટીભર્યા રિપોર્ટ્સનો એટલો મોટો ઈમ્પેક્ટ આવ્યો કે માત્ર બોસ્ટનમાં જ નહીં, આખા અમેરિકાના પ્રેક્ટિકલી દરેક રાજ્યમાંથી ફરિયાદો આવવા માંડી કે ત્યાં પણ આવા જ ભવાડા ચાલે છે, પછી તો દુનિયાના અલમોસ્ટ દરેક, ભારત સહિતના દરેક દેશમાંથી આવી ફરિયાદો આવવા માંડી. આટલો મોટો ઈમ્પેક્ટ જે ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટ્સે કર્યો હોય, આટલી ઊંડી અને વ્યાપક અસર જેની સમગ્ર ખ્રિસ્તી સમાજ પર પડી હોય, વેટિકન હચમચી ગયું હોય - એને લગતી ફિલ્મ કેવી તડકભડક હોવી જોઈએ નહીં? પણ અફસોસ, સબ્જેક્ટ મૅટરની સરખામણીએ ફિલ્મ ઘણી મોળી લાગી મને. ભલે એને આ વર્ષની બેસ્ટ ફિલ્મનો ઑસ્કાર મળ્યો હોય પણ એ તો એની કૉમ્પિટીશનમાં બીજી કોઈ જોરદાર ફિલ્મ આ વર્ષે નહોતી એટલે. બીજો અવૉર્ડ બેસ્ટ સ્ક્રીનપ્લે માટે પણ મળ્યો 'સ્પૉટલાઈટ'ને. પર્સનલી મને આનો સ્ક્રીનપ્લે, આગળ કહ્યું તેમ, વાત એટલી જબરજસ્ત છે કે એ વાતને ન્યાય આપતો હોય એવો ન લાગ્યો.
'રેવનન્ટ'ને બેસ્ટ ડિરેક્ટરનો ઑસ્કાર અવૉર્ડ મળ્યો અને એના હીરો લિયોનાર્દો દકેપ્રિયોને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો. ફ્રેન્કલી, લિયોનાર્દોની ઍક્ટિંગ આના કરતાં 'વુલ્ફ ઑફ વૉલ સ્ટ્રીટ'માં લાખ દરજ્જે સારી હતી. 'રેવનન્ટ'માં લિયોનાર્દોના અભિનયને તેમ જ આખી ફિલ્મને હુ એક જમાનામાં સંસ્થાઓને ખુશ રાખવા માટે થતા ગુજરાતી નાટકો સાથે સરખાવાનું પસંદ કરું. થોડાક ડુસકા અને થોડા આંસું ટાઈપની બનાવટી લાગણીઓ અને થ્રિલ એ નાટકોની ખાસિયત હતી. 'રેવનન્ટ'ના ટેક્નિકલ પાસાને બાજુએ મુકો. મેં અગાઉ પણ વારંવાર કહ્યું છે કે માત્ર કોઈ એક કે (એક કરતાં વધારે) ટેક્નિક્લ પાસાંની શ્રેષ્ઠતા ત્યારે જ ફિલ્મને (કે નાટકને) ઉપયોગી બને જ્યારે એની વાર્તામાં દમ હોય, એની સ્ક્રિપ્ટમાં દમ હોય. વાર્તાનો પ્રવાહ જો તમને વારંવાર બગાસાં રોકવા તરફ લઈ જતો હોય અને તમે ક્યારે ઈન્ટરવલ પડે ને પૉપકોર્ન લેવા જઉં, ક્યારે પિક્ચર પૂરું થાય ને ઘર ભેગા થઈએ એવું વિચાર્યા કરતા હો તો એ ફિલ્મ, એ નાટક મારા માટે બહુ કામનાં નથી.
'રેવનન્ટ'માં રીંછ સાથેની લિયોનાર્દોની લડાઈ, સર્વાઈવલ માટેના એના જાતજાતના પ્રયત્નો, ઘાયલ થયા પછી પણ ટકી રહેવાની એની જિજીવિષા, એની જ ટીમના સભ્યોએ કરેલી એની સાથેની દગાખોરી - આ બધો જ મસાલો, સત્ય ઘટના પર આધારિત હોવાનો દાવો કર્યો હોવા છતાં, મને બહુ કૃત્રિમ લાગ્યો. કોઈ અભિનેતા આંધળા હોવાની કે લૂલા-લંગડા હોવાની ઍક્ટિંગ કરીને સહેલાઈથી તાળીઓ પડાવી જઈ શકે એમ સર્વાઈવલની આવી વાર્તાઓ એવરેજ પ્રેક્ષકને જરૂર ગમે, પણ અફસોસ કે ન તો આ ફિલ્મ સામાન્ય પ્રેક્ષકો માટેની છે ન આ ફિલ્મને જાણકારો દાદ આપી શકે એમ છે. એકદમ એવરેજ ફિલ્મ જે પ્રોડક્શન ડિઝાઈન, સિનેમેટોગ્રાફી અને ઍક્શન સીકવન્સના વરખ ચોંટાડી ચોંટાડીને ભવ્ય બનાવવામાં આવી છે. આ ફિલ્મ જે પુસ્તક પરથી બની છે તે પુસ્તકના લેખકની જીવનકથા મને ફિલ્મ કરતાં વધારે અપીલિંગ લાગી છે, અને ઑસ્કાર અવૉર્ડ જો કોઈ સૌથી વધુ અધિકારી ફિલ્મને મળ્યો હોય તો તે એનિમેશન ફિલ્મ 'ઈનસાઈડ આઉટ'ને. અને હા, સ્ટીવન સ્પીલબર્ગની 'બ્રિજ ઑફ સ્પાય્ઝ'માં ટૉમ હૅન્ક્સને ટક્કર આપનારા સપોર્ટિંગ ઍક્ટરને અવૉર્ડ મળ્યો તે પણ ડિઝર્વિંગ હતો. 
 

 

આ ઉપરાંત બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટસ અને બેસ્ટ સિનેમેટોગ્રાફીમાં પણ નૉમિનેશન્સ હતા અને અફકોર્સ બેસ્ટ પિક્ચર તથા બેસ્ટ ડિરેક્ટર માટે પણ નૉમિનેશન્સ હતાં. ટૉમ હાર્ડીને હીરો લઈને બનાવેલી આ ઍકશન ફિલ્મ એક ફૅન્ટસી છે. વર્ષોથી બની રહી હતી. પ્રી-પ્રોડ્કશનનું કામ તો છેક ૧૯૯૭થી ચાલુ થઈ ગયું હતું. ર૦૧૨માં ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ એના એક વર્ષ પછી થોડુંક નવું શૂટિંગ કરવામાં આવ્યું.

'મેડ મેક્સ: ફ્યુરી રોડ'ને જે છ ઑસ્કાર્સ મળ્યા તે વેલ ડિઝર્વિંગ હતા. મારે હિસાબે તો એને સ્ક્રીનપ્લે માટે પણ મળવો જોઈતો હતો. એની સ્ટોરી, એના ડાયલોગ્સ ઑસ્કારની સ્પર્ધા માટે નીમાયેલી. આ વર્ષની બાકીની ફિલ્મો કરતાં ક્યાંય સુપિરિયર હતાં. જોકે, અલ્ટીમેટલી તો આ એક ઍકશન ફિલ્મ જ છે એટલે કંઈ બહુ મહાન ફિલ્મ તરીકે ન જ વખણાય, પણ આ વર્ષની બીજી ઑસ્કાર વિજેતા ફિલ્મ કરતાં જોવાની મઝા આવે, મારા ભાઈ. બાકી, ગઈ કાલે કહ્યું એમ ર૦૧૫નું વર્ષ હૉલીવૂડમાં સારી ફિલ્મોના દુકાળનું વર્ષ રહ્યું. લેટ્ટસ હોય કે ર૦૧૬માં 'ફોરેસ્ટ ગમ્પ', 'બ્યુટીફુલ માઈન્ડ', 'ટાઈટેનિક' કે પછી 'માય ફેર લેડી' અને 'સાઉન્ડ ઑફ મ્યુઝિક' જેવી કોઈ યાદગાર ફિલ્મ હૉલીવૂડમાં બને જેને દાયકાઓ પછી પણ યાદ રાખવાનું મન થાય.
'બ્રિજ ઑફ સ્પાયઝ' સ્પીલબર્ગની નબળી ફિલ્મોમાંની એક ખરી, પણ એમાં ટૉમ હૅન્ક્સિની સામે ટક્કર જિલનારા અભિનેતા માર્ક રાયલન્સને બેસ્ટ ઍક્ટર ઈન સપોર્ટિંગ રોલનો જે ઑસ્કાર મળ્યો તે વાજબી છે. 'શિન્ડલર્સ લિસ્ટ'ની પ્રોડ્કશન ડિઝાઈનની યાદ અપાવે એવા માહોલમાં બનેલી આ ફિલ્મમાં બે દેશો વચ્ચે થતી જાસૂસોની અદલાબદલીની સત્ય ઘટનામાં ઈમોશનલ વઘાર છે એટલે જ કદાચ એ નથી જામતી. માત્ર ડિપ્લોમેટિક પેંતરાબાજીના લેવલ પર રાખી હોત તો વધારે સારી બની હોત એવું મારે કહેવું છે, પણ કહેવાની હિંમત નથી ચાલતી. સ્ટીવન સ્પીલબર્ગને કોણ સલાહ આપી શકે કે ભાઈ, ફિલ્મો આમ નહીં પણ આમ બનાવાય! એની વે, પણ સ્પીલબર્ગ નવા નવા વિષયો પર હજુય ફિલ્મો બનાવતા જ રહે છે એ આપણને ગમતી વાત છે. આ વર્ષે જુલાઈમાં એમની નવી ફૅન્ટસી ઍડવેન્ચર ફિલ્મ 'બીએફજી' ('બિગ ફ્રેન્ડલી જાયન્ટ') આવવાની છે. એ રિલીઝ થયા પછી અર્નેસ્ટ ક્લાઈનની સાયન્સ ફિક્શન 'રેડી પ્લેયર વન' પરથી ફિલ્મ બનાવવાનું શરૂ કરશે જે ૨૦૧૮માં રિલીઝ થશે.
'રેવનન્ટ' જેના પર આધારિત છે તે પુસ્તક (એ જ નામનું) માયકલ પંકે લખ્યું છે. માઈકલ પંક ફુલટાઈમ પ્રોફેશનલ રાઈટર નથી, પણ અમેરિકન સરકારમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરે છે. એમની નવલકથા 'ધ રેવનન્ટ: એ નૉવેલ ઑફ રિવેન્જ' છેક ર૦૦રમાં પબ્લિશ થઈ એ પહેલાં જ ર૦૦૧માં ફિલ્મ બનાવવાના રાઈટ્સ એમણે વેચી નાખ્યા હતા. એ વખતે હાર્ડ બાઉન્ડમાં માંડ પંદરેક હજાર નકલ વેચાઈ અને નૉવેલ ખોવાઈ ગઈ. એ પછી જ્યારે ન્યૂઝ આવ્યા કે બીજા કોઈને નહીં, પણ ખુદ લિયોનાર્દો દકેપ્રિયોને લઈને આ ફિલ્મ બનાવવાના છે ત્યારે મૅક્મિલને એને ફરીથી છાપવાના હક્ક ખરીદીને પોતાની 'પિકાડોર' નામની ઈમ્પ્રિન્ટમાં એને ગયા વર્ષે પબ્લિશ કરી. અત્યાર સુધીમાં ર૧ વાર એવું પુનર્મુદ્રણ થયું અને કુલ પાંચ લાખ કરતાં વધુ નકલ વેચાઈ.
'રેવનન્ટ' વાળા આપણા નવલકથાકાર માયકલ પંક હવે તો વર્લ્ડ ફેમસ રાઈટર થઈ ગયા પણ બેસ્ટ સેલર લેખક હોવા છતાં તેમણે પોતાના પુસ્તકના પ્રચાર માટે પબ્લિશર્સ દ્વારા ગોઠવાતી પબ્લિસિટી ટૂરમાં જોડાઈને ગામ આખાને ઈન્ટરવ્યૂઝ આપી શકતા નથી, ચાહકોને અને વાચકોને ઑટોગ્રાફ આપવા બેસી જતા નથી, કારણ કે તેઓ અમેરિકન સરકારના નોકર છે. આવી રીતે 'સ્વપ્રસિદ્ધિ' મેળવવી અમેરિકાની ફેડરલ ગવર્ન્મેન્ટના એમ્પ્લોઈઝ માટે એથિક્સ બહારની વાત છે. માટે જ એ લો-પ્રોફાઈલ રાખે છે. સરકારી ફરજમાં બિઝી હોવાથી ઑસ્કાર અવૉર્ડની સેરેમનીમાં પણ ન ગયા. ઑસ્કારમાં એમની નૉવેલ પરથી બનેલી ફિલ્મ બેસ્ટ ફિલ્મનો અવૉર્ડ મળ્યા પછી પણ માઈકલ પંક લાઈમ લાઈટમાં રહેવા નથી માગતા. આપણે ત્યાં તો આવા એથિક્સ પાળવામાં કોઈ માનતું જ નથી. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર-ગવર્ન્મેટ જૉબ કરતાં કરતાં લખવાનું અને સરકારી હોદ્દાનો ઉપયોગ કરીને મીડિયામાં પબ્લિસિટી પણ લેવાની. 
જોકે, લખનારાઓનો જ શું કામ વાંક કાઢવો. 'સ્લમ ડૉગ મિલિયોનેર'ને ર૦૦૯ની સાલમાં ઢેર સારા ઑસ્કાર નૉમિનેશન્સ મળ્યાં ત્યારે જેમને નૉમિનેશન મળ્યું હતું તે ગુલઝાર સાહેબ ટેનિસ રમવાથી ખભો ઊતરી ગયો છે એવું કંઈક બહાનું કાઢીને સેરિમનીમાં ન ગયા. એમને ખબર હતી કે આ ગમે એટલો મોટો પ્રતિષ્ઠિત અવૉર્ડ હોય પણ પોતાનું નૉમિનેશન ટેક્નિકલ કારણોસર જ થયું છે. બેસ્ટ ગીત માટેનો ઑસ્કાર માટે સંગીતકાર સાથે ગીતકારને પણ નૉમિનેટ કરવામાં આવે. 'જય હો' વાળા ગીતમાં એ. આર. રહેમાનના સંગીતનું મહત્ત્વ હતું, ગીતના શબ્દોનું નહીં, આવો વિવેક જાળવીને તેઓ ન ગયા અને જેમને કોઈ નૉમિનેશન નહોતું કે સ્લમડૉગ મેન્ટાલિટીવાળા અનિલ કપૂર ટક્સેડો પહેરીને ડોલ્બી થિયેટરમાં આંટો મારી આવ્યા.

રિયલ ક્લાસ કોને કહેવાય તે આવી બધી બાબતોમાંથી પ્રગટ થાય.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment