Saturday, 3 September 2016

[amdavadis4ever] સ્કૂલના સ ્ટ્રેસથી વ િદ્યાર્થી ઓને બચાવવા ના બે જુદ ા અંતિમોના ં ઉપાયો અન ે પરિણામો!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ અઠવાડિયે બે સમાચારોએ ખાસ ધ્યાન ખેંચ્યું. તેમાંના એક હતા મુંબઈની સત્તર વરસની માલવિકા જોશીને અમેરિકાની સુવિખ્યાત 'મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી'માં પ્રવેશ મળ્યો તે. અને બીજા સમાચાર કેન્દ્ર સરકારની સ્કૂલોમાં આઠમા ધોરણ સુધી કોઇ પણ સ્ટુડન્ટને ફેઇલ નહીં કરવા અંગેની 'નો ડિટેન્શન પૉલિસી' વિશે હતા. 

પહેલાં વાત માલવિકા જોશીની. તમને કદાચ થશે કે એમ.આઈ.ટી.માં પ્રવેશ મળ્યો એ કોઈ અસામાન્ય ઘટના તો નથી. હા, વાત સાચી છે, અનેક ભારતીયો અને ઈવન ગુજરાતીઓ પણ આ ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણીને બહાર આવ્યા છે. પરંતુ માલવિકાનો કિસ્સો વિશિષ્ટ એ રીતે છે કે આ છોકરી ના તો કોઇ ભારતીય કૉલેજની ડિગ્રીહોલ્ડર છે કે ના તો તેણે સ્કૂલનો અભ્યાસ પણ પૂરો કર્યો છે! માલવિકા માત્ર બાર વરસની હતી ત્યારે એ છેલ્લે સ્કૂલમાં ગઈ હતી. ત્યાર પછી તેણે સ્કૂલ છોડી દીધી. એટલે કેટલાક અંગ્રેજી અખબારોમાં આ સમાચાર આ રીતે પ્રગટ થયા હતા: 'એક સ્કૂલ-ડ્રોપઆઉટને મળ્યો એમ.આઈ.ટી.માં પ્રવેશ!' આવા સુખી-સંપન્ન ઘરની તેજસ્વી છોકરીએ અધવચ્ચેથી ભણવાનું કેમ મૂકી દીધું એવો સવાલ આપણને થાય એ સહજ છે. પરંતુ માલવિકાએ સ્કૂલ છોડી હતી, ભણવાનું નહીં. અને તેના આ પગલાંનો નિર્ણય તેની મમ્મી સુપ્રિયાનો હતો. સુપ્રિયા કેન્સરના દરદીઓ સાથે કામ કરતી એક એન.જી.ઓ.(નોન-ગવર્ન્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન) સાથે કામ કરતી હતી. એ કહે છે કે ત્યાં આઠમા-નવમાં ધોરણમાં ભણતા અનેક સ્ટુડન્ટસને કેન્સરના શિકાર બનેલા જોતી. એ બધાની મારા મન પર બહુ ઊંડી અસર થઈ. માર્ક્સ, ક્વૉલિફિકેશન્સ, ડિગ્રી... આ બધાના ભારથી સ્ટુડન્ટ્સ તૂટી જાય છે. શારીરિક અને માનસિક રીતે પણ થાકી જાય છે. મારે મારી દીકરીઓને ખુશખુશાલ રાખવી હતી. એવા તાણભર્યા વાતાવરણથી મુક્ત રાખવી હતી. એટલે મેં એક નિર્ણય કર્યો કે હું તેમને સ્કૂલમાંથી બહાર કાઢીને શક્ય હશે એટલા વધુ અને સારામાં સારા જ્ઞાનથી પરિચિત કરાવીશ. બસ પછી તેણે માલવિકાને સ્કૂલ છોડાવીને ઘરે જ અભ્યાસ કરાવ્યો. માલવિકા ઇન્ફોમેટિક્સ ઑલિમ્પિયાડમાં ત્રણ મેડલ્સ જીતી ચૂકી છે. અને તેની આ સિદ્ધિને કારણે જ એમ.આઈ.ટી. જેવી સુપ્રસિદ્ધ સંસ્થામાં અભ્યાસ કરવા માટે તેને સ્કોલરશિપ મળી છે. 

માલવિકાની જેમ હોમ સ્ટડી કરનારા અન્ય કિસ્સાઓ પણ આપણા સમાજમાં છે. આપણા વિદ્વાન અને અધ્યાત્મરંગે કવિ રાજેન્દ્ર શુકલ અને તેમના કવયિત્રી પત્ની નૈના બહેનના બન્ને પુત્રો પણ હોમ-એજ્યુકેટેડ છે. અને બન્ને આજે ક્રિયેટિવ ફિલ્ડમાં ઉત્તમ કામ કરી રહ્યા છે. પરંતુ રુટિન પ્રવાહથી હટકર ચાલવા માટે, ચીલો ચાતરવા માટે હિમ્મત જોઇએ, ફેમિલી મેમ્બર્સનો સપોર્ટ અને સમજણભર્યું માર્ગદર્શન જોઇએ. માલવિકાને આ બધું ઉપલબ્ધ હતું. આમ છતાં માલવિકાની મમ્મી કહે છે તેમ સ્કૂલ છોડીને ઘરેથી ભણતાં-ભણતાં એમ.આઈ.ટી. સુધીની સફર પાર કરવાનું આસાન નથી. આ સમગ્ર ઘટનામાં મને સૌથી વધુ સ્પર્શી ગઈ એ વાત આ હતી: એક મા ઈચ્છતી હતી કે તેની પુત્રી કહેવાતા અભ્યાસને નામે ચાલતી માર્ક્સ, ડિગ્રી ને ક્વોલિફિકેશનની આ રેટ રેસનો શિકાર ન બને. એ સ્ટ્રેસથી એનો ચહેરો મુરઝાઈ ન જાય. તેને પોતાની દીકરીને ખુશ જોવી હતી એટલે તેણે આટલો મોટો પડકારરૂપ નિર્ણય કર્યો. સ્કૂલ એ ભણતરનો કે શીખવાનો પર્યાય નથી એ સૌથી મોટી વાત આ કિસ્સામાંથી ફલિત થાય છે.

-------------------

હવે બીજા સમાચારની ભીતર જોઇએ. આપણી સરકારે વર્ષ ૨૦૧૦માં આઠમા ધોરણ સુધી વિદ્યાર્થીઓ માટે 'નો ડિટેન્શન પૉલિસી' એટલે કે વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં જતા નહીં અટકાવવાની નીતિ અપનાવી તેના મૂળમાં પણ વિદ્યાર્થીઓને આ સ્ટ્રેસથી બચાવવાનો જ હેતુ હતો. કેન્દ્ર સરકાર તથા જુદી-જુદી એન.જી.ઓ.- સ્વૈચ્છિક સંસ્થાઓએે વિદ્યાર્થીઓ દ્વારા અધવચ્ચેથી સ્કૂલ છોડી દેવાના કિસ્સાઓનો અભ્યાસ હાથ ધર્યો હતો. તેમાં એક તારણ એ આવ્યું હતું કે વિદ્યાર્થીઓ ફેઇલ થાય છે અને તેમને ઉપલા વર્ગમાં જતા અટકાવાય છે એટલે તેમનામાંના ઘણા બધા સ્કૂલ છોડી દે છે. તેમાંય તેઓ જો આર્થિક કે સામાજિક રીતે નબળા વર્ગમાંથી આવતા હોય તો ખાસ. એટલે એ સમસ્યાને દૂર કરવા સરકારે વિચાર્યું કે સ્કૂલના વિદ્યાર્થીઓ કોઇ પ્રકારના ડર વિના, ચિંતા વગર કે તાણ વગર ભણી શકે અને પોતાની ગતિએ આગળ વધી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. અને ૨૦૧૦માં આઠમા વર્ગ સુધીના સ્ટુડન્ટ્સ માટે 'નો ડિટેન્શન પૉલિસી' અસ્તિત્વમાં આવી! 

આ પૉલિસીનો હેતુ સારો હતો અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેને રાઇટ ટુ એજ્યુકેશનની સાતત્યપૂર્ણ અને સર્વાંગી મૂલ્યાંકન પદ્ધતિનો હિસ્સો બનાવવામાં આવી હતી. પરંતુ હેતુ કે લક્ષ્ય સારા હોય એટલું જ પૂરતું નથી હોતું. એને માટે વિચારાયેલું પગલું પણ પૂરતી ચકાસણી અને વિચારણા બાદ લેવાયેલું હોવું જોઇએ. મને યાદ છે આ પૉલિસી આવી ત્યારે અને ત્યાર બાદ પણ શિક્ષણજગત સાથે સંકળાયેલા અનેક પ્રોફેશનલ્સ, શિક્ષણવિદ્ોએ ચેતવણી આપી હતી કે આ નીતિ જોખમી પુરવાર થઈ શકે છે કેમ કે વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે બેધ્યાન થઈ શકે છે. અને આ નીતિ અમલમાં આવ્યા બાદ અનેક શિક્ષકોનો તેમ જ પેરેન્ટ્સનો અનુભવ એ જ રહ્યો. વિદ્યાર્થીઓને આઠમા ધોરણ સુધી તો ફેઇલ કરી શકાય જ નહીં એટલે પછીના વરસોમાં પેલા 'નો ડિટેન્શન પૉલિસી'ના પ્રતાપે નવમાં ધોરણમાં ચડી ગયેલા સ્ટુડન્ટસને ભણાવવાનું કામ ટીચર્સ માટે બહુ કપરું બની જાય. સ્વયં સ્ટુડન્ટ્સને માટે પણ એ ઉચ્ચ અભ્યાસક્રમ અઘરો બની જાય. એટલે જ ૨૦૧૨થી અનેક વાર દેશના વિવિધ રાજ્યમાંથી નિષ્ણાતો દ્વારા આ નીતિમાં ફેરફાર કરીને 'નો ડિટેન્શન પૉલિસી' પાંચમા ધોરણ સુધી જ લાગુ કરવાની માગ ઊઠી છે. પરંતુ એ ફેરફાર કરવાનો અધિકાર માત્ર કેન્દ્રના શિક્ષણખાતાને જ છે એમ કહીને અત્યાર સુધી એ દિશામાં કંઇ નથી થયું. પરંતુ ગયે અઠવાડિયે સિંગાપોરના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર થર્મન શન્મુગારત્નમે નીતિ આયોગની 'ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા શ્રેણી' ઉદ્ઘાટક વક્તવ્ય આપ્યું તેમાં તેમણે ભારતના સ્કૂલ શિક્ષણમાં પ્રવર્તતી કટોકટી (ક્રાઇસિસ)નો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થાની નબળી ગુણવત્તા અને એ સ્તરથી જ શિક્ષણ અને વિદ્યાર્થીઓના ભણતરમાં કેટલું બધું કરવાનું બાકી છે તેની વાત કરી હતી. તેમણે સ્કૂલ ડ્રોપ-આઉટ્સનો અને પીવાના પાણી કે ટોઇલેટ જેવી પાયાની સુવિધાવિહોણી સ્કૂલોનો આંકડા સાથે ઉલ્લેખ કરીને એ દિશામાં ક્વૉલિટેટિવ પરિવર્તનની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. 

અને આ પછી બે જ દિવસમાં કેન્દ્રના માનવ સંસાધન ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરજી કામે લાગી ગયા છે. સૌથી પહેલું કામ તેમણે 'નો ડિટેન્શન પૉલિસી'ને આઠમા ધોરણને બદલે પાંચમા ધોરણ સુધી જ રાખવાની આપણા જાણકારોની માગણી સ્વીકારીને તેનો અમલ સત્વરે કરવા માટેની મથામણ શરૂ કરી છે. એટલે મોડે મોડે પણ ભૂલ સમજાઈ છે. ભલેને ઘરના સમજદારોની વાત ન માની, પારકી મા કામ વીંધે એ ન્યાયે સિંગાપોરના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરની વાત માનીને પણ શિક્ષણપદ્ધતિમાં પાયાથી જ ગુણવત્તાને મહત્ત્વ આપવાની અનિવાર્યતા સરકારી સ્તરે સમજાઈ રહી છે તે પોઝિટિવ ડેવલપમેન્ટ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment