Saturday, 3 September 2016

[amdavadis4ever] પાગલ પીર: ગામની ન વી પેઢી એને ‘પાગલ પીર’ તરીકે ઓળખે છે Hemal Vaishnav

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભાઈ, આ  ઘરની માલિકીનું નામ બદલવાના કાગળિયા તું તૈયાર કરી લેજે, હું તો તું કહેશે ત્યાં સહી કરી આપીશ. આખરે તો, દિલીપ  તારે જ બધું સંભાળવું પડશે. 'વયોવૃદ્ધ ગોરધન શેઠ, એના વકીલ ભત્રીજાને કહી રહ્યા હતા. રહેમત અલીના કાનમાં એક એક શબ્દ ધગધગતું સીસું બનીને રેડાયો હતો. ગામથી આવેલો, અલ્પ શિક્ષિત રહેમત અલી, છેલ્લા વીસ વર્ષથી ગોરધન શેઠનો જમણો હાથ બનીને રહ્યો હતો. પણ આજે ડોસો જાત પર ગયો હતો. એક વાર દિલીપના નામે ઘર થઇ જાય પછી, એ એને આ ઘરમાં રહેવા દે એ વાતમાં માલ નો'તો.

શહેરમાં કોમી દંગા ફાટી નીકળ્યા હતા. શેઠની રજા લઈને રહેમત એને ગામ જતો રહ્યો હતો, પણ  શેઠે એની પરવા કર્યા વગર લીધેલો નિર્ણય ખટકે રાખતો હતો. ગામને પાદરે બેઠેલા રહેમતે એક ફેંસલો કરી લીધો. પાદરેથી બસ પકડીને એ શહેર પાછો આવ્યો અને બિલ્લી પગલે શેઠની રૂમમાં પ્રવેશ્યો. ઠાકરોજીના મંદિર પાસે નતમસ્તક બેસી માળા ફેરવી રહેલા ગોરધન શેઠના માથા પર ઝનૂનથી એણે લાઠીનો ઘા મારી દીધો હતો અને રસોડામાંથી કેરોસીન લાવ્યો હતો. ઘડી ભરમાં આખું ઘર, શેઠ સહીત ભડકે બળતું છોડીને એ ગામ પાછો જતો રહ્યો.
 
શેઠનું કાટલું કાઢયાને ચાર દિવસ થઇ ગયા હતા અને પાદરેથી ધૂળ ઉડાડતી દિલીપની મોટરસાઈકલ એના આંગણે આવીને ઉભી રહી હતી. 'કાકાને તો શહેરના દંગાખોરો ભરખી ગયા રહેમત'. સ્વસ્થ થયા પછી બ્રીફકેસમાંથી દસ્તાવેજ કાઢતા દિલીપે કહ્યું હતું,'કાકાએ ઘર તારે નામ કરી નાખ્યું હતું, પણ હવે તો એ ઘર બળીને ખાક થઇ ગયું. જમીનના જે પૈસા આવે એને તું કાકાની પ્રસાદી સમજીને લઇ લેજે રહેમત. તને તો એ દીકરો સમજતા હતા.'

સુન્ન થઇ ગયેલા રહેમતના હાથમાં દસ્તાવેજ મૂકીને દિલીપે વિદાય લીધી હતી. મહિના પછી લોકોના આશ્ચર્ય વચ્ચે મોકાની જમીન વેંચી દઈને એમાંથી આવેલા બધા પૈસા ઠાકોરજીના મંદિરમાં ગોરધન શેઠના નામે દાન આપીને રહેમતે એ શહેરને હંમેશ માટે છોડી દીધું હતું. આજે એ વાતને વર્ષો વીતી ગયા છે અને એક ફકીર ગામનાં છેડે આવેલા ઠાકોરજીના મંદિરના ઓટલા પાસે આંખમાં આંસુ સાથે હાથ જોડીને ઉભેલો નજર આવે છે. ગામની નવી પેઢી એને 'પાગલ પીર' તરીકે ઓળખે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment