Sunday, 3 July 2016

[amdavadis4ever] જ્યારે પણ કોઈ ને મદદ કરો ત્ યારે તમારા બા ળકને જરૂર કહો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મળો નિવેથિકા શશિકુમારને જેણે 10માની પરિક્ષામાં 96.6 ટકા માર્ક મેળવ્યા છે અને ડૉક્ટર બનવા ઇચ્છે છે. તે સોનીની સીધી-સાદી પુત્રી છે, જે રોજિંદા વેતન પર કામ કરે છે. પિતા સાઇકલ દ્વારા જ આવન-જાવન કરે છે. તેણે ક્યારેય માતા કૃષ્ણાવેણીએ પહેરેલું સોનાનું કોઈ ઘરેણું જોયું નથી. ડૉક્ટર બનીને તે નાના ભાઈ માટે પ્રેરણા બનવા ઇચ્છે છે, પિતા માટે મોટરસાઇકલ ખરીદવું છે અને માતા માટે નાનું પણ એક સોનાનું ઘરેણું બનાવવાની ઇચ્છા છે. સાથે જ ગામના લોકોની સેવા કરવાની ઇચ્છા છે, જેમને સ્વાસ્થ્ય સુવિદ્યાની ઘણી જરુર છે. હવે મળો અજીશ ખાનને. તે અપસ્મારની બીમારીને લીધે માતાને ખોઈ ચૂક્યા છે અને નથી.  

10માની પરિક્ષામાં 500માંથી 444 અંક મે‌ળવ્યા બાદ હવે તે 12માં ધોરણમાં છે. તેને લાગે છે કે એમબીબીએસની ડિગ્રી તેના પરિવારના જીવનના  સ્તરને ઊંચુ લાવવામાં મદદરૂપ થશે. તેનાથી તેમના જેવા ગરીબ પરિવારોને સ્વાસ્થ્ય સંબંધી મદદ પણ સસ્તામાં મળી શક્શે. તે માટે માર્બલ વર્કર પિતાના આ પુત્રે ઘણી મહેનત અને ત્યાગ કરવો પડશે. તેની દિનચર્યામાં ઘરથી નીકળતા પહેલા ઘરના દરેક કામ પૂરા કરવાનો સમાવેશ થાય છે.

સ્કૂલ જતાં પહેલા કેટલીય વાર તે નાસ્તો પણ કરી શક્તો નથી. સ્કૂલ તેના ઘરથી 15 કિલોમીટર દૂર છે. પરિવારની મદદ માટે મોટા ભાઈએ અભ્યાસ છોડી દીધો અને હવે તે એક મૉલના ફૂડ કોર્નરમાં કામ કરે છે. આટલા ત્યાગ પછી અજીશને સ્કૂલની વર્ષની ફી જમા કરવામાં પણ મુશ્કલી થઈ રહી છે. હવે મળો અંબૂને. તે 12મા ધોરણમા સરકારી શાળામાં ભણે છે. તેના પિતા હસ્તવણાટ કારિગર છે અને રોજ 12 કલાક કામ કરવા છતાં મહિનાના 5000 રૂપિયા જ કમાઈ શકે છે. એક રૂમનાં ભાડેના મકાનમાં માતા-પિતા અને બહેન સાથે તે રહે છે.

અંબૂ બીકૉમની ડિગ્રી લીધા પછી ઑડિટર બનવા ઇચ્છે છે. અંબૂ ક્રિકેટનો ખિલાડી પણ છે અને સ્કૂલની ટીમ માટે રમે છે. કંમ્યુટરમાં તેને ઘણો રસ છે. સરકાર દ્વારા મળેલા લેપટોપ ઉપર ફ્રિ ટાઇમમાં તે પ્રોગ્રામિંગ શીખી રહ્યો છે. હવે આ ત્રણેને આપણે જોડીએ. ત્રણેય અભ્યાસમાં આગળ વધી રહ્યાં છે અને એક વ્યક્તિ લક્ષ્ય મેળવવા માટે તેમની મદદ કરી રહ્યાં છે. તે તેમના શહેર કોયમ્બતૂરના જ છે અને તેની ક્રાઉડ ફંડિગ કંપનીનું નામ છે culvee.com.

આમા લોકો જ પ્રકારે ઇચ્છે મદદ કરી શકે છે અને પૈસા ડાયરેક્ટ એક ખાસ બાળકના અભ્યાસ માટે પહોંચી જાય છે. આ પ્રયાસ છે વિનોદ મુરલીધરનો. તેણે જોયું હતું કે કઈ રીતે તેમના માતા-પિતાએ ઘરમાં કામ કરનારી સ્ત્રીના સંતાનનો અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ કરી હતી. વિનોદ તેને વધારે આગળ લઈ જવા ઇચ્છે છે અને દરેક જરુરિયાતમંદ અને બુદ્ધિમાન વિદ્યાર્થિઓને મદદના સર્કલમાં લાવવા ઇચ્છે છે. 

ફંડા એ છે કે જે પણ ચેરિટી તમે  કરો છો તેના વિશે દુનિયાને નહીં, પરંતુ પોતાના બાળકોને જરુર બતાવો જેથી તે તેને વધારે આગળ લઈ જઈ શકે અને પોતાની રીતે વધારેમાં વધારે લોકોની મદદ કરી શકે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment