Tuesday, 26 July 2016

[amdavadis4ever] ખોવાઈ ગયે લું એકાંત કેવી રીતે પાછું આવે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તમારી આસપાસ બધા જ મનગમતા લોકો હોય તો પણ ક્યારેક તમને એ બધાથી દૂર, થોડા દિવસ માટે સાવ એકલા રહેવા જવાનું મન થાય છે? તમે રિક્શામાં કે ટૅક્સીમાં બેઠા હો અને શાંત ચિત્તે કશુંક વિચારી લેવાનું આયોજન કરતા હો ત્યાં અચાનક ડ્રાઈવર એફ. એમ. ચાલુ કરીને તમને વેરવિખેર કરી નાખે તો એની ગાડી હોવા છતાં પોલાઈટલી એને અવાજ બંધ કરી દેવાનું કહેવાનો હક્ક ખરો તમને? તમે ઘરમાં તમારી માટે દુર્લભ એવી શાંતિની પળો માણી રહ્યા હો ત્યારે ફોનની રિંગ વાગે તો મિસ્ડ કૉલ થવા દઈને ફોન કરનારી વ્યક્તિને તત્પૂરતી ટાળવાનું સૂઝે ખરું? તમે શહેરની ભીડભાડથી બચવા હિલ સ્ટેશન પર ગયા હો અને અચાનક કોઈ પરિચિત કુટુંબ મળી જાય અને કહે, 'ચાલો, સારું થયું. કાલથી સાથે જ ફરીશું. એકલા એકલા કંટાળી ગયા હતા.' ત્યારે એ પરિચિતોને એટલું કહેવાનો તમને હક્ક ખરો કે નહીં કે: માફ કરજો હું મારા નિર્ધારિત પ્લાન મુજબ જ અહીં રહેવા માગું છું.

પ્રાઈવસીની ક્ધસેપ્ટ ભારત માટે નવી નથી. ઋષિમુનિઓના જમાનામાં એકાન્તસાધના થતી હતી અને એમને રાક્ષસો કે દાનવો સિવાય કોઈ ખલેલ પહોંચાડતું નહોતું. સમાજ વિશાળ થતો ગયો, નગરો મહાનગરોમાં પલટાવા માંડ્યાં અને માણસનું અંગત, એનું એકાન્ત ખોવાઈ ગયું. પછી સતત કોલાહલ અને ભીડ વચ્ચે રહેવાની ટેવ પડી ગઈ. તમે એવા કેટલાય માણસો જોયા હશે કે જેઓ ઘરમાં એકલા પડે કે તરત, જોવું હોય કે ન જોવું હોય, ટીવી ખોલીને બેસી જાય.

એકાન્ત એ દુર્લભ ચીજ છે અને એને માણવાનું હોય એ વાત બહુ ઓછા લોકો સમજે છે. નાતાલના દિવસોમાં ખ્રિસ્તીઓની સૌથી બિરદાવવા જેવી વાત એ લાગે કે તેઓ સમૂહમાં ભેગા મળીને ઘોંઘાટભર્યો જલસો કરી શકે; સાથોસાથ એટલા જ મોટા સમુદાયમાં ભેગા થઈને દરેકનું એકાન્ત જળવાય એ રીતે શાંત-ધીરા સંગીતમાં બૉલ ડાન્સ પણ કરી શકે. ચર્ચની તો વાત જ જુદી. સેંકડો ખ્રિસ્તીઓ ભેગા થયા હોય છતાં એ ભીડ શિસ્તબદ્ધ હોય અને દરેક વ્યક્તિ સ્વસ્થતાપૂર્વક ઊભા રહીને કે બૅન્ચ પર બેસીને ઈશ્ર્વરનું સ્મરણ કરી શકે. આની સામે મારા પ્રિય એવા નાથદ્વારામાં મારા આરાધ્યદેવ શ્રીનાથજીનું મંદિર જુઓ, દસ સેક્ધડ પણ કોઈના ધક્કા ખાધા વિના તમે ઈશ્ર્વરમાં મન પરોવી શકો નહીં.

વચ્ચે એક મિત્ર સાથે શ્રીનાથજીના એ મંદિરનાં દર્શનની ભીડની વાત થતી હતી. તેઓ ત્યાં નિયમિત જાય છે. મેં એમને સૂચવ્યું કે નેક્સ્ટ ટાઈમ નાથદ્વારા જતાં - આવતાં નજીકમાં જ રાણકપુર છે ત્યાં જજો. ખૂબ રળિયામણી તીર્થભૂમિ છે. જૈન મંદિરનું સ્થાપત્ય તો માણવા જેવું છે જ ઉપરાંત ત્યાં પહોંચીને એના વિશાળ પરિસરમાં અરવલ્લીની તળેટીની શાંતિનો જે અનુભવ થાય છે તે એક લહાવો છે. મિત્ર કહે કે: એક વખત અમે લોકો રાણકપુર ગયા હતા પણ ત્યાં બહુ એકલું એકલું લાગે, એવી શાંતિમાં મઝા ન આવે!


મહાનગરના ઘોંઘાટની મઝાથી ટેવાઈ ગયા પછી કેટલાક લોકો શાંતિને જીરવી શકતા નથી. તેઓ સતત તાણગ્રસ્ત રહે, એમની પણછ હંમેશાં તંગ રહે, તો જ એમને લાગે કે પોતે મહાનગરના ધોરણ મુજબનું જીવી રહ્યા છે. વ્યક્તિની પ્રાઈવસી છીનવી લેવા સમાજ હંમેશાં તત્પર હોય છે. લગ્ન આનું સૌથી મોટું ઉદાહરણ છે. જે બે વ્યક્તિ પરણી રહી હોય એમની અંગતતાને કોઈ પૂછતું નથી. લગ્નની આખીય વિધિ દરમ્યાન, વરઘોડાથી માંડીને ક્ધયા વિદાય સુધીની વિધિ દરમ્યાન, ઘણી બધી ક્ષણો એવી આવે છે જ્યારે એ બે વ્યક્તિઓને આજુબાજુનું ધમાલભર્યું વાતાવરણ ભૂલીને એ ક્ષણોની ગંભીરતા વિશે વિચારવાની તક મળવી જોઈએ. પણ એવું વાતાવરણ વરક્ધયાને કોઈ આપી શકતું નથી. પ્રાઈવસીનો મતલબ અહીં ફિઝિકલ એકાન્ત એવો નથી. એ તો એમને મળવાનું જ છે રાત્રે, અને એ પછીની ઘણી બધી રાત્રિઓએ. માનસિક એકાન્તની વાત છે.

કુટુંબમાં પણ પરિવારના સભ્યોની પ્રાઈવસીની આમન્યા જાળવવાનો રિવાજ બહુ ઓછી જગ્યાએ જોવા મળે. નાનું બાળક આનંદમગ્ન થઈને એકલું રમતું હોય તો પપ્પા-મમ્મી પૂછશે: આવ બેટા, એકલો એકલો કેમ રમે છે? અને પછી બાળકની સાથે રમવા લાગશે, એમ વિચારીને કે બિચારું એકલું રમતું હતું. તમારી સૌથી નજીકની વ્યક્તિ ક્યારેક એકલી બેઠી હોય ત્યારે ક્યારેય પૂછતા નહીં કે શું વિચારતા હતા? એમને પોતાનું એકાન્ત સાચવી રાખવાનો હક્ક છે. શક્ય છે કે એ વ્યક્તિ તમારી અણગમતી બાજુઓ વિશે વિચારતી હોય કે પછી તમારા પર બહુ બધું વહાલ કેવી રીતે વરસાવી દેવું એનું પ્લાનિંગ કરતી હોય. તમારે શું કામ પરાણે એના વિચારો જાણવાની કોશિશ કરવી જોઈએ?

એક ફૅન્ટસી છે: બીજાના વિચારો જાણવાની શક્તિ ભગવાન તમને આપે તો?

દરેક જણ એમ જ કહેશે કે ભગવાન એવી શક્તિ માત્ર મને જ આપો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment