Wednesday, 27 July 2016

[amdavadis4ever] સમુદ્રામાસીન ી લેડીઝ છત્રી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પન્નાએ મને પોતાના પેન્સિલ હીલ્સવાળાં સેંડલ પહેરાવીને ચાલવાની ને પછી દોડવાની ફરજ પાડી. દોડતાં તો શું ચાલતાં કે ઊભા રહેતાં પણ ફાવ્યું નહિ. પડતાં પડતાં બચ્યો ને ગેલેરીમાં ઉપરના ફ્લેટમાં રહેનારાં સમુદ્રામાસીનો લટકતો સાડલો મારા હાથમાં આવી ગયો... બસ, આટલો નાનકડો ભૂતકાળ, જેને હું ભૂલી પણ ગયો'તો અને આજે અચાનક બેલ વાગી. દરવાજો ખોલ્યો ને સામે સરોવરમાસા ઊભા'તા. યસ, સમુદ્રામાસીના દિવાસાના વ્રતનું કારણ... હવે સમુદ્રા ને સરોવર... કેટલું સવગડિયું લાગે છે! પણ એની પાછળનો ઈતિહાસ એ છે કે 'લગન પછી નોર્મલી સાસરા પક્ષ નવી પરણેતરનું નામ બદલી નાખતા હોય છે. અહીંયા ઊલટું થયુ'તું. સમુદ્રામાસીએ લગન લખતે જ શરત મૂકી'તી કે લગન પછી 'બાપુભાઈ' જેવું નામ નહિ ચાલે. મારી સાથે મેચ થાય એવું નામ જ રાખવું પડશે. ને બિચારા 'બાપુભાઈ' થઈ ગયા. 'સરોવરભાઈ' 'સરોવરકાકા' 'સરોવરકુમાર'ને 'સરોવરજીજુ.'

હવે જે વ્યક્તિ લગન વખતે જ પોતાનું નામ પોતાની પત્ની (સમુદ્રા સરોવર તાડપત્રીવાલા)ના કહેવાથી બદલી નાખવા તૈયાર થઈ હોયએ વ્યક્તિ કાં તો પોતાની પત્નીને ખૂબ ચાહતી હોય અથવા તો એનાથી ખૂબ દબાયેલી હોય... ગભરાતી હોય. સરોવર માસાના કેસમાં આ બીજી વાત લાગુ પડે છે.

'બોલો, માસા કેમ આવવાનું થયું?' એવો મેં લુખ્ખો વિવેક કર્યો. તે મને કહે. 'તમે સમુદ્રાની જે સાડી ખેંચી લીધી છે એ પાછી લેવા આવ્યો છું.' એ જ વખતે પન્ના રસોડામાંથી જોગિંગ કરતી કરતી હોલમાં આવી. (પન્ના કંઈ પણ કરી શકે) અને આ વાક્ય સાંભળી ગઈ. 'તમે સમુદ્રાની જે સાડી ખેંચી લીધી છે એ પાછી લેવા આવ્યો છું.' અને આ સાંભળીને કોઈ પણ ત્રીજી વ્યક્તિને જે ગેરસમજણ થાય એ અને એવી જ ગેરસમજ પન્નાને થઈ અને અચાનક જમીન પર બેસી ગઈ.... 'હાય. મૈં લૂંટ ગઈ બરબાદ હો ગઈ... અબ યે સુનના હી બાકી રહ ગયા'થા કે મેરા ગોવિંદ (એ ખાવિંદ કહેવા માગે છે) લોગોં કી ખાસ કરકે ઔરતો કી ચુનરી ખેંચતા હૈ... બાલ નોચતા હૈ... સરિયામ (સરે આમ) છેડતા હૈ... (પન્ના ક્યાંથી ક્યાં વાત લઈ ગઈ.)

જે થયું'તું એ એની સામે જ થયુ'તું.... સુકાતો સાડલો ખેંચાયો તો એ પણ એના સેંડલને લીધે ને આ 'ભોળી ભરવાડણ' બધું ભૂલી ગઈ? કાશ મારા ઘરમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવ્યા હોત. 'પન્ના. તું સમજે છે એવું કંઈ નથી.... આ તો મૈં ગીર રહા થા ઔર ઉનકા સાડલે કા છેડા મેરે હાથ આ ગયા..'

'ગીર રહે થે? ગીર રહે છે? ઈતના ગીર ચૂકે હો કી સમુદ્રા માસી કી સાડી ખીંચ ડાલી... અરે ઉનકી ઉમ્ર કા તો લિબાસ (લિહાઝ બોલવા માંગે છે) કિયા હોતા. આ બધું ચાલી રહ્યું'તું ત્યાં સરોવર માસા ઉવાચ, 'રાવલસાહેબ, તમારા ઘરમાં હમણાં પ્રોબ્લેમ હોય તો પછી આવું... નસીબદાર છે કે ખાલી શબ્દોના પ્રહાર ઝીલો છો. અત્યારે ભાભીની જગ્યાએ સમુદ્રા હોત તો મારા માથામાં દર બાર ગુંબા માર્યા હોત... આ જુઓ આ ટાલ જેવું જે દેખાય છે એ ઉંમરને કારણે નહિ... સમુદ્રાના ગુંબાના કારણે મારા વાળમાં અકાળે આવેલી પાનખર છે. (મને થયું હું આને ગુંબો મારું- વાળમાં અકાળે આવેલી પાનખર આવી સાહિત્યિક ભાષા વાપરવાનો ટાઈમ છે આ? મેં પન્નાને ઊભી કરી અને એની એક સાડી લઈને અમારી ગેલેરીમાં એવી રીતે સૂકવી કે નીચેના ફલોરનાં અન્નપૂર્ણાકાકીને ત્યાં લટકે. પછી ફોન કરીને અનંતકાકાને કહ્યું તમારી ગેલેરીમાં લટકતી સાડી ખેંચો. એમણે ખેેંચી પણ ખરી... અને પન્નાની સાડી પહોંચી ગઈ અનંતકાકાના હાથમાં. આખો લાઈવ એક્સપરિમેન્ટ મેં પન્નાની સામે કર્યો. ને પછી એ બોલી: 'ઓહ... યે બાત થી આપકો પહેલે બતાના ચાહિયે થા ના... મેંને ખામખા આપ પે શક કિયા ઔર આપકો ગુનાહ કે ડાયરે મેં ખડા કર દિયા.

(વાચકો એને માફ કરજો... એ દાયરે બોલવા માગે છે.... પણ 'હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગલાં વખાણું.'વાળો ડાયરો બોલી ગઈ.) ઠીક છે. હવે સરોવરમાસાને એમની સાડી આપી દે. 'મારી નહિ, સમુદ્રાની.' સરોવરમાસા બોલ્યા: 'મેં એમને સાડલો આપીને રવાના કર્યા.' પત્ના અચાનક નોર્મલ થઈને બોલી 'મુજે મુઆફ કર દો... દિલ સાફ કર દો.

'બોલી તમારા માટે શું બનાવું?' મેં મારા મનમાં કીધું લગન વખતે તારી માએ મને બનાવ્યો એટલું ઓછું છે. અને મારા જવાબની રાહ જોયા વગર 'કલ્પના ઐયર'ની જેમ ખભાને એક ઝટકો આપીને 'સોનિક ઓમી'નું ગીત ગાતી ગાતી અંદર જતી રહી... 'સંસાર હૈ એક નદિયા. દુ:ખ સુખ દો કિનારે હૈ, ના જાને કહાં જાયેં... હમ બહતે ધારે હૈ...'

મને થયું હમ બહતે ધારે નહિ... હમ તો બેચારે હૈં... બેસહારે હૈં... વક્ત કે મારે હૈં... જયા પાર્વતી કે 'જુવારે હૈં' (ઓહ માય ગોડ... આટલી ખરાબ તુકબંદી- આ પન્નાની અસર છે. બેફામ સાહેબનો પેલો શેર મને લાગુ પડે છે.

'બૂરાઓને અસર કરતી નથી, સોબત ભલાઓની

ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો...'

આટલું બોલું ત્યાં તો ચાલીસ કિલોની આસપાસની ઘૂંટણ સુધીના ખુલ્લા વાળ અને અડધું કપાળ ઢંકાઈ જાય એવો રૂપિયા જેવો ગોળ લાલ ચાંદલો કરેલું વ્યક્તિત્વ મારા ઘરમાં પ્રવેશે છે. યસ તમારી ધારણા સાચી છે. એ છે સમુદ્રામાસી. સરોવરમાસાના વર જેવી વહુ. હાથમાં એક નાનકડી થ્રી ફોલ્ડની લેડીઝ છત્રી છે જે મને બતાવીને કહે છે, 'આજે આ છત્રી લઈને બહાર જવું'તું એટલે તમને હેરાન કર્યા.' મને આશ્ર્ચર્ય થયું. સમુદ્રામાસીને છત્રી લઈને બહાર જવું હોય એમાં હું ક્યાં વચ્ચે આવ્યો? પછી અચાનક મારી નજર છત્રીના કાપડ પર જાય છે... સેમ મટીરિયલ.... ડિઝાઈન... અને કલર... અને મને સ્ટ્રાઈક થાય છે કે આખી સોસાયટી એમને 'મેચિંગ માસી' કહીને પણ બોલાવે છે. પછી એ સ્પષ્ટતા કરે છે. 'હું તો એટલી દૂબળી છું કે અડધી સાડીમાં જ સમાઈ જાઉં... બાકીની અડધી સાડીમાંથી છત્રી કરાવું. પર્સ કરાવું... ચાંદલા કરાવું...!! લાલાની કૃપાથી.' હું શૂન્યમનસ્ક થઈ જાઉં છું. એ બોલવાનું ચાલુ રાખે છે.... 'મારી પાસે છત્રીસ પર્સ છે... અને બોત્તેર ચાંદલા... આવજો ક્યારેક જોવા... લાલાની કૃપાથી. અને ઠૂમક ઠૂમક કરતાં 'મેચિંગ માસી' જતાં રહે છે.

હું શ્ર્વાસ હેઠો મૂકીને સોફામાં પછડાઉં છું ને વિચારું છું ગેલેરીમાં કપડાં સુકાવવાનું પ્રતિબંધિત કરી દેવું જોઈએ. કોઈ વ્યક્તિ અડધી સાડી પહેરે અને બાકીના અડધામાંથી ચાંદલા અને પર્સ બનાવે?? આ વાતના આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરુ છું ત્યાં તો નીચેવાળાં અન્નપૂર્ણા કાકી આવીને પન્નાની સાડી મારા હાથમાં મૂકતાં બોલે છે... 'આ લો. તમારી પન્નાની સાડી. અમારા અનંતે ખેંચી કાઢી'તી.... હવે ત્રણ દિવસ સુધી આખા ઘરનાં ઝાડુ-પોતાં કરશે તમારા અનંતકાકા...' બોલીને અંધારામાં દેખાય પણ નહિ એવી 'કાળી ચૌદસ' જેવી આ ગુજરાતી હબસણ સરકી જાય છે. અને જુદા જ સંદર્ભમાં મને મરીઝ સાહેબનો શેર યાદ આવે છે:

'બંધ મુઠ્ઠી લાખની થઈ ગઈ છે સાચા અર્થમાં

એમના પાલવનો છેડો હાથમાં આવી ગયો...'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment