Tuesday, 1 March 2016

[amdavadis4ever] હું સાચું બોલીશ ત ો તને ખોટું લાગી જશે : ચિંતનની પળે - કૃષ્ણક ાંત ઉનડકટ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સંબંધો અને શ્વાસ ક્યારેય એકસરખા ચાલતા જ નથીકાર્ડિયોગ્રામ મશીનમાં ધ્રૂજતી રેખાની જેમ શ્વાસ અને સંબંધો ઉપરથી નીચે અને નીચેથી ઉપર ઝૂલતા જ રહે છેસંબંધો ઘણી વાર સવાલો ખડા કરે છેરિલેશનમાં પણ બધાને રિફ્લેક્શન જોઈએ છેએ ન જોવા મળે તો રિલેશનમાં પણ રિજેક્શન આવે છેહામાં હા પુરાવે એ સંબંધીહામાં ના પુરાવે એ પ્રતિદ્વંદ્વીએવી વ્યાખ્યા કરનારાઓ સંબંધોમાં પણ ફાયદો અને ગેરફાયદો જોતા રહે છેસંબંધોનું સત્ત્વ એ હોવું જોઈએ કે બંને વચ્ચેનો સ્નેહ સાત્ત્વિક હોયસાચું કહી શકાતું હોય અને સાચું સહી શકાતું હોયસહન ન થાય ત્યાં સાચું કહેવાતું નથીસત્ય વજનદાર હોય છેએને ખળવું.... પડતું હોય છેસત્ય તીક્ષ્ણ હોય છે એને ઝીલવું પડતું હોય છેસત્ય ઉઝરડો પાડે પણ એમાં ઇરાદો હકીકતનો અહેસાસ કરાવવાનો હોય છેજૂઠ જ્યારે આપણી તરફ આવે ત્યારે એ શરીર પર પીંછું ફરતું હોય એવું મીઠું લાગે છેપણ હકીકત જ્યારે સામે આવે ત્યારે એ જોખમી હોય છેમોઢામોઢ અને સાચેસાચું કહેનારાઓની સંખ્યા ઘટતી જાય છેકારણ કે બધાને સંબંધોમાંથી કંઈક મેળવવું છેસંબંધને પણ દાવ પર લગાડીને સાચું કહેનારા ખરા બપોરના અજવાળામાં પણ શોધ્યા જડતા નથીલોકોને હવે સાચું નહીંપણ સારું કહેનારા જ સાચા સંબંધીઓ લાગે છે!
આપણને જ્યારે કોઈનું ખોટું લાગે છે ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે એ માણસ સાચું તો બોલ્યોએ મારી પાસે ખોટું પણ બોલી શક્યો હોતબે બહેનપણીની વાત છેએક બોયફ્રેન્ડ વિશે તેણે પોતાની બહેનપણીને પૂછ્યુંએ માણસ કેવો છેબીજી બહેનપણીએ તેને જે ખબર હતી એ વાત સાવ સાચેસાચી કહી દીધીબીજી બહેનપણી નારાજ થઈ ગઈસાચું બોલનારી બહેનપણીને તેની બીજી બહેનપણીએ કહ્યું કે તારે સાચું બોલવાની શું જરૂર હતીઆવી મોટી હરિશચંદ્રની દીકરીહવે તારા એની સાથેના સંબંધો બગડી જશેઆ વાત સાંભળીને બહેનપણીએ કહ્યું કેસંબંધ બગડવા હોય તો ભલે બગડેજે વ્યક્તિ આપણી સાચી વાત સ્વીકારી કે સમજી ન શકે એવા સંબંધ શું કામનાદોસ્તીનો  મતલબ એ પણ હોય છે કે આપણે સાચી વાત ખુલ્લા દિલે કહી શકીએજૂઠના આધારે ટકતી દોસ્તીમાં દંભ હોય છે અને મને એવો દંભ મંજૂર નથી.
હમણાં એક જોક વાંચવા મળ્યોએક ફ્રેન્ડે તેના બીજા ફ્રેન્ડને પૂછ્યુંતને ખબર છે રાજા હરિશ્ચ્રંદ્રનું સત કેમ ટક્યુંકેમ એણે ક્યારેય ખોટું બોલવું ન પડ્યુંકારણ કે એની પત્નીએ તેને ક્યારેય પૂછ્યું ન હતું કે હું કેવી લાગું છુંતમારી પત્ની કે બીજું કોઈ તમને પૂછે કે કેવી કે કેવો લાગું છું ત્યારે તમે ખરેખર સાચો જવાબ આપો છોતમે ક્યારેય કોઈને એવું કહ્યું છે કે સાવ ભંગાર લાગે છેશોપિંગમાં ગયા હોઈએકોઈ ચેન્જરૂમમાંથી આવીને પૂછે કે આ ડ્રેસ કેવો લાગે છે ત્યારે આપણે સાચો જવાબ જ આપતા હોઈએ છીએએક પતિ-પત્નીની વાત છેપત્ની શોપિંગ વખતે ડ્રેસ ચેન્જ કરીને આવે ત્યારે પતિને પૂછે કે કેવો લાગે છેપતિ ઓલવેઝ એવો જ જવાબ આપે કે ફાઇન લાગે છેપતિનું આવું વર્તન જોઈને તેના મિત્રએ પૂછ્યું કે તું આવું કેમ કહે છે?  પતિએ કહ્યું કે અંતે એ પોતાને ગમતું હશે એ જ લેવાની છેહાહું ઘણી વખત એવું કહું છું કેઓકે છેબહુ સારું નથી લાગતુંપણ સાવ ખરાબેય નથી લાગતુંતને ગમતું હોય તો લઈ લેએક વખત તો તેણે મારા ઉપર એવો આક્ષેપ પણ કર્યો હતો કે તારે મને લઈ નથી દેવું એટલે તું એવું કહે છે કે તને સારું નથી લાગતુંકોઈ આપણી સામે સાચું બોલતું ન હોય અથવા તો બોલી શકતું ન હોય ત્યારે પ્રોબ્લેમ એનામાં નહીંપણ આપણામાં હોય છે.
માણસ નાની નાની વાતમાં ખોટું બોલતો હોય છેમોબાઇલ ફોન એ જુઠ્ઠું બોલવાનું સૌથી મોટું સાધન બની ગયું છેહું મિટિંગમાં છુંબહાર છુંબિઝી છુંઆપણે સાચું બોલીએ તો કંઈ ફેર પડતો હોતો નથીછતાં આપણે સાચું બોલતાં હોતા નથીએક વખત એક મિત્રએ તેના ફ્રેન્ડને ફોન કર્યોમિત્ર વાત શરૂ કરે એ પહેલાં જ તેના મિત્રએ કહ્યું કેયાર મને વાત કરવાનો જરાયે મૂડ નથીતું મને પછી ફોન કરજેનો પ્રોબ્લેમએમ કહી મિત્રએ ફોન પૂરો કર્યોબીજા મિત્રએ કહ્યું કેએનો મૂડ ન હતો તો તારે પૂછવું જોઈતું હતુંને કે શું થયુંમને વાત કરમિત્રએ કહ્યું કે નાએ મારો મિત્ર છેહું એને ઓળખું છુંકોઈ એવી વાત હોત તો એણે મને ચોક્કસ કરી હોતહું કોઈ બાબતમાં એન્ક્રોચમેન્ટ કરવા માગતો નથીલીવ મી અલોન એવું કહે પછી પણ આપણે કોઈને છોડીએ છીએ ખરાંકોઈને એકાંત ઉપર અતિક્રમણ કરવું એ એક જાતનું દુષ્કૃત્ય જ છેકોઈ તમને ડિસ્ટર્બ ન કરે એવું તમે ઇચ્છતાં હોવ તો તમારે પણ કોઈના જીવનમાં ખલેલ ન પહોંચાડવી જોઈએ.
આપણે ખોટું બોલતા હોઈએ ત્યારે આપણને એ વાતનો જરાયે અંદાજ હોય છે કે તેનાથી આપણી સાથે જે લોકો હોય છે એના ઉપર આપણી ઇમ્પ્રેશન પડતી હોય છેમોબાઇલ પર તમે એવું બોલો કે હું બિઝી છું ત્યારે સાથે ગપ્પા મારતા બેઠેલા મિત્રો એટલું તો સમજતા જ હોય છે કે આ માણસ કેટલી આસાનીથી ખોટું બોલી શકે છેએક ભાઈને એવી ટેવ હતી કે એ ક્યારેય એનાં સંતાનોની હાજરીમાં ખોટું બોલતા ન હતાએક વખત તેણે છોકરાંવ હતા ત્યારે તેના મિત્રને એવું કહ્યું કેહું ક્યારેય મારાં બાળકોની હાજરીમાં ખોટું બોલતો નથીઆવી વાત કહીને એ પોરસાતા હતાપણ ત્યાં જ એના દીકરાએ આવીને કહ્યું કે ડેડીતમે અમારી ગેરહાજરીમાં ખોટું બોલો છોતમે એમ કેમ નથી કહી શકતા કે હું ખોટું બોલતો નથી?

--

 


Blog: www.krishnkantunadkat.blogspot.com

__._,_.___

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment