Wednesday, 25 November 2015

[amdavadis4ever] પાકિસ્તાન નું હિત મ ારા હૈયે વસે છે... ......મણિશંકર ઐયર ( સિક્રેટ ડાયરી )

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ દેશમાં મારા જેવા બુદ્ધિશાળી માણસ માટે રહેવાનું મુશ્કેલ છે. રહેવાનું તો ઠીક, પણ રાજકીય રીતે સક્રિય રહેવાનું ભારે મુશ્કેલ છે. મારો પ્રોબ્લેમ એ છે કે હું ફક્ત બુદ્ધિશાળી જ નથી, વધુ પડતો બુદ્ધિશાળી છું. મારો આઇક્યુ લગભગ ચારસો પોઇન્ટ છે. ઘણા લોકોને મારા આઇક્યુના આંકડામાં દશનો ભાગાકાર કરવાની ટેવ છે. આથી જ હું આ આંકડો મોટો રાખું છે. સાલું કંઇક તો બચે.

થોડા દિવસો પહેલા પાકિસ્તાનના એક ટીવી પર યોજાયેલી ચર્ચા માટે મને આમંત્રણ મળ્યું. ચર્ચાનો વિષય હતો ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો. કાર્યક્રમના એન્કરે મને પૂછ્યું કે બન્ને દેશો વચ્ચે ફળદાયી વાર્તાલાપ થાય એ માટે શું કરવું જોઇએ. મેં તરત મારા મનમાં જે વાત ઘુમરાતી હતી એ કહી દીધી. મેં કહ્યું કે સૌથી પહેલા નરેન્દ્ર મોદીને હટાવો. તો જ વાત આગળ વધશે. અલબત્ત, ભારત પાક મંત્રણાના સંદર્ભમાં મારે આ જ કહેવાનું હતું. છતાં મારાથી આ અનાયસે કહેવાઇ ગયું હતું. હકીકતમાં મારા મનમાં દરરોજ, સવારથી સાંજ સુધી આ જ વિચારો ચાલતા હોય છે. આ મોદી જાય તો સારું, આ મોદી જાય તો સારું.

નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા એ દેશની સૌથી મોટી કમનસીબી છે. મને આ માણસ પ્રત્યે નફરત છે. એ ભારતીય જનતા પક્ષના નેતા છે એટલે નહીં, પણ એમણે મારી આગાહી ખોટી પાડી એટલે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ પહેલા મેં તો જાહેર કરી દીધું હતું કે એક ચા વેચવાવાળો ક્યારેય આ દેશનો વડા પ્રધાન ન બની શકે. મારી આગાહી સાવ ખોટી પડી. બીજેપીને બહુમતી મળી અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા. બીજું એ બન્યું કે હું ચૂંટણી હારી ગયો અને ચોથા ક્રમે આવ્યો. મારી ડિપોઝિટ ગઇ. હવે આ દેશની પ્રજા તો એવી અભણ છે કે તેઓ સાચો ચુકાદો ક્યારેય નહીં આપે. આ દેશની પ્રજાએ મને ચાર વાર લોકસભાની ચૂંટણીઓમાં પરાજય આપ્યો છે. અત્યારે હું પક્ષની મહેરબાનીથી રાજ્યસભામાં નિયુક્ત થયેલો સંસદસભ્ય છું.

આથી જ મને પાકિસ્તાનના લોકો પ્રત્યે જરા વધુ લાગણી છે. પાકિસ્તાન સાથે આમ તો મારું બહુ જૂનું કનેક્શન છે, કારણ કે મારો જન્મ જ લાહોરમાં થયો હતો. ત્યાર પછી કરાચી ખાતેના ભારતના પહેલા કોન્સલ જનરલ તરીકે મેં ૧૯૭૮થી ૧૯૮૨ સુધી સેવા બજાવી. આ રીતે પાકિસ્તાનીઓના હૃદયની નજીક છું અને એ લોકો પણ મારા હૃદયની નજીક છે. પાકિસ્તાનની અનેક સંસ્થાઓ અવારનવાર મને ત્યાં બોલવતી રહે છે અને મારા લેક્ચર્સ તેઓ સાંભળે છે. બન્ને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધે એમાં મને રસ છે.

મને ફક્ત બે પ્રકારના લોકો માટે નફરત છે. એક આપણા જમણેરીઓ એટલે કે બીજેપી, સંઘ પરિવાર વગેરે અને બીજા પશ્ર્ચિમી દેશોના મૂડીવાદીઓ. આથી જ પેરીસ પર થયેલા હુમલા પછી પણ મેં એ માટે પશ્ર્ચિમી દેશોની વિદેશ નીતિની જબરજસ્ત ટીકા કરી હતી.

મારી એક ખાસિયત એ છે કે હું મારી જાતને હંમેશાં સાચી માનું છું એટલે મને જે યોગ્ય લાગે એ જાહેરમાં કહી દઉં. પછી ભલે એનાથી કોઇને ખોટું લાગે. જોકે મારા આવા આખાબોલા સ્વભાવને કારણે ભૂતકાળમાં અનેક લોકોને દુ:ખ પહોંચ્યા છે. અમર સિંહ, મુલાયમ સિંહ, બાળ ઠાકરે, નરેન્દ્ર મોદી આ બધાને મારા કારણે દુ:ખ પહોંચ્યું છે. પાકિસ્તાન પ્રત્યેના મારા કૂણા વલણને કારણે સમાજવાદી પક્ષના નરેશ અગ્રવાલે તો એકવાર મને પાકિસ્તાનનો જાસૂસ કહ્યો હતો. હવે પાકિસ્તાનના ટીવી પર મેં નરેન્દ્ર મોદી વિશે કરેલા નિવેદનને પગલે ફરી લોકો મારી ટીકા કરી રહ્યા છે.

મારી ટીકા કરનારા લોકોને મારે ફક્ત એટલુ જ પૂછવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશમાં જઇને કૉંગ્રેસની ટીકા કરે છે એ જો યોગ્ય હોય તો હું પાકિસ્તાનમાં જઇને નરેન્દ્ર મોદીની ટીકા કરું એ પણ તમારે ચલાવી લેવું જોઇએ.

જોકે આવી અપેક્ષા આપણા દેશના રાજકારણીઓ પાસે ન રાખી શકાય, કારણ કે એમાંના મોટા ભાગના અભણ છે, જ્યારે હું મોટો ભણેશરી છું. હું એટલું બધું ભણ્યો છું કે મને પોતાને યાદ નથી મારી પાસે કઇ કઇ ડિગ્રી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હું ભણતો હતો ત્યારે રાજીવ ગાંધી મારા જુનિયર હતા અને એ મારાથી બહુ પ્રભાવિત રહેતા. રાજકારણમાં આવ્યા પછી રાજીવ મારા સિનિયર બની ગયા અને હું એમનાથી પ્રભાવિત થયો. રાજીવ વિશે તો મેં અનેક પુસ્તકો પણ લખ્યા છે. 

હું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હતો ત્યારે ડાબેરી વિચારસરણીથી પ્રભાવિત હતો અને માર્કસીસ્ટ સોસાયટીનો સક્રિય સભ્ય હતો. રાજકારણમાં આવ્યા પછી હું બધું ભૂલી ગયો અને પાક્કો કૉંગ્રેસી બની ગયો. જોકે કૉંગ્રેસી બન્યા પછી મને મારી ઓળખ બાબતે ક્ધફ્યુઝન તો રહે જ છે. મને ખબર નથી પડતી કે હું રાજકારણી છું, ડિપ્લોમેટ છું કે પછી ફક્ત એક બૌદ્ધિક છું. 

બોદ્ધિક તરીકે મને કમ્ફર્ટેબલ લાગે છે, કારણ કે એમાં કોઇ પણ વિષય પર નવી નવી થિયરીઓ રજૂ કરીને એક અલગ મત વ્યક્ત કરવાનો હોય અને એમાં મને મજા આવે છે. પ્રોબ્લેમ ત્યારે થાય જ્યારે હું મારો મત વ્યક્ત કરું અને પછી ખબર પડે કે લોચો થઇ ગયો છે. પક્ષના સિનિયર નેતાઓ નારાજ થઇ જાય, એમણે મારો બચાવ કરવો પડે અને છેવટે મારે આખી વાત બદલી નાંખવી પડે. મારે એમ કહેવું પડે કે એ તો મેં એક વ્યક્તિ તરીકે મારો મત વ્યક્ત કર્યો હતો, પક્ષને એની સાથે કોઇ સંબંધ નથી. અથવા તો મારે એમ કહેવું પડે કે હું એવું કંઇ બોલ્યો જ નથી. એ તો મીડિયાએ એને ખોટી રીતે રજૂ કર્યું છે.

એક રાજકારણી તરીકે મારે બીજેપીની સરકારની ટીકા કરવા સિવાય ખાસ કંઇ કરવાનું રહેતું નથી અને એ તો અમારા પક્ષના બધા નેતાઓ કરે છે એટલે મારે એમાં ખાસ કંઇ નવું કહેવાનું હોતું નથી. ડિપ્લોમેટ હું છું, પણ ભૂતપૂર્વ ડિપ્લોમેટ છું, છતાં પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવા માટે હું હંમેશાં સક્રિય રહું છું. ભલે કેન્દ્રમાં સરકાર અમારી નથી, પણ બિનસત્તાવાર રીતે હું પાકિસ્તાનનો પ્રવાસ તો કરી શકું છું અને ત્યાંની સંસ્થાઓ તથા ત્યાંના બૌદ્ધિકો સાથે ગપસપ તો કરી જ શકું.

આ રીતે હું એક અનોખો રાજકારણી ગણાઉં, પણ અનોખો કૉંગ્રેસી હું જરાય નથી. એવરેજ કૉંગ્રેસી જે કરે એ મારે કરવું જ પડે છે. કૉંગ્રેસી તરીકેની મારી સૌથી મોટી ફરજ ગાંધી પરિવારની ભક્તિ કરવાની છે અને એમાં હું ક્યારેય પાછો નથી પડતો. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પ્રસંશા કરવાની વાત આવે ત્યારે હું સાવ ભૂલી જાઉં છું કે હું એક બૌદ્ધિક છું. રાજીવ ગાંધી મારા નેતા હતા અને હવે સોનિયાજી તથા રાહુલ ગાંધી મારા નેતા છે.


(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment