Monday, 30 November 2015

[amdavadis4ever] સ્વદોષ દર્શન

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વર્ષોેથી એક જીવ ઘર વિહોણો આમથી તેમ ભટકે છે, ઘડીક બંધ દુકાનના ઓટલા પર તો ઘડીક ફૂટપાથ પર... છેલ્લાં થોડાક વર્ષોેથી એ વર્ષોેથી બંધ પડેલાં બંગલાની બહારની ફૂટપાથ પર સૂઈ રહે છે. 

એક દિવસ એક સજ્જન એના સ્વજન બનીને આવે છે. એને પૂછે છે, તારૂં નામ શું? મારૂં નામ "આ' છે. તું ક્યાં રહે છે? તારૂં ઘર ક્યાં છે? મારૂં કોઈ ઘર નથી. હું ક્યારેક આ ફૂટપાથ પર તો ક્યારેક કોઈ દુકાનના ઓટલા પર... ઠંડીમાં ક્યારેક મોટા પાઈપમાં પણ સૂઈ રહું છું, બીજી મને કાંઈ ખબર નથી. 

આ ગળામાં શું છે? 

ખબર નથી નાનપણથી ગળામાં પહેરેલું જ છે. એની અંદર શું છે? ક્યારેય જોયું છે?

ના... મને ખબર નથી. 

એ અનુભવી સ્વજન એના માદળીયામાંથી લખેલી ચીઠ્ઠી કાઢીને વાંચે છે અને કહે છે, તને ખબર છે તું કોણ છે? કોનો વારસદાર છે? ના... 

મને ખબર છે, તું આ બંધ પડેલાં બંગલાનો માલિક છે, આ બંગલો તારા નામે છે.

હવે શું થાય? 

ફૂટપાથ પર ભટકનારને ખબર પડે કે એ તો મોટા બંગલાનો માલિક છે, પછી શું એક ક્ષણ પણ ઊભો રહે!!

એ ગમે ત્યાંથી ચાવી શોધે, ન મળે તો તાળા તોડાવે પણ એને એક જ તડપ હોય જલ્દી હું મારા બંગલામાં જાઉં.

અને બંગલો ખોલ્યા પછી શું કરે? સીધો પલંગ પર જઈને સૂઈ જાય..??

ના... એ પહેલાં બંગલાને સાફ કરે, વર્ષોેથી બાઝી ગયેલાં બાવા અને જાળાં ઝાંખરાને દૂર કરે, ઝાડુ કાઢે, પોતાં કરે અને પછી એ સ્વચ્છ થયેલાં ઘરમાં રહેવા જાય!

વર્ષોથી એ બંગલાને જોતો હતો, એની બહાર સૂતો હતો ત્યાં સુધી એને બંગલા માટે કોઈ જ ફીલીંગ્સ ન હતી, પણ જેવી ખબર પડી કે આ બંગલો "મારો' છે, એટલે બધું જ બદલાઈ ગયું. 

શું નથી લાગતું કે આપણો આત્મા પણ ઘર વિહોણો ઘડીક મનુષ્ય ગતિ તો ઘડીક દેવગતિ, ઘડીક તિયર્ર્ંચમાં તો ઘડીક નરકમાં ભટક્યા કરે છે!! આપણને પણ સત્પુરુષ અને સદ્ગુરુ મળે છે, આપણા આત્મ ઘરની, આપણા બંગલાની ઓળખ કરાવે છે. પણ કેટલાંને બંધ પડેલાં બંગલામાં... પોતાના બંગલામાં... સ્વઘરમાં જવાનું મન થાય છે? કેટલાંને ફીલ થાય છે કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં કેટલું ભટકવાનું? હવે જ્યારે મને ખબર પડી ગઈ છે કે આ જ મારૂં ઘર છે તોે મારે મારા ઘરે રહેવા જવું છે, અનાદિકાળથી બાઝી ગયેલા ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અદેખાઈના બાવા-જાળાંને દૂર કરી મારા ઘરને સ્વચ્છ કરવું છે, ઉપકાર છે આ સદ્ગુરુનો જેમણે મને ઓળખ કરાવી કે હું વીર પ્રભુ મહાવીરનો વારસદાર છું અને "મોક્ષ' મારૂં ઘર છે! શું તમને ક્યારેય આવો વિચાર આવ્યો છે??

એકવાર હૃદયના દ્વાર ખોલીને જુઓ... એક વાર અંતર આત્મામાં જઈને જુઓ, ત્યાં શું છે? ત્યાં શાંતિ અને પ્રસન્નતા છે કે ત્યાં અશાંતિ અને અપેક્ષાઓ ભયાર્ર્ં છે?? 

આપણને આપણા ઘરની જ ખબર નથી એટલે બીજાની દુકાનના ઓટલા અને બીજાના ફૂટપાથ પર રહીએ છીએ. 

બીજાના હૃદયમાં સ્થાન મેળવવા, બીજાને પોતાના બનાવવા બીજાના ઓટલાંઓ પર ભટક્તાં-ભટક્તાં તો અનંતકાળ કાઢયો, અનંતા પુણ્યના ઉદયે પોતાના ઘરની ઓળખ આપનાર સદ્ગુરુનો યોગ થયા બાદ જેને આત્મ ઘરમાં પ્રવેશ કરવાનો ભાવ જાગે તેના માટે ભગવાને ત્રણ સ્ટેપ્સ બતાવ્યાં છે:

આલોચના, નિંદા અને ગર્હા!

ભગવાન કહે છે: અનંતા જીવો જ્યારે ધર્મ કથાની રૂચિવાળા હોય ત્યારે એક જીવ આચરણની રૂચિવાળો હોય. ભગવાનનો ઉપદેશ ગ્રહણ કરવાની પણ અલગ અલગ જીવોની અલગ અલગ રૂચિ હોય, જેમ તાવ આવે ત્યારે કોઈ સુદર્શનની ગોળી લે, તો કોઈ પેરાસીટામોલની ટેબ્લેટ લેવાનું પસંદ કરે, કોઈ વળી કહે, હું આરામ કરીશ તો મારો તાવ ઉતરી જશે, તો કોઈને પોતાની સાધનામાં શ્રધ્ધા હોય, એમ કોઈને કથા-વાર્તા ગમે તો કોઈને કાવ્ય-છંદ રૂપે ઉપદેશ ગમે. 

આત્મ શુધ્ધિ કરવાના ત્રણ ઉપાય છે: 

આલોચના એટલે કે પોતાના દોષનું અવલોકન કરવું.

નિંદા એટલે કે સ્વના દોષ તરફ દષ્ટિ કરવી. 

ગર્હા એટલે કે એ દોષ પ્રત્યે ઘૃણા થવી. 

ગુસ્સો કરવો ખરાબ છે એ જાણવું અને માનવું અલગ છે અને હું ગુસ્સો કરૂં છું તે મારા માટે બહુ ખરાબ છે, મારે ગુસ્સો કરવો જ ન જોઈએ એ છે અવલોકન. 

મારામાં ગુસ્સો કેમ આવે છે? એનું કારણ શું છે? આ છે પોતાના દોષ તરફ દષ્ટિ, જ્યારે પોતાનો દોષ... દોષ લાગે છે ત્યારે જ તેને બહાર કાઢવાનો પુરુષાર્થ થઈ શકે છે. 

ગુસ્સા પ્રત્યે અંદરથી એક પ્રકારની નફરત થવી... ઘૃણા થવી, તિરસ્કાર થવો એ છે ગર્હા!! જેના પ્રત્યે ઘૃણા થાય એ પછી ક્યારેય તમારાથી થઈ જ ન શકે. 

આલોચના પછી આવે નિંદા... નિંદા એટલે "સ્વદોષ દર્શન' પોતાના દોષો, પોતાના અવગુણો અને પોતાની ભૂલોનું દર્શન!!

પણ થાય શું? 

વ્યક્તિને સ્વના ગુણો દેખાય અને પરના દોષો, પોતાની ભૂલ એને ક્યારેય ભૂલ ન લાગે અને બીજાની નાનકડી ભૂલ પણ બહુ મોટી લાગે. 

માનવ મનની માનસિક્તા હોય છે, પોતાની ભૂલોને, પોતાના અવગુણોને છૂપાવશે અને બીજાની જરાક ભૂલને પણ વગાડી વગાડીને જગતને બતાવશે. જેને વાંરવાર પોતાની ભૂલનું ભાન થાય છે તે "સાધક' કહેવાય છે. 

જેને ભૂલનું ભાન થાય છે તે ભૂલની ક્ષમા માંગી હળવા થઈ જાય છે, સુખી થઈ જાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment