Sunday, 29 November 2015

[amdavadis4ever] પર્યાવરણની જાળ વણી માત્ર સુધરા ઈની જવાબદારી ન થી N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પર્યાવરણની જાળવણી માત્ર સુધરાઈની જવાબદારી નથી
સ્ટોરી 1: દરેક શહેર કે ગામ કલકત્તા જેવા નસીબદાર નથી હોતા. જર્મનીના બર્લિન શહેર સ્થિત ઇન્ટેક માઇક્રો પાવર એજી નામની કંપની કે જે કચરામાંથી ઊર્જા પેદા કરવાના ક્ષેત્રમાં કાર્યરત છે તેણે ગત ગુરુવારે હાવરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મહત્વના કરાર કર્યા છે. આ કંપની કલકત્તા પાસેના દોમજુર ખાતે રૂ.3,400 કરોડના ખર્ચે પ્લાન્ટ સ્થાપશે જ્યાં કચરામાંથી વીજળી પેદા કરવામાં આવશે. જે દિવસે કચરામાંથી વીજળી પેદા કરવાનો પ્લાન્ટ કાર્યરત થશે તે દિવસે ભારતમાં આ પ્રકારની પ્રથમ શરૂઆત ગણાશે એટલું જ નહીં સ્વચ્છ ભારત અભિયાનને એક નવી ઊંચાઈ મળશે. આ પ્રોજેક્ટને કારણે હાવરાને સ્વચ્છ અને અક્ષય ઊર્જાનો સ્ત્રોત મળશે એટલું જ નહીં શહેરના કચરાના નિકાલની સમસ્યા પણ દૂર થશે.

સ્ટોરી 2: કર્ણાટક રાજ્યમાં બેંગલોરથી 250 કિલોમીટરના અંતરે આવેલી જગાલુરા પંચાયત આવેલી છે. રાજ્યના પાટનગર બેંગલોરમાં કચરાના ઢગને કારણે શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે ત્યારે આ ગામમાં એક કોલેજ સ્ટુડન્ટે પ્લાસ્ટિકના કચરાની સમસ્યા સામે અણગણો વ્યક્ત કરીને બેસી રહેવાને બદલે તેમાંથી પૈસા પેદા કરવાની યોજના ઘડી કાઢી છે.

વી.પ્રવીણકુમાર નામનો બાવીસ વર્ષનનો આ વિદ્યાર્થી જીઓલોજીમાં એમએસી કરી રહ્યો છે. તેણે પોતાના ગામમાં એક પાઇલટ પ્રોજેક્ટ લાગુ કર્યો છે જેમાં 'વેસ્ટ'માંથી 'મની' પેદા કરી શકાય છે. ગત ગુરુવારે તેમણે કચરાના નિકાલમાંથી અડધા લાખ જેટલી રકમ મેળવી હતી. ગામની વસ્તી 17,257 લોકોની છે. ગામમાં સાડા ત્રણ હજાર પરિવારો છે અને દરેક ઘર આશરે સાડા ત્રણસો ગ્રામ કચરો પેદા કરે છે. સમગ્ર ગામમાંથી દરરોજ કુલ આઠ ટન કચરો પેદા થાય છે.

ગામના નિરક્ષર લોકો ગમે ત્યાં કચરો ફેંકતા હતા જેના કારણે સમસ્યાઓ પેદા થતી હતી. પ્રવીણ કુમારે જોયું કે કચરાને છૂટો પાડવાની પ્રક્રિયા કરવાથી તેમાંથી આવક રળી શકાય છે.  ગામને કચરાના નિકાલમાંથી 45,560 રૂપિયા મળ્યા. હવે તેઓ કચરાના યોગ્ય રીતે નિકાલ કરવા માટે સભાન બન્યા છે.

સ્ટોરી 3: ગત બુધવારે કર્ણાટકના ટ્રાન્સપોર્ટ પ્રધાન રામલિંગા રેડ્ડીની દિકરીના લગ્ન હતા. લગ્નમાં આશરે વીસ હજાર લોકો મહેમાન બન્યા હતા. મેં પહેલીવાર આ પ્રકારનું લગ્ન જોયું છે જે સંપૂર્ણપણે પર્યાવરણ અનૂકુળ હતું. હસીરુ દાલા નામના સંગઠનના આશરે દોઢસો જેટલા સભ્યોએ લગ્ન સમારંભ દરમ્યાન કચરો એકત્ર કરવાની જવાબદારી સંભાળી હતી. તેમણે ભીનો અને સૂકો એમ દરેક પ્રકારનો કચરો એકત્ર કરીને તેને છુટો પાડવાનું કામ કર્યું હતું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment