Monday, 30 November 2015

[amdavadis4ever] કિરણ મારો કૂવો છે અને હું એનો હવાડો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગઇકાલે હું અને કિરણ ડિનર ટેબલ પર બેઠા હતા. કિરણના હાથમાં એક વર્લ્ડ મેપ હતો અને એ વારે વારે એમાં જોઇ રહી હતી. મેં એને કહ્યું કે પહેલા જમી લે, પછી એ જોજે, પણ એના મનમાં ઉત્સાહ સમાતો નહોતો. જમી લીધા પછી એ મેપ લઇને મારી પાસે આવી. મેં મેપ ખોલ્યો એટલે એણે એમાં બે દેશો પર આંગળી મૂકતાં કહ્યું, સીરિયા અથવા લીબિયા.'

તું ગાંડી થઇ ગઇ છે?' મેં કહ્યું, આપણે ક્યાં નથી જવું, અહીં જ સારા છીએ.'

તને શું લાગે છે?' કિરણે કહ્યું, હું શેના માટે કહી રહી છું?'

ભારત છોડીને ત્યાં સેટલ થવા માટેને?' મેં કહ્યું, આપણે ઇન્ડિયા નથી છોડવું.'

ઇન્ડિયા છોડવાની કોણ વાત કરે છે?' કિરણે કહ્યું, હું તો વેકેશન માટે સીરિયા અથવા લીબિયા જવાની વાત કરું છું.'

ઓત્તારીની,' મેં હસી પડતાં કહ્યું, એક મિનિટ માટે તો મને થયું કે તું દેશ છોડી દેવાની વાત કરે છે.'

આપણે શા માટે દેશ છોડવો જોઇએ?' કિરણે કહ્યું, અહીં આપણને શું દુ:ખ છે?'

પછી અમારી જોક પર અમે બન્ને જોર જોરથી હસવા લાગ્યા.

હું અને કિરણ આ દેશમાં કેટલા સુખી છીએ એનો કોઇને અંદાજ નથી. એ વાત અલગ છે કે થોડા દિવસ પહેલા એક જાહેર સમારંભમાં મારે નાટક કરવું પડ્યું હતું અને કહેવું પડ્યું હતું કે આ દેશમાં અસહીષ્ણુતા બહુ વધી ગઇ છે અને અમને આ દેશ રહેવા જેટલો સલામત નથી લાગતો.

હું એક ઍક્ટર છું, પરફેક્શનિસ્ટ ઍક્ટર. હું જે કરું એ પરફેક્શન માટે હોય છે. આથી જ જ્યારે મેં અસહીષ્ણુતાની વાત કરી ત્યારે એની પાછળ એક પરફેક્ટ ઇન્ટેન્શન હતો. પ્રસિદ્ધિ મેળવવાનો.

બહુ ઓછા લોકો મારી વાતને સમજી શક્યા છે. ક્યાંથી સમજે, મેં મારા દિલની વાત કોઇને કહી જ નથી. છેલ્લાં કેટલાંય વર્ષોથી હું મલ્ટિપલ રોલમાં જિંદગી જીવી રહ્યો છું. હું એક નિર્માતા છું, દિગ્દર્શનમાં ચંચૂપાત કરનારો એક્ટર છું, એક્ટિવિસ્ટ છું અને અનેક મોંઘી બ્રાન્ડ્સનો એમ્બેસેડર છું. આ બધુ કરવા માટે મારે અલગ અલગ સમયે નવી નવી ભૂમિકા ભજવવી પડે છે. ક્યારેક આમાં ભેળસેળ થઇ જાય તો ક્યારેય હીતો એકબીજા સાથે ટકરાઇ જાય છે.

મને નાની ઉંમરમાં એક ઍક્ટર તરીકે બહુ મોટી સફળતા મળી. કયામત સે કયામત ફિલ્મ પછી મારી ઇમેજ એક ચોકલેટી હીરો તરીકેની બની ગઇ હતી. થોડો સમય એમાં મને મજા આવી, પણ પછી કંટાળો આવવા માંડ્યો. મને કંઇક નવું કરવાની ઇચ્છા થઇ. એવામાં મને અનાયસે રાખ નામની એક આર્ટ ફિલ્મ મળી. એમાં મારો અભિનય વખણાયો અને મને નેશનલ એવૉર્ડ મળ્યો. મને જિંદગીની એક નવી દિશા મળી ગઇ.

ફિલ્મ અભિનેતાઓ ફિલ્મ વિવેચકોની બહુ ટીકા કરતા હોય છે, છતાં વિવેચકો જ્યારે વખાણ કરે ત્યારે ફિલ્મ કલાકારોને બહુ સારું લાગતું હોય છે. એક ઉત્કૃષ્ઠ કલાકાર તરીકે મારા વખાણ થયા એટલે મને બહુ આનંદ આવ્યો. હકીકતમાં મને આર્ટ ફિલ્મોનો નશો ચડી ગયો, પણ હું એક પ્રેક્ટિકલી પરફેક્ટ માણસ છું. મેં જોયું કે આર્ટ ફિલ્મોવાળા પણ છેવટે કમર્શિયલ ફિલ્મોમાં જ આવતા હતા. આથી મેં કમર્શિયલ ફિલ્મોનો મારો ગઢ સાચવી રાખ્યો. ફિલ્મસ્ટાર તરીકે મારી અનેક ફિલ્મો હીટ જવા લાગી. મારી પાસે પૈસા અને પ્રસિદ્ધિ બન્ને આવી ગયા.

કમર્શિયલ ફિલ્મોમાં મને પૈસા તો મળી જ રહ્યા હતા, પણ ઇજ્જત વધારવા માટે મારે કોઇને કોઇ ગતકડાં કરતા રહેવું પડતું. આવામાં અચાનક મારા ધ્યાનમાં એ વાત આવી કે કમર્શિયલ ફિલ્મોમાં રહીને પણ એના એવૉર્ડ્સ ન સ્વીકારીએ તો આપણી ઇજ્જત બહુ વધી જાય. મેં આવા એવૉર્ડ્સ સ્વીકારવાનો ઇનકાર કર્યો. મારી ઇમેજ સડસડાટ ઉપર પહોંચી ગઇ. વિવેચકો મારા પર આફરીન થઇ ગયા. મારા ચાહકો પણ મને વધુ આદર કરવા લાગ્યા. આ મારો માસ્ટર સ્ટ્રોક હતો. આમાં મારે નક્કામા એવૉર્ડ્સ સિવાય બીજું કંઇ જ ગુમાવવાનું નહોતું. 

થોડા સમય પછી મને લાગ્યું કે બૉલીવૂડમાં કોઇ સામાજિક પ્રશ્ર્નોમાં માથું નથી મારતું. ક્યારેક કોઇ સાંપ્રત સમસ્યાઓ પર ફિલ્મો બને છે, પણ આવી બાબતોમાં કોઇ પોતાનો અભિપ્રાય વ્યક્ત નથી કરતું. તરત જ મેં આ તક ઝડપી લીધી અને સામાજિક રીતે એકદમ જાગૃત નાગરિક હોય એ રીતે વર્તવા માંડ્યો. અણ્ણા હઝારેના આંદોલનને મેં સપોર્ટ આપ્યો તો લોકો ખુશ થઇ ગયા.

ત્યા પછી તો હું દરેક સમસ્યાઓ વિશે મત ધરાવતો એક કમિટેડ ઍક્ટર બની ગયો. ૨૦૧૨માં મને સત્યમેવ જયતે ટીવી સિરિયલ મળી. એમાં તો એટલા બધા પૈસા અને એટલી બધી પ્રસિદ્ધિ મળે કે કોઇ નસીબદારને જ એ મળે. 

જોકે, એક વાત મને હંમેશાં લાગી છે કે મૂળભૂત રીતે હું એક ઓર્ડિનરી માણસ છું. નસીબને લીધે ફિલ્મસ્ટાર બની ગયો અને થોડીઘણી સૂઝને કારણે સારી ઇમેજ ઊભી કરી શક્યો. લગાન ફિલ્મ બનાવતી વખતે હું કિરણ રાવના પરીચયમાં આવ્યો અને એનાથી એટલો બધો પ્રભાવિત થઇ ગયો કે બધુ છોડીને એની સાથે લગ્ન કરી લીધા.

ખરેખર તો કિરણ મારો કૂવો છે અને હું એનો હવાડો છું. લોકો કહે છે કે કૂવામાં હોય એટલું જ હવાડામાં આવે. સાચી વાત છે. બૌદ્ધિક રીતે મહત્ત્વની હોય એ બધી જ વાતોમાં હું કિરણની સલાહ લઉં છું. એ જે કહે એ મારા માટે 

આખરી શબ્દ હોય છે.

કિરણની સલાહ માનીને મેં રામનાથ ગોયન્કા એવૉર્ડ્સ ફંક્શનમાં દેશમાં વધી રહેલી અસહીષ્ણુતાની વાત કરી. કિરણે જે કહ્યું હતું એ જ હું સમારંભમાં બોલ્યો અને દેશભરમાં મારી સામે વિરોધ ફાટી નીકળ્યો. છતાં હું ખુશ હતો.

હકીકતમાં કિરણ પર આ બાબતે કંઇક વિચારવાનું દબાણ મેં જ કર્યું હતું. છેલ્લા કેટલાય સમયથી અમારા બન્ને વચ્ચે આ વિશે ચર્ચા થતી હતી. વાતનું મૂળ એવૉર્ડ વાપસીમાં હતું. છેલ્લા કેટલાક સમયથી દેશમાં અસહીષ્ણુતા વધી રહી છે એવું કહીને સાહિત્યકારો એવૉર્ડ્સ પાછા આપી રહ્યા હતા. પછી એમાં ફિલ્મમેકરો અને સાયન્ટિસ્ટો પણ જોડાયા. કિરણે મને એકવાર યાદ કરાવ્યું કે આમાં તારે કંઇક કરવું જોઇએ. આળસમાં ને આળસમાં મેં એ વાત પર ધ્યાન ન આપ્યું. પછી તો મને એક એક્ટિવિસ્ટ અને એક જાગ્રત અભિનેતા તરીકે જાણતા લોકો પૂછવા માંડ્યા કે તમે કેમ આ વિશે કંઇ નથી બોલતા? 

બરોબર આ જ સમયે મારા કટ્ટર પ્રતિસ્પર્ધી શાહરૂખ ખાને અસહીષ્ણુતા વિશે નિવેદન આપ્યું અને એનો વિવાદ થયો. મારી તો હાલત ખરાબ થઇ ગઇ. મારા કરતાં ઓછો બુદ્ધિશાળી અને કમર્શિયલી વધુ સફળ બનેલો શાહરૂખ આવું બોલી જાય અને હું કેમ પાછળ રહી જાઉં?

શાહરૂખના બયાન પછી હું અને કિરણ રઘવાયા થઇ ગયા. દેશમાં અસહીષ્ણુતા પ્રવર્તે છે કે નહીં એ વાત મહત્ત્વની નહોતી, મારે તો શાહરૂખને પણ પાછળ રાખી દે એવો વિવાદ ઊભો કરવો પડે એમ હતું. મેં કિરણને કહ્યું કે કંઇક એવું જોરદાર, ભડકાવનારું અને વિવાદાસ્પદ શોધી કાઢ કે ચારેતરફ હાહાકાર મચી જાય. લોકો શાહરૂખ ખાનના વિરોધને ભૂલી જાય અને મારી ચર્ચા કરવા માંડે.

બસ આમાંથી જન્મ્યો દેશ છોડી દેવાનો કોન્સેપ્ટ. આ કોન્સેપ્ટ પર અમે બહુ વિગતવાર વાત કરી, ઘરમાં મેં રિહર્સલ પણ કર્યું અને છેવટે ગોયન્કા એવૉર્ડ સમારંભમાં ઘટસ્ફોટ થયો.

મેં ધાર્યું હતું એ તીર લાગી ગયું છે. એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ સ્ટેન્ડ લેવા માટે મારી ચારે તરફ વાહ વાહ થઇ રહી છે. હું એક પરફેક્શનિસ્ટ છું અને મારું તીર પરફેક્ટ રીતે લાગ્યું છે. દેશભરમાં મારો વિરોધ થઇ રહ્યો છે, છતાં મને ખબર છે કે બહુ થોડા સમયમાં લોકો આ બધુ ભૂલી જશે. આ દેશના લોકો બહુ સહીષ્ણુ છે. ભ્રષ્ટાચારી નેતાઓને પણ માફ કરી દે છે અને એમને ફરી ચૂંટણીમાં જીતાડે છે. અમારા જેવા કલાકારોને પણ તેઓ ફરીથી એવી જ ઉત્કટતાથી ચાહતા રહેશે. આઇ લવ માય ક્ધટ્રી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment