Wednesday, 25 November 2015

[amdavadis4ever] માસ્ તરની મનોવ ્યથા Dr Jagdish Trivedi

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



 
મોહનલાલ માસ્તર સરસ્વતી બદલે લક્ષ્મીના પાકા પૂજારી હતા. એમને દરરોજ દી' આથમે પછી દિશાએ જવાની કુટેવ હતી. માસ્તર દરરોજ ડબલું ભરીને ડેલી બહાર નીકળી જાય પછી દીકરા કનુને સાદ પાડે કે કનિયા, પ્રૌઢશિક્ષણનું ફાનસ સળગાવીને આપી જા. સરકારે જે ફાનસ અભણના જીવનમાં અજવાળાં કરવા માટે આપ્યું હતું તેનો માસ્તર હાજતે જવામાં ઉપયોગ કરતા હતા. મોહનલાલે મને-કમને થોડાક વૃદ્ધોને ભણાવ્યા હતા પરંતુ એ વડીલો પોતાનું નામ લખતા થયા ત્યાં રેશનકાર્ડમાંથી તેમનાં નામ નીકળી ગયાં હતાં.
 
એક વાર મગન માસ્તરે મોહનલાલને કહ્યું કે હું નિશાળેથી છૂટીને એક ઘરથી બીજું ઘર એમ આઠ ઘરે ટ્યૂશન ભણાવું છું તો મને આઠ હજારની સાઇડ ઇન્કમ થાય છે. આ સાંભળીને મોહનલાલ શિક્ષકને ન શોભે એવું ખંધુ હસીને બોલ્યા કે હું એકપણ ટ્યૂશન કરતો નથી છતાં મને પંદરસો મળે છે. આપણા નગરશેઠ તેમના દીકરાને ભણાવવાના એક હજાર આપે છે અને દીકરો પોતાને નહીં ભણાવવાના પાંચસો રૂપિયા આપે છે.
અંતે ત્રીસ હજાર પેન્શન ખાઇને મોહનલાલ મરવા પડ્યા. મારા વગર દુનિયા ચાલશે નહીં એવું માનવાવાળાની કબરોથી કબ્રસ્તાનો ભરાઇ ગયાં છે ત્યાં મોહનલાલ વળી કંઇ વાડીનો મૂળો હતો? હું મોહનલાલ પાસે એક વર્ષ ભણ્યો હોવાથી લોકલાજે તબિયત પૂછવા ગયો.
 
મેં હોસ્પિટલમાં જઇને જોયું તો બાણશૈયા ઉપર ભીષ્મ સૂતા હોય તેમ સફેદ રંગના પલંગમાં માસ્તર સૂતા હતા. ભીષ્મના શીરમાંથી દુર્યોધનના અનાજમાંથી બનેલું રક્ત વહી ગયા પછી પરમસત્ય સમજાઇ ગયું હતું જ્યારે આપણા માસ્તર તો મરણ વેળાએ પણ મોહાંધ હતા. તેમના બંને હાથમાં બાટલા ચડાવવા માટે પંક્ચર કરેલાં હતાં. એક પ્લાસ્ટિકની કોથળી પલંગ સાથે જ લટકાવી હતી જેમાં કેથેટર દ્વારા માસ્તરનો મૂત્રોત્સર્ગ થતો હતો. આટલું ઓછું હોય તેમ એક નળી નાકમાં પણ ભરાવી હતી. મેં તેમને રૂડું મનાવવા કહ્યું કે સાહેબ, તમે જરાય ચિંતા કરશો નહીં. થોડા દિવસોમાં જ તમારી તબિયત ઓલરાઇટ થઇ જશે.. તમારે દિવાળી તો પરિવાર સાથે ઘેર જ કરવાની છે.
 
આ સાંભળીને માસ્તરે વેદનાયુક્ત હાસ્ય કરીને કહ્યું: તારા કાર્યક્રમોમાં તો તું કાયમ ખોટું બોલીને લોકોને હસાવે છે. ગધેડા, મારી પાસે તો સાચું બોલ. મેં કહ્યું કે સાચું બોલીશ તો આપને હસવું નહીં પણ રડવું આવશે. માસ્તર બોલ્યા: હું નહીં રડું કારણ મને ખબર છે કે હું આજકાલનો મહેમાન છું. હું મારા ટ્રાન્સફર ઓર્ડરની જ રાહમાં છું. મને એ પણ ખાતરી છે કે હું સ્વર્ગમાં જવાનો છું અને સ્વર્ગમાં અપ્સરાઓ મારું સ્વાગત કરવા લાઇનમાં ઊભી હશે. મોહનલાલમાં સ્વર્ગ મળે એવી કોઇ લાયકાત નહોતી પરંતુ મરણ સમયનો તેમનો વિશ્વાસ અને સ્વર્ગમાં જવાની પ્રબળ જિજીવિષા એમને સ્વર્ગમાં લઇ આવી. આમ પણ દંભી ધર્મગુરુ કરતાં નિર્દંભ ગુનેગારનો સ્વર્ગ ઉપર વધુ અધિકાર છે. માસ્તર ભલે ગમે તેવા હતા પણ દંભી નહોતા.
 
સ્વર્ગના પ્રવેશદ્વાર પર રંભા, ઉર્વશી અને મેનકાને ઊભેલી જોઇને માસ્તર મરક મરક મરકવા માંડ્યા. ત્યાં તો રંભાએ માસ્તરનો ચરણસ્પર્શ કરીને પૂછ્યું: સાહેબ, મને ઓળખી? હું પાંચમા ધોરણમાં તમારા ક્લાસમાં ભણતી હતી. માસ્તરની મુસ્કાનનું બાળમરણ થયું અને રંભાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપવા પડ્યા. ત્યાં તો ઉર્વશી અને મેનકા પણ વાંકાં વળીને પગે લાગ્યાં. ઉર્વશીએ કહ્યું કે હું સાતમા ધોરણમાં ભણતી અને મેનકા બોલી કે મેં તો ટ્યૂશન પણ તમારું જ રાખ્યું હતું. આ સાંભળી માસ્તરે ત્રાડ નાખી: હે ઇન્દ્ર... જો બધી અપ્સરાઓ મારી સ્કૂલમાંથી જ પસંદ કરી હોય તો મારાં સંતાનો મારંુ ખોળિયું બાળી નાખે તે પહેલાં મને પાછો મોકલી દે...

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment