Monday, 30 November 2015

[amdavadis4ever] તમારી શક્ત િ હણી લેના રાઓ અને બે ગોન સ્પ્રે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અંગ્રેજીમાં જર્ક (જે.ઈ.આર.કે.) એટલે મૂર્ખો માણસ, મેનિપ્યુલેટિવ અને સ્વાર્થી આદમી, બીજાઓ સાથે હંમેશાં બદસલૂકાઈથી પેશ આવતો ઠળિયો. આજે આપણી આસપાસના આવા જર્ક્સ વિશે વાત કરવી છે.

આવા લોકોની સાથે તમે જેટલો વધારે વ્યવહાર રાખશો એટલી તમારી શક્તિ વધારે ચૂસાઈ જશે એવું એક નવા અમેરિકન વૈજ્ઞાનિક સંશોધનમાં બહાર આવ્યું છે. આમાં નવું શું છે? આપણે તો વર્ષોથી અનુભવ્યું છે.

જર્ક આપણને દરેક ઠેકાણે ભટકાતા હોય છે. કામ કરવાની જગ્યાએ મળતા જર્ક સતત ઑફિસના વાતાવરણને દૂષિત કર્યા કરતા હોય છે. પોતે તો કામ કરવાના ચોર હોય છે જ, બીજાઓને પણ સરખી રીતે એમનું કામ કરવા દેતા નથી. તેઓ સતત પોતાના કલીગ્સનું, પોતાની હાથ નીચેના માણસોનું, પોતાના ઉપરીઓનું, પોતાના માલિકનું સુધ્ધાં ખરાબ બોલતા રહે છે. 'પગાર આપે છે તેથી શું થઈ ગયું, આપણે એના ગુલામ થઈ ગયા?' એવી તુમાખીથી તેઓ જેમનું ખાય છે એનું જ ખોદતા રહે છે. આવા નમકહરામ લોકો સરકારી નોકરીમાં, પબ્લિક લિમિટેડ કંપનીઓમાં, નાની ઑફિસોમાં, પ્રોફેશનલ્સ ઑફિસીસમાં, દુકાનો - શો રૂમ્સ - મૉલ્સ બધે જ જોવા મળતા હોય છે. એમને દર પહેલી કે સાતમીએ પોતાની બૅન્કમાં જમા થતો પગાર કોની પાસેથી આવે છે તેની કદર જ નથી હોતી. પગારદાતાનું ઋણ માથે ચડાવવાને બદલે તેઓ એના માથા પર ચડીને તબલાં વગાડવાની તમન્ના રાખતા થઈ ગયા હોય છે. આવા જર્ક લોકો જ્યાં સુધી ઑફિસને તદ્દન કલુષિત નહીં કરી નાખે ત્યાં સુધી એમને જંપ નહીં વળે. જે ને તે વાતે માલિકનો, ઉપરીનો વાંક કાઢ્યા કરતા લોકોને તમે કહેશો કે, તો પછી તમે આ નોકરી છોડીને બીજે જતા રહો ને... ત્યારે જવાબમાં તમને સાંભળવા મળશે: યાર, આટલો પગાર બીજું કોણ આપવાનું હતું? અને હવે આ જમાનામાં તો આપણા કરતાં યંગ અને વધારે ટેલેન્ટેડ લોકો આના કરતાંય ઓછા પગારમાં કામ કરવા તૈયાર થઈ જતા હોય છે...

આનો અર્થ એ થયો કે તમે મજબૂરીથી આ નોકરી કરી રહ્યા છો. માણસે સમજવું જોઈએ કે જ્યાં મજબૂરી હોય ત્યાં ફરિયાદ નહીં કરવાની હોય, ઊલટાનું ઉપકાર માનવાનો હોય.

જર્ક આપણી આસપાસ જ હોય છે. ઘરમાં, પાડોશમાં, પરિવારના સંબંધીઓમાં, સમાજ અને જ્ઞાતિમાં, સોશ્યલ મીડિયા પર - ફેસબુક અને વૉટ્સઍપના ગ્રુપોમાં. આપણી જેઓ ટીકા કરે કે વિરોધ કરે એ બધાને જર્ક માની લેવાની ભૂલ ન થાય. કયા હેતુસર ટીકા, વિરોધ થાય છે તે તપાસવું જોઈએ. ઘણાને તમારા માટે ઊંડો આદર હોય, પ્રેમ હોય, તેઓ ખરેખર તમારા સંકટ સમયની સાંકળ હોય - આવા લોકો તમારા કોઈ પગલા માટે વિરોધ કરે ત્યારે એ તમારા વિરોધી નથી બની જતા. એમના ટીકાના શબ્દોમાં પણ હૂંફ છુપાયેલી હોય છે, તેઓ બધાનાં દેખતાં તમને ઉતારી પાડીને તમારો વિરોધ નથી કરતાં.

પણ જર્ક લોકો આના કરતાં સાવ ઊંધું જ વર્તન કરતા હોય છે. એમને બીજાઓની હાજરીમાં તમને ઉતારી પાડવાની મઝા આવતી હોય છે. તેઓ તમારા સંકટ સમયની સાંકળ નથી હોતા. ઊલટાના, તેઓ તમારા પગ તળેની જાજમ ક્યારે સરકાવી લેવા મળે એની રાહ જોતા હોય છે. આવા જર્ક લોકો ઉપરછલ્લી રીતે તમને માન આપતા દેખાય તો પણ તમારે ચેતીને ચાલવું કારણ કે તેઓ માન પણ કારણસર જતાવતા હોય છે: ૧. તમારી નજીક આવવા. ૨. બીજાઓ આગળ દેખાડવા કે પોતે તમારી કેટલી નજીક છે અને ૩. ટીકા કરે ત્યારે પોતે કેટલા તટસ્થ છે એવું જતાવી શકે તે માટે. તેઓ નિખાલસતાના દેખાડા હેઠળ, પોતે કેટલા મહાન છે એ સ્થાપિત કરવા તમને ઉતારી પાડતા હોય છે.

ઘરમાં, ઑફિસમાં કે પછી ગમે ત્યાં - આવા જર્ક લોકો તમને મળવાના જ. સૌથી વધારે સોશ્યલ મીડિયામાં મળવાના. તમારે નિ:સંકોચ એમના પર બેગોન સ્પ્રે છાંટીને એમને તમારાથી દૂર કરી નાખવાના. આવું કરવા જશો ત્યારે તેઓ તમને કહેશે પણ ખરા કે તમારામાં સાચું સાંભળવાની હિંમત નથી, તમે ટીકા પચાવી શકતા નથી, તમે ભિન્નમતને આદર નથી આપતા, તમે તમારા કરતાં અલગ વિચારો ધરાવનારનું સન્માન નથી કરતા.

ભલે. તમારે બેગોન સ્પ્રે છાંટવાનું પડતું નહીં મૂકવાનું. આફ્ટર ઑલ તમારી આસપાસનું વાતાવરણ એ તમારી દુનિયા છે. એ દુનિયાના તમે માલિક છો. એને હરિયાળી રાખવી, પ્રદૂષણમુક્ત રાખવી એ તમારી ફરજ છે. તમારે કોની ટીકા સાંભળવી, ક્યારે સાંભળવી, કેટલી સાંભળવી - સાંભળવી કે નહીં એ તમારી મરજીની વાત છે.

અંગત જીવનમાં, પારિવારિક જીવનમાં, તેમ જ સામાજિક કે જાહેર જીવનમાં જે લોકોના સંપર્કથી તમારી શક્તિ નીચોવાઈ જતી હોય એવું લાગે એમનાથી દૂર જ રહેવું. એ લોકો તમારી નજીક આવવાની કોશિશ કરે તો તમારા દરવાજા એમના માટે બંધ રાખવા અને આમ છતાં દરવાજાની તિરાડમાંથી ઘૂસી જવાની કોશિશ કરે તો બેગોન સ્પ્રે હાથવગું રાખવું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment