Wednesday, 25 November 2015

[amdavadis4ever] સમર્પણ વિન ા સંકોચાઈ જ શે લાગણી Meera Trivedi

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પીહુુની ઇમોશનલ કન્ડિશન અત્યારે  સ્ટેબલ નથી. તેના મનોમસ્તિષ્ક પર અનેક  જૂની ખટમીઠી યાદોનું ઘનઘોર વાદળું છવાઇ ગયું છે. એ ઘટાટોપ વાદ‌ળની વચ્ચે ઘડીભર માટે ઝબકી જાય છે પલાશનો પ્યારો છતાંય સદાય દૂર રહેતો ચહેરો, લાગણીનો ભેજ ઊડી ગયા પછીનો ગાંગડું થઇ ગયેલો સંબંધ, સાંધા મારીને પરાણે સાચવી રાખેલો સંબંધ, ઠીંગરાઇને કોમામાં સરી પડેલી લાગણીઓ અને મનમાં ધરબાઇ રહેલી આંગળીના વેઢે ગણાય એટલી મૂઠીભર ઇન્ટિમેટ મોમેન્ટ્સ અને બીજું ઘણું બધું... પીહુના દિલોદિમાગમાં હજારો સવાલો ઘુમરાઇ રહ્યા છે પણ એક પ્રશ્ન તેને પારાવાર પીડા પહોંચાડી રહ્યો છે કે નિ:સ્વાર્થભાવે તે પલાશને સંપૂર્ણપણે સમર્પિત થઇ ગઇ એ તેની ભૂલ છે કે પછી પ્રેમની પાવક અભિવ્યક્તિ?ના. બિન્દાસ્ત બેબી પીહુને આ સવાલનો જવાબ તેની કોઇ ફ્રેન્ડ પાસેથી નથી મેળવવો. તેનું કારણ એ કે તેનું ફ્રેન્ડ સર્કલ તો આ બાબતમાં ક્વોલિફાઇડ ડફર ગણાય. એટલે કોઇ વાઇસ પર્સને તેને એડવાઇસ આપી કે તારા મિત્રો કરતા પણ વધારે નજીક તારો જીગરી દોસ્ત ગૂગલ છે તેને પૂછી જો.  પછી એ શું કહે છે એ તારા ગ્રૂપને જણાવજે હો! અને એને જે ફિલોસોફિકલ જવાબ મળ્યો એ જાણવા જેવો છે: બટ્રાર્ન્ડ રસેલ કહે છે કે સમર્પણ બે પ્રકારનું હોય છે:  એક નિરાશામાંથી જન્મેલું. જ્યારે બીજું અમર આશામાં સમાયેલું. 
 
પહેલા પ્રકારનું સારું ન ગણાય. બીજા પ્રકારનું સારું ગણાય. કોઇ માણસ એવડી મોટી અને મહત્ત્વની બાબતમાં હાર ખાઇ ગયો હોય અને તે પછી ફરી મોટી સિદ્ધિની આશા છોડી દઇને હતાશ બની સમર્પણ અને ત્યાગની ભાવના કેળવે અને બધી જ અગત્યની પ્રવૃતિઓ છોડી દે અને પોતાની નિરાશાને લાગણીથી ઝબોળાયેલાં શબ્દોથી ઢાંકી દે અથવા તો એ કહેવા લાગે કે આપણો પ્રેમ વધુ મહત્ત્વનો કે પ્રોફેશન. તે પોતાના પ્રેમની નિષ્ફળતાને ઢાંકવા માટે ઢાંકપિછોડો કરે છે અને તેમની 'લવલાઇફ' ખરેખર નિરર્થક બની જાય છે. એટલે પ્રેમીપાત્ર દુ:ખી જ રહેશે. પણ જે પાર્ટનરનું સર્મપણ ઉજળી આશાના આધારે રચાયું હોય છે તે સાવ જ જુદી રીતે વર્તે છે. આ આશા અમર છે તે વિશાળ અને સહિયારી હોય છે. પ્રેમીપાત્રોની અંગત પ્રવૃતિઓ ગમે તે હોય, મૃત્યુ અથવા કોઇ પ્રકારનો રોગ તેમને હરાવી શકતો નથી. એટલું જ નહીં દુશ્મનો પણ તેમને હરાવી શકતા નથી. તેમને કદાચ લાગે કે તેઓ  પ્રેમમાં પાગલ બની ગયાં છે. 

બસ, આટલું વાંચીને પીહુ ઓફલાઇન થાય છે અને તેની ક્લોઝ ફ્રેન્ડ સાથે સ્માર્ટફોન પર વાતે વળગે  છે: યાર, મારા દિલનું નેટવર્ક બરાબર કામ કરતું નથી. હું શું કરું? પલાશ પ્રત્યેનું મારું ડેડિકેશન મને અને  વધારે તો પલાશને કન્ફ્યુઝ કરે છે. ચાર વર્ષની 'સ્ટેડી રિલેશનશિપ'માં તન-મન-ધનથી સર્મપિત થઇ રહેવું એ ખરેખર ટફ ટાસ્ક છે. અાટલા સમયમાં અનેકવાર એવું લાગ્યું  છે કે આના કરતાં તો બ્રેક અપ કરવાનું કામ વધારે સરળ છે. મારું મહામૂલું સમર્પણ પલાશને મન સાવ મામૂલી છે! મારું માનવું છે કે સંબંધનું સુખ મેળવવામાં સમર્પણ અગત્યનો ભાગ ભજવે છે. કોઇ સમજદાર પાર્ટનર હશે તો  તે સમર્પણની અસલી કિંમત સમજશે જ. નહીંતર એ રિલેશનશિપમાં લાગણી અને સમય વેડફવાનો કોઇ અર્થ નથી. બ્રેક અપ પછીનું પેઇન ટાળવાં જતાં સમય અને શ્ર્રમની બરબાદી વધુ  સારાં અને પ્રોફેશનલ કામમાં અવરોધક બને છે તો પણ તેને હું ગણકારતી નથી. પલાશ નાની અમસ્તી બાબતમાં પણ ધાર્યા પ્રમાણે ન થાય તો બબડાટ કરે છે અને મારા પર ગુસ્સે થાય છે. આમ કરવામાં તેની ઘણી એનર્જી ખર્ચાય છે. તે આ શક્તિ બીજી જગ્યાએ વધારે સારાં પ્રોફેશનલ કામમાં વાપરી શકે એમ છે. 
પીહુની ફ્રેન્ડ તેને સમજાવે છે, 'યાર પીહુ! ખરેખર તારું પ્રોફેશનલ કામ હોય કે પર્સનલ રિલેશનશિપ પણ લાગણીનાં પૂરમાં એટલી હદ સુધી ડૂબી ન જવું જોઇએ. એમ કરવાથી કદાચ લવલાઇફમાં કે કરિયરમાં નિષ્ફળતા મળે. પછી  શું થશે તે ફીઅર તારા મનની શાંતિને અને ઉજળા વર્તમાનને કોરી ખાશે. આપણા વડીલો કહે છે ને કે ઇશ્વરની ઇચ્છા અનુસાર જ બધું થાય છે અને જે આ વાત સ્વીકારી શકતા નથી તેઓ ભારે નિરાશ થઇ જાય છે. તારા નસીબમાં પલાશનું જેટલું સુખ લખાયેલું હશે એટલું જ તને મળશે એનાથી વધારે કે ઓછું અને તારું ધાર્યું મળી શકવાનું નથી. માટે અમુક બાબત તું આવનારા સમય અને ઇશ્વર પર છોડી દે એ તારા માટે સારું રહેશે. અને હા બીજી વાત એ કે પ્રોફેશનલ કામમાં કાર્યક્ષમતાની સાથોસાથ આપણે જે લાગણીઓ બ્લેન્ડ કરીએ છીએ તે બેલેન્સ્ડ ન હોય ત્યારે ખરી સમસ્યા શરૂ  થાય છે. સાચુ કહું  તો ઘણી વાર તો વધારે પડતા ઇમોશનલ બનવું એ લાઇફમાં નડતરરૂપ બની રહે છે. માટે તું જેમ બને તેમ જલદીથી થોડી પ્રેક્ટિકલ બન અને તારી જાતને સારી રીતે સંભાળી લે. ઓલ ધી બેસ્ટ! બાય.'

 
અમીરાત: જબ ઉસકી ધૂન મેં રહા કરતે થે, હમ ભી ચુપ ચુપ જિયા કરતે થે લોગ આતે થે ગઝલ સુનાને, હમ ઉસકી બાત કિયા કરતે થે...

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment