Saturday, 28 November 2015

[amdavadis4ever] શું અકારણ નામ પાડવાનું આપણે બ ંધ કરી શકીએ નહી ં? N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વર્ષ 2013માં જ્યારે તે દહેરાદૂન આવી ત્યારે તે સમગ્ર બટાલિયનના મનમાં વસી ગઈ હતી. બન્ને અત્યંત સુંદર હતા. તે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચતી. તેની જેકેટની પસંદગી  પર બધા આફરિન હતા. ઘણીવાર તો જેકેટના સિલેકશનને  લઈને જ ચર્ચાઓ થયા કરતી. દરેક અધિકારીને તેની સાથે વાત કરવાનું ગમતું. કારણ કે તે ઝિંદાદીલ અને ખુશનુમા સ્વભાવની હતી અને લોકોને ચુંબકની જેમ પોતાની તરફ આકર્ષિત કરતી. કોઈપણ વ્યક્તિ જેકેટ વિશે પૂછતી ત્યારે સરસ મઝાના સ્મિત સાથે તે કહેતી કે, 'હવે જ્યારે જયપુર જઈશ ત્યારે તમારા માટે પણ લઈ આવીશ.' તેમનો પતિ ઉંચો, ગોરો અને સુંદર અધિકારી હતો.
 
બન્ને જાણે એકમેક માટે બનેલા હતા, પરફેક્ટ અને એકમેકના પૂરક. આ જોડીની બધા જ પ્રશંસા કરતા. જો પડોશીની પત્ની બીમાર પડે તો તે એમના માટે ખિચડી બનાવતી અને એમની પથારીની બાજુમાં રાખી દેતી. પાર્ટીમાં તેમનો અધિકારી પતિ બારટેન્ડર બની જતો જ્યારે તે કોઈ માછલી જેવી ચપળતાથી દરેકને મળતી.  તેનું ઘર કોઈ મ્યુઝિયમની જેમ પરફેક્ટ લાગતું. દરેક ચીજવસ્તુઓ તેની જગ્યાએ યોગ્ય રીતે મૂકાયેલી રહેતી,  સુંદર રીતે સજાવીને. જ્યારે બધા અધિકારીઓ દેશની સરહદોની રક્ષા માટે ડ્યુટી પર રહેતા કે હથિયારોની ટ્રેનિંગ આપવા-લેવામાં વ્યસ્ત રહેતા ત્યારે તે એમની પત્નીઓની મિત્ર બનીને રહેતી. તે ઘણા લોકો માટે ટોનિકનું કામ કરતી. અને હંમેશા તેના પગ જમીન પર રહેતા.
 
એનું નામ હતું સુરભિ. જોશથી ભરપુર, મૈત્રીપૂર્ણ સ્વભાવ અને સંપૂર્ણપણે નિ:સ્વાર્થ. 2015ના વર્ષના પ્રારંભમાં તેણે મિત્રોને કહ્યું કે તે માતા બનવા જઈ રહે છે. 22 સપ્ટેમ્બરે જ્યારે તે સાત મહિના ગર્ભવતી હતી ત્યારે તેના પતિને ત્રણ મહિનાની ડ્યુટી માટે નીકળવું પડ્યું. પણ તેણે ક્યારેય ફરિયાદ કરી નહીં. એક દિવસ પહેલા જ તેણે ટેન્ક પર બેસીને સરસ મઝાનો ફોટો મોકલ્યો હતો. રાત્રે સૂતા પહેલા સુરભિએ એ તસવીરને ચૂમી લીધી હતી. એ રાત્રે કંઈક અનિચ્છનીય બન્યું હતું. ખબર નહીં ક્યાંથી એક શાર્પનેલ આવીને મેજર ધ્રુવ યાદવના ગળામાં ઘૂસી ગઈ હતી. એ પછી સુરભિના જીવનનો સુર્યોદય ક્યારેય થયો નહીં. પ્રેગનન્સીના કારણે તે અંતિમસંસ્કારમાં ભાગ લેવા જેસલમેર પણ જઈ શકી નહીં. પણ તે એટલી મજબુત હતી કે જ્યારે મમ્મી-પપ્પા પાછા ફર્યા તો તેણે એમને માત્ર એટલું જ પૂછ્યું કે, 'ધ્રુવને વધારે પીડા તો થઈ નહોતી ને?'

 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment