Sunday, 29 November 2015

[amdavadis4ever] સ્ત્રીઓને (શુદ્ધ) સ ્ત્રીઓ જ રહેવા દઈએ!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નર અને માદા આ બે વિભિન્ન પ્રાકૃતિક એકમ ઉત્ક્રાંતિવાદને આધીન છે કે પછી મનુ અને શતરૂપા (આદમ અને ઈવ)ની સર્જન પ્રક્રિયાને આધીન છે એ વાત આપણે નિશ્ર્ચિત ધોરણે જાણતા નથી. બે ભિન્ન શું કામ છે એવો પ્રશ્ર્ન જો કોઈ પૂછે તો ઉત્તરદાતાની દૃષ્ટિએ પહેલાં દૈહિક સંરચના જ આવવાની. આ પછી વિજ્ઞાનની દૃષ્ટિએ ગર્ભાધાન અને જન્મ વિષેની વાત નજર સામે આવે. આ બહુ પ્રાથમિક સમજ છે. સ્ત્રી અને પુરુષ એ બંને ભિન્ન દૈહિક રચનાઓ નથી. વીરડો અને નદી, નદી અને સમુદ્ર અથવા કૂવો અને હવાડો પાણી બંનેમાં છે પણ આ બધામાં પાણી ઉપરાંત કેટલાક વિશેષ ગુણો છે. આ વિશેષ ગુણોને કારણે એમનું હોવું માત્ર પાણી નથી રહેતું, વિશેષ બની જાય છે.

સ્ત્રી અને પુરુષમાં પણ આવું જ છે. આ બે માત્ર વિભિન્ન દેહરચના નથી. વરસાદનું પાણી સર્વત્ર છે, વીરડો, નદી, કૂવો, હવાડો, સમુદ્ર બધે જ અને છતાં દરેકનું સ્વરૂપ, ઉપયોગિતા અને સૌંદર્ય એક નથી. અહંકાર, મહત્ત્વાકાંક્ષા, હિંસા, બહિર્મુખી વૃત્તિઓ આ બધા પુરુષ સહજ વિશેષ ગુણો છે. એ જ રીતે સ્નેહ, સહનશીલતા, વેરવૃત્તિ, ઈર્ષ્યા, અંગ્રેજીમાં જેને એડ્જેસ્ટેબિલિટી કહે છે એવી તડજોડ વૃત્તિ આ બધા સ્ત્રીઓના વિશેષ ગુણો છે. જે પુરુષ દેહધારી, સ્ત્રી વિશેષ ગુણો ધરાવતો હોય છે એને પુરુષો તો ઠીક સ્ત્રીઓ સુધ્ધાં 'બાયલો' કહેતી હોય છે. એ જ રીતે જે સ્ત્રી દેહધારી, પુરુષના ગુણવિશેષ ધરાવતી હોય છે એને ખાનગીમાં 'ભાયડાછાપ' કહેવામાં આવે છે. સ્ત્રી ગુણો ધરાવતા પુરુષને, સ્ત્રીઓ સુધ્ધાં બંગડી, ચૂડી કે બલૈયાની ભેટ ધરીને એની મજાક ઉડાડતી હોય છે. આમાં સ્ત્રીઓ દ્વારા જ એમના પોતાના સામાજિક સ્થાનનું અવમૂલ્યન થાય છે, સમાનતાના સિદ્ધાંતનું અવમૂલ્યન થાય છે એ ધ્યાનમાં રહેતું નથી.

થોડીક લાંબી લાગતી આ પ્રાથમિક સમજણ પછી આજની મૂળ વાત કરીએ.

ભારતીય હવાઈ દળમાં મહિલા કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે પણ આ મહિલાઓને તબીબી સારવાર કે એવા જ વિભાગોમાં સમાવવામાં આવે છે. પાઈલટ તરીકે પણ એમને તાલીમ આપવામાં આવે છે, પણ તેઓ હવાઈ દળમાં વિમાનોની સ્થાનિક હેરફેર કરે છે. યુદ્ધ વખતે બૉમ્બમારો કરવા કે અન્ય રીતે અગ્રિમ મોરચે આ મહિલા પાઈલટોને મોકલવામાં આવતી નથી. હવે આ મહિલા પાઈલટોને સંગઠને, પોતે પણ પુરુષ પાઈલટોની સમકક્ષ હોવાને કારણે એમને પણ યુદ્ધ વખતે દુશ્મનના પ્રદેશમાં બૉમ્બમારો કરવા જેવી કામગીરી મળવી જોઈએ એવી માગણી કરી છે. અખબારી અહેવાલો પ્રમાણે સરકારે આ માગણી સ્વીકારી પણ છે. છ મહિલા પાઈલટોની પહેલી ટુકડીને આની ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. આ તાલીમ પૂરી થયેથી દુશ્મન પ્રદેશમાં લડતાં પકડાતા સૈનિકોને વિશેષ કઠોર તાલીમ આપવામાં આવે છે એ આપ્યા પછી આ મહિલાઓને જરૂર પડ્યે યુદ્ધકાળમાં બૉમ્બમારાની વિશેષ કામગીરીમાં જોડવામાં આવશે.

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસદળ હોય છે. પોલીસદળમાં મહિલાઓ પણ જોડાય છે. આ મહિલાઓ સુપરિન્ટેન્ડેન્ટ કે કમિશનરના હોદ્દાઓ ઉપર પણ બઢતી મેળવે છે. આમ છતાં લોકલ ગાડીઓના મહિલા કંપાર્ટમેન્ટમાં એમની સુરક્ષા માટે મહિલા પોલીસને મૂકવામાં આવતાં નથી. એમની સુરક્ષા માટે પુરુષ પોલીસને જ તહેનાત કરવામાં આવે છે. રાત્રિનો પોલીસ રાઉન્ડ કે સોસાયટીઓના નાઈટ વોચમેન તરીકે સ્ત્રીઓને રોકવામાં આવતી નથી. રમખાણગ્રસ્ત વિસ્તારોમાં હિંસક ટોળાંઓને વશમાં કરવા મહિલા પોલીસો લાઠીચાર્જ કે ગોળીબાર કરતી હોય એવું દૃશ્ય કલ્પી શકાય છે ખરું?

હવાઈ દળની મહિલા પાઈલટો જ્યારે દુશ્મન પ્રદેશમાં પકડાશે ત્યારે યુદ્ધ કેદીઓ માટેનાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અમલમાં નહિ મુકાય. યુદ્ધ કેદીના નિયમો લાગુ પડતાં પહેલાં આ મહિલાઓ સામે જે વિધિવિધાનોની સંભાવના છે એ શું કહેવાની વાત છે? જ્યારે દેશ પોતાના અસ્તિત્વ માટે યુદ્ધમાં રોકાયેલો હશે ત્યારે જો આવી મહિલા પાઈલટ પ્રાકૃતિક ધોરણે સગર્ભા હોય તો એને મોકલી શકાય નહિ, પરિણામે એની તાલીમ પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા નિરર્થક ઠરે.

સ્ત્રી અને પુરુષની દૈહિક ભિન્નતા અને સ્વભાવગત ભિન્નતા અત્યંત પાયાની પ્રકૃતિ છે. આ ભિન્નતા જ આદિ કાળથી પરસ્પર પ્રત્યેના આકર્ષણનું કારણ છે. સ્ત્રી પુરુષનાં વસ્ત્રો પરિધાન કરે એનાથી કદાચ એને પેલી પોકળ સમાનતાનો સંતોષ મળતો હશે, પણ એનાથી પાયાની સંરચનામાં કોઈ ફરક પડતો નથી. પુરુષે સ્ત્રીનાં વસ્ત્રો પરિધાન કર્યા હોય એવું દૃશ્ય હજુ સુધી તો દુર્લભ જ રહ્યું છે.

બગીચામાં ઊગેલો તુલસીનો છોડ કદમાં નાનો છે પણ હવા શુદ્ધિ કે મચ્છરોનો નિરોધ આ છોડ કરી શકે છે. તુલસીના એક પાનને પ્રસાદના થાળમાં મૂક્યા વિના ઠાકોરજી સુધ્ધાં એ પ્રસાદ આરોગતા નથી. પાસે જ ઊભેલા પચાસ ફૂટ ઊંચા નાળિયેરીના વૃક્ષને અર્થશાસ્ત્રમાં કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. એ વૃક્ષના એક એક છાલ છીલકાં કે પાન ડાળખી સુધ્ધાં, ભારે ઉપયોગી હોય છે. એના ફળ, નાળિયેરનું પાણી, આરોગ્યપ્રદ છે, પણ આ વૃક્ષને છાંયો નથી હોતો. કહેવાનું તાત્પર્ય એ જ છે કે પ્રકૃતિએ જે કંઈ નિર્માણ કર્યું છે એને એના પોતાના ધર્મો હોય છે. એ ધર્મોની ઉપરવટ જવાનું શક્ય હોય તો પણ એમાં શાણપણ નથી.

યુદ્ધ એ હિંસાનો આવિષ્કાર છે. માત્ર માણસ જ નહિ સૃષ્ટિની તમામ પ્રજાતિઓ પોતાના રક્ષણ કે અન્ય હિત ખાતર હિંસા આચરે જ છે. આ હિંસાનું આચરણ મોટા ભાગે પુરુષો એટલે કે નર જાતિ દ્વારા વ્યક્ત થતું હોય છે. શેરીમાં ઝઘડતા કૂતરાઓ હોય કે છાપરા ઉપર ચણ માટે લડતા કાગડાઓ હોય, આમાં નર જાતિની સંખ્યા જ મોટી હોય છે. સ્ત્રીઓ એટલે કે માદાઓ હંમેશાં શાંતિપ્રિય જ હોય છે એવું નથી, પણ સ્વભાવજન્ય પ્રકૃતિને કારણે એમની અશાંતિ તીવ્ર હોય તો પણ સીમિત હોય છે. જે સ્ત્રીઓના વલણમાં હિંસા પ્રગટ થાય છે એ સ્ત્રીઓનાં પૌરુષી લક્ષણો વિશેષ પ્રમાણમાં રહેલાં હશે એવું બારીક નિરીક્ષણ કરવાથી નજરે પડશે. પૌરુષી ગુણ વિશેષો ધરાવતી સ્ત્રીઓનું લગ્નજીવન જો સ્ત્રીઓનાં ગુણ વિશેષો ધરાવતા પુરુષ સાથે ગોઠવાયું હોય તો નભી જાય છે. અન્યથા જો બંને પક્ષે સમાન ગુણ વિશેષોનું પ્રાધાન્ય હોય તો આ લગ્નજીવન પણ દુષ્કર બની જાય છે.

બગીચામાં કે અરણ્યમાં લટાર મારવી આપણને સહુને ગમે છે એનું કારણ એની વિવિધતા છે. બધા જ છોડ, બધાં જ વૃક્ષ કે બધાં જ ફૂલો જો એકસરખાં જ હોય તો આ દૃશ્ય થોડીક વાર "વાહ! એમ બોલાવી દે ખરું, પણ લાંબો વખત એ આહ્લાદક ન લાગે. એની એકવાક્યતા કંટાળો જ પેદા કરે, પછી ભલે એ ગુલાબનાં ફૂલો હોય કે આમ્રવાટિકા હોય!

બુદ્ધિમત્તાનાં ક્ષેત્રે સ્ત્રીઓ પુરુષોની જેમ જ ઊંચો આંક મેળવી શકે અને આજે આપણે જોઈએ છીએ કે કોર્પોરેટ સેક્ટરના સર્વોચ્ચ હોદ્દાઓ ઉપર સ્ત્રી સફળતાપૂર્વક કામ કરી શકે છે. આમ છતાં એ ભૂલવા જેવું નથી કે પ્રાથમિક શાળાની શિક્ષિકા કે દર્દથી કણસતા ઘાયલો વચ્ચે હૉસ્પિટલમાં સેવા આપતી પરિચારિકા, આ કામ કોઈ પુરુષ સ્ત્રી જેટલી સફળતાથી નહિ કરી શકે. કોઈ કામ ઊતરતું કે ચડિયાતું નથી હોતું, માત્ર જુદું જ હોય છે.

જે પરમ સત્ય છે - જે શાશ્ર્વત છે એને સંસ્કૃતમાં ઋત કહેવામાં આવે છે. આ ઋત ઉપરથી જ ઋતુ શબ્દ બન્યો છે. પ્રકૃતિ સાથે જ્યાં સુધી આપણે અઘટિત ચેડાં નહોતાં કર્યાં ત્યાં સુધી ઋતુઓ - શિયાળો, ઉનાળો અને ચોમાસું - પરમ સત્ય અને શાશ્ર્વત હતાં. સ્ત્રીઓ સાથે પણ આ ઋતુ શબ્દ સંકળાયેલો છે - ઋતુ ધર્મ. સ્ત્રી ઋતુ છે, પુરુષ સત્ય છે - જ્યાં સુધી આપણે અપ્રાકૃતિક ચેડાં ન કરીએ ત્યાં સુધી.

અહીં શ્રી ઉમાશંકર જોષીની એક કાવ્યપંક્તિ સહેજ મૂળ સંદર્ભની બહાર જઈને યાદ કરવા જેવી છે.

'છે પ્રકૃતિ તો જીવિત માત્રની એ

સત્યે કરે, મન ઘણું

પણ જો વસંતે પર્ણો ખરે

શિશિરમાં ખરવાનું જેને

તો સત્ય ક્યાં?

ઋત કહીં? પ્રકૃતિક્રમો ક્યાં?'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment