Monday, 30 November 2015

[amdavadis4ever] પાંચસો વર્ષ જૂની કા ળુપુરની ધનાસુથારની પોળ - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પાંચસો વર્ષ જૂની કાળુપુરની ધનાસુથારની પોળ આજે નવા સ્વરૃપમાં જીવંત છે

પોળોનાં ઇતિહાસને સાંસ્કૃતિક ઇતિહાસ સાથે સાંકળવા માટે એ જાણવું જરૃરી છે કે ઈ.સ. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના થઈ તે અગાઉ જૈનો સોલંકી યુગમાં (સ્થાપના ઃ ઈ.સ. ૯૪૨) અણહીલવાડ પાટણ, પ્રભાસ પાટણ, પાલીતાણા, ખંભાત, ભદ્રેશ્વર તથા કર્ણાવતી (અમદાવાદ પહેલાંનું નગર) જેવા નગરોમાં છવાઈ ગયા હતા. સિદ્ધરાજનાં સમયમાં ઉદયન મહેતા અને કલિકાળ સર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય (ઈ.સ. ૧૦૮૯-૧૧૭૩) કર્ણાવતી નગરીમાં રહેતા હતા.

મુઘલ સમયનાં શાંતિદાસ ઝવેરીથી શરૃ કરીને કપૂરચંદ ભણસાળી, નગરશેઠ હીમાભાઈ અને તેમનાં પુત્ર પ્રેમાભાઈ, હઠીસિંહ કેસરીસિંહ અને તેમનાં પત્ની હસુંવર શેઠાણી તથા કસ્તુરભાઈ લાલભાઈ જેવા જૈન શ્રેષ્ઠીઓ જૈન દેરાસરો ધરાવતી પોળોમાં જતા. આ રીતે ધનાસુથારની પોળ જીવંત રહી હતી.

ધનાસુથારની પોળ, હાજા પટેલની પોળ, પાંજરાપોળ, ઢીંકવા પોળ, ભંડેરી પોળ, રાજા મહેતાની પોળ, ઝવેરીવાડ, કોઠારીની પોળ, દોસી જસાની પોળ, દોસીવાડાની પોળ અને ફત્તા મહેતાની પોળો ૧૬મા સૈકામાં જૈન કોમનાં શ્રેષ્ઠીઓ તથા વિદ્વાનોએ રચી હતી. પોળોનાં ઇતિહાસને સાંસ્કૃતિક ઇતિહાસ સાથે સાંકળવા માટે એ જાણવું જરૃરી છે કે ઈ.સ. ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના થઈ તે અગાઉ જૈનો સોલંકી યુગમાં (સ્થાપના : ઈ.સ. ૯૪૨) અણહીલવાડ પાટણ, પ્રભાસ પાટણ, પાલીતાણા, ખંભાત, ભદ્રેશ્વર તથા કર્ણાવતી (અમદાવાદ પહેલાંનું નગર) જેવા નગરોમાં છવાઈ ગયા હતા. સિદ્ધરાજનાં સમયમાં ઉદયન મહેતા અને કલિકાળ સર્વજ્ઞા હેમચંદ્રાચાર્ય (ઈ.સ. ૧૦૮૯-૧૧૭૩) કર્ણાવતી નગરીમાં રહેતા હતા. તે સમયે ઉપરોક્ત નગરોની જાહોજલાલી કેવી હશે તેનું સુંદર વર્ણન નયચંદ્ર સૂરીએ તેમનાં મહાકાવ્ય 'હમ્મીર'માં (રચના: ઇ.સ. ૧૩૮૧) કર્યું છે :
''બહુત્તરિ કોડી ગરજા ભંડાર, રયણ નવિ લાભઇ પાર,
માહિ કોઠાર ભર્યા ભંડાર, અન્ન તણા મોટા અંબાર
ગેહુ ચિણાજારિ વરસાલ, બરટી કૂરી કોદ્રવ સાલ
મુંગ ફાગણી જવ ઇલહસ્ત, નાલ સામુ ચીણુ બાજરૃ
આંબા જાંબુ કેલાં દ્વાષ, કોઈલી કુરલી મધુરી ભાષ
ફણસ ચારણી બીજોરી બહુ, અઢાર ભાર વનસ્પતિ સહુ
વરઈ મહાજન વિવાહારિયા, દીસઈ પુણ્ય તણા કારિયા
ધર્મશાલ પોસાલ વિશાલ તિનુ નિતુ નયરિ પડઈ ટંકસાલ.''

અપભ્રંશ ભાષામાં રચાયેલ આ કાવ્ય ઉપરથી જૈનોની જીવનશૈલીનો આબેહૂબ ખ્યાલ આવે છે. બીજી તરફ ઇ.સ. ૧૬૦૬માં લલિત સાગરસૂરિએ રચેલ રાસ ઉપરથી ઉપરોક્ત પોળોનું વર્ણન પ્રાપ્ત થાય છે. 'પાટક' કહો કે 'પોળ' ચકલો કહો કે મહોલ્લો, બજાર કહો કે ચૌટો - અમદાવાદની પોળોનાં ઉત્થાન અને વિકાસમાં જૈનોનું પ્રદાન જબરૃં છે. પોળો કાંઈ બાદશાહોનાં હૂકમોથી એકાએક સ્થપાઈ ગઈ નહોતી ! જૈનોએ ઉત્તરોત્તર પોળોને વિકસાવી હતી. આ તદ્દન નવો અને પથદર્શક ઐતિહાસિક-સાંસ્કૃતિક મુદ્દો છે. તે પ્રજાકીય ઇતિહાસનું તદ્દન નવું પાનું છે.

એમાં ધનાસુથારની પોળનો વિસ્તાર ઘણો મોટો છે. એમાં અનેક પેટાપોળો, ખડકીયો તથા ખાંચાઓ આવ્યાં છે. મગનલાલ વખતચંદે ૧૮૫૧માં પ્રસિદ્ધ કરેલ ગ્રંથ 'અમદાવાદનો ઇતિહાસ' મુજબ ઃ ''ધનાસુથારની પોળની દક્ષિણે ઝાંપડાની પોળ છે. પશ્ચિમે સ્વામીનારાયણનું મંદિર તથા કટકીયાવાડો છે. ઉત્તરે ખીશકોલાની પોળ છે. એ પોળમાંની પોળોનાં નામ, હાંલ્લાફોડ પોળ, ગુંદીની પોળ, ચોખાવટીઆની પોળ, ઝારોલાની પોળ, દહેરાની પોળ, સઈઆ પોળ વગેરે. આ પોળમાં વસ્તી બ્રાહ્મણ, કણબી, મેશરીને શાવકની છે. એ પોળમાં અંબાજીનું તથા રણછોડરાયનું મંદિર છે તથા શાવકનું દહેરૃ સદા શોમજીનું કરાવેલું છે.'' ધના સુથારની પોળમાં રહેતા શ્રેષ્ઠી સોમજી અને તેમનાં ભાઈ શીવાએ ઈ.સ. ૧૫૯૭માં એટલે કે અકબરનાં સમયમાં મૂળ નાયક શ્રી શાંતિનાથજીનું દેરાસર બાંધ્યું હતુ, ભોંયરામાં આદીનાથપ્રભુ બીરાજમાન છે. આ દેરાસર ઉપરાંત ધના સુથારની પોળમાં આવેલી પેટાપોળો ચોખાવટીયાની પોળ અને લાવરીની પોળમાં જુનાં જૈન દેરાસરો છે જ્યાં આજે પણ જૈન શ્રદ્ધાળુઓ ઉપરાંત શીલ્પ અને સ્થાપત્યનાં અભ્યાસુઓ જાય છે. આજે તો ધનાસુથારની પોળમાં બીજી ઘણી પેટાપોળોનો ઉમેરો થયો છે. જેમકે લાવરીની પોળ, બાપુ મહેતાનું ચોકઠું, મહાદેવનું ચોકઠું, ગજ્જરનું ચોકઠું, શાસ્ત્રીનો ખાંચો, શુકલની ખડકી સરૈયાની પોળ, સોનીની પોળ, ખોડીયાર માતાનો ખાંચો, પટવા શેરી, ખલાસનો ખાંચો, મુનસફની ખડકી, રતન ખડકી, લલ્લુ રાયચંદની ખડકી, છાશવાળી ખડકી, કંદોઇની ખડકી વગેરે. આ ઉપરથી ખ્યાલ આવશે કે મગનલાલ વખતચંદ પછીનાં ૧૬૪ વર્ષ બાદ ધનાસુથારની પોળમાં કેવા કેવા પરિવર્તનો આવ્યાં છે. સ્વતંત્ર સુલતાનો અને મુઘલ સમયમાં ધનાસુથારની પોળમાં બ્રાહ્મણ, વૈશ્નવ અને કણબી જેવા જૂજ અપવાદોને બાદ કરતાં લગભગ ૯૮ ટકા જૈનો વસતા હતા. ધનાસુથારની પોળમાં રહેતા અશોક શાહ અને તેમનાં પત્ની હંસાબહેન ઉપરાંત કેતન પ્રજાપતિએ કહ્યું કે, ''આજે અમારી પોળમાં આશરે ૨૦૦૦ માણસો રહે છે. તેમાં જૈનો માત્ર ૪૦૦ છે. બાકીનાં રહેવાસીઓ બ્રાહ્મણ, સુથાર, મારવાડી, બંગાળી, વૈશ્નવ, ખત્રી અને પાટીદાર જ્ઞાાંતિના માણસો રહે છે. સમાજશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો છેલ્લાં પચાસેક વર્ષમાં થયેલ 'અપવર્ડ મોબીલીટી,''' 'ડેમોગ્રાફીક ચેન્જ' અને 'પોપ્યુલેશન મુવમેન્ટ' દ્વારા ધનાસુથારની પોળમાં પાયાનું પરિવર્તન દાખલ થયું છે. દેરાસરો અને મંદિરો તો છે જ, પણ સારી વાત એ છે કે આ પોળમાં વસતા લોકો લેટેસ્ટ ટી.વી., મોબાઈલ, એ.સી. તથા મોટરકાર જેવી ભૌતિક સુખસગવડ અને ઉચ્ચ સામાજિક દરજ્જા માટે મહેનત કરી રહ્યાં છે. તેને પરિણામે લોકસંપર્ક વધ્યો છે. આજના જમાનાની માંગની અનુરૃપ આ વાત છે. તેની સાથે જો પોળે વિકસાવેલા પરંપરાગત ધાર્મિક, નૈતિક અને આધ્યાત્મિક આદર્શો જોડાય તો ''સોનામાં સુગંધ'' ભળી શકે તેમ છે.

મુઘલ સમયનાં શાંતિદાસ ઝવેરીથી શરૃ કરીને કપૂરચંદ ભણસાળી, નગરશેઠ હીમાભાઈ અને તેમનાં પુત્ર પ્રેમાભાઈ, હઠીસિંહ કેસરીસિંહ અને તેમનાં પત્ની હસુંવર શેઠાણી તથા કસ્તુરભાઈ લાલભાઈ જેવા જૈન શ્રેષ્ઠીઓ જૈન દેરાસરો ધરાવતી પોળોમાં જતા. આ રીતે ધનાસુથારની પોળ જીવંત રહી હતી. ગાંધીયુગ પહેલાંનાં સ્વદેશી આંદોલનમાં (૧૯૦૪-૧૯૦૮) તેમજ ગાંધીદોરી લોકલડતમાં આ પોળનાં રહેવાસીઓએ ભાગ ભજવ્યો હતો. વળી ડૉ. ચીમનલાલ જી. શાહ તથા ડૉ. કુમુદચંદ્ર નાથાલાલ શાહ જેવા સેવાભાવી તબિબીઓ ધનાસુથારની પોળમાં રહેતા હોવાથી પોળનાં રહેવાસીઓને ઘણી હૂંફ મળતી. બંને ડૉક્ટરોએ ૧૯૪૦થી તબીબી પ્રેક્ટિસ શરૃ કરી હતી. મૂળજીભાઈ લલ્લુભાઈ શાહ (જન્મ : ૧૮૯૨) અને રતિલાલ અંબાલાલ શાહ (જન્મ : ૧૮૯૮) અનુક્રમે ધનાસુથારની પોળમાં આવેલી ચોખવટીયાની પોળ તથા ગજ્જરનાં ચોકઠામાં રહેતા હતા.

તેઓ શહેરનાં પ્રતિષ્ઠિત વેપારીઓ હતા. મૂળજીભાઈ પાંચકુવા મહાજનનાં પ્રમુખ હતા તો રતિલાલ ફુવારા કાપડ મહાજનનાં પ્રમુખ હતા. કાન્તિલાલ ચીમનલાલ શાહ મોટા વેપારી હોવાનું ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે ૧૯૩૦-૩૨ની લડતમાં ભોગ લીધો હતો. આ ઉપરાંત લક્ષ્મીપ્રસાદ આચાર્ય (જન્મ : ૧૯૦૯) નામનાં એક ઔદિચ્ય બ્રાહ્મણ પણ ધનાસુથારની પોળમાં રહેતા હતા. તેમણે ૧૯૩૬માં 'પડકાર' અને ૧૯૩૮માં 'તણખો' નામનાં માસિકો શરૃ કર્યા હતા. પોળમાં લાયબ્રેરી અને રીડીંગરૃમની તે સમયે સગવડ હોવાથી પોળવાસીઓ તેનો લાભ લેતા. લક્ષ્મીપ્રસાદ 'યુવાન સાહિત્ય મંડળ'નાં પ્રમુખ હતા. પોળમાં કોઈ પણ જાતનો ભેદભાવ નહોતો. લોકોમાં સંપ હતો.

ચીનુભાઇ શાહના સસરા કાન્તિલાલ કાપડની વિશાળ પેઢીના માલિક હતા

આપોળનાં સંશોધન દરમિયાન હું ચીનુભાઈ બબલદાસ શાહને (જન્મ : ૧૯૩૩) મળ્યો. તેઓ એચ.એલ. કોલેજ ઓફ કોમર્સમાંથી બી.કોમ. થયા બાદ કાપડનો વેપાર કરતા હતા. તેમણે કહ્યું : ''હું મૂળ ગાંધીનગર પાસે આવેલા બાલવા ગામનો વતની છું, પણ મારા પત્ની મૃદુલા (૧૯૩૯-૨૦૦૬) જન્મથી ધનાસુથારમાં આવેલ ગજ્જરનાં ચોકઠામાં આવેલ શુક્લની ખડકીમાં રહેતા હોવાથી હું પોળનો ભોમીયો બન્યો અને પોળનાં લોકોનાં સંપર્કમાં આવ્યો. મૃદુલાબહેન પ્રકાશ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણીને મેટ્રીક થયા હતા. ચીનુભાઈનાં વડસસરા પુજાલાલ શાહ અમદાવાદની મિલોનાં સેલ્સમેન હોવાથી અનેક વેપારીઓ તેમને મળવા ધનાસુથારની પોળમાં આવતાં.

ચીનુભાઈનાં સસરા કાન્તીલાલ શાહ કાપડની વિશાળ પેઢીનાં માલિક હતા. કુટુંબીજનો બગીમાં બેસીને ફરતા શ્રીમંત કુટુંબનાં સદસ્ય મૃદુલાબહેન સાથે ૧૯૫૯માં જ્યારે ચીનુભાઈનું લગ્ન થયું ત્યારે હવેલી જેવા તેમનાં મકાન પાસે લગ્ન અને વરઘોડો જોવા પોળનાં સંખ્યાબંધ લોકો ભેગા થયા હતા. ચીનુભાઈએ લગ્નપ્રસંગની કંકોત્રી સંઘરી રાખી છે. ચીનુભાઈ શાહનાં એક મિત્રનું નામ પણ ચીનુભાઈ શાહ છે. બંન્ને ''ચીનુભાઈઓ''નું સાસરૃં ધનાસુથારની પોળમાં હોવાથી તેમનાં કુટુંબીજનો વચ્ચેની દોસ્તી પણ જામી હતી. ચીનુભાઈએ કહ્યું ઃ ''મને ડીગ્રી અને સુશીલ દીકરી એકી સાથે ૧૯૫૯માં પ્રાપ્ત થયા.''

ધનાસુથારની પોળમાં ઉમદા સંસ્કારો સદીઓથી ચાલ્યા આવ્યા છે

ધનાસુથારની પોળમાં રહેતા કેટલાંક સેવાભાવી અને વગદાર માણસોને મળવાનો લ્હાવો મળ્યો. તેમાંના એક તે બી.કોમ., એલએલ.બી., થઈને વકીલાતની પ્રેક્ટિસ કરતા જીનેન્દ્ર રતીલાલ શેઠ છે. રતીલાલ શેઠ (૧૯૧૪-૨૦૦૭)આ પોળમાં જન્મ્યા રહ્યા અને ઉછર્યા. તેમનાં અને તેમનાં પત્ની લીલાવતીનાં સંસ્કારની અસર જીનેન્દ્ર ઉપર પડી છે. જે દેરાસરની આ લેખમાં વાત થઈ છે તેવા ૪૧૮ વર્ષ પુરાણા સદા સોમજી જૈન દેરાસરનાં ટ્રસ્ટી છે ! આ એક મોટી વાત કહેવાય. જીનેન્દ્ર અને તેમનાં પત્ની ભાવનાબહેનનાં સંસ્કારની અસર વળી તેમનાં સંતાનો ભવ્યા (જન્મ : ૧૯૮૨) અને ઝલક (જન્મ ઃ ૧૯૮૪) ઉપર પડી છે. આ યુવતીઓ બી.કોમ. થઈ છે. જીનેન્દ્રભાઈને ઉઘાડી છાતીએ પૂજાનાં વેશમાં જોઈને મને થયું કે તેઓ ભલે વકીલનો ડ્રેસ પહેરીને વકીલાત કરતા હોય, પણ ધર્મની બાબતમાં તેમણે ૫૦૦ વર્ષની પરંપરા જાળવી રાખી છે. તે જ પ્રમાણે પથીક અશોકભાઈ શાહ (જન્મ ઃ ૧૯૭૨) અને તેમનાં પત્ની રેશ્માબહેનનો (જન્મ :૧૯૭૨) છે. પથીકભાઈનાં પૂર્વજો ધનાસુથારની પોળમાં આવેલી ......પોળમાં રહેતા હતા. પથીકભાઈ એસ.વી. કોમર્સ કોલેજમાં ભણ્યા અને હાલ તેઓ એસ્ટેટ ડીલર છે. રેશ્માબહેને ભવન્સ કોલેજમાંથી બી.કોમ. અને નવગુજરાત કોલેજમાંથી એમ.કોમ. કર્યું છે. તેમનો પુત્ર પાર્શ્વ નિરમા ઇન્સ્ટિટયૂટમાં મિકેનીકલ એન્જિનીયરીંગનું ભણે છે અને પુત્રી સાક્ષી એચ.બી. કાપડિયા હાઈસ્કૂલમાં ભણે છે. બંને સંતાનો ઉપર માતાપિતા ઉપરાંત પોળનાં સંસ્કારી વાતાવરણની અસર છે. સાક્ષીને અમે પૂછ્યું : ''તેં ૮૯ ટકા સાથે કોમર્સ સ્ટ્રીમમાં ૧૦મું ધોરણ પાસ કર્યું છે. તું ભવિષ્યમાં શું કરવાની છું.'' તેણે વિચાર કરીને જવાબ આપ્યો : ''કોઈ પ્રખ્યાત યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. થઈને બિઝનેસ કરીશ અને તેની સાથે મારા ભાઈ પાર્શ્વની મદદથી સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ કરીશ. અમારી ધનાસુથારની પોળ અને કુટુંબમાં આવા ઉમદા સંસ્કારો સદીઓથી ચાલ્યા આવ્યાં છે.''

ધનાસુથારની પોળે જાળવી રાખવા જેવી ઉમદા પરંપરા ચાલુ રાખીને નવા જમાનાને અનુરૃપ પરિવર્તનનાં પ્રવાહો વહેતા કર્યાં છે.

__._,_.___

Posted by: =?UTF-8?B?4oiC0L3OsdGP0LzRlM63?= <ag.dharmen@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment