Saturday, 28 November 2015

[amdavadis4ever] કૉન્ગ્રેસ રા જ અસહિષ્ણુ જ નહીં, ક્ધિન ાખોર પણ હતું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક જમાનામાં દેશમાં પ્લાનિંગ કમિશન હતું. અનેક વાંધાઓ હતા એમાં. મોદીએ આવીને એમાં ફેરફારો કરવાને બદલે આખેઆખું પ્લાનિંગ કમિશન જ ધ્વસ્ત કરી નાખ્યું અને એના સ્થાને 'નીતિ આયોગ'ની સ્થાપના કરી. ૧ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ સ્થપાયેલા નૅશનલ ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફૉર્મિંગ ઈન્ડિયા (એન.આઈ.ટી.આઈ. નીતિ) આયોગના મોદી ચૅરપર્સન છે અને એના એક ફુલટાઈમ સભ્ય છે. વિવેક દેવરૉય (અંગ્રેજી)માં લખાય છે બિબેક દેબરૉય - બંગાલી ઉચ્ચારણ પ્રમાણે.

વિવેક દેવરૉય જાણીતા અર્થશાસ્ત્રી છે. અત્યારે એ યાદ આવવાનું કારણ એટલું કે મહિનાએક પહેલાં અસહિષ્ણુતાની ચર્ચા શરૂ થઈ ત્યારે એમનો એક ઈન્ટરવ્યૂ ૫ નવેમ્બર, ૨૦૧૫ના ટાઈમ્સના અંદરના પાને સાવ ખૂણામાં છપાયો હતો જે વાસ્તવમાં ફ્રન્ટ પેજની આયટમ હતી. પણ ખૂણામાં નાખી દેવાયો એટલે કોઈનું ધ્યાન ગયું નહીં અને સોશ્યલ મીડિયાના સેક્યુલર - બહાદુરોએ પણ એની ચર્ચા કરી નહીં. ક્યાંથી કરે? આખો ઈન્ટરવ્યૂ કૉન્ગ્રેસની સરકાર કેટલી અસહિષ્ણુત હતી તેના પર પ્રકાશ ફેંકે છે.

વિવેક દેવરૉય કૉન્ગ્રેસની સરકારના વહાલા માણસ. કૉન્ગ્રેસના રાજીવ ગાંધી પ્રતિષ્ઠાનમાં આઠ વર્ષ એમણે ગાળ્યાં. એ સંસ્થાના તેઓ વડા હતા. સંસ્થાને પ્રતિષ્ઠા અપાવવાના એમણે ભરપૂર પ્રયત્નો કર્યા. કૉન્ગ્રેસ પાર્ટીના રાજકારણથી સંસ્થાને બને એટલી દૂર રાખી. ૨૦૦૨ની સાલમાં એમણે એક રાષ્ટ્રીય લેવલની કૉન્ફરન્સ યોજી જેમાં ચર્ચા કરવાની હતી કે ઇન્ડિયા કેવું હોવું જોઈએ, ભારતનો સમાજ કેવો હોવો જોઈએ. વિવેક દેવરૉયે આ ચર્ચાસભામાં ભાગ લેવા માટે સામ્યવાદી - સેક્યુલરવાદીઓને પણ આમંત્રણ આપ્યું અને શેષાદ્રીચારીને પણ બોલાવ્યા. શેષાદ્રીચારી તે વખતે 'ઑર્ગેનાઈઝર'ના તંત્રી હતા અને 'ઑર્ગેનાઈઝર' આર.એસ.એસ.ની વિચારસરણીને અભિવ્યક્તિ આપતું પ્રતિષ્ઠિત અંગ્રેજી અઠવાડિક છે.

સેમિનારને દિવસે કોઈ છાપાએ ફ્રન્ટ પેજ રિપોર્ટ છાપ્યો: 'કૉન્ગ્રેસની થિન્ક ટૅન્કમાં ઑર્ગેનાઈઝરના તંત્રીને આમંત્રણ.' વિવેક દેવરૉય કહે છે: 'એ દિવસે છાપામાં આ હેડલાઈન છપાયા પછી મને ૧૦, જનપથ પરથી ફોન આવ્યો. શ્રીમતી (સોનિયા) ગાંધીનો અહીં (એમના માણસનો). કહે: મૅડમે મને તમારી સાથે વાત કરવાનું કહ્યું છે. મહેરબાની કરીને તમે શેષદ્રીચારીને આપેલું આમંત્રણ પાછું ખેંચી લો... મેં કહ્યું કે આમંત્રણ તો મેં ક્યારનું આપી દીધું છે. મૅડમને કહો કે મારી સાથે વાત કરવી હોય તો કરે. દસ મિનિટ પછી પાછો ફોન આવ્યો: 'મહેરબાની કરીને તમે શેષાદ્રીચારીને જણાવશો કે એ શું બોલવાના છે તે લખીને પહેલેથી આપી દે...' મેં કહ્યું કે ના, હું એવું નહીં કરી શકું. સામે છેડેથી કહેવામાં આવ્યું, 'મૅડમને જાણવું છે...' ફરી ફોન આવ્યો. પૂછવામાં આવ્યું કે, 'સેમિનારમાં શેષાદ્રીચારી ગોધરામાં શું બન્યું તેની વાત ઉખેળશે તો?' દરમ્યાન, છાપામાં હેડલાઈન છપાયા પછી કેટલાક કૉન્ગ્રેસીઓએ સેમિનારનો બૉયકોટ કર્યો, કારણ કે તેઓ શેષાદ્રીચારીની ઉપસ્થિતિ નહોતા ચાહતા, જોકે, વિવેક દેવરૉયે ધરાર કૉન્ફરન્સ તો કરી જ.

આ કૉન્ગ્રેસી સહિષ્ણુતા.

હજુ એક કિસ્સો... વિવેક દેવરૉય કહે છે કે ૨૦૦૨ની સાલમાં મેં અને લવીશ ભંડારીએ ભારતનાં રાજ્યોની ઈકોનોમિક ફ્રીડમ વિશે એક અભ્યાસ કર્યો, જેમાં ગુજરાતનો નંબર પહેલો છે એવું તારણ નીકળ્યું. ૨૦૦૫ની ગુજરાતમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ દરમિયાન કોઈ છાપાએ ફ્રન્ટ પેજ સ્ટોરી છાપી કે 'કૉન્ગ્રેસની થિન્ક ટેન્ક મોદીના ગુજરાતને નંબર વન ગણે છે.' આ છપાયું ને વિવેક દેવરૉય પર પસ્તાળ પડી. સોનિયા ગાંધીએ વિવેકને એક પત્ર મોકલીને કહ્યું કે રાજીવ ગાંધી ઈન્સ્ટિટ્યૂટ જે કોઈ રિપોર્ટ પ્રગટ કરે તેને સૌથી પહેલાં રાજકીય દૃષ્ટિએ તપાસવો અને પછી જ પ્રગટ કરવો (અર્થાત્ સોનિયા સેન્સર કરે પછી જ અહેવાલ પ્રગટ થાય) વિવેકે કહ્યું કે, આવું તે કંઈ થોડું ચાલે. વિવેકે રાજીનામું આપી દીધું.

કૉન્ગ્રેસની અસહિષ્ણુતાનો પરચો વિવેકને મળી ગયો. આટલું ઓછું હોય એમ બીજે જ દિવસે વિવેક દેવરૉયને અર્જુન સેનગુપ્તા કમિશનમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા. પ્લાનિંગ કમિશનના બે ટાસ્ક ફોર્સમાં પણ વિવેક સામેલ હતા. ત્યાંથી પણ એમની હકાલપટ્ટી થઈ અને આની સામે કોઈએ વિરોધ કર્યો? ના કોઈએ નહીં. લવીશે કર્યો, કારણ કે એ તો રિપોર્ટ લખવામાં વિવેકની સાથે હતા. એક પત્રકાર નામે સીતા પાર્થસારથીએ કર્યો. બસ, આ બે સિવાય બધા જ ચૂપ રહ્યા. જે તે વખતે ચૂપ રહ્યા એ જ બધા લોકો આજે અસહિષ્ણુતા - અસહિષ્ણુતાની બુમરાણ મચાવી રહ્યા છે.

વિવેક દેવરૉય કહે છે કે અસહિષ્ણુતા વધી રહી છે કે નહીં તે નક્કી કરવાનું કામ દલીલોથી નહીં થઈ શકે, કારણ કે તમે કહેશો કે અસહિષ્ણુતા વધી રહી છે, હું કહીશ કે એવા કોઈ પુરાવા હોય તો બતાવો, પુરાવા તો છે નહીં. અસહિષ્ણુતા વધે છે કે નહીં તે માપવાનાં જો કોઈ માપદંડ મારે (વિવેકને) હિસાબે હોય તો તે છે કોમી રમખાણો અને ઈન્ટરનેટ ફ્રીડમ. કોમી રમખાણોમાં કોઈ વધારો થયો નથી. ઈન્ટરનેટ ફ્રીડમમાં કોઈ ઘટાડો થયો નથી. માટે હું કહી શકું કે અસહિષ્ણુતા કે ઈન્ટોલરન્સમાં વધારો થયો નથી. બાકી મારો (વિવેકનો) અનુભવ એવો રહ્યો છે કે આ દેશની ઈન્ટલેક્યુઅલ સર્કિટ પહેલેથી જ અસહિષ્ણુ છે. એ લોકો ટૉલરન્ટ છે એવો દેખાડો કરવાનું હવે બંધ કરવું જોઈએ.

વિવેક દેવરૉય કેટલાક દાખલા આપે છે. દિલ્હી સ્કૂલ ઓફ ઈક્નોમિક્સ હંમેશાં સામ્યવાદી બુદ્ધિજીવીઓનો અડ્ડો રહેલી છે. વિવેક કહે છે કે જગદીશ ભગવતી જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના અર્થશાસ્ત્રીને પણ એ લોકોએ દિલ્હી સ્કૂલ ઓફ ઈક્નોમિક્સમાં ટકવા દીધા નહીં. એમણે પરદેશ જતા રહેવું પડ્યું, કારણ કે અહીં એમનું જીવવું દોહ્યલું બનાવી દેવામાં આવ્યું હતું. વિવેક કહે છે કે ડી.એસ.ઈ.માં એક ચોક્કસ વિચારસરણીનું વાતાવરણ છે, એનું જ વર્ચસ્વ છે અને જો તમે તમારા વિચારો એ મુજબના ના રાખો તો તમારી જિંદગી એ લોકો મુસીબતભરી બનાવી નાખે.

સામ્યવાદી, સેક્યુલર અને હિન્દુ પરંપરાની દ્વેષી એવી વિચારસરણીનો ભોગ બીજા ઘણા લોકો બન્યા છે એવું વિવેક દેવરૉયે ટાઈમ્સના આ ઈન્ટરવ્યૂમાં કહ્યું છે. કેટલાય લોકોએ પોતાના ક્ષેત્રમાં ટોચનાં કાર્ય કર્યાં હોવા છતાં તેઓ વિસ્મૃતિની ગર્તામાં ખોવાઈ ગયા, કારણ કે તેઓ આ ઈન્ટલેક્ચ્યુઅલ સર્કિટની વિચારસરણી કરતાં અલગ વિચારો ધરાવતા હતા.

વિવેક દેવરૉયને પણ ડી.એસ.ઈ.ની અસહિષ્ણુતાનો પરચો મળ્યો છે. કલકત્તાની પ્રતિષ્ઠિત પ્રેસિડેન્સી કૉલેજમાં ભણ્યા પછી એમણે પહેલી જૉબ ડી.એસ.ઈ.ના સેન્ટર ફૉર રિસર્ચમાં લીધી. પછી જ્યારે ડી.એસ.ઈ.માં રેગ્યુલર જૉબ લેવાનો વખત આવ્યો અર્થાત્ એના ડિપાર્ટમેન્ટ ઑફ ઈક્નૉમિક્સમાં નોકરી માટે ઍપ્લાય કરવાનો વખત આવ્યો ત્યારે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ દીપક બેનર્જીએ એમને કહ્યું કે તમને અહીં નોકરી નથી મળવાની, ટ્રાય કરવાનું રહેવા દો... વિવેક કહે છે એ બધા એક્સપર્ટ્સ લેફટિસ્ટ હતા, ડાબેરી, સામ્યવાદી, લાલ સલામવાળા સેક્યુલરવાદીઓ. એટલે પછી વિવેકે પૂનામાં નોકરી લીધી.

કૉન્ગ્રેસની અસહિષ્ણુતા વિશે ઈન જનરલ ઘણું લખાયું છે અને લખાતું રહેશે. પર્ટિક્યુલર કિસ્સાઓ સાથે ફ્રોમ હોર્સીસ માઉથ આવું વાંચવા મળે ત્યારે તમારી ખાતરીને દસ્તાવેજી પ્રમાણો મળે કે આ એ જ લોકો છે જેમની અસહિષ્ણુતાનો પરચો વિવેક દેવરૉય જેવા કંઈ કેટલાય લોકોને કૉન્ગ્રેસરાજ દરમ્યાન થયો, જેઓ અત્યારે આ દેશ કેટલો અસહિષ્ણુ બની ગયો છે એવા નારાઓ લગાવતા ફરે છે. વર્સ્ટ સિનારિયો તો એ છે કે સોશિયલ મીડિયા પર કેટલાક નાદાન જમૂરાઓ ઈન્ટોલરન્સની કૉન્ગ્રેસી ડુગડુગી સાંભળતાં જ પોતાનો ખેલ બતાવવા તલપાપડ થઈ જતા હોય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment