Wednesday, 25 November 2015

[amdavadis4ever] એકલા આરોગવ ાનું વલણ ઈશ ્વરને મંજૂ ર નથી, પેરિ સ હુમલામાં 150થી વધુ માર્યા ગયા Kanti Bhatt

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




પેરિસમાં 'ઈસ્લામિક સ્ટેટ'ના મુઠ્ઠીભર ત્રાસવાદીઓએ વિક્રમના નવા વર્ષને ભુલાવી દે તે રીતે હુમલો કરીને 150થી વધુ જણને મારી નાખ્યા અને 400ને ઘાયલ ર્ક્યા. તેમાં 150 જણ કાયમ માટે અપંગ થઈ ગયા અને મુંબઈથી દિલ્હી અને જગતભરમાં અરેરાટી મચી ગઈ! ફ્રાંસના ચોવીસ-ચોવીસ ટીવી સ્ટેશનો ઉપર ત્રાસવાદના જ નગારા વાગતા હતા. અને પછી તમામ દેશો જેમાં 99 ટકા દેશો ફ્રાંસથી સેંકડો-હજારો માઈસલ દૂર હતા તે પણ વેર-વેર અને વેરના નપુંસક ગાણા ગાતા હતા. મતલબ કે દુનિયામાં ત્રાસવાદને શાંત કરવાના શાંતિસૂત્રના ગીત કોઈ ગાતા નહોતા. હવે જો આ હાલતમાં જર્મન ફિલસૂફ નિત્સે કે અસ્તિત્વવાદી કાફકા જીવતા હોત તો કહેત કે 'કાં લેતા ખાઓ, તમે ગોડ ગોડ ગોડ, ઈશ્વરનો બકવાસ કરતા હતા. તમને ઈશ્વરે બચાવ્યા? તમે જેવુ ર્ક્યું તેવું પામ્યા છો. હવે આ રીડીયારમણ શાની?'- આવો અલગ મત ભારતમાં પણ કોઈએ દર્શાવ્યો નહીં. થિયોસોફીકલ સોસાયટીના ઉપક્રમે રોજ પ્રાર્થના થતી. તેને સૌ બકી ગયા પણ કોઈએ પાળી નથી.

એમ સર્વે વૈ સુખિન સંતુ/સર્વે સન્તુ નિરામયા:/સર્વે ભદ્રાણિ પશ્યન્તુ/ન કશ્વિદ્ર દુ:ખ ભાગ્યભવેત
હજારો વર્ષથી સૌનું કલ્યાણ ઈચ્છતો શ્લોક આપણે ગાંગરીએ છીએ. પણ શું સર્વનું સુખ આપણે ઈચ્છીએ છીએ? કાઠિયાવાડી ભાષામા સૌ ને પોતાનું એકલપેટીયુ સુખ, અંગત સુખ અને પોતાનુ જ સુખ જોઈએ છીએ. આજુબાજુના દુ:ખીજનોની ભાગ્યે જ કોઈને પડી છે. આવી રીતે બીજાનાં દુ:ખ પ્રત્યે આપણે આંખ મીચી જઈએ છીએ. અને ફ્રાંસ જેવો દેશ પોતાના દેશની સમૃદ્ધિ એકલપટુડા થઈને આરોગવા દેશની ચારેકોર વાડા બાંધી દીધા છે. બસ તેમને ફ્રેંચમેનોને એકલા એકલા આરોગવું છે પણ ઈશ્વરને આ એકલપેટીયા વલણ મંજુર નથી. આ એકલપેટા થઈને આરોગવાની વૃત્તિ જગતભરમાં મારામાં, તમારામાં, હિન્દુસ્તાનમાં, પાકિસ્તાનમાં, સાઉદી અરેબિયન, યુરોપ, અમેરિકા તમામ દેશોમાં છે. મોહમ્મદ પયગંબર સાહેબે ઇસ્લામની સ્થાપના સમયે જણાવ્યું હતું કે, 'આવો જગતના લોકો-આ ધર્મમાં જોડાઓ. અહી ગરીબ તવંગર સૌ સરખા હશે... કોઈ દુ:ખી નહીં હોય. સૌ સરખી રીતે વહેંચીને અને દુ:ખ કે દર્દો પ્રત્યે સહાનુભૂતિ રાખીને આ પંથમાં બધા જીવશે.'- આ પ્રકારના પયગંબર સાહેબના ઓપન ઇન્વિટેશનને કારણે ઝડપથી આ ઈસ્લામ બીજા નંબરનો મોટો ધર્મ બની ગયો.

આ પેરિસનો ત્રાસવાદ તો સાવ છમકલું છે એ પહેલા ન્યુયોર્કના ટ્વીન ટાવરનો ત્રાસવાદ જબ્બર લાગતો હતો. મુંબઈમાં દાઉદનો ક્રમવારના બોમ્બધડાકાનો ત્રાસવાદ મોટો લાગતો હતો. અમુક અમુક સમયને અંતરે આવા નાનકડા 'પેરિસ' કે તેની મોટી આવૃત્તિઓ રીપીટ થયા કરશે જ. અને એવા ત્રાસવાદની આવૃત્તિને નિત્સે અને બીજા ફિલોસોફરો યોગ્ય માને તો તે મને પણ અજુગતુ લાગતું નથી. જ્યાં સુધી આપણે જે શ્લોક જીભથી રટીએ છીએ તે શ્લોક દુનિયાનો એક એક જણ હૃદયસ્થ નહીં કરે ત્યા સુધી આતંકવાદી હુમલા થયા જ કરશે. અને કાફકા તેમ જ નિત્સેને પગલે તમે અને હું પણ તેવા હુમલાને યોગ્ય માનીશું.
કેટલું કઠોર સત્ય છે? 'પોતાને કલ્યાણકારી બતાવતો સજ્જન માણસ પોતાના માટે- એકલા માટે પોતાનુ સ્વર્ગનું ઘોલકું રચીને એ ઘોલકા આડી કાંટાળી વાડ બાંધી દે તે સ્વર્ગ નથી પણ નર્ક છે. એ દૃષ્ટિએ આખી દુનિયા અને ખાસ કરીને સમૃદ્ધ દેશોની દુનિયા એક નર્ક સમાન છે. તમે મંજીરા વગાડી મેશુબ, મગજ ખાતા હો અને પાડોશમાં કે ઝૂંપડામાં ગરીબના બચ્ચાને એક બ્રેડના ટુકડા માટે ટળવળાવતા હોય ત્યાં તમારી સમૃદ્ધિમાં ધૂળ પડી તેમ કહીએ તો ખોટુ નથી. ફ્રાંસના સત્તાવાળા પોતાને માટે એક્સક્લુઝીવ હેવન રચવા માગતા હતા પણ ભગવાને આ સૃષ્ટિ રચી ત્યારે આવી એક્સક્લુઝીવ સમૃદ્ધિની કલ્પના કરી જ નહોતી. પણ આ 'એક્સક્લુઝીવ' સમૃદ્ધિ આરોગવતા સંસ્કાર ચારેકોર દેખાય છે. વહેંચીને ખાવાની વૃત્તિ ઈશ્વરે ઈચ્છેલી.

આજે અખબારમાં ફ્રાંસના પ્રમુખનો બકવાસ છપાયો છે 'આઈ એસનાં દરેક ઠેકાણાનો નાશ કરીને જ જંપીશુ.'- અરે ફ્રેંચ પ્રમુખ સાહેબ તમારા બાપના ય દેન નથી કે દરેક ઠેકાણાનો નાશ કરી શકો! 'ન શમે વેર-વેરથી શમે વેર અવેરથી.' એ અમારું હિન્દુસ્તાનનું સૂત્ર અપનાવવું પડશે. ફ્રાંસ, યુરોપ, અમેરિકા અને બીજા દેશોની સમૃદ્ધિ સૌ આરોગી શકે તે માટે પોતાના દેશની સરહદો ખુલ્લી કરવી પડશે. એમ નહીં કરો ત્યા સુધી પેરિસમાં થયેલા ત્રાસવાદની અવનવીને વધુ ક્રુર 'આવૃત્તિ' જગતે જોવી પડશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment