Thursday, 26 November 2015

[amdavadis4ever] ધનના ડુંગ રા છતાં દ ુ:ખી જીવો શું કામ હ િન્દુસ્તા નમાં સુખ શ ોધે છે? Kanti Bhatt

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ધનના ડુંગરા છતાં દુ:ખી જીવો શું કામ હિન્દુસ્તાનમાં સુખ શોધે છે?
'તમારી પાસે ધન જો ન હોય ત્યારે સખત પુરુષાર્થ કરીને ધન કમાઓ. એ પછી એ ધનનું રક્ષણ કરવા સાથે બીજા માટે વાપરો અને ખાસ તો જગતમાં જે લાયક વ્યક્તિ હોય તેને ધનથી નિભાવો.' આવી સાદી શિખામણ ફ્રેન્કલિન એજસ્ટન નામના અમેરિકન લિંગ્વિસ્ટિક પ્રોફેસર- જે જગતની તમામ ભાષાનો અભ્યાસ કરવા આખી દુનિયા ફર્યા તેમણે આપેલી. પછી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં (1953-54) વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. પછી અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિ.માં સંસ્કૃતના પ્રોફેસર સાઠ વર્ષ પહેલાં હતા. તેમણે 'વિકિપીડિયાના' સંદર્ભગ્રંથને ખોટો પાડ્યો છે. વિકિપીડિયાએ લખ્યું છે કે જગતમાં માત્ર 11,741 જેટલા સંસ્કૃત જાણનારા છે!! અરે સાહેબો! આટલા સંસ્કૃતના પંડિતો તો પોરબંદરમાં ભાઈશ્રી રમેશભાઈ પેદા કરે છે. મોરારિ બાપુ તેના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્કૃત પંડિતોને બોલાવે છે.
ફ્રેન્કલિન એજસ્ટનને વિશે આ લેખ નથી. આ લેખ જગતના ધનકુબેરો પાસે પોતે દટાઈ જાય છતાં કેમ દુ:ખી દુ:ખી છે અને સાચું જ્ઞાન અને મુક્તિ મેળવવા ઉત્તર હિન્દુસ્તાનના પર્વતોની ગુફામાં કેઇન્ચી ધામમાં (KAINCHI DHAM) આવે છે. કોણ આવે છે? માર્ક ઝકરબર્ગ, જેણે 'ફેસબુક' પેદા કરીને ધનનાં ઝાડ ઉગાડ્યાં છે, તેને તેના ધનમાંથી સુખ અને શાંતિ મળતાં નથી એટલે તે કેઇન્ચી ધામના ઉત્તરાખંડના આશ્રમમાં આવે છે. તેણે મોંઘાભાવે લાખ્ખો ડોલરને ખર્ચે વસ્ત્રો સિવડાવ્યાં હોય તે ત્યજીને માત્ર સાદું ટી-શર્ટ અને ફાટેલું પેન્ટ પહેરીને અહીં મેડિટેશનમાં બેસે છે! તે કહે છે કે હું મારી જાતને ઓળખવા માટે કેઇન્ચી ધામ અવારનવાર આવીને મેડિટેશનમાં બેસું છું. મારી ફેસબુકની વેબસાઇટ અબજો ડોલર કમાઈ આપે છે તે મારે માટે પસ્તી બની જાય છે. જ્યારે કેઇન્ચી ધામ આવે છે ત્યારે કોઈ બેગ-બિસ્ત્રો લાવતો નથી. એક થેલી લઈને આવે છે. બિલ ગેટ્સ પત્ની સહિત ઉત્તરાખંડમાં કેઇન્ચી ધામ આવે છે.
ઝકરબર્ગને આ કેઇન્ચી ધામ અને ઉત્તરાખંડની કેમ ખબર પડી? એટલા માટે કે 'એપલ'ના સ્થાપક સ્ટીવ જોબ્સ પણ આ આશ્રમમાં મેડિટેશન કરી શાંતિ મેળવવા આવતો હતો. તેણે કહેલું, 'મારું મેડિટેશન મારી એપલની કમાણીમાં એક થીંગડા જેવું હતું.' તેમને તેમના ધનમાંથી સુખ મળતું નહોતું. ધનમાંથી મુક્ત થઈ પર્વતોમાં-ગુફામાં-જંગલોમાં જઈ મેડિટેશનમાંથી સુખ મળતું હતું. હવે તાજેતરની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના દૈનિક 'સિડની મોર્નિગ હેરલ્ડે.' 5-11-15ના એક કટાર લખી છે 'હાઉ મની કેન બાય હેપ્પીનેસ.' વિદ્વાનો કહે છે કે પૈસાથી સુખ મળતું નથી, પણ ઓસ્ટ્રેલિયાના બે વિદ્વાનો કહે છે કે પૈસાથી જરૂર સુખ મળે છે. થોમસ ગિલોવિચે જોરદાર રીતે જણાવ્યું કે જરૂર પૈસા થકી સુખ મળે છે. તેણે હાવર્ડ યુનિ.માં જઈ અભ્યાસ કર્યો તો આખરે જણાયું કે, 'તમે ધન કમાઓ પછી બીજા જરૂરિયાતવાળા ઉપર છૂટથી વાપરો અને આપતા રહો તો જ સુખ મળે છે!'
આપણે આ લેખના વિષયને મજબૂત બનાવવા લેખની શરૂઆતમાં અમેરિકાના પ્રોફેસર ફ્રેન્કલિન એજસ્ટનને ટાંક્યા છે. આ સાહેબ કોણ છે? અરે વાચકમિત્રો! ફ્રેન્કલિન એજસ્ટન આજે જોકે જીવતા નથી. 24-7-1885ના જન્મીને 7-12-1963ના ગુજરી ગયા છે. આ અમેરિકન સાહેબને પશ્ચિમની કોઈ પણ ફિલોસોફીથી સંતોષ ન થયો. તે 1940માં ભારત આવ્યા. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફર્યા. તેને જીવનની સાચી ફિલસૂફી-સાદી ભાષામા જોઈએ તેવા ગ્રંથ જોઈતા હતા. તે ગ્રંથો પ્રો. ફ્રેન્કલિનને હિન્દુસ્તાનમાંથી જ મળ્યા. તેમણે 'પંચતંત્ર'ના સાહિત્યને ખોળી કાઢ્યું. તે આખું વાંચ્યું. અમેરિકાની ટોલ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં બેસીને તેણે ડિક્શનરી ઓફ હિન્દુઇઝમ 50 વર્ષ પહેલાં લખ્યું! વિકિપીડિયાના અજ્ઞાત લેખકોએ સંસ્કૃત વિશે લખી નાખ્યું કે જગતમાં માત્ર અમુક 11,000 જેટલા સંસ્કૃતના જાણકાર છે. અરે! આટલા જાણકાર તો અમેરિકામાં જ ઠેર ઠેર વિખરાયેલા પડ્યા છે. હું પોતે શ્રીમદ ભગવદગીતાના ગ્રંથને હું મારા રાઇટિંગ ટેબલ ઉપર જ હાથવગો રાખું છું, પણ ફ્રેન્કલિન એજસ્ટનનો ગીતાના અંગ્રેજી અનુવાદના ગ્રંથને તેમના સુવાના રૂમમાં જ ટેબલ ઉપર રાખે છે. ઊંઘ ન આવે કે ઊંઘ ઊડી જાય ત્યારે ગીતાનો ગ્રંથ પકડે છે. એક અધ્યાય વાંચે ત્યાં તેના મગજ ઉપર ટ્રાન્કવિલાઇઝિંગ ઇફેક્ટ થાય છે એટલે કે એકદમ વગર દવાએ શાંતિ મળે છે.
ડો. થોમસ ફુલર નામના વિદ્વાન ડોક્ટરે કહેલું કે, 'ધન થકી તમારી ભૂખ સંતોષાતી નથી, પણ તમને વધુ ને વધુ ધનની ઇચ્છા થાય છે. જોકે, આધ્યાત્મિક જ્ઞાનનું પણ એવું જ છે. છતાં આધ્યાત્મિક જ્ઞાન થકી તમને વધુ જ્ઞાનની ઇચ્છા થાય તો એ વધુ જ્ઞાન તમને મુક્ત કરે છે. ધનની ભૂખની જેમ બાંધતું નથી. આવી બધી વાતો ફેસબુકવાળા માર્ક ઝકરબર્ગ અને એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ શીખવા માટે છેક હિન્દુસ્તાન આવતા અને અહીં પૂર્વ ભારતના પર્વતોમાં જ તેને સાદા ટી-શર્ટ અને ફાટેલ પેન્ટમાં શાંતિ મળતી-મળે છે. ડો. સેન્યુઅલ જોન્સનની શિખામણ માર્ક ઝકરબર્ગે જીવનમાં ઉતારી છે. 'આઈ વિલ લીવ વિથ વેલ્થ, આઈ વિલ સ્પેન્ડ ફોર અધર્સ, બટ આઈ વિલ નોટ ડાઈ રિચ આઈ વિલ ડાઈ પુઅર.' હું ધનિક છું, પણ ગરીબ થઈને મરું એટલો જબ્બર દાતા બનીશ!'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment