Thursday, 26 November 2015

[amdavadis4ever] ભવ્ય ભૂતકાળ પૂરતો નથી, ભવ્ય વર્તમાન પણ જરૂરી છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સિંગાપોરમાં વસતા મૂળ ભારતના નાગરિકોને સંબોધતી વખતે પ્રાઈમ મિનિસ્ટરે એક સરસ વાત કરી. મોદીએ કહ્યું કે આપણે ઘણી વખત જોયું છે કે ઘરમાં સિત્તેર-એંશી વર્ષના વડીલ હોય અને કોઈ યંગ જનરેશનની વ્યક્તિ એની પાસે આવીને બેસે ત્યારે દર વખતે એ પોતાના ભવ્ય ભૂતકાળની વાત ઉખેળે કે, 'બેટા, હું જ્યારે ત્રીસ વર્ષનો હતો ને, ત્યારે...' તો કોણ એની પાસે આવશે?

મોદી કહેવા માગતા હતા કે હા, ભારતનો ભવ્ય ભૂતકાળ હતો, જરૂર હતો. પણ હવે માત્ર એ ભવ્ય ભૂતકાળની વાતો કરવાને બદલે એના પરથી બે પાઠ શીખીને ભવ્ય વર્તમાન ઊભો કરવાનો છે, ભવ્ય ભવિષ્ય તરફ નજર કરવાની છે.

સેન્ટ પર્સેન્ટ સાચા છે સાહેબ. ભારત ભૂતકાળમાં કેટલું સમૃદ્ધ અને કેટલું ઈન્ફલ્યુએન્શલ હતું એની વાતો વાગોળ્યા કરવાથી કોઈ ફાયદો નથી. દેશનો એ ઈતિહાસ જાણવો જરૂરી છે અને એ ઈતિહાસ જાણ્યો હશે તો જ દેશ પર ગૌરવ થશે. આપણી પ્રાચીન સભ્યતાએ દુનિયાની કેટકેટલી સંસ્કૃતિઓ પર ઊંડી અસર કરી. આપણી ભાષાએ પણ. સંસ્કૃતમાંથી ઉદ્ભવ પામ્યા હોય એવા શબ્દો જગતની આજે વિખ્યાત અને બહુ વપરાશમાં હોય એવી કેટલીય ભાષાઓને સમૃદ્ધ બનાવી રહ્યા છે. ના, દુનિયાની બીજી પ્રજાઓ પર આપણી ભાષા લાદવા આપણે કોઈના પર આક્રમણ નહોતું કર્યું કે આપણે કોઈને ગુલામ બનાવીને એમને ફરજિયાતપણે એ ભાષાનો વપરાશ કરવાનું નહોતું કહ્યું. સંસ્કૃતનો પ્રભાવ બીજી ભાષાઓએ સામેથી ઝીલ્યો. અત્યારે ભારતીય ભાષાઓમાં, ખાસ કરીને હિન્દી-ગુજરાતી પર ઉર્દૂ કે ફારસીના ભરપૂર શબ્દો વપરાતા હોય તો એનું કારણ છે કે એ ભાષા સેંકડો વર્ષો સુધી શાસનની અને ન્યાય પ્રક્રિયાની ભાષા રહી છે, જે જબરજસ્તીથી મુસ્લિમ રાજકર્તાઓ દ્વારા આપણા પર લાદવામાં આવી હતી.

શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થ્ય માટે યોગનું કેટલું મહત્ત્વ છે તે આપણે સૌ જાણીએ છીએ. પણ યોગનું નામ સાંભળતાં જ, મસ્જિદમાં સુવ્વરનું મડદું જોઈને જેમ મુસ્લિમ ભડકે એમ, સેક્યુલરો ભડકી ઉઠતા. મોદીએ ચૂપચાપ ૨૧ જૂનને ઈન્ટરનેશનલ યોગ દિવસ જાહેર કરાવીને દુનિયા આખીને યોગ કરતી કરી દીધી.

એવું જ આયુર્વેદની બાબતમાં. અત્યારે રોજના ધોરણે બાબા રામદેવની મજાક કરતાં ફોટોશોપિયા ઠઠ્ઠાચિત્રો વૉટ્સઍપ પર મળે છે જે મને પર્સનલી લગીરેય પસંદ નથી. કોઈ કહેશે કે એ નિર્દોષ મજાક છે તો હું કહીશ કે આવી 'નિર્દોષ મજાક' આયુર્વેદને ઉતારી પાડવા માગતા લોકોએ સોશ્યલ મીડિયામાં વહેતી કરી હોય છે અને આપણે બેવકૂફની જેમ એને ઊંધું ઘાલીને ફૉરવર્ડ કરીને એ લોકોના હાથા બની જતા હોઈએ છીએ.

મોદીએ કપાલભાતિ શબ્દનો ઉપયોગ કર્યા વિના સિંગાપોરમાં કહ્યું, 'આપણે દુનિયા પાસે એમનો કાન નહીં, નાક પકડાવ્યાં!' બાબા રામદેવે યોગ અને આયુર્વેદના માર્કેટિંગની બાબતમાં અત્યાર સુધી કોઈએ નહીં કરી હોય એટલી મોટી, જથ્થાબંધ ક્રાન્તિ કરી છે. એમણે નવું કશું જ નથી કર્યું. હજારો વર્ષ જૂની પદ્ધતિઓ છે અને હજારો વર્ષથી ભારતીય લોકો એને અનુસરતા આવ્યા જ છે. હજારો યોગ સંસ્થાઓ તેમ જ આયુર્વેદ પ્રતિષ્ઠા તો ઑલ્રેડી આ દેશમાં છે. પણ બાબા રામદેવે આ બંનેને - યોગને અને આયુર્વેદને - જબરદસ્ત માર્કેટિંગ કરીને માસીસ સુધી પહોંચાડ્યા.
અને આમ છતાં આ આયુર્વેદાચાર્ય જડભરત નથી. હડકાયું કૂતરું કરડી જાય તો એનો ઈલાજ આયુર્વેદમાં છે પણ લાંબો ઈલાજ છે. જ્યારે હડકાયા કૂતરાની બાબતમાં સમય ખૂબ કીમતી હોય છે. બાબા રામદેવ કે એમની પાસે તાલીમ પામેલા એમના અનુભવી શિષ્યો તમને આવા કેસમાં તાબડતોબ ડૉક્ટર પાસે જઈને હડકવાની રસીનાં ઈન્જેક્શન લઈ લેવાનું કહે છે. આપણે આયુર્વેદ કે યોગ કે પછી એવી કોઈ પણ પ્રાચીન ભારતની વિરાસતનો આધુનિક જમાનામાં વપરાશ કરવાની વાત કરીએ ત્યારે પોતાને જ મૉડર્ન માનવાનો ઈજારો લઈને બેઠેલા કેટલાક ડોળઘાલુઓ આપણા પર હસતા હોય છે. છો હસે.

સંસ્કૃત, આયુર્વેદ, યોગ, તત્ત્વજ્ઞાન વગેરે અનેક ક્ષેત્રોમાં આપણા પૂર્વજો જે કંઈ ભવ્ય કામ કરી ગયાં એવાં જ બીજાં નવાં ભવ્ય કામો અત્યારે આપણે કરવા પડશે. દેશનું રાજકીય વાતાવરણ એના માટે અનુકૂળ છે. દાહોદ-રતલામની એકાદ લોકસભા સીટ કે પછી મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામપંચાયત કે પછી ધોરણ છઠ્ઠા 'બ'ના મોનિટરની ચૂંટણીઓ કંઈ મોદીનો 'લિટમસ ટેસ્ટ' નથી કે એમાંથી ક્યાંક હારી જવાથી 'મોદીના ગાલે સણસણતો તમાચો' પડતો નથી. અવતરણ ચિહ્નોમાં મૂકેલા શબ્દો સેક્યુલર ઝનૂનીઓની ભાષા છે જેમાં તણાઈને ક્યારેક આપણા જેવા સ્વસ્થ લોકો પણ એ ભાષામાં વાત કરતા થઈ જઈએ છીએ. ખોટું છે.

ભારતને એનો સાચો ઈતિહાસ પાછો મળી રહ્યો છે. ટીપુડો એનું એક ઉદાહરણ છે. જ્ઞાનની નવી ક્ષિતિજો ઉઘડી રહી છે અને દેશનું વૈચારિક વાતાવરણ અત્યારે જેટલું મોકળું છે એટલું ક્યારેય નહોતું. રિયલ ટેલન્ટ રેક્ગ્નાઈઝ થઈ રહી છે. મોદીએ યુ.કે. જઈને જાહેર પ્રવચનમાં ભારતના મુસ્લિમ યુવાનની ટેલન્ટને વખાણી, એનું નામ દઈને, આવું અગાઉ કોઈ પી. એમે કર્યું હોય તો બતાવો. દુનિયાભરમાં વસતા ભારતીયોને સદેહે જઈને મળવાનું મિશન અત્યાર સુધી કયા વડા પ્રધાને હાથમાં લીધું હતું. ભારતના વડા પ્રધાન જ નહીં, કોઈ પણ દેશના વડાએ બીજા દેશોમાં વસતિ પોતાના દેશની પ્રજાને મળવાનું કામ આટલા મોટા પાયા પર ક્યારેય નથી કર્યું.

મોદી જ્યારે ભારતના વર્તમાનને સમૃદ્ધ બનાવવા પર જોર આપે છે ત્યારે એ ભારતના ભવ્ય ભૂતકાળને અવગણવાની વાત નથી કરતા. કોઈ એવું ઈન્ટરપ્રીટેશન કરીને તમારે ગળે ઉતારવાની કોશિશ કરતું હોય તો સાવધ થઈ જજો. મોદી દેશના ભૂતકાળ માટે, દેશની ભવ્ય પરંપરા માટે પૂરેપૂરી અદબ જાળવ્યા પછી કહે છે કે વર્તમાનને ભવ્ય બનાવો, જેથી ભવિષ્યમાં આવનારી પેઢીઓ આજના જમાનાને યાદ કરીને કહી શકે કે અમારા દેશનો ભૂતકાળ કેટલો ભવ્ય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment