Wednesday, 25 November 2015

[amdavadis4ever] આમિર ખાન, હું અસહિષ્ણુ જ છું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જે એસીપી રાઠોડ દેશદ્રોહી ગુલફામને મારે છે ત્યારે તાળીઓ પાડી હતી અને જે ભુવન સિક્સર લગાવીને ચંપાનેરને ડુગના લગાનથી બચાવી લે છે ત્યારે સીટીઓ પાડી હતી અને જેની હિંદુ દેવીદેવતા-પરંપરાઓની ઠેકડી ઉડાડતી ફિલ્મને રૂપિયા ૭૯૨ કરોડનો વિશ્ર્વભરમાં વકરો કરાવી આપ્યો એ જ જ્યારે કહે છે કે 'મારી પત્નીને આ દેશમાં ડર લાગે છે, મારા દીકરા સાથે દેશ છોડી જવાની વાત કરે છે' ત્યારે મારાથી આ વાત સહન નથી થતી, હું અસહિષ્ણુ છું.

જેની મુસ્લિમ ઓળખ સામે આ દેશની ૮૫ ટકા બહુમતીને કોઈ વાંધો નથી એ આમિર ખાન ઍવોર્ડવાપસીના દંભી જુવાળને ટેકો આપે ત્યારે મારાથી સહન નથી થતું, હું અસહિષ્ણુ છું.

જેણે નર્મદા બચાવ આંદોલન વખતે મેધા પાટકર જેવી ગુજરાતદ્વેષી કકળાટિયણને ટેકો આપ્યો તે વખતે ગુજરાતમાં 'ફના' ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ એવી ઝુંબેશ ચાલી ત્યારે મેધા પાટકરના જડબેસલાક વિરોધીઓમાંથી એકમાત્ર આ લખનારે આમિરનું ઉપરાણું લઈને 'ફના' રિલીઝ થવી જોઈએ એવો જાહેર મત પ્રગટ કર્યો એ પછી આમિર ખાનને માત્ર છેલ્લા છ-આઠ મહિનાથી જ દેશનું વાતાવરણ ડહોળાઈ ગયેલું લાગે છે ત્યારે આ વાત મારાથી સહન થતી નથી, હું અસહિષ્ણુ છું.

મેધા પાટકરને જ નહીં, આ માણસે દિલ્હીના જંતરમંતર પર છાતી કૂટી રહેલા અરવિંદ કેજરીવાલના મંચ પર ચડી જઈને તદ્દન બેબુનિયાદ આંદોલનને ટેકો આપ્યો ત્યારે પણ અમે એની ટીકા નહીં કરી, એમ કહીને કે, 'હશે, જવા દો, આપણો પ્રિય ઍકટર છે' એ પોતે જ્યારે હદ વટાવીને, આવેશમાં આવીને, સેક્યુલરોની પંગતમાં બેસી જાય છે ત્યારે મારાથી સહન નથી થતું, હું અસહિષ્ણુ છું.

આમિર ખાન કહે છે કે 'આ આતંકવાદીઓને ઈસ્લામ સાથે કોઈ લેેવાદેવા નથી, હું એમને મુસ્લિમ ગણતો જ નથી.' અલ્યા, મંગળના ગ્રહ પરથી ઊતરી આવેલા આદમી, તું એમને મુસ્લિમ ગણતો હોય કે ન હોય એ લોકો તો પોતાને મુસ્લિમ ગણે જ છે. તારા ગણવા- ન ગણવાથી તેઓ મુસ્લિમ થોડા મટી જવાના છે.

સાચો મુસ્લિમ ક્યારેય આતંકવાદી કૃત્ય કરે જ નહીં એવું કહેવાની આ ચાંપલા પ્રકારના લોકોમાં ફૅશન થઈ ગઈ છે. તો પછી શું કામ તેઓ ક્યારેય એવું નથી કહેતા કે સાચો હિંદુ ક્યારેય કલબુર્ગી, પાનસરેની હત્યા કે દાદરીકાંડ કરે જ નહીં? હાલાંકિ આ બધા કિસ્સાઓમાં હજુ ગુનાઓ પુરવાર થયા નથી અને કેટલાકમાં તો આરોપી પણ તય થયા નથી.

તમે બીફ (ગૌમાંસ) ખાશો તો અમારી ધાર્મિક લાગણી દુભાશે એની આ લોકોને સારી રીતે ખબર છે. જેમ તેઓ સુવ્વર ખાશે તો એમના પોતાના જ ધર્મના લોકોની લાગણી દુભાશે. આમ છતાં જરા જુઓ, બીફના મામલાને આ લોકોએ શું ચગાવ્યો છે? મોહમ્મદ વજીહુદ્દીન નામના એક પત્રકારે ગઈ કાલના ટાઈમ્સમાં ઈસ્મત ચુગતાઈ નામનાં જાણીતાં સાહિત્યકારની વાર્તા વિશે એક રિપોર્ટ લખ્યો છે. રિપોર્ટમાં લખે છે કે જે ઈસ્મત ચુગતાઈની દીકરી હિન્દુને પરણી અને પોતાના હિન્દુ પૌત્રની લાગણી ન દુભાય તે માટે પોતે બીફ ખાવાનું છોડી દીધું તે ઈસ્મત ચુગતાઈની વાર્તાને રાજસ્થાનની સ્કૂલોના પાઠ્યપુસ્તકમાંથી શું કામ દૂર કરવામાં આવી?

ધ પૉઈન્ટ ઈઝ, એક મુસ્લિમ રિપૉર્ટર પોતે કબૂલ કરે છે કે બીફનો ત્યાગ કરવો એ આ દેશમાં હિન્દુઓની લાગણીને માન આપવા બરાબર છે. અર્થાત્ બીફનું ભક્ષણ કરવું એ આ દેશમાં હિંદુઓની લાગણીનું અપમાન કરવા બરાબર છે. આમ છતાં પોતાને લિબરલ ગણાવવાના ચક્કરમાં આ વાયડાઓ ઝંડો લઈને ફરે છે કે અમારે શું ખાવું ને શું ન ખાવું તે સરકાર કેવી રીતે નક્કી કરે? લો કરો વાત. સાઉદી અરેબિયા, ઈરાન, અફઘાનિસ્તાન કે પાકિસ્તાનમાં જઈને સુવ્વર ખાઈ બતાવો, સુવ્વર તો શું ઝટકા માંસ પણ ખાઈ બતાવોને. (ઝટકા અને હલાલ માંસ વચ્ચેનો તફાવત એક વખત સ્પષ્ટ કરી ગયો છું. વારંવાર વૉમિટ આવે એવી વાતો કરવી સારી નહીં.)

વાણી સ્વાતંત્ર્ય, સર્જકનું સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિની સ્વતંત્રતા- આ બધું આ દેશમાં છે એટલે જ આમિર ખાનો મોંફાટ બોલી શકે છે, પત્નીના ડરના નામે આખા દેશને બદનામ કરી શકે છે અને પછી પણ એમનો વાળ વાંકો થતો નથી. આ દેશની સહિષ્ણુતા અહીં સમાયેલી છે.

સુધીન્દ્ર કુલકર્ણી નામની ડબલ ઢોલકીનું મોં કાળું કર્યું ત્યારે વેવલી એવી નવરી બજારે કેવો ઉપાડો લીધો હતો યાદ છે? પોતાના વૈચારિક વિરોધીઓનું મોઢું કાળું કરવું જોઈએ એવો ઉપદેશ કોણે આપ્યો હતો ખબર છે? છેક ૧૯૯૨માં ખુશવંત સિંહે (ભગવાન એમના આત્માને સ્કૉચ આપે). બાબરી ધ્વંસ પછી સેક્યુલર બ્રિગેડના આ પિતામહે નામ દઈને લખ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી (અને બીજાં બે-ચાર નામ) વગેરેનું મોઢું કાળું કરી, એમનો ટકોમૂંડો કરી એમને અવળે ગધેડે બેસાડીને ગામમાં ફેરવવા જોઈએ. શિવ સૈનિકોએ હજુ ખુશવંત સિંહના પ્રિસ્ક્રિપ્શન મુજબ સુધીન્દ્રનો ટકો કરીને એમને અવળે ગધેડે બેસાડીને ફેરવવાનું કામ કરવાનું બાકી છે.

નસીરુદ્દીન શાહ, મહેશ ભટ્ટ, જાવેદ અખ્તર, ગુલઝાર, શાહરુખ ખાન અને આમિર ખાન- આ સૌ મારા પ્રિય કળાકારો છે અને મા સરસ્વતીએ એમને જેનું વરદાન આપ્યું છે તે એમની કળાની હું કદર કરું છું, વંદન કરું છું. પણ આ જ લોકો જ્યારે હિન્દુસ્તાનમાં રહીને પોતે જે છે તે બન્યા પછી, કરોડો હિન્દુસ્તાનીઓનો પ્રેમ પામ્યા પછી, એમનો આદર પામ્યા પછી, એમના થકી બે પાંદડે થયા પછી (આમાંના કેટલાક તો બે પાંદડે જ નહીં, આખેઆખાં જંગલ ધરાવતાં થઈ ગયાં છે) અને સૌથી મોટી વાત તો એ કે ધાર્મિક બાબતોમાં એમની પર્સનલ વિચારસરણી તદ્દન જુદી હોવા છતાં ટોટલી સ્વીકૃતિ પામ્યા પછી જ્યારે બેફામ બનીને આ દેશની પ્રજાનું અપમાન થાય એવી વાત કરતા હોય છે ત્યારે સાચું કહું, મારાથી સહન નથી થતું. આમિર મિયાં, તમારી વાત સાચી છે. હું અસહિષ્ણુ જ છું. આ દેશ પર, તમારા આ શહેર પર આટઆટલા મુસ્લિમ આતંકવાદીઓએ હુમલાઓ કર્યા ત્યારે તમને શાંતિ જ શાંતિ લાગતી હતી પણ મોદીના આવ્યા પછી ડર લાગવા માંડયો છે તો બૅટર યુ લીવ ધિસ ક્ધટ્રી ઍન્ડ ગો વેરેવર યુ વૉન્ટ ટુ ગો. અમે તો ઈન્ટોલરન્ટ લોકો જ છીએ આ દેશમાં. તમારા જેવાઓને સહન કરતા રહ્યા તે અમારી ભૂલ હતી. હવે અમે વધુ સહન નહીં કરીએ. અમે સૌ અસહિષ્ણુ બનીશું, જરૂર બનીશું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment