Tuesday, 3 May 2016

[amdavadis4ever] સિક્રેટ ડાયરી - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હું અનેક સ્પોર્ટ્સમાં પારંગત છું: સલમાન ખાન
 
 
સિક્રેટ ડાયરી - નિખિલ મહેતા
 
હું નખશિખ સ્પોર્ટ્સમેન છું. સ્વિમિંગ, બોક્સિગં, હન્ટિંગ, બન્ને પ્રકારના શૂટિંગ (ફિલ્મનું અને બંદૂકનું), ફ્લોટિંગ, ફ્લર્ટિંગ જેવી અનેક સ્પોર્ટ્સમાં હું ચેમ્પિયન છું. આ જાણકારી મેળવ્યા પછી જો મારો ટીકાકાર હૃદય પર હાથ મૂકીને વિચારશે તો એને અંદરથી એવો જ જવાબ મળશે કે ઓલિમ્પિક્સ એમ્બેસેડર બનવા માટે સલમાન ખાન જ સૌથી વધુ લાયકાત ધરાવે છે
 
ઓલિમ્પિક્સ એમ્બેસેડર બનીને હું કેટલો મોટો ભોગ આપી રહ્યો છું એનો કોઇને અંદાજ નથી. તોય કેટલાક અવળચંડા લોકો આ બાબતે મારી ટીકા કરે છે. કહે છે કે મોદીજી સાથેના સંબંધને કારણે મને આ તક મળી. અરે ભાઇ, આમાં તક જેવું શું છે? આ તો સેવાનું કામ છે. અમિતાભજી જો ગુજરાતના એમ્બેસેડર બનીને દેશની સેવા કરી શકે તો હું ઓલિમ્પિક્સ એમ્બેસેડર કેમ ન બની શકું? મોદીજી સાથે ઓળખાણ છે તો શું થઇ ગયું? મોદીજી સાથે તો શત્રુઘ્ન સિંહાને પણ ઓળખાણ છે. એમને કેમ ન બનાવાયા ઓલિમ્પિક્સ એમ્બેસેડર? વાત એ છે કે ઓલિમ્પિક્સ એમ્બેસેડર બનવા માટે ઘણો ભોગ આપવો પડે. જોકે મારો બધો જ ફાઇનાન્શિયલ વહીવટ ડેડી સંભાળે છે અને એમણે મને આ બાબતે કંઇ જ જાહેર કરવાની ના પાડી છે. મારા એક દોસ્તે મને કહ્યું કે પહેલા ઓલિમ્પિક્સ એમ્બેસેડર અને ડેડીની રાજ્યસભાની બેઠક બાબતે જોઇન્ટ ડીલ થવાની હતી, પણ પછી બજેટ વધી ગયું એટલે ડેડીએ પોતાનું રાજ્યસભાનું કેન્સલ કર્યું. સાચી વાત શી છે, કોને ખબર. ડેડી મને એ વિશે કંઇ કહેવાના નથી અને હું એમને કંઇ પૂછવાનો નથી.
મને જોકે ક્યારેક મારો પોતાનો જ ડર લાગે છે. પચાસ વર્ષની ઉંમરે મેં જે રીતે મારું બોડી બનાવ્યું છે એની પાછળનું રહસ્ય છતું ન થઇ જાય તો સારું. દુનિયા નથી જાણતી, પણ મારા નજીકના મિત્રો અને હિતેચ્છુઓ જાણે છે કે મારું આ અલમસ્ત બોડી સ્ટેરોઇડ્સને કારણે ફૂગી ગયેલું છે. સ્પોર્ટ્સ જગમાં સ્ટેરોઇડ્સ કોઇ નવી વાત નથી. ઓલિમ્પિક્સમાં પણ અનેક રમતવીરોના ચંદ્રકો ડ્રગ્સ પોઝિટિવને કારણે પાછા લઇ લેવામાં આવતા હોય છે અને એમને ડિસ્કવોલિફાય કરવામાં આવતા હોય છે. મને ડર એ છે કે જો ઓલિમ્પિક્સમાં મારો ટેસ્ટ લેવામાં આવશે અને મારા શરીરની અંદરનું સ્ટેરોઇડ્સ પકડાઇ જશે તો મને ઇન્ડિયાના ઓલિમ્પિક્સ એમ્બેસેડર તરીકે ડિસ્ક્વોલિફાય કરવામાં આવશે. ફરી પાછું ટેન્શન ઊભું થશે. ડેડી જોકે બધે પહોંચી વળે એવા છે.

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment