Monday, 2 May 2016

[amdavadis4ever] પુરુષ એટલે સખત પુરુષાર્થ અને સતત અર્થોપાર્જન? - Gujarati

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પુરુષ એટલે સખત પુરુષાર્થ અને સતત અર્થોપાર્જન?
 
 
 
આજકાલ જાહેરાતનો જમાનો છે. ચારે તરફ જાતજાતની ને ભાતભાતની જાહેરાતો, માર્કેટિંગનાં ગિમિક્સ આપણાં માથે મારવામાં આવે છે. ઈ-માર્કેટિંગથી શરૂ કરીને, માર્કેટિંગ કૉલ્સ, કોલ્ડ કૉલ્સ અને ઑફિસમાં ઘૂસી આવતાં સેલ્સગર્લ્સ, સેલ્સબોય્ઝ... પેટ્રોલ પંપ ઉપર, મોલ્સમાં કે રેસ્ટોરાંમાં ભરાવવામાં આવતાં ફોર્મ્સ અને લકી ડ્રોની કુપન્સ, ઍરલાઇનમાં આપવામાં આવતાં પીલ ઑફ ગિફ્ટ વાઉચર્સ... ક્યાં નથી માર્કેટિંગ ? જગતમાં ક્યાંય પણ જઈને ઊભા રહીએ તો પોતાનો માલ વેચવાનો પ્રયાસ કરતા વેપારીઓ આપણને જોવા મળે છે. આજથી થોડાંક જ વર્ષો પહેલાં કદાચ આવી સ્થિતિ નહોતી. આવી હરીફાઈ નહોતી. આવી ભયાનક માર્કેટિંગની સ્ટ્રેટેજી નહોતી. કારણ શું? કદાચ એ કે પહેલાં વસ્તુઓની આવી ભરમાર નહોતી. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આટલી બધી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ નહોતી. આપણી પાસે એક જ વસ્તુ માટે અનેક ઑપ્શન ઉપલબ્ધ હોય ત્યારે પસંદગી કરવાની તક વધે છે, પરંતુ સાથે સાથે આ પસંદગી મુશ્કેલ પણ બને છે. એમ કહેવામાં આવે છે કે હરીફાઈના બજારમાં ક્વૉલિટી સુધરતી જાય છે, પરંતુ સાથે સાથે ક્ધઝ્યુમર (ગ્રાહક)ને મૂર્ખ બનાવવાના રસ્તાઓ પણ શોધાતા જાય છે. માલ વધુ વેચવા માટે જાતજાતનાં ને ભાતભાતનાં ગતકડાં ઊભાં કરવામાં આવે છે. આ ગતકડાં એવું દેખાડે છે કે બજારમાં સતત નવી વસ્તુઓ દાખલ થતી રહે છે, પરંતુ સહેજ વિચારીએ તો સવાલ થાય કે શું આ વસ્તુઓ નવી છે? એ જીવન માટે જરૂરી છે? જો નથી તો એ ખરીદવા માટે ગ્રાહકને શા માટે ઉશ્કેરવામાં આવે છે?
આ ઉત્પાદનો - આ બજાર અને એની સાથે જોડાયેલા ગ્રાહકો, એટલે આપણે બધા ધીમે ધીમે આ માર્કેટિંગનો શિકાર થતા જઈએ છીએ. પુરુષોનું ફેસવૉશ, પુરુષો માટેની ફેરનેસ ક્રીમ, ગ્લૉ થાય તેવી અંડર ગાર્મેન્ટ કે સ્ત્રીઓ ફસાય એવા ડીઓ... શું ખરેખર આ બધી વસ્તુઓ પુરુષની આકર્ષિત કરવાની શક્તિને વધારે છે? ગુજરાતીમાં કહેવત છે કે, 'એક નૂર આદમી, હજાર નૂર કપડાં'. કહેવત કદાચ સાચી હોય તો પણ સારાં કપડાં, સ્વચ્છ રીતે શૅવ કરેલી દાઢી, શરીરમાંથી આવતી મંદ સુગંધ, મેનીક્યૉર કરેલા હાથ, પેડીક્યૉર કરેલા પગ અને સારાં ફૂટવેર એક પુરુષની પર્સનાલિટીમાં અથવા વ્યક્તિત્વમાં જરૂર ઉમેરો કરે છે, પરંતુ ફક્ત આટલાથી જો પુરુષનું વ્યક્તિત્વ કે પુરુષત્વ નીખરી આવતું હોય તો બીજું કંઈ કરવાની જરૂર નથી રહેતી. માર્કેટિંગનાં
જો ખરેખર એવું હોય તો બુદ્ધિ, પ્રતિભા, સમજદારી, સ્નેહ કે જવાબદારીનું કોઈ મૂલ્ય જ નથી? માત્ર પરફ્યુમ છાંટવાથી જો છત તોડીને સ્ત્રીઓ ટપક્તી હોત તો આટલા બધા મેરેજ બ્યુરો ખોલવાની જરૂર શી હતી? જો દરેક પતિ માત્ર લૉશન લગાડવાથી આકર્ષાઈ જતો હોત તો આ દુનિયાની દરેક સ્ત્રી પોતાની ત્વચા સુંવાળી કરીને લગ્નજીવન સુખી બનાવી લેત... એટલું જ નહીં, સર્વિસ ઇન્ડસ્ટ્રીઝની જાહેરાત પણ આપણને બેબાકળા-બેચેન કરી મૂકે એવી હોય છે. કાલે ઊઠીને જો ઘરનો પુરુષ નહીં હોય તો પરિવારનું શું થશે... બાળકોનાં મોટાં મોટાં સપનાં કેવી રીતે પૂરાં થશે? ત્યાંથી શરૂ કરીને રિટાયર્મેન્ટ પછી પત્નીના શોખ કેવી રીતે પૂરા થશે? આવા કેટલાય સવાલો પૂછી પૂછીને આજના આ ભયાનક મોંઘવારીના યુગમાં પુરુષને વધુ કમાવા અને વધુ કમાઈને વધુ ખર્ચવા આકર્ષવામાં આવે છે. ચારે તરફથી કરવામાં આવતો આ મારો ક્યાંય કોઈ જગ્યાએ એવું શીખવાડતો કે દેખાડતો નથી કે સંતોષ પણ સારી રીતે જીવવાની એક મહત્ત્વની જરૂરિયાત છે. માણસ પાસે ગમે તેટલું હોય, પણ શાંતિ ન હોય તો એ નિરાંતે જીવી શકે નહીં... માર્કેટિંગ ગિમિક્સમાં શાંતિના નામે પણ મકાનો, રિઝોર્ટની મેમ્બરશિપ કે ફાર્મહાઉસીસ વેચવામાં આવે છે. પરિવારના સુખના નામે હોલીડેના પેકેજીસ વેચાય છે.
બાળકના માર્ક્સ વિશેની હૂંસાતૂંસી પ્રમાણમાં ઘણી ઓછી હતી. ફ્રૂટ લેવા ગયેલો પતિ ગાડી ખરીદી આવે એ વાત ગળે તો ના ઊતરે, તેમ છતાં ગ્રાહકને આકર્ષે છે. આજથી ઘણાં વર્ષો પહેલાં 'નેબર્સ એન્વી, ઓનર્સ પ્રાઇઝ'ની જાહેરાતમાં ઓનિડા ટીવી વેચાણના આંકડા કુદાવી ગયેલું. આજે ઘરના મુખ્ય કમાતા વ્યક્તિને પુરુષ પતિ કે પિતાને સતત પ્રેશરમાં રાખતી માની ન શકાય તેવી ગળાકાપ હરીફાઈનું બજાર ટીવી અને અખબારોના માધ્યમથી આપણા ઘરની અંદર પ્રવેશી ગયું છે. મોડી રાત્રે દેખાતા નાપતોલના અનેક પ્રોગ્રામ્સમાં અમુક-તમુક પ્રોડક્ટ્સ ઘરે ડિલિવર કરવાની - હમણાં જ બુક કરાવો તો એક પર એક પ્રોડક્ટ ફ્રી મળે અને સાથે બીજી ભેટો મળે એવી કેટલીયે બાબતો આપણને તરત ને તરત ખરીદવા લલચાવે છે. જે ઘરમાં એક જ પુરુષ કમાતો હોય અને પત્ની હોમમેકર હોય, સંતાનો ભણતાં હોય, માતાપિતા પણ પુરુષની જવાબદારી હોય ત્યારે આવાં માર્કેટિંગનાં ગતકડાં ગૃહકલેશનું કારણ બની શકે છે. સહેલીઓ કે સગાંને જોઈને જાગતી પત્નીની ઝંખનાઓ, સ્કૂલ કે મિત્રો પાસેથી ચીજવસ્તુઓ જોઈને માગણી કરતાં સંતાનો અને માતાપિતાના ખર્ચા કેટલીક વાર પુરુષની કમર તોડી નાખતા હોય છે. આવા સમયમાં એક પુરુષ જવાબદારી અને મોંઘવારીના ભાર નીચે એવો કચડાય છે કે ક્યારેક શરાબના તો ક્યારેક બેઇમાનીના રવાડે ચડી જાય છે.

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment