Thursday, 1 October 2015

[amdavadis4ever] સમજવા જેવી છો ટી છોટી બાતેં!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક પચીસેક વર્ષની મિત્ર એના પતિ સાથે સ્કૂટર પર જતી હતી. મોટાભાગના દંપતી આમ જ જતાં હોય છે. એમાં કશું નવીન નથી હોતું. આપણે કાયમ જોતા હોય છે, સાધારણ રીતે સ્કૂટર કે બાઈક પર બોયફ્રેન્ડ કે પતિ પાછળ ગર્લફ્રેન્ડ કે પત્ની બેઠી હોય પણ આ મિત્રે જે વાત કહી તે કંઈક નવીન હતી. મિત્ર પોતાના સ્કૂટરમાં પતિને પાછળ બેસાડીને કશેક જતી હતી. રસ્તામાં કોઈ ઓળખીતું મળ્યું ને પત્ની સ્કીટર ચલાવતી હતીને પતિ પાછળ બેઠો હતો એટલે તે જોઈને એ સંબંધીએ પેલી મિત્રને પૂછ્યું, 

કેમ તમે સ્કૂટર ચલાવો છે? ભાઈ બીમાર છે?

મિત્રએ જવાબ આપ્યો કે ના એવું કશું નથી મને વાહન ચલાવવું ગમે છે એટલે હું ચલાવું છું. પછી તો મિત્ર જ કાયમ સ્કૂટર ચલાવે અને એનો પતિ પાછળ બેઠો હોય તેવા દૃશ્યથી તેમના સગાં-સંબંધીને મિત્ર મંડળ ટેવાઈ ગયું એટલે શરૂઆતમાં થતી પૂછપરછ અને મજાક પાછળથી સ્વીકાર્ય બની ગઈ. પછી તો એવું થયું કે મિત્રના વર્તુળમાં જે મહિલાઓને વાહન ચલાવતા ન હતું આવડતું એને બધાં આ મિત્રનો દાખલો આપતા કે જો તે કેવી ચલાવે છે તો તું કેમ ન ચલાવી શકે. જાતે વ્હીકલ ચલાવતા આવડતું હોય તે વ્યક્તિ ઘણી બધી વાતે સ્વાલંબી બની શકે છે. પોતાના નાના-મોટા કામ કરી શકે કે બીજાને ઈમર્જન્સીમાં મદદ કરી શકે. વળી વ્હિકલ ચલાવવા માટે થોડી હિંમતની અને ઘણાંબધા આત્મવિશ્ર્વાસની જ જરૂર હોય છે. બાકી અનેક એવા પુરુષ જોવા મળે જે શારીરિક રીતે હાઈટ-બોડીમાં અમુક સ્ત્રીથી ઊતરતા હોય તો ય આરામથી ટુ કે ફોર વાહન ચલાવતા હોય. પણ આપણે મનથી માનીને બેસી જઈએ છીએ કે વાહન ચલાવવાનું કામ તો પતિ કે બોયફ્રેન્ડનું જ. ભલે ને આજ પત્ની પતિ ઑફિસ ગયો હોય કે બીજા ત્રીજા કામ કરતો હોય ત્યારે સ્કૂલ કે ટયુશનમાં બાળકોને મૂકવા માટે પોતાના સ્કૂટર પર જતી જ હોય. 

મૂળ મુદ્દો એ છે કે આપણે પહેલેથી જ નક્કી કરીને બેસી જઈએ છીએ કે આ કામ કે તે કામ તો સ્ત્રીથી થાય જ નહીં કે પછી આ કામ તો પુરુષ જ કરે કે અમુક સમયે પુરુષ જ વાહન ચલાવે તે યોગ્ય લાગે. એવી વાડાબંધીથી સરેરાશ સ્ત્રીનો વિકાસ અટકી પડે છે. આપણે બાળકના જન્મ થતાંની સાથે જ તેનું કાર્યક્ષેત્ર નક્કી કરી નાખીએ છીએ કે આ છોકરો છે તો એણે બહારના કામ કરવાના અને આ છોકરી છે તો તેણે ઘરના કામ શીખવાના. જેના કારણે સમાજમાં જાતિય વર્ગ વિગ્રહ ઊભા થાય છે ને તેને પરિણામે બાળકનો સર્વાંગી વિકાસ અટકી જાય છે. અને તેનું સૌથી વધુ નુકસાન સ્ત્રીને થાય છે. કારણ કે માતા-પિતા છોકરા કરતાં છોકરીને આમ કે તેમ ન કરવું તેનું સૌથી મોટું લિસ્ટ પકડાવી દેતા હોય છે. ઘરકામમાં જ વ્યસ્ત રહેતી છોકરીઓ પછી બહારના કામ કરવા પ્રત્યે ઉદાસીન બની જાય છે. જેને કારણે તેઓ ઘણું ગુમાવે છે. 

ગણેશ મહોત્સવ દરમિયાન પૂનામાં આવાં ઘણાં દૃશ્યો જોવા મળ્યાં જેમાં સદીઓથી ચાલતી આવતી આવી નાની-મોટી રૂઢીઓને છોકરીઓએ તોડીને સમાજમાં સમાનતાના દાખલા બેસાડ્યા. આવા ફેરફાર છેલ્લાં બે-ચાર વર્ષમાં વ્યાપકપણે જોવા મળે છે. પહેલાંના સમયમાં મોટાભાગે ગણેશ મહોત્સવમાં સ્ત્રીઓનું કામ શોભામાં અભિવૃદ્ધિ કરવા પૂરતું જ ગણાતું. સજીધજીને બહેનો આવે ને તેમને માત્ર તાળી પાડીને ભજન-આરતી ગાવાથી સંતોષ માની લેવાનો. બહુ બહુ તો ઢોલ નગારાના ત્રાસે પધારતા ગણેશજીના રથ આગળ નાચવાનું. કે પછી સોસાયટીઓમાં થતા સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં ભાગ લેવાનો. પણ હવે ગણેશ સ્થાપના અને વિસર્જન સમયે છોકરીઓએ પણ છોકરા જેવા કામ કરતી નજરે પડે છે. અદ્દલ છોકરાઓની જેમ સરસ મજાની કેસરી પાઘડીઓ માથે બાંધી કે પહેરીને તાલબદ્ધ રીતે લેઝિમના દાવ કરતી કે ગણેશનો રથ ખેંચતી નજરે પડે કે પછી જોરશોરથી ઢોલ ત્રાસા વગાડતી હોય છે. 

સ્ત્રી સશક્તિકરણ માટે કોઈ મોટી ઘટના કે પરિવર્તનની જરૂર નથી હોતી. ઘણીવાર આવા નાના નાના ભેદભાવ દૂર કરવાથી પણ સમાનતા આવી શકે. બસ જરૂર છે તે માટે નવી દ્રષ્ટિ કેળવવાની અને સાથે સાથે બહુ બધાં આત્મવિશ્ર્વાસની. આવી છોટી છોટી બાતેં ચિનગારી પ્રગટાવવાનું કામ કરતી હોય છે કારણ કે રોમ પણ એક દિવસમાં ન હતું બંધાયું તો પછી સદીઓથી ચાલી આવેલી અસમાનતાની ઝંઝીર તોડવા માટે ઘણી બધી મૂવમેન્ટની જરૂર પડે જ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment