Saturday 31 October 2015

[amdavadis4ever] જે પણ ક્ષ ેત્રમાં ક ામ કરો તે માં તમારી શ્રેષ્ઠત ાને પુરવા ર કરો N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જે પણ ક્ષેત્રમાં કામ કરો તેમાં તમારી શ્રેષ્ઠતાને પુરવાર કરો
અઢાર વર્ષની નાની વયે તે કોલેજમાં રમતવીર બન્યો હતો. બાવીસ વર્ષની વય સુધીમાં તે હોકીની મેચોમાં કોલેજનું પ્રતિનિધિત્વ કરતો રહ્યો હતો અને તમામ મેચોમાં તે કોલેજને જીતાડતો રહ્યો હતો. આ જ કારણોસર જ્યારે તે 23 વર્ષનો થયો ત્યારે તેને કોલેજની હોકી ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 24 વર્ષની વયે તેણે માસ્ટર ઑફ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો અને બાદમાં પોલીસ વિભાગમાં જોડાયો પણ બાદમાં રાજીનામું આપીને તે 31 વર્ષની વયે ભારતીય રેલવેમાં જોડાયો તથા રેલવેની ટીમ વતી રમવાનું શરૂ કર્યું. બે વર્ષમાં જ તેણે રેલવે મંત્રાલયનો શ્રેષ્ઠ રમતવીરનો એવોર્ડ જીત્યો. ભારતીય રેલવે માટે રમતા રમતા તેણે ભારતીય હોકી ટીમનું દિલ પણ જીતી લીધું હતું બાદમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. એ પછી તે ભારતીય હોકી ટીમનું મહત્ત્વનું અંગ બની ગયો. હોકી પ્લેયરોની એ પેઢીનો તે સૌથી ખતરનાક પેનલ્ટી કોર્નર સ્પેશિયાલિસ્ટ હતો. તેનો શૉટ હંમેશા પરફેક્ટ રહેતો. બેસ્ટ શૉર્ટક-કોર્નર સ્પેશિયાલિસ્ટ તરીકે તેણે ત્રણ વખત ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હતો. તેને અર્જૂન એવોર્ડ તથા પદ્મશ્રીથી સન્માનિત કરાયો હતો. 
એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર અને પટકથા લેખક સંદીપ મિશ્રા વિસરાઈ ગયેલા હિરો પૃથિપાલસિંહ પર ફિલ્મ બનાવી રહ્યા હતા. એમના વિશે વધુ જાણવા તેઓ લુધિયાણા પહોંચ્યા અને સિત્તેરેક જણને એમના વિશે પૂછ્યું. મોટાભાગનાઓએ વળતો સવાલ કર્યો કે, 'વહી ના, જીનકો ગોલી લગી થી?' તેમણે હોકી માટે જે યોગદાન આપ્યું હતું એ કોઈનેપણ યાદ નહોતું. હવે છઠ્ઠી નવેમ્બરે 'પૃથિપાલસિંહ' નામની ફિલ્મ સિનેમાના પરદે રિલિઝ થશે જેમાં સીઆઇડી ફેમ વિકાસ કુમારે પૃથિપાલસિંહની ભૂમિકા ભજવી છે. માત્ર એક કરોડ રૂપિયાના ખર્ચે આ ફિલ્મ બની હોવા છતાં તથા તેમાં કોઈ જ મોટી સ્ટારકાસ્ટ નહીં હોવા છતાં મિશ્રાને ખાતરી છે કે આ ફિલ્મ વિસરાઈ ગયેલા મહાનાયક એવા પૃથિપાલને તેમનું સન્માન ફરી અપાવશે. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment