Thursday 29 October 2015

[amdavadis4ever] હવેના યુગમાં જર ૂરિયાત નવા બિઝને સની તક પૂરી પાડે છે N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હવેના યુગમાં જરૂરિયાત નવા બિઝનેસની તક પૂરી પાડે છે
શું તમે 150થી 230 રૂપિયા સુધીમાં પૂરું ભોજન કરવા માંગો છોω મેક્સિકન રાઇસ અનેે ગાર્લિક બ્રેડની સાથે ભરવાં તુલસી મશરૂમ અને પનીર પસંદા અને ભરવાં ભિંડી જેવી ડિશની સાથે 6 પરોઠા જો આ ભાવમાં મળે તો. અ્ને તે પણ માસ્ટર શેફ સીઝન-1ના વિજેતા, જે પહેલા તાજ ગ્રુપ હોટેલ સાથે કામ કરી ચૂક્યા હોય, તેવા શેફ પંકજ ભદોરિયા, શેફ અશ્વિન શેટ્ટી અને શેેફ રચના પ્રસાદના હાથથી બનેવા હોય તોω તમારે માત્ર એક જ ક્લિક કરવાની જરૂર છે. ફાઇવ સ્ટાર હોટેલ્સના જાણીતા શેફ અને કૂકિંગ આર્ટ દ્વારા નામ કમાઇ ચૂકેલા 50 શેફના હાથે બનેલી સ્પેશ્યલ 50 ડિશીસ તમને તમારા સમયે, તમારી જગ્યાએ મળી જાય તોω આ માટે ગ્રાહકે માત્ર એક જ કામ કરવાનું  છે - એક એપ 'હોલાશેફ ' (holachef) ડાઉનલોડ કરવાની છે.  અહીં તમને મેનુની સાથે કિંમત અને કંઇ ડિશ કયા શેફે બનાવી છે, તે તમામ જાણકારી મળી જશે.

 

 

 કંપનીના પ્રમોટર્સ આઇઆઇટી મુંબઇના એલ્યુમનિ સ્ટુડન્ટ્સ અનિલ ગેલરા અને સોરભ સક્સેના આને શરૂ કરતા પહેલા ઘણી જગ્યાએ ગયા હતા, અને ઘણાં સેફ્સનો સંપર્ક કર્યો હતો. 250 સેલિબ્રિટી અને જાણીતા શેફ્સની સાથે હવે આગામી વર્ષમાં તેઓ દેશના 30 શહેરોમાં કાં શરૂ કરવા માંગે છે. અહીં દરેક શેફ જાતે બનાવે છે, સામાનમાં પણ પોતે જ પૈસા રોકે છે અને અલગ-અલગ રીતે મળનારા ઓર્ડર પર કામ કરીને ખૂશી પણ મેળવે છે. દરેક મહીને ફૂડ ઓર્ડર માર્કેટ ડબલ થતું જાય છે અને હોલાશેફ હોસ્પિટાલિટીને તેમાં ઘણો મોટો ભાગ પણ મળી રહ્યો છે અને તેની કોમ્પિટિશન બોક્સ 8 સાથે છે. તે પણ આ ક્ષેત્રમાં ઘણું સારું કામ કરી રહ્યાં છે.

હોલાશેફે એક કંપની તરીકે લોજિસ્ચિક્સ, પેકેજિંગ અને ક્વોલિટી કન્ટ્રોલમાં સ્પેશ્યાલિટી મેળવી છે. કંપની હોલાશેફના શેફ્સ દ્વારા બનાવવામાં આવેલી દુનિયાભરની વાનગીઓ પીરસવા માંગે છે અને તેથી જ રોજ મેનૂ બદલે પણ છે. આ વિશેષતા જ તેને મજબૂત બનાવે છે. આ કંપનીનો વ્યવસાય 250 બિલિયન ડોલર સુધી પહોંચ્યો છે, ત્યારે કંપનીએ બે વાર ફંડ ભેગું કરવાનું કામમાં 22 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. પહેલા વર્ષે જ કંપનીનું સેલ 20 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. એમાં કોઇ જ બોમત નથી કે જાણીતા શેફ પોતાની આંત્રપ્રિન્યોરશીપની ક્ષમતા પારખવા માટે આ કંપની સાથે આવવા માંગે છે.

 ફંડા એ છે કે હવે નવો બિઝનેસ ફોર્મ્યુલા સામે આવી રહ્યો છે, કે કોઇ પણ પ્રકારની જરૂરી ક્ષમતા વગર પણ શાનદાર બિઝનેસ કૌશલ્ય દ્વારા તમે કોઇ પણ ક્ષેત્રમાં પ્રવેશીને બિઝનેસની સીમાઓ વધારી શકો છો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment