Friday 30 October 2015

[amdavadis4ever] સંગઠનમાં રહેલી ક્ષમ તાઓ અને તા કાત અકલ્પન ીય છે, તેન ે અવગણી શક ાય નહીં N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સંગઠનમાં રહેલી ક્ષમતાઓ અને તાકાત અકલ્પનીય છે, તેને અવગણી શકાય નહીં
'અરે, તમે મારી વાત માનશો, એમના ઘરના રસોડામાં તો બન્ને ખાડા ક્યારનાયે પૂરી દેવામાં આવ્યા છે.' પંડિતે ગર્વભેર યજમાનોને આ માહિતી આપી. આ પંડિત લગ્ન કરાવવાની સાથોસાથ મેરેજ બ્યુરો પણ ચલાવતો હતા. યજમાનોના ચહેરા પરના આશ્ચર્યના ભાવ જોયા બાદ તેણે તરત ઉમેર્યું કે, 'હું તમને ખાતરી આપું છું, આ ઘરમાં તમારી દિકરી રાજ કરશે રાજ.' પંડિત દિકરીના પરિવારજનોને આ વાત કહી રહ્યા હતા. પંડિત કયા ખાડાની વાત કરે છે એ વિશે તમને જરૂર કૂતુહલ થયું હશે. આપણા જેવા શહેરમાં વસતાં લોકોએ રસોડામાં ચોક્કસ આકારના ખાડા ક્યારેય જોયા નહીં હોય. આઝાદીના 68 વર્ષ થયા છતાં પણ આપણે ત્યાં લગ્નસંબંધો માટેની વાતચીતમાં તેનો ઉલ્લેખ થાય છે. પંડિત જે ખાડાની વાત કરી રહ્યા હતા તે રોજબરોજના ભોજન માટે મસાલા કૂટવાના ખાડા હતા. પરિવાર અને રસોડાના કદ પ્રમાણે ઘરમાં ખાડા રાખવામાં આવતા. 
 આ ખાડામાં મસાલા કૂટવાનું કામ પરિવારની સૌથી નાની વહુના ફાળે આવતું. આ જ કારણોસર પેલા પરિવારને ખાડા નહીં હોવાનું આશ્ચર્ય થયું હતું. પરિવારના વડાએ પંડિતના દાવાને ચકાસતા પૂછ્યું કે, 'શું ખરેખર એમના ઘરે વીજળી આવી ગઈ છે? શું તેમના ઘરમાં મિક્સર પણ આવી ગયું છે?' પંડિતે માત્ર માથુ ધૂણાવીને હકારમાં જવાબ આપ્યો કારણ કે નાસ્તાથી મોં ભરાયેલું હોવાથી ઈચ્છા છતા તે બોલી શકે એમ નહોતું. થોડીવાર પછી બીજો નાસ્તો મોંમા પધરાવતા પહેલા તેણે કહ્યું કે, 'તેમના ગામમાં કમ્યુનિટી હોલ છે જેમાં મહિલાઓ માટે ટીવી સેટ પણ મૂકાયેલો છે.' જે સુવિધાઓની વચ્ચે આપણો ઉછેર થયો છે એ હજુપણ ગ્રામિણ ભારતના કરોડો લોકો માટે ઉપલબ્ધિ છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલું તિમાલ ગામ આમ તો 'પાવરરીચ'  મુંબઈથી માંડ 100 કિલોમીટરના અંતરે આવેલું છે પણ આ ગામનો એવા 188 ગામમાં સમાવેશ થતો જેણે અત્યાર સુધી ક્યારેય વીજળી જોઈ નહોતી. છેક ગત બીજી ઓક્ટોબરે આ ગામમાં વીજળી પહોંચી હતી. 

જો કે ઓરિસ્સાના ભુવનેશ્વરથી 25 કિલોમીટર દૂર આવેલા 61 આદિવાસી પરિવારોના ગામે વીજળી માટે સરકારની દયા પર નિર્ભર રહેવાનો ઈનકાર કરી દીધો હતો. આ ગામના 350 લોકો વીજળીની બાબતમાં ખરેખર સ્વનિર્ભર બન્યા છે. તેમની આ ઉપલબ્ધિમાં જેનો સૌથી મોટો ફાળો છે એ વ્યક્તિનું નામ છે આઇપીએસ ઓફિસર જોયદીપ નાયક. નાયકે બારીપાઠા નામના આ ગામને સંપૂર્ણપણે સૂર્યઊર્જાથી વીજળી મેળવતું ઓરિસ્સાનું પ્રથમ ગામ બનાવીને ઈતિહાસ સર્જી દીધો છે. ભારતમાં અનેક સોલર પ્રોજેક્ટ્સ નિષ્ફલ નિવડ્યા છે પણ બારીપાઠા ગામ તેમાં અપવાદરૂપ છે. આ ગામમાં લૉ-કોસ્ટ, લૉ-મેન્ટેનન્સ અને કમ્યુનિટી સંચાલિત સોલર પ્રોજેક્ટ છે. રૂપિયા સાત લાખના આ સોલર પ્રોજેક્ટ માટે એક્કો ઇલેક્ટ્રોનિક્સ નામની સોલર પ્રોડક્ટનું ઉત્પાદન કરતી કંપની તથા અન્ય એક સોલર સોલ્યુશન પ્રોવાઇડર કંપની જેક્સન ગ્રુપે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરી હતી.  

આ અદભુત પ્રોજેક્ટ થકી આજે ગામના દરેક 61 ઘરમાં બે લેમ્પ મૂકવામાં આવેલા છે. ગામમાં એક કિલોવૉટ વીજ ઉત્પાદન કરતું સેન્ટ્રલ યુનિટ પણ મૂકાયેલું છે જે આઠ સ્ટ્રીટ લાઇટ્સ, એલઇડી ટીવી સેટ અને એક સેટ ટોપ બોક્સને અવિરત વીજળી પૂરી પાડે છે. એટલું જ નહીં સેન્ટ્રલ યુનિટ સિંચાઈ માટે એક હોર્સપાવરની મોટરને પણ વીજળી પૂરી પાડે છે. અત્યાર સુધીના સોલર પ્રોજેક્ટમાં સેન્ટ્રલ યુનિટમાંથી દરેક ઘરને વીજળી પહોંચાડવામાં આવતી હતી પણ કેટલાક ઘર દ્વારા વધુ પડતી વીજળી ખેંચી લેવામાં આવતી હોવાથી વીજ પુરવઠો ખોરવાઈ જતો હતો. પણ બારીપાઠાના સોલર પ્રોજેક્ટની ખાસિયત એ છે કે અહીં પ્રત્યેક ઘરને વીજળીનો નિર્ધારીત પુરવઠો (યુનિટ) આપવામાં આવે છે. જેથી અહીં આ સમસ્યા સર્જાતી નથી.   

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment