Saturday 31 October 2015

[amdavadis4ever] ઈશ્ર્વરની સા ચી પ્રાર્થના

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




ચોવીસમી ડિસેમ્બરની રાત. ઇસાનો જન્મ થવાને હજુ વાર હતી, પરંતુ જન્મોત્સવની બધી તૈયારીઓ થઇ ચૂકી હતી. દેવળનો ઘંટ ગાજી રહ્યો હતો. આખું ગામ દેવળ તરફ જવા લાગ્યું હતું. આજ નાતાલનો દિવસ હતો, ખુશી-આનંદનો દિવસ, આમોદ-પ્રમોદનો દિવસ!

દેવળથી થોડે દૂર ઘંટનો અવાજ સંભળાય એટલા અંતરે, એક ખૂણામાં ઘાસ-પરાળનું જર્જરિત ઝૂંપડું હતું. એ ઝૂંપડાની માલિક હતી એક ઘરડી ડોસી: કેડેથી છેક નીચી વળી ગયેલી. છ-સાત વર્ષનો એક છોકરો ફાટીતૂટી ધાગડી ઉપર ઊંહકારા ભરી રહ્યો હતો. ઠંડીથી થરથરતો અને ભૂખથી વ્યાકુળ, ડોસીનો એ એકમાત્ર વંશજ હતો: બીમાર અને અપંગ.

'દાદીમા, ભૂખ લાગી છે.' જાણે કોઇ ઊંડી બખોલમાંથી નીકળતો હોય એવો કમજોર અવાજ છોકરાના મોંમાંથી નીકળ્યો.

દાદીમાં કંઇ ન બોલી: ચૂપચાપ ઊઠીને એક નાનો સરખો વાટકો લઇ છોકરા પાસે આવી. છોકરો એ જોઇ બોલી ઊઠયો: 'ના ના, દાદીમા, આજે હું એ કાઢો નથી પીવાનો. આજે તો તમે મને રોટલો ખાવા આપવાનાં હતાં ને?'

ઝૂંપડામાં અંધારું હતું. ખૂણામાં ઇસુની છબી સામે દીવો ટમટમતો હતો. એના અજવાળામાં છબીમાંની મુખાકૃતિ પણ દેખી શકાય તેમ નહોતું. એટલે ડોસીમાની આંખમાં ઊભરાઇ આવેલાં આંસુ બાળકના જોવામાં ન આવ્યાં.

'બેટા, તું હજુ બરાબર સાજો થયો નથી. એટલે આ કાઢો જ પી લે. કાલે જો તને સારું હશે તો જરૂર રોટલા ખવરાવીશ.' ડોસીની આંખનાં આંસુ હવે આંખમાં સમાઇ ન શક્યાં.

'દાદીમા, તમને શું થયું? મારા ઉપર ખોટું લાગ્યું? ભલે, મને કાઢો જ આપો. હવી ફરીથી રોટલો નહી માંગુ.'

'ના બેટા ના! તારા ઉપર તેે ખોટું લગાડવાનું હોય?' એટલું કહી, ડોસીએ છોકરાને છાતીએ લગાડ્યો અને વાડકી તેેના હોઠ પાસે ધરી.

દેવળનો ઘંટ વાગ્યા કરતો હતો. રસ્તા ઉપર લોકોની અવરજવર વધી રહી હતી.

'દાદીમા, આજે ઘંટ કેમ વાગ્યા કરે છે?'

'આજે નાતાલ છે ને, બેટા! ચાલ, આપણે પણ પ્રભુની પ્રાર્થના કરીએ.'

ડોસી ઘૂંટણિયે બેઠી. અપંગ બાળક પણ એમ જ બેસી ગયો. ચાર હાથ પ્રાર્થનામાં જોડાયા.

છોકરો પાછો પથારીમાં ગબડી પડ્યો. તેને ખૂબ ટાઢ વાવા લાગી. ઠંડી હવા જોરથી ફૂંકાતી હતી. 'દાદીમા, મને ટાઢ વાય છે. હું સાજો થઇ જાઉં, પછી તમે મને એક કામળી લઇ દેશો ને?'

'હા બેટા, ઇસા તને જલદી સાજો કરે!'

'મા, ઇસા મને સાજો કરે એમ લાગતું નથી. ગઇ નાતાલમાં પણ તમે કહેતા હતા કે હં જલદી સાજો થઇ જઇશ.'

'એવું ન બોલીએ, બેટા. ઇશ્ર્વરની મરજી આપણે શી રીતે જાણી શકીએ? પરંતુ જરૂર જરૂર ઇસા તને હવે સાજો કરશે.'

'પણ તે આવું કરે છે જ શા માટે? તે મારી માને કેમ લઇ ગયો? મારા પિતાજી પણ તેની પાસે જ ગયા છે ને? તો પછી મને તે કેમ ત્યાં લઇ જતો નથી?'

આ સાંભળી ડોસીનું હૈયું ભરાઇ આવ્યું. તેનાથી રહેવાયું નહીં. તે ડૂસકાં ભરી ભરીને રડવા લાગી. 'બેટા, તરે પણ તારી દાદમા પાસે નથી રહેવું?'

'ના, ના, દાદીમા, મારી ભૂલ થઇ ગઇ. ઇસા મને માફ કરે!' બાળકે જલદી જલદી પોતાના ગાલ ઉપર તમાચા મારી લીધાં. તેણે દાદીને એમ કરતાં દેખ્યા હતાં.

ડોસીએ છોકરાને વધુ જોરથી છાતીએ દબાવ્યો.

દાદીમાની ગોદમાં પણ એના કુમળા દાંત ટાઢથી કડકડતા હતા. થોડી વાર તો તે ચૂપ રહ્યો. પણ પછી એકદમ બૂમ પાડી ઊઠયો, 'દાદીમા, બહુ ટાઢ વાય છે.'

ડોસીમા મનમાં ભગવાનને ફ્રિયાદ જ સંભળાવી રહ્યાં હતાં કે 'મારી દીકરીને પહેલી ઉપાડી લીધી. પછી તેના પતિને ઉપાડ્યો. હવે આ ઘરડી ડોશી ઉપર અપંગ પૌત્રનો ભાર નાખી બે જીવને આમ દુ:ખી રાખવામાં, પ્રભુ, તમારી શી મરજી છે?'

પરંતુ બાળકને મોએ ટાઢની વાત સાંંભળી તેમણે તરત તેને પથારીમાં ઢબૂડી દીધો અને કહ્યું: 'બેટા, હું ઝટ ઝટ થોડાં ડાળખાં-પાંદડા વીણી લાવું છું અને તાપણી કરું છું.'

ખૂણામાંની ટોપલી ઉપાડીને બુઢ્ઢી ઝૂંપડા બહાર નીકળી તો ખરી, પણ બહાર સૂસવાતા ઠંડા પવનને તેને વધુ બેવડ વાળી દીધી, પરંતુ બાળકનું ટાઢે થથરતું દયામણું મોં યાદ લાવીને તે ગમેતેમ કરીને આગળ ચાલી.

બગીચાના અક ઝાડ નીચે ઘણી સૂકી ડાળખીઓ અને પાંદડા પવનના તોફાનમાં તૂટીને નીચે પડયાં હતાં. ડોસી ત્યાં જ થોભીને ટોપલામાં એ કૂડોકચરો ભરવા લાગી.

સૂકાં પાન ઉપર કોઇનાં પગલાંનો અવાજ સંભળાયો. ટોર્ચની બત્તીનો પ્રકાશ ડોસી ઉપર આવીને સ્થિર થયો. ડોસી ચોંકી ઊઠી.

'અરે ડોસલી, શું માંડયું છે? આ શું તારા બાપનો માલ છે? નાતાલની રાતે દેવળમાં જવાને બદલે આવી ચોરી? શરમ નથી આવતી તને?'

ડોસી ડરની મારી બમણા જોરથી ધ્રૂજવા લાગી. ઠંડીને કારણે દુ:ખતા ઢીંચણ ઉપર નીચે બેસી તેણે હાથ જોડયા: 'માલિક, આજ સપરમે દહાડે આટલી ભીખ મને આપો. અમે અહી પાસે જ ઝૂંપડામાં રહીએ છીએ. મારો નાનો અપંગ પોતરો માંદો પડેલો છે અને ટાઢમાં થથરી રહ્યો છે. ટાઢથી કકડતા તેના કુમળા દાંત અથડાઇને તૂટી જાય તેવું થયું છે. આ થોડો કૂડો-કચરો જ લઇ જાઉ છું. તેની તાપણી કરીશ, બીચારાને જરા ગરમી મળશે. હું આપને પગે પડું છું, માલિક, હું ચોર નથી, ભિખારણ છું, ભિખારણ!'

દેવળનો ઘંટ વાગતો હતો.

ડોસીની ર્જીણ ટોકરી ઉપર એક બૂટની લાત પડી. બધું ઉડીને વેગળે પડયું 'જા, અહીથી ભાગ, ચોરટી!.. નહીં તો હમણાં..'

દુ:ખના આંસુ તો ક્યારના સુકાઇ ગયાં.. કેવળ ગળું ભરાઇ આવ્યું. લથડતે પગે ડોસી ખાલી હાથે પાછી ફરી. તેના મોંમાંથી એટલા જ શબ્દો નીાકળ્યા, 'મારા પ્રભુ, ઇસા..!

ઝૂંપડીના કમાડનો અવાજ થયો. અર્ધખૂલી આંખે બાળકે જોવાનો પ્રયત્ન કરીને કહ્યં, 'દાદીમા, તમે છો? જરા જલદી તાપણું કરો ને, મારાથી રહેવાતું નથી...!'

બગીચાનો માલિક મોડે સુધી ટોર્ચ લઇને બગીચામાં અમતેમ ફરતો રહ્યો. આવા પવનના તોફાનમાં રાતને વખતે કોઇ ને કોઇ ચોર ઘૂસી જ જાય. એના કાનમાં દેવળના ઘંટનો અવાજ પણ પેસતો ન હતો. તે નીકળ્યો હતો દેવળમાં જવાને, પણ ચોરની ધૂનમાં ભૂલી ગયો.

પણ આ શું? બાપરે! હાથમાં આ ટોર્ચ પણ પકડી શકતી નથી! આ તે કેવી ગજબની ટાઢ? હાડકાં જાણે ફાટી પડશે. ચોવીસમી ડિસેમ્બરનો હિમાળું પવન!

પોતાના ઊનનો ડગલો વધુ જોરથી તંગ કરી માલિક રસ્તા ઉપર આવ્યો. પણ એ ઓવરકોટથી જરા પણ ટાઢ ક્યાં ખળે છે? દાંત કડકડવા લાગ્યા... હાથ કંપવા લાગ્યા, પગ લથડવા લાગ્યા, આખું શરીર થર થર ધ્રૂજવા લાગ્યું.

માલિક ઘર તરફ પાછો વળ્યો. ઘેર આવતાં જ નરમ નરમ ગાદલામાં ઘૂસી ગયો. પાસે જ સઘડીમાં દેવતા બળતો હતો. પોતાની ઉપર રજાઇઓનો ઢગલો કરાવી દીધો, પણ વ્યર્થ! ટાઢની તીણી ખંજરો એને ભોંકાતી જ રહી!

ટેબલ ઉપર બ્રાંડીની બાટલી હતી. પ્યાલો પણ પાસે જ હતો. પણ તેણે આખો જ શીશો ગળામાં ઠાલવી દીધો. ગળું જાણે સળગવા લાગ્યુ. હવે તો કંઇક ગરમી આવશે!

પણ તેનું શરીર થથરતું જ રહ્યું

ચાર ચાર મહેલ અને વિશાળ બગીચાના માલિકના શરીરનો થથરાટ આજે કશાથી અટકતો નથી. ચોવીસમી ડિસેમ્બરની ઠંડી.!

માલિકની આંખે અંધારાં આવવા લાગ્યા. એક દયામણું મોં- એક વળી ગયેલું શરીર- બે સૂકા ઢીચણ- એ થર થર કંપતા હાથ! એ બધું નજર સામે તગતગવા લાગ્યું. માલિક એદમ ઊઠીને ખડો થઇ ગયો.

ઝૂંપડીને બારણે અવાજ આવ્યો.

'આવો, જલદી અદર આવો!બહાર બહુ જ ટાઢ છે.' અંદરથી 

ડોસી બોલી.

પેલો માલિક અંદર આવ્યો. તેના ખભા ઉપર લાકડાંની ભારી હતી અને બે કામળા હતા. દશ દશ નોકર ઘરમાં રાખનારાએ આજે પહેલી જ વાર કદાચ આટલો બોજ ઉઠાવ્યો હશે.

'મને માફ કરો, દાદીમા, મારી ભૂલ થઇ ગઇ!'

'માફ કરનારી હું કોણ? બાબા, પરમ પિતા પ્રભુ સૌને માફ કરે છે.'

ધનિકે ખિસ્સામાંથી દીવાસળી કાઢી અને તાપણી સળગાવી, ઝૂંપડામાં અજવાળું થયું. સૌના ચહેરા ચમકી ઊઠયા. ઇસાની છબી પણ! 

પેલો અપંગ બાળક સરકતો સરકતો તાપણી પાસે આવ્યો. બુઢ્ઢી પણ તાપણી પાસે આવીને બેઠી. માલિક દરવાજા પાસે જ ઊભો રહ્યો.

'આપ પણ અહીં નજીક આવોને, તાપણી પાસે.'

'ના,દાદીમા, મને અહીં જ સારું લાગે છે.' અને ખરેખર તેને ગરમી મળી ગઇ હતી. એ અપંગ બાળક તથા તેની બુઢ્ઢી માને તાપણી પાસે તાપતાં બેેઠેલાં જોઇ ને જ તેની ટાઢ દૂર થઇ ગઇ હતી.

'આપ દેવળમાં નથી જવાના?'

'ના, મા, હવે દેવળમાં જવાની જરૂર નથી!'

દેવળનો ઘંટ જોરજોરથી વાગવા લાગ્યો હતો. ઇસાનો જન્મ થઇ ચૂકયો હતો!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment