Saturday 31 October 2015

[amdavadis4ever] દિન કો હોલ ી, રાત દિવ ાલી રોઝ મન ાતી મધુશાલા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઝિંદગી ભી એક નશા હૈ દોસ્ત, જબ ચડતા હૈ તબ પૂછો મત કયા આલમ રહેતા હૈ... લેકિન જબ ઊતરતા હૈ...

શરાબ પીતાં પીતાં વાક્ય અધૂરું રાખીને દેવ આનંદ 'ગાઈડ'નું એ મશહૂર ગીત ગાવાની શરૂઆત કરે છે: દિન ઢલ જાયે હાયે રાત ન જાયે, તૂ તો ન આયે તેરી યાદ સતાયે...

શરાબ અને શાયરીને શું કોઈ અતૂટ સંબંધ છે? કદાચ હા, કદાચ ના. ખબર નથી, પણ એટલી જરૂર ખબર છે કે કવિ હરિવંશરાય બચ્ચને જે રીતે શરાબની વાત કરી છે તેવી રીતે બીજા કોઈ કવિ કે શાયરે નથી કરી. આવી વાતને તો ગાલિબથી માંડીને 'મરીઝ' સુધીના અનેક જાનદાર શાયરો પોતપોતાની રીતે શબ્દસ્થ કરી ચૂક્યા છે. આ તમામ શાયરોના મદ્ય વિશેના સેંકડો શેરમાંથી ગાલિબનો એક શેર ટાંકીને હરિવંશરાય બચ્ચનની 'મધુશાલા' વિશેના આ લેખની પૂર્વભૂમિકા બાંધીએ.

ગાલિબે લખ્યું:

યે મસાઈલ-એ-તસવ્વુફ

યે તેરા બયાન 'ગાલિબ'

તુઝે હમ વલિ સમઝતે

જો ના બાદાખ્વાર હોતા.

ગાલિબની મશહૂર ગઝલ 'યે ના થી હમારી કિસ્મત કે વિસાલ-એ-યાર' હોતાના તમામ શેર યાદગાર-જાનદાર છે. મને બાદાખ્વાર વાળો શેર સૌથી શાનદાર લાગતો રહ્યો છે: આ ફિલસૂફીભર્યા વિષયો અને એને રજૂ કરવાની તારી શૈલી (એવી છે કે, ગાલિબ) જો તું શરાબી ન હોત તો લોકો તને ઋષિ ગણતા હોત.

જે આધ્યાત્મિકતાની આ ટોચ પર પહોંચે છે તે જ સર્જકને ઋષિની વ્યાસપીઠ પર બેસવાનું બહુમાન મળે છે-ચાહે એ મદ્યનું સેવન કરતો હોય કે ન કરતો હોય. 

હરિવંશરાય શ્રીવાસ્તવનો જન્મ અલાહાબાદમાં ર૭ નવેમ્બર, ૧૯૦૭ના રોજ થયો અને એમનું અવસાન ૯૫ વર્ષની ઉંમરે ૧૮ જાન્યુઆરી, ર૦૦૩ના દિવસે મુંબઈમાં થયું. શ્યામા એમની પ્રથમ પત્ની જેની સાથે ૧૯૨૬માં લગ્ન થયાં. ૧૯૩૬માં શ્યામાનું મૃત્યુ થયું. ૧૯૪૧માં હરિવંશરાયે તેજી સાથે લગ્ન કર્યા જેમના થકી ૧૯૪૨માં તેઓ પ્રથમ પુત્રના પિતા બન્યા. નામ રાખ્યું ઈન્કિલાબ, મિત્રકવિ સુમિત્રાનંદન પંતના સૂચનથી આ જયેષ્ઠ પુત્રનું નામ બદલીને અમિતાભ રાખવામાં આવ્યું. કવિનું ઉપનામ બચ્ચન. બચ્ચન એટલે બાળસહજ. 

૧૯૩૩માં કવિની ઉંમર માંડ પચ્ચીસ-છવ્વીસ વર્ષની. કાશી હિન્દુ વિશ્ર્વવિદ્યાલયના શિવાજી હૉલમાં ડિસેમ્બર ૧૯૩૩માં બચ્ચનજીએ સૌ પ્રથમવાર 'મધુશાલા'નું જાહેર પઠન કર્યું. એક કવિ સંમેલન હતું. કવિ સંમેલનના સભાપતિ હરિઔધ હતા, પણ એમની ગેરહાજરીમાં કાશી હિન્દુ વિશ્ર્વવિદ્યાલયના તે વખતના પ્રાધ્યાપક મનોરંજને એ સ્થાન ગ્રહણ કરવું પડ્યું. બચ્ચનજીએ 'મધુશાલા'ની ૧૦૮ રુબાઈ લખી હતી. બોલતાં બોલતાં બચ્ચનજીનું ગળું સુકાતું ત્યારે કાચના પ્યાલામાંથી સાદું પાણી પીને તેઓ તરસ મટાવતા એવું મશહૂર વ્યંગકાર મનોરંજનજીએ નોંધ્યું છે. બનારસના વિદ્યાર્થીઓ યુવાન બચ્ચનજીના શબ્દોનો એક ઘૂંટડો પીને ઝૂમી ઊઠતા હતા.

૧૯૩૫માં 'મધુશાલા' સૌપ્રથમવાર પુસ્તકકારે પ્રગટ થઈ. મારી પાસે ૧૯૯૮ની જે એક આવૃત્તિ છે તે ૪૪મી છે. એ પછીનાં વર્ષોમાં, ર૦૧૫ સુધી બીજી કેટલીય આવૃત્તિઓ પ્રગટ થઈ ચૂકી હશે. 

બચ્ચનજી પરિશિષ્ટમાં લખે છે: 'મધુશાલા'ના ઘણા બધા વાચકો અને શ્રોતાઓ એક જમાનામાં માનતા હતા અને કદાચ અત્યારે પણ માને છે કે એનો લેખક દિવસરાત મદિરાના નશામાં ચૂર રહે છે. હકીકત એ છે કે 'મદિરા' નામના પીણા સાથે મારો માત્ર શાબ્દિક પરિચય જ છે. નશાથી હું ઈનકાર નથી કરતો. જિંદગી જ એક નશો છે. કવિતા પણ એક નશો છે. આવા તો કેટલાય નશા હોવાના. મારા પ્રેમીઓનો ભ્રમ દૂર કરવા માટે મેં ક્યારેક આ એક રૂબાઈ લખી હતી...

સ્વયં નહીં પીતા, ઔરોં કો

ક્ધિતુ પિલા દેતા હાલા 

સ્વયં નહીં છૂતા, ઔરોં કો 

પર પકડા દેતા પ્યાલા

પર ઉપદેશ કુશલ બહુતેરોં

સે મૈંને યહ સીખા હૈ

સ્વયં નહીં જાતા, ઔરોં કો પહુંચા દેતા મધુશાલા.

બચ્ચનજીની આ સ્પષ્ટતા પછી પણ લોકો એમને પૂછતા રહેતા: પીતા નથી તો મદિરા પર લખવાની પ્રેરણા ક્યાંથી મળે છે. બચ્ચનજી ખુલાસો કરતા કે હું કાયસ્થ છું અને કાયસ્થોનું કૂળ પીવા માટે પ્રસિદ્ધ છે. પછી એવો વિચાર પણ આવ્યો કે શું મારા પૂર્વજોએ કરેલા મધુપાનના સંસ્કાર મારામાં ઊતરી આવ્યા હશે? હકીકત એ છે કે અમે લોકો અમોઢાના કાયસ્થ છીએ અને અમારા આચાર-વિચારને કારણે અમે અમોઢાના પાંડે કહેવાઈએ છીએે જેમના માટે એવું માનવામાં આવે છે કે અમારામાંથી જો કોઈ શરાબ પીએ તો તે કોઢી થઈ જાય. 

બચ્ચનજી માને છે કે 'મધુશાલા'ની લોકપ્રિયતા એમના માટે એક સમસ્યા બની ગઈ છે, જેને હજારો શ્રોતાઓની સેંકડો સભામાં સંભળાવી ચૂક્યા છે, જ્યારે પણ કોઈ જગ્યાએ કવિતા સંભળાવવા ઊભા થયા ત્યારે પબ્લિક એક સૂરે 'મધુશાલા'ની જ માગણી કરે. બચ્ચનજીનાં પુસ્તકોમાં પણ સૌથી વધુ વેચાણ 'મધુશાલા'નું જ થતું. બચ્ચનજી કહેતા: 'મને લાગે છે કે શરાબ જેમ જેમ પુરાણી થતી જાય એમ વધારે નશીલી બનતી જાય એવું જ 'મધુશાલા' સાથે થયું છે.'

આ વાત પર પણ એમણે એક રૂબાઈ લખી:

બહુતોેં કે સિર ચાર દિનોં તક 

ચઢકર ઉતર ગઈ હાલા 

બહુતોં કે હાથોં મેં દો દિન

છલક-ઝલક પીતા પ્યાલા 

પર બઢતી તાસીર સુરાકી 

સાથ સમય કે, ઈસસે હી 

ઔર પુરાની હોકર મેરી

ઔર નશીલી મધુશાલા. 

એચએમવીની એક જમાનાની ખૂબ પ્રસિદ્ધ થયેલી રેકોર્ડ-કેસેટ અને હવે સીડીમાં ખુદ હરિવંશરાય બચ્ચનના સ્વરમાં આ રૂબાઈ તમે સાંભળી હશે. 

મદિરાલય જાને કો ઘર સે

ચલતા હૈ પીનેવાલા 

'કિસ પથ સે જાઉં?' અસમંજસ

મેં હૈ વહ ભોલાભાલા

અલગ-અલગ પથ બતલાતે સબ

પર મૈં યહ બતલાતા હૂં...

'રાહ પકડ તૂ એક ચલા ચલ 

પા જાએગા મધુશાલા.'

અને યુ ટ્યૂબ પર જશો તો અમિતાભ બચ્ચને ગાયેલી પિતાજીની કેટલીક રૂબાઈયોમાંની આ એક જરૂર સાંભળજો:

એક બરસ મેં એક બાર હી

જગતી હોલી કી જ્વાલા

એક બાર હી લગતી બાઝી 

જલતી દીપોં કી માલા

દુનિયાવાલોં, ક્ધિતુ, કિસી દિન

આ મદિરાલય મેં દેખો

દિન કો હોલી, રાત દિવાલી

રોઝ મનાતી મધુશાલા

હરિવંશરાયની 'મધુશાલા'ને વાચ્યાર્થમાં વાંચો કે પછી એમાં રહેલાં પ્રતીકોને માણો-બંનેની અલગ અલગ મઝા છે. એક વખત એમાં ડૂબકી માર્યા પછી બહાર નીકળવાનું મન નથી થતું. મન્નાડેના અવાજમાં હાલકડોલક થતાં તાલમાં ગવાયેલી 'મધુશાલા'નો છંદ મગજમાં એક વાર ઘૂસી ગયા પછી ઉતારવો મુશ્કેલ છે. 'મધુશાલા'ની પર્સનલ ફેવરિટ રૂબાઈ સામે બૉટમ્સઅપ કરીએ:

મેરે અધરોં પર હો અન્તિમ

વસ્તુ ન તુલસી-દલ પ્યાલા

મેંહી જિહ્વા પર હો અન્તિમ

વસ્તુ ન ગંગાજલ, હાલા 

મેરે શવ કે પીછે ચલને 

વાલોં, યાદ ઈસે રખના

'રામ નામ હૈ સત્ય' ન કહના

કહના 'સચ્ચી મધુશાલા.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment