Thursday, 1 October 2015

[amdavadis4ever] ખાદ્ય સામગ્રીને સાચવવાની સાચી રીત

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઓ હો... આ....હા.... ગરમીમાં રસોડામાં જવું જ ગમતું નથી. શું આપ પણ આ પરિસ્થિતિનો સામનો રોજબરોજ કરી રહ્યા છો. કુટુંબના સભ્યોના સ્વાસ્થ્યની કાળજી ફાસ્ટફૂડના યુગમાં લેવી તે એક ગૃહિણી માટે યુદ્ધના મેદાનમાં જીત મેળવવા બરાબર છે! યુદ્ધમાં જેમ નવાં શસ્ત્રો અને ટેક્નિકનો ઉપયોગ દુશ્મન દેશને હરાવવા થાય છે. ન્યુક્લિયર શસ્ત્રો દુશ્મન દેશના નાગરિકોના સ્વાસ્થ્યને રગદોળી નાંખે છે. ફાસ્ટફૂડની દેશી-વિદેશી વાનગીઓ વ્યક્તિના કુમળા મન અને સ્વાસ્થ્યને રગદોળી નાખે છે. ધીમે ધીમે શરીરને મેદસ્વી બનાવી અનેક રોગોનું ઘર બનાવી દે છે. તેથી જ ઘરના ભોજનને ઘરતીનું શ્રેષ્ઠ ખાણું ગણવામાં આવે છે. જેના દ્વારા માનવીને તન, મન અને ધનનો ફાયદો કરાવે છે. રસોડામાં ઝડપી કામ થઈ શકે તે માટેની થોડી ટીપ્સ અને ટ્રીક્સની જાણકારી કામને ઝડપી બનાવે છે. 

---------------------

ૄ સફરજન કે પીચના ટૂકડાં ર્ક્યા બાદ તેની ઉપર એક ચમચી લીંબુનો રસ છાંટવો. ફળ કાળા પડશે નહીં અને લાંબો સમય તાજા રહે છે.

ૄ દહીં ખાટું થઈ ગયું હોય તો તેને સ્વચ્છ મલમલના કપડામાં બાંધીને એક કલાક રાખ્યા બાદ ઉપયોગમાં લો. રાયતું કે મનપસંદ ડીપ બનાવવાના ઉપયોગમાં લઈ શકાય છે.

ૄ દાળ કે શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો ગભરાવાની જરૂર નથી. ઘઉંના લોટની એક મોટી ગોળી બનાવી વાનગીમાં ભેળવો. એક બટાકું કે થોડું દૂધ નાંખવાથી વાનગીનો સ્વાદ પાછો મેળવી શકાય છે. 

ૄ બટટાના પરોઠા બનાવવા હોય કે ભરેલા સિમલા મરચાં બનાવવા હોય બટાટા ઘરમાં ના હોય તો અવેજીમાં ચણાની દાળનો ઉપયોગ કરી શકાય છે. 

ૄ કડક અને ફૂલેલી પૂરી બનાવવા હૂંફાળા દૂધ કે પાણીથી લોટ બાંધવો. થોડો સમય લોટ ફ્રિજમાં રાખ્યા બાદ ઉપયોગ કરવો.

ૄ કારેલાંને છોલીને નાના ટૂકડાં કરી લો. મીઠું, ઘઉંનો લોટ અને થોડું દહીં નાખીને અડધો કલાક રહેવા દઈ શાક બનાવો. 

ૄ શાકભાજીને બારીક કપડાંની થેલીમાં ફ્રિજમાં રાખવાથી લાંબો સમય ટકી રહે છે. 

ૄ માઈક્રોવૅવમાં બાઉલને બંધ કરતી વખતે પ્લાસ્ટિક ને બદલે બીજા બાઉલનો ઉપયોગ કરવો. 

ૄ લસણ છોલ્યા બાદ હાથમાં વાસ આવતી હોય તો સ્ટીલની ડીશ કે બાઉલ ઉપર હાથને ઘસી લો. વાસ આપોઆપ ચાલી જશે. 

ૄ સ્ટીલના વાસણોમાં આંકા પડી ગયા છે. તો હવેથી લાકડાના આકર્ષક આકારના વિવિધ ચમચા ખરીદજો. જેના ઉપયોગ કરવાથી વાસણોમાં આંકા કે ઘસરકા પડતા નથી. 

ૄ ચાટ મસાલો, ફ્રેન્કી મસાલો, દાબેલી મસાલા જેવા વિવિધ મસાલા ઘરમાં વસાવી રાખો. બાળકોને ઝટપટ સ્વાદિષ્ટ વાનગી બનાવી આપવામાં સરળતા રહે છે. 

ૄ નૉન સ્ટીક પૅનનો ઉપયોગ કરો ત્યારે તેલ લગાવીને ધીમા તાપે એક મિનિટ ગરમ કર્યા બાદ તેને ઉપયોગમાં લો. આંચ ઉપર તેને વધુ પડતું ગરમ કરવાથી લાંબે ગાળે પૅનની ગુણવત્તા બગડી જાય છે. 

--------------------

ૄ ખાંડના ડબ્બામાં કીડી વારંવાર થઈ જતી હોય તો બે-ત્રણ લવિંગ રાખો. કિડી આપોઆપ ચાલી જશે. 

--------------------

ૄ લીલી ભાજી જેવી કે કોથમીર, પાલક કે મેથીને એલ્યુમિનિયમ ફોઈલમાં રાખવાથી વધુ સમય તાજી રહે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment