Saturday, 3 October 2015

[amdavadis4ever] જ્યારે પણ સમય મળ ે ત્યારે 5 મિનિટ કરો આ 1 કામ, હમે શા રહેશો તાજામાજા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જ્યારે પણ સમય મળે ત્યારે 5 મિનિટ કરો આ 1 કામ, હમેશા રહેશો તાજામાજા

રોજબરોજના જીવનમાં ભાગદોડ વચ્ચે આપણે અનેક પ્રકારના તણાવમાંથી પસાર થતાં હોઇએ છીએ. સૂતા-જાગતા, ખાતા-પીતા દરેક સમયે દિમાગમાં કોઇને કોઇ પરેશાની અથવા તણાવ ચાલતો જ રહે છે. તેના કારણે માથાનો દુઃખાવો, ગરદનમાં દુઃખાવો, કમરમાં દર્દ, મેદસ્વિતા અને થાક જેવી સમસ્યાઓ વધી જાય છે. એવામાં બ્રીધિંગ એક્સરસાઇઝની મદદથી દિમાગમાં તણાવ અને અન્ય સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકાય છે. 
 
જ્યારે આપણે શ્વાસ લઇએ છીએ તો તેની સાથે જ શરીરમાં પહોંચનારા ઓક્સિજન લોહીના માધ્યમથી શરીરની કોશિકાઓને પોષણ આપે છે. બ્રીધિંગનું મહત્વ વર્ષોથી પ્રાણાયામ તરીકે દર્શાવવામાં આવ્યું છે. માત્ર ઉંડા શ્વાસ લેવાથી અને છોડવાથી આપણને અનેક પ્રકારના ફાયદાઓ થાય છે.

-ધ્યાન દરમિયાન ડીપ બ્રીધિંગનું ખાસ મહત્વ છે. ડીપ બ્રીધિંગ માટે સીધા બેસી જાવ અને એક હાથ તમારી છાતી રાખો અને બીજો પેટ ઉપર રાખો. ત્યારબાદ ઉંડા શ્વાસ લો અને ધીરે ધીરે શ્વાસ છોડો. જો બ્રીધિંગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી અઢળક સ્વાસ્થ્ય ફાયદાઓ મળે છે. 
 
 -રોજિંદા કામોની સાથે બ્રીધિંગ એક્સરસાઇઝ કરી શકો છો.
 
- વધારે તણાવની સ્થિતિમાં બ્રીધિંગ લેવલ અચાનક વધી જાય છે, તેને કંટ્રોલ કરવા માટે આ એક્સરસાઇઝ કરો. 
 
- ફિટ રહેવા માટે મોંના બદલે હંમેશા નાકથી જ શ્વાસ લેવો જોઇએ. 

રિલેક્સ અનુભવશો 
 
તમે જ્યારે પણ કરશો ત્યારે તે તમારા શરીરને સંપૂર્ણ રીતે રિલેક્સ કરશે, એટલું જ નહીં પણ તમને માનસિક શાંતિ પણ આપશે. જેથી તમારા સમયાનુકૂળ તમે આ કસરત કરી શકો છો.
 
ડિટોક્સિફિકેશનઃ 
 
બ્રીધિંગની મદદથી શરીરના 70 ટકા ટોક્સિન્સ શરીરમાંથી બહાર નિકળી જાય છે, જેથી આ કસરત નિયમિત કરો. 
 
દર્દમાંથી રાહતઃ
 
નિયમિત ડીપ બ્રીધિંગ કરવાથી  દુઃખાવામાંથી પણ રાહત મળે છે. તે પ્રાકૃતિક પેઇન કિલર તરીકે પણ કામ કરે છે. 

ખુશી મળશેઃ 
 
નિયમિત રીતે ડીપ બ્રીધિંગ કરવાથી બ્રેઇનમાં ન્યૂરોકેમિકલ્સનું પ્રોડક્શન વધી જાય છે, જે અંદરથી ખુશ રાખવામાં તમારી મદદ કરે છે. જેથી તમારો મૂડ હમેશા સારો રહે છે અને તમે અનેરી ખુશીનો અનુભવ કરો છો.
 
પોશ્ચરમાં સુધારઃ 
 
કેટલાંક અધ્યયન અનુસાર, તમારું ખરાબ પોશ્ચર બ્રીધિંગમાં ગરબડ થવાના કારણે થાય છે. જો તમે ડીપ બ્રીધિંગ કરશો તો નિરંતર સુધાર તમે પોતે જ જોઇ શકશો. 

હૃદયનું સ્વાસ્થ્ય સુધરશેઃ 
 
આ અંગે કેટલાંક અધ્યયનો પણ થયેલા છે, જેમાં સામે આવ્યું છે કે એક્સરસાઇઝ પહેલા ડીપ બ્રીધિંગ કરવાથી તમે વધારે સારી રીતે વર્કઆઉટ કરી શકો છો. તેનાથી તમારાં હૃદયનું સ્વાસ્થ્ય સુધર છે અને વજન પણ વધારી શકાય છે. 
 
પાચન તંત્ર સુધરશેઃ 
 
ડીપ બ્રીધિંગ કરતી વખતે વધારે ઓક્સિજન ડાઇજેસ્ટિવ ઓર્ગન્સમાં પહોંચે છે. તેનાથી તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરી શકે છે અને પેટ પણ દુરસ્ત રહે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment