Thursday 14 April 2016

[amdavadis4ever] કાદવનો જવ ાબ ગુલાલથી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'અખબારી આલમની સ્વતંત્રતાની તમે વાતો કરો છો. પણ અખબારી આલમ એ ખરેખર શું છે? અખબારી સ્વાતંત્ર્યતા આ ભવ્ય આદર્શની ઓથે રહીને શું ગમે તે માણસ એક ચોપાનિયું કાઢીને તેમાં ફાવે તેવું બૂરું લખવાની સ્વતંત્રતા ભોગવી શકે? ધારો કે કોઈ અઠંગ ગુંડો ગુંડાગીરીનો જ પ્રચાર કરવા માંડે, ખુલ્લેખુલ્લો ને સાફ શબ્દોમાં નહિ, પણ જરાતરા વેશપલટો કરીને, તો અખબારી સ્વાતંત્ર્ય તો ગુંડાગીરીના પ્રચારને પણ ટેકો આપે છે. આજે કેટલાય દેશોમાં બીજાઓને ધિક્કારવાનો પ્રચાર ચાલી રહ્યો છે તેને પણ એ ટેકો આપે છે. અલબત્ત, જેના મગજમાં નફરત ભરી હોય તે એને સંઘરી રાખે તેના કરતાં તો બહાર કાઢી નાખે એ કદાચ સારું હશે. પણ રોજેરોજ કાચા મનના માનવીઓને ધિક્કારનો જ ઉપદેશ આપ્યા કરવો ને એમનાં મન નફરતથી ભરી દેવાં, એનાથી ભલું ન જ થાય.'

આ શબ્દો છે પંડિત જવાહરલાલ નેહરુના જેનો ગુજરાતી અનુવાદ મહેન્દ્ર મેઘાણીએ કરીને એમના તે વખતના માસિક 'મિલાપ'ના ૧૯૫૦થી ૧૯૫૩ના કોઈ એક અંકમાં પ્રગટ કર્યો હતો અને ૨૦૧૬માં એ લેખ 'મિલાપની વાચન યાત્રા' પુસ્તકમાં રિપ્રિન્ટ પામ્યો છે. નેહરુએ ચોપાનિયું શબ્દ વાપર્યો છે. આપણે એમાં ટીવીની ન્યૂઝ ચેનલ, વેબસાઈટ, ટ્વિટર, ફેસબુક પ્રોફાઈલ/પેજ, વૉટ્સએપ મેસેજ, ઈમેલ બીજું ઘણું ઉમેરી શકીએ. એમણે પણ ઉમેર્યું જ હોત, જો તે વખતે આ બધી શોધખોળો થઈ હોત તો. આજકાલ મેઈનસ્ટ્રીમ મીડિયામાં, ગલી-તાલુકા કક્ષાના મીડિયામાં તેમ જ સોશ્યલ મીડિયામાં જે આડેધડ લખાઈ રહ્યું છે, 'અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય'ના નામે, તે નેહરુના જમાનાનો વારસો છે. શક્ય છે કે નેહરુ પણ આ બધાનો ભોગ બન્યા હશે. આજે મોદી, બાબા રામદેવ વગેરેને ટાર્ગેટ બનાવવામાં આવે છે. મોદીની સાઉદી અરેબિયા યાત્રા દરમ્યાન ફરતો થયેલો એક ફોટો જોઈને તમને સેક્યુલર દેશદ્રોહીવાળી મેન્ટાલિટી ધરાવનારાઓના મગજમાંની ગંદકી દેખાતાં ચિતરી ચડે. મોદી સાઉદી નેતાને પગે લાગી રહ્યા હોય એવી બનાવટી તસવીર ફોટોશૉપની કરામતથી ઊભી કરીને કોઈ સેક્યુલર હરામીએ ફરતી કરી જેને, સદ્નસીબે સજાગ ઑનલાઈન યુઝર્સે ધોકો લઈને ધોઈ નાખીને સીધોદોર કરી નાખ્યો.

અખબારી સ્વાતંત્ર્યની ઉમદા ક્ધસેપ્ટની આડશ લઈને પોતાની મનમાની કરી રહેલા આજના સમાચાર વેપારીઓને નેહરુએ સાત દાયકા પહેલાં લપડાક મારી હતી. નેહરુએ જ્યાં 'અખબારો' શબ્દ વાપર્યો છે ત્યાં તમે 'ન્યૂઝ ચેનલો વગેરે' શબ્દો પણ ઉમેરી શકો છો;

'વળી, અખબારોમાં પૈસો મોટો ભાગ ભજવે છે, એ પૈસાનો માલિક મોટો ભાગ ભજવે છે. તો પછી, આખર જતાં અખબારી સ્વાતંત્ર્યનો અર્થ શું એવો થાય છે કે પૈસાદાર માણસને છાપાં વાટે પોતાના પૈસાનો મનફાવે તેવો ઉપયોગ કરવાની સ્વતંત્રતા છે? ગરીબ માણસ, સાધન વગરનો માણસ, એ ભલો હશે કે બૂરો - પોતાની વાત રજૂ કરવાની નજીવી તક જ મેળવી શકશે. એ બહુ સારો હશે, તેજસ્વી હશે તે છતાં પોતાની વાત વ્યકત કરવાની તક તો છાપાં ચલાવનારા માનવીને જ મળશે. એ માનવી (આખેઆખાં) છાપાં ખરીદી લઈ શકે છે, છાપાં બંધ કરાવી શકે છે. પોતાને ગમે તે લોકોને નોકરીમાં રાખી શકે છે, ન ગમે તેને બરતરફ કરી શકે છે. એટલે પછી, અખબારી સ્વાતંત્ર્યનો અર્થ કદાચ એવો થાય કે એમાં લેખકને પોતાને જે લખવું હોય તેની ઝાઝી સ્વતંત્રતા ન હોય, પણ છાપાંના માલિકને એની પાસે જે કાંઈ લખાવવું હોય તે લખાવવાની સ્વતંત્રતા એ ભોગવતો હોય. આજે કોઈ પણ મોટું છાપું એક અત્યંત શક્તિશાળી સાધન બની શકે છે, ને પૈસાની દૃષ્ટિએ તે એક બહુ ભારે ખરચાળ વ્યવસાય બને છે. સામાન્ય રીતે બહુ પૈસાવાળા માણસ પાસે સંસ્કારનાં ઊંચાં ધોરણે હોય, કે સાહિત્યનાં ઊંચા ધોરણો હોય, કે કોઈ પણ પ્રકારનાં ઊંચાં ધોરણો હોય જ એવું નથી. એની એકમાત્ર આવડત પૈસા કમાવાની હોય છે. એટલે પછી અખબારોની સ્વતંત્રતાનો અર્થ આખર જતાં તો પૈસા કમાવાનો કીમિયો જાણનારની સ્વતંત્રતા એવો કદાચ થાય.'

નેહરુના શબ્દો આકરા છે પણ એમાં સચ્ચાઈનો રણકો છે. તમામ અખબારી માલિકો પાસે એક માત્ર આવડત પૈસા કમાવાની જ હોય છે એવા એમના વિધાનમાં રહેલી અતિશયોકિતને બાદ કરીએ, તો પણ એ હકીકત છે કે અંતે તો અખબારી સ્વાતંત્ર્ય પૈસા કમાવાની આવડત ધરાવનારની જ સ્વતંત્રતા બની જતી હોય છે. નેહરુએ માત્ર અખબારી માલિકોને જ નથી ધોપટ્યા, પત્રકારોને પણ લીધા છે અને રાજકારણીઓને પણ નથી છોડ્યા:

'અમુક અંશે રાજકારણના આગેવાનો અને પત્રકારોમાં સમાનતા રહેલી છે. બન્ને બહુ બોલબોલ કરે છે, બહુ લખલખ કરે છે, ઉપદેશો આપ્યા કરે છે; અને સામાન્ય રીતે પોતાના ધંધા માટે એ બેમાંથી એકેયને કોઈ ખાસ આવડતની જરૂર જણાતી નથી. દરેક રાજદ્વારી પુરુષ કે દરેક પત્રકાર સદંતર આવડત વગરનો હોય છે એવું હું કહેતો નથી, પરંતુ બીજો કોઈ પણ ધંધો - દાકતરનો, ઈજનેરનો કે બીજો કોઈ પણ ધંધો કરવા માટે માણસે લાંબા કાળની તાલીમ લેવી પડે છે, ડિગ્રીઓ મેળવવી પડે છે, ને તે પછી જ એ ધંધામાં એને પ્રવેશ મળે છે. પણ રાજદ્વારી આગેવાન માટે એવું નથી, છાપાંવાળા માટે એવું નથી. એક વાત રજૂ કરવાની સહેસાજ હુંશિયારી એનામાં હોય તો એની ગાડી ચાલે છે, પછી ભલે એ રજૂઆતની પાછળ કંઈ નક્કર વસ્તુ હોય કે ન હોય. ખરી રીતે તો, ઘણીવાર એ ગાળાગાળીની કળા જાણતો હોય છે તેટલા જ કારણે આગળ વધે છે. જીવનની કદરૂપતાઓ શોધી શોધીને તેની ઉપર શોરબકોર મચાવવાની આવડત કેટલાક માણસોમાં હોય છે. એ રીતે એમનો ધંધો ધમધોકાર ચાલે છે, ને જિંદગીની બદબોઈઓમાંથી એ નાણાં રળે છે.'

મારું ચાલે તો 'ખરી રીતે તો...'થી શરૂ થતા વાક્યથી લઈને ઉપરના પૅરાના છેલ્લાં ત્રણ વાક્યો ૧૧ પોઈન્ટને બદલે ૭૨ પોઈન્ટ બોલ્ડમાં છાપું. આટલામાં મારી કમેન્ટ આવી ગઈ.

નેહરુ સ્પષ્ટતા કરે છે: 'બેશક, જીવનની એ બદબોઈ ઉપર ઢાંકપીછોડો કરવાની જરૂર નથી. તેમ છતાં માણસે કાંઈક પ્રમાણ પણ જાળવવું જોઈએ. હંમેશાં માણસ ગટરની જ વાતો ન કર્યા કરે. એનાથી જિંદગીનો વિકૃત ખ્યાલ ઊભો થાય છે... નિર્દોષ પરાક્રમોના ઈતિહાસમાં કાંઈ લખવા જેવું નથી હોતું અને એટલે પછી બૂરાઈઓને બહેકાવવી પડે છે. એટલે પછી લોકો એવું માનતા થાય છે કે જગતમાં બૂરાઈઓ બહુ વધી પડી છે. આ એક ભારે કમનસીબી છે. વર્તમાનપત્રોમાંથી જે અનેક સારી ચીજો આપણને સાંપડી છે તેમાં આ એક નરસી ચીજ છે કે બૂરાઈઓને એ છાપરે ચડીને પોકારે છે, કારણ કે લોકોને તે ઉશ્કેરે છે, રસ લગાડે છે.'

પંડિત નેહરુએ જે રાજકારણીઓ અને પત્રકારોની વાત કરી જેઓ ગાળાગાળીની કળા જાણતા હોય એટલે જ આગળ વધે છે અને જેઓ જીવનની કદરૂપતાઓ શોધીશોધીને તેની ઉપર શોરબકોર મચાવવાની આવડત ધરાવે છે ને એટલે જ એમનો ધંધો ધમધોકાર ચાલે છે ને જિંદગીની બદબોઈઓમાંથી તેઓ નાણાં રળે છે એ રાજકારણીઓમાં કેજરીવાલથી લઈને ક્ધહૈયા-હાર્દિક જેવા ચિરકુટો તેમ જ ગુજરાતના તથા દેશના નાનામોટા કૉન્ગ્રેસી નેતાઓનો સમાવેશ થઈ જાય. અને પત્રકારોમાં રેતીમાં માથું નાખીને કૉલમો લખતા ગુજરાતી સેક્યુલર પત્રકારો તથા ઘોડાના ડાબલા પહેરીને લઘુસામયિકો દ્વારા પ્રદૂષણ ફેલાવતા ગુજરાતી સેક્યુલર તંત્રીઓ-સંપાદકોથી માંડીને દેશની મોટી મોટી ન્યૂઝ ચેનલો તથા ઘણાં અખબારી ગૃહોનો સમાવેશ થઈ જાય.

મહેન્દ્ર મેઘાણી 'મિલાપ' શરૂ કરતાં પત્રકારત્વના અભ્યાસ માટે કોલ્મ્બિયા સ્કૂલ ઓફ જર્નલિઝમમાં એક વર્ષનો કોર્સ કરી આવ્યા હતા. તે વખતે એમના પિતા ઝવેરચંદ મેઘાણી હયાત હતા. મહેન્દ્રભાઈએ 'મિલાપની વાચનયાત્રા'માં 'મિલાપ'માં પ્રગટ થયેલો એમનો પોતાનો એક લેખ પુન:મુદ્રિત કર્યો છે જેમાં તેઓ લખે છે: '(અમેરિકાની) વિશાળ આમ જનતા જે છાપાં વાંચે છે તે તો ગટર-પત્રકારિત્વના નમૂનારૂપ છે. એમનાં ચમકાવનારાં મોટાં મથાળાંઓમાં રોજરોજ, સવાર-બપોર ને સાંજ ખૂનની અને આગની, ચોરીની અને છેતરપીંડીની, બળાત્કાર અને અત્યાચારની, ગંદા પ્રણયની અને નિર્લજ્જ છુટાછેડાની જ વાતો આવતી હોય છે. પોલીસની ગોળીથી ઠાર બનેલા ડાકુની, બદમાશે કચરી નાખેલા કોઈ વટેમાર્ગુની કે બને તેટલાં ઉઘાડાં અંગોવાળી લલનાઓની તસ્વીરોથી જ એમની કટારો ભરાતી હોય છે. કરોડો અમેરિકનોને આ છાપાંઓએ આવી વાતોનું વ્યસન લગાડી દીધું છે. મારામારી અને દુરાચારની આવી વાતો કોઈ મોઢે કહેવા આવે તો આપણે સાંભળવાની ના પાડીએ, તે અમેરિકાનાં મોટાં ભાગનાં છાપાં ટંકે ટંકે ઊંચે સાદે પોતાનાં વાચકોને કહે છે. સ્ત્રીઓ અને પુરુષો, બાળકો અને વૃદ્ધો એ છાપાં રસપૂર્વક વાંચે છે, એમના ગપાટા શ્રદ્ધાથી માની લ્યે છે. એક બાજુ આવાં ('ન્યુ યૉર્ક ટાઈમ્સ', 'હેરલ્ડ ટ્રિબ્યુન' કે 'ક્રિશ્ર્ચિયન સાયન્સ મોનિટર' જેવાં) શ્રેષ્ઠ વર્તમાનપત્રો સુપ્રાત્ય છે, છતાં બીજી તરફ અમેરિકન પ્રજા આ અખબારી - ગંદવાડથી કેમ રાચે છે તે હું ત્યાં વરસેક રહી આવ્યો છતાં પણ સમજી શક્યો નથી.'

મહેન્દ્ર મેઘાણીએ સાતેક દાયકા પહેલાં અનુભવેલી વ્યથા આજની તારીખે આપણે સૌ અનુભવી રહ્યા છીએ. પણ આનો ઈલાજ શું? જવાબ મહેન્દ્ર મેઘાણીએ જ છેલ્લા ફકરામાં આપ્યો છે: 'ખરાબ છાપાં ખરાબ થાય તેનો જવાબ સારાં છાપાં વધુ સારાં થઈને જ આપી શકે. કાદવનો જવાબ ગુલાલથી વધુ રૂડો બીજો શો હોય? આટલું હું અમેરિકાનાં રૂડાં અખબારો પાસેથી શીખ્યો છું.'

અને આટલું અમે મહેન્દ્ર મેઘાણી પાસેથી શીખ્યા છીએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment