Thursday 14 April 2016

[amdavadis4ever] ટ્રાય કરો આ ઉપય ોગી હોમ ટિપ્સ અ ને બની જાવ સ્મા ર્ટ કિચન ક્વીન!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આજે ફરી એક વખત અમે તમારી માટે સ્માર્ટ કિચન ક્વીન બનવા માટેની હોમ કેર ટિપ્સ લઈને આવ્યા છીએ. રસોડામાં જ રહેલી નાની-નાની વસ્તુઓ ઘણી વખત મોટા કામમાં આવી જતી હોય છે. આજે આવી જ નાની-નાની વસ્તુઓની ઉપયોગી ટિપ્સ તમારી માટે લઈને આવ્યા છીએ. બસ તો આજે જ નોંધી લો તમારી ડાયરીમાં આ યુસફૂલ કિચન ટિપ્સ...
 
 - ખાટી થઈ ગયેલી છાશને ફેંકી ન દેતાં તેમાં તાંબાનાં વાસણો બોળી રાખવાં. વાસણ ચમકી ઊઠશે.
 
- ડ્રાયફ્રૂટમાં લવિંગ મૂકવાથી જીવાત નથી પડતી.
 
- વડાં, ભજિયાં વગેરેને નરમ બનાવવા માટે દાળ અથવા ચણાના લોટને ત્યાં સુધી ફીણો જ્યાં સુધી એ પાણીમાં જરાક નાખવાથી ઉપર આવીને તરવા ન લાગે. કઢી બનાવતી વખતે પણ ચણાના લોટને આ રીતે ફીણવામાં આવે તો તે વધારે સ્વાદિષ્ટ લાગે છે.
 
બટાટાની કચોરી બનાવતા સમયે મસાલામાં થોડું બેસન શેકીને નાખવાથી કચોરીને બનાવવામાં સરળતા રહે છે અને સ્વાદ પણ વધે છે. 
 
- પનીરને નરમ રાખવા માટે તેને ફ્રાય કર્યા પછી ગરમ પાણીમાં નાખી દો . ત્યારબાદ જ તેને શાકમાં નાખો.

- પાલક પનીર બનાવતા પહેલા પાલકના પાંદડાને એક ચમચી ખાંડવાળા પાણીમાં અડધી કલાક પલાળી રાખો. વધારે સ્વાદિષ્ટ બનશે. 
 
- જો ભાત વધી પડે તો એમાં દહીં, મીઠું, મીઠો લીમડો નાખીને ઘી અને રાઈનો વઘાર કરો. પછી એમાં મનપસંદ શાકભાજી મેળવીને ફ્રાઈડ રાઈસ બનાવી શકાય છે.
 
તરબૂચની છાલ સુકાવી વાટી લો આ પાઉડર સોડા બાઈ કાર્બની જગ્યાએ પ્રયોગ કરી શકો છો. 
 
- પરોઠાના લોટમાં મોણ માટે એક ચમચી તેલના સ્થાને બે ચમચી દહીં નાખવાથી પરોઠા વધારે નરમ અને સ્વાદિષ્ટ બનશે.
 
- દહીં બહુ ખાટું થઈ ગયું હોય તો ઉપયોગ કરતાં પહેલાં એને કોઈ પાતળા કાપડમાં બાંધીને લટકાવી દો. એમાંનું બધું પાણી નીતરી જાય એટલે વાસણમાં કાઢીને એમાં થોડું દૂધ ભેળવી દો. દહીં ફરી તાજું થઈ જશે.
 
ઢોસાના ખીરામાં એક ચમચી ખાંડ નાખવાથી તે વધારે કુરકુરા, બ્રાઉન અને વધારે સ્વાદિષ્ટ બનશે. 
 
- રવાને થોડો શેકી ઠંડો કરી એર ટાઈટ ડબ્બામાં રાખવાથી તેમાં જીવાત નથી પડતી.
 
- બટાટા બાફતી વખતે પાણીમાં થોડું મીઠું નાખો. એનાથી બટાટા બાફ્યા પછી ફાટી નહીં જાય.
 
ભટૂરે(છોલેની પૂરી) બનાવવાના હોય ત્યારે તેમાં મેંદામાં રવો નાખી બનાવો. આનાથી વણવામાં સરળતા રહેશે અને ભટૂરાનો સ્વાદ પણ વધશે.

- મસાલાનો યોગ્ય સ્વાદ ભોજનમાં ત્યારે જ આવે છે જ્યારે ભોજનને ધીમા તાપે રંધાવા દીધું હોય.
 
- દૂધને વધારે સમય તાજું રાખવા માટે એને ગરમ કરી તેમાં એલચી વાટીને નાખી રાખો.
 
- એલચીના દાણા વધારે ઝીણા અને ઝડપથી ખાંડવા હોય તો તેમાં થોડી ખાંડ ભેળવીને ખાંડવા.
 
- શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો માખણ કે દેશી ઘી મેળવી દો.
 
- રસગુલ્લા ફાટી જતા હોય તો માવામાં થોડો રવો અને મેંદો સરખા પ્રમાણમાં લઇને મિકસ કરો. જેથી રસગુલ્લા ફાટશે નહીં.

- કોઇ પણ શાકના સ્ટફડ પરોઠાને વધુ સ્વાદિષ્ટ બનાવવા કોથમીર અને ફુદીનાના પાન નાખો.
 
- ચાટ મસાલો તૈયાર કરતી વખતે એમાં થોડું ફૂદીનાનું ચૂર્ણ મેળવી દો. સ્વાદ સરસ આવશે.
 
- ચાસણી બનાવતી વખતે કઢાઇમાં માખણ લગાવી દેવાથી ચાસણી સરસ બનશે.
 
- શરદી થઇ હોય કે શરદીના લીધે માથું દુ:ખતું હોય તો કાળી ચામાં લીંબુ નાખીને પીવાથી રાહત થાય છે.
 
- ગોળને જૂના માટલામાં ભરીને ઉપર કપડું બાંધી રાખવાથી આખું વર્ષ ગોળ સારો રહે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment