Thursday 14 April 2016

[amdavadis4ever] લેખકોનાં ઓબ્સેશન- આલ્કોહોલ, ધૂમ્રપ ાન, અનીદ્રા, પૈસો , એકાંત (રેડ રોઝ)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લેખકોનાં ઓબ્સેશન- આલ્કોહોલ, ધૂમ્રપાન, અનીદ્રા, પૈસો, એકાંત
રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

૧૯૩૮માં સિરીસ કેનોલીએ Enemies of Promise નામનું પુસ્તક લખ્યું હતું. તેમાં તેણે એક પ્રકરણ ૧૦ વર્ષ સુધી ચાલે તેવું સારું પુસ્તક કેવી રીતે લખવું તે પર હતું. લેખકો પણ સામાન્ય માનવી છે. કેટલાક બેવકૂફો જ પોતાની જાતને સામાન્ય માનવીથી પર અને સેલિબ્રિટી સમજી બેસે છે. દરેક સારા લેખકોમાં અન્ય કોઈ માનવી જેટલી જ નબળાઈઓ હોય છે. કેટલાક આત્મશ્લાધામાં રાચતા હોય છે. તો કેટલાક આત્મવિશ્વાસના અભાવથી પીડાતા હોય છે. કેટલાક વહેમી હોય છે તો કેટલાક અહ્મ અને ઈર્ષાથી પીડાતા હોય છે. બહારથી વિદ્વાન હોવાનો દેખાડો કરવા કેટલાક લેખકો બીજાને નીચા પાડવા ભૂંડામાં ભૂંડી રીત-રસમો અપનાવતા હોય છે. Ennch Park ના લેખક પલાશ કૃષ્ણ મહરોત્રાનું નવું પુસ્તક 'The Butterfly Genaration' બહાર પડયું છેજેમાં તેમણે લેખકોની ભયગ્રંથિઓ અર્થાત ફિયર સાયકોસિસથી માંડીને બીજી અનેક બાબતોનું સુંદર પૃથક્કરણ કર્યું છે. લેખકોને એક સારું પુસ્તક લખવાની આડે આવતી મુશ્કેલીઓનું પણ તેમણે વિશ્લેષણ કર્યું છે.  
એક સમય હતો જ્યારે લેખકો ખૂબ શરાબ પીવાના આદી હતા. હવેના લેખકો વધુ સારું સ્વાસ્થ્ય ધરાવે છે અને તે માટે જાગૃત પણ છે. ગ્રેટ ડ્રંક રાઈટર્સનો જમાનો પૂરો થઈ ગયો છે. ભૂતકાળમાં ડાયસન થોમસ અને શક્તિ ચટોપાધ્યાય જેવા લેખકોએ દારૂની બાટલી સાથે જ લખ્યુંદારૂની બાટલી સાથે જ જીવ્યા અને દારૂની બાટલી સાથે જ મર્યા. તેમણે ખૂબ શરાબ પીધો અને ખૂબ સારું લખ્યુંએડમન્ડ વિલ્સન નામના એક લેખક અડધી બોટલ જીન પીધા પછી જ લખી શકતા. "Wide sagasso"નામના પુસ્તકના લેખક જીન રિસને શેરીમાં દારૂ પીને લથડિયાં ખાતાં પોલીસે પકડયા હતા. "Hangover Squre" પુસ્તકના લેખક પેટ્રિક હેમિલ્ટન દરિયા કિનારાની તેમની કોટેજમાં ખૂબ શરાબ પીવાના કારણે મૃત્યુ પામ્યા હતા. ક્રિસ્ટોફર હિચન્સે તેમની આત્મકથામાં જ કબૂલ્યુ છે કેતેઓ દિવસે અને કામના સમયે જ દારૂ પીતા હતા. 'Atomised' ના લેખક માઈકલ હોસબક 'ગાર્ડિયનઅખબારના રિપોર્ટરને્ ઈન્ટવ્યુ આપતી વખતે જ વધુ પડતું ડિં્રકસ લેવાના કારણે સુપના બાઉલમાં તેમનું મોં પડી જાય તે રીતે ઊથલી પડયા હતા.'ધી બટરફ્લાય જનરેશન'માં કહેવામાં આવ્યું છે કેસામાન્ય વ્યક્તિ અને લેખકના શરાબપાન વચ્ચે ફરક છે. લેખક કોઈ પીડા ભૂલી જવા પીતો નથી. તે જિંદગીથી પલાયન થવા પીતો નથી કે સમય પસાર કરવા પીતો નથી. પરંતુ તે જિંદગીને વધુ ગહેરાઈથી અનુભવવા પીવે છે. તે સમાજની રૂઢિઓથી બહાર આવી સ્વતંત્ર રીતે વિચાર કરી શકે તે માટે ડ્રિંકસ લે છે. ઘણીવાર તે "સેન્સ ઓફ ડિફરન્સમાટે ડ્રિંક્સ લે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કેલેખક તેનું માઈન્ડ ક્લીન કરવા અને રિફ્રેેશ થવા આલ્કોહલ લે છે.  
એક જમાનામાં લેખક એટલે દાઢી વધી ગઈ હોય અને ટેબલ પરની એશ ટ્રેમાં સિગરેટનાં ઠૂંઠાં પડયાં હોયતેની રૂમમાં સિગારેટના ગોટેગોટા નીકળતા હોય તે લેખકની ઓળખ હતી. હવે હેવી ધૂમ્રપાન કરવું તે આઉટ ઓફ ફેશન થઈ ગયું છે. મોટા ભાગના લેખકો ધૂમ્રપાન કરતા જ નથી અને જે ધૂમ્રપાન કરે છે તે અત્યંત મોડરેટ સ્મોકર્સ છે. સહુથી વધુ ધૂમ્રપાન માટે જાણીતા જૂના લેખકોમાં જીન કોકટેવુસારત્રેમાગ્યુરિટે દુરાંશ અને હિચ જાણીતા છે. એ બધા જ ફ્રેન્ચ લેખકો છે. હિચ ધૂમ્રપાનના કારણે જ મૃત્યુ પામ્યા. સામાન્ય રીતે એક લેખક જ્યારે લખવા બેસે છે ત્યારે તેને વચ્ચે એક નાનકડો બ્રેક લેવો જરૂરી હોય છે. સામાન્ય રીતે દર અડધા કલાકે એક બ્રેક લેવો ઉત્તમ ગણાય છે. અલબત્તએ બ્રેેક ટેલિવિઝન જોવાનો ના હોઈ શકે. કોઈના માટે એમ હોઈ શકે છે. લેખ લખતાં લખતાં વચ્ચે ટીવી નિહાળવાથી લેખમાં ચૂક થવાની દહેશત રહે છે. વચ્ચે વચ્ચે કોઈ અખબાર કે મેગેઝિન પર નજર નાંખવાથી પણ માનસિક સેતુ તૂટી જવાનો સંભવ છે. એના બદલે કોઈ સંદર્ભગ્રંથ જોવોવ્યાકરણનું પુસ્તક જોવું અથવા આંખો બંધ કરી થોડી ક્ષણો પસાર થવા દેવી તે ઉત્તમ બ્રેક છે. ચાયની ચૂસકી પણ ઠીક સમાધાન છેસિગરેટ નહીં.  
લેખકો સામાન્ય રીતે અનીદ્રાની તકલીફથી પીડાતા હોય છે. જે વિચારશીલ લેખકો છે તે ઊંઘતા પહેલાંઊંઘમાં અને સ્વપ્નમાં પણ કાંઈકનું કાંઈક વિચારતા હોય છેકારણ કે મન વિચારોને બંધ થવા દેતું નથી. ડેસ્ક પર લખતાં લખતાં જે સ્ટોરી અધૂરી હોય તેને માઈન્ડ રાત્રે સૂતી વખતે જ આગળ વધારે છે. ઘણા લેખકો તેમના પલંગની બાજુમાં જ નોટબુક અને પેન રાખે છે અને જે સ્ટોરી આગળ વધતી હોય તેની નોંધ કરી લે છે. ઉત્તમ વિચારોને રોકવામાં દિમાગની સ્વિચ ઓફ કરવી મુશ્કેલ છે. આ કારણે ઘણા લેખકો મધરાતે જાગી જાય છે. થોમસ દ ક્વિન્સી નામના લેખક આવી અનીદ્રાથી પીડાતા હોઈ તેઓ અફીણ ખાઈને ઊંઘી જતા હતા. શેલી નામના લેખક ઊંઘ ઊડી જાય એટલે મધરાતે ઘરમાં જ ટહેલતાછેક સવાર સુધી. હેમિંગ્વે અને ફિટજીરાલ્ડ ઊંઘ ના આવે એટલે દારૂનો સહારો લેતા. એલિઝાબેથ હાર્ડવીકના નામના લેખક ઊંઘ ના આવે એટલે મિત્રોને ફોન કરી આખી રાત વાતો કરતા.  
પૈસાની તંગી એ કોઈ સામાન્ય માનવીને જેટલી તકલીફ આપે છેતેટલી જ પરેશાની લેખકને પણ આપે છે. ભારત જેવા દેશમાં અખબારનો સહારો ના હોય અને કોઈ વ્યક્તિ માત્ર લેખક જ હોય તો તેનું ઘર ચલાવી શકે નહીં. પૈસાની તંગી લેખક માટે હતાશા લાવે છે અને ઘણીવાર રાતના સમયે લેખકની ઊંઘ ઉડાડી દઈ શકે છે. એક સારા લેખક બનવા માટે નાણાકીય સ્થિરતા જરૂરી છે. એટલે એક વ્યક્તિ માત્ર લેખન પર જ જીવન ગુજારી શકે નહીં. પિૃમના દેશોમાં ઘણા લેખકો વિવિધ સંસ્થાઓમાં ભણાવવા જાય છે. ક્રિએટિવ રાઈટિંગના કોર્સ પણ ચલાવે છે. પિૃમમાં ફ્રીલાન્સ લેખકોનું જીવન કાંઈક ઠીક છે પરંતુ ભારતમાં ફ્રીલાન્સ લેખકો એમનું ઘર ચલાવી શકે નહીં. ભારતમાં લેખકોની નાણાકીય સ્થિરતા માટે યુનિર્વિસટીઓમાં પણ જોગવાઈ નથી. પૈસાના અભાવમાં કોઈ વ્યક્તિ સારો લેખક બની શકે નહીં.  
ઘણા લેખકો પોતાની જાતમાં જ આત્મવિશ્વાસ ધરાવતા નથી. ઘણા લેખકોને પોતાની જાત પર જ સતત શંકા રહે છે. ઘણીવાર કેટલાક લેખકો ટેબલ પર લખવા બેસે પણ તેમને કાંઈ સૂઝે જ નહીં. ટેબલ પરનો કાગળ સાવ કોરો જ હોય તેનો ભય એક લેખક માટે મૃત્યુના ભય કરતાં વધુ ખતરનાક હોય છે. જેઓ અખબારો માટે લખે છે તેમને આ સમસ્યા નડતી નથી. તેઓ વ્યવસાયિક લેખકો હોય છે અને રોજેરોજ લખવા ટેવાયેલા હોય છે. ઘણીવાર એવું પણ બને છે કે એક લેખક વર્ષે અગાઉ તેણે લખેલી ટૂંકી વાર્તાઓ વાંચે તો તેને પોતાની જાત માટે જ આૃર્ય થાય છે. શું મેં આટલું સુંદર લખ્યું હતુંવર્તમાન લેખક ઘણીવાર પોતાના ભૂતકાળનાં લખાણો પોતે જ લખ્યાં હોય તે વિષે વિચારતો થઈ જાય છે.  
લેખકને સમાજમાં ભળવું ગમે છે. લેખકને લોકોને મળવું ગમે છે. લેખક લોકોને મળે જ નહીં તો તે કોના વિષે લખશેક્યા વિષય પર લખશેતે તમારી લાયબ્રેરીમાં કે ચાર દીવાલો વચ્ચે જ તમારી જાતને જકડી રાખીને લખી શકે નહીં. સમાજ સાથે કદી ના ભળતો કોઈ એકલસૂડિયો લેખક લખે તો તે સાવ એબ્સર્ડ હોય. તે જ લખેતે જ વાંચે અને તે જ સમજે. લખવા માટેની સામગ્રી સમાજમાંથી મળે છે. લખવા માટેની સામગ્રી જીવનમાંથી મળે છેલાયબ્રેરીમાંથી નહીં. એક લેખકે લોકો સાથે ભળવું જરૂરી છે. લોકોનું નિરીક્ષણ કરવું જરૂરી છેતેમની સાથે વાતો કરવી જરૂરી છેતેમની લાગણીઓ સાથે તાદાત્મ્ય અનુભવવું જરૂરી છે. એની સાથે સાથે લેખકે ક્યારેક એકલતા અનુભવવી પણ જરૂરી છે. એણે જે જોયુંજે સાંભળ્યું અને જે અનુભવ્યું તેના પર વિચારવા માટે ક્યારેક બીજાઓથી દૂર એકાંત પણ જોઈએ. માત્ર એકાંત નહીં. સમાજ સંપર્ક અને તે પછીની એકલતા- એમ બેઉ ચીજો એક સારા લેખક માટે જરૂરી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment