Saturday 30 April 2016

[amdavadis4ever] કંઠ પરથી જાણી શકાય છે વ્યક્તિના સદગુણો - Gujarati

 




Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કંઠ પરથી જાણી શકાય છે વ્યક્તિના સદગુણો

 

 
સ્ત્રીઓના કંઠમાં જે નિર્દોષતા હોય, વાતચીત કરતી વખતે ચહેરો નિર્દોષ રહેતો હોય કે કોઈ વિકૃત ભાવ તરી આવતા ન હોય તો તેને સારો ગણવામાં આવ્યો છે. 

જે સ્ત્રી વાતચીત કરતી વખતે શબ્દો ગળી જતી હોય અથવા વાક્ય પૂરું કરીને, જીભને અંદર ગાલ ઉપર ફેરવતી હોય એટલે કે ગાલનો દાઢી આગળનો ભાગ જરા જીભથી ઉપસાવતી હોય તો સમજવું કે જે વાતચીત કરી રહી છે તેને વાસ્તવિક અર્થ કોઈ બીજો થાય છે અથવા કંઈક છૂપાવી રહી છે. 

આવી રીતે પુરુષ પણ વાતચીત કરતી વખતે ચેષ્ટા કરતો હોય તો તે પણ કંઈક બનાવટ કરી રહ્યો હોય છે. જે પુરુષ જ્યારે વાતચીત કરતો હોય ત્યારે જો બનાવટી વાત કરતો હોય તો અન્ય ચેષ્ટાઓ પણ કરતો હોય છે. જો કે આવી વ્યક્તિગત ચેષ્ટાઓ એટલા વિપુલ પ્રમાણમાં છે કે, જે વર્ણવતાં એકાદ ગ્રંથ થાય; પરંતુ અહીં એ વિશે થોડાક સામાન્ય વિચારો રજૂ કર્યા છેઃ 
૧. આંખ પટપટાવીને વાત કરવી, કુદરતી રીતે નહિ, પરંતુ તેમાં બનાવટનો ભાવ તરતો હોય. 

૨. અટકીને વાત કરવી. તેમાં આવા બાહોશ માણસો પોતે જ વાત કરતા હોય છે તેની સામેની વ્યક્તિ ઉપર કેવો પ્રભાવ પડે છે તેને માર્ક કરતા હોય છે અને પછી પોતાની વાતને બનાવટ ધીમે ધીમે આગળ વધારતા હોય છે.

૩. વાતની સાથે ભાવ વધારે પ્રકટ કરતા હોય છે. 

૪. બીજી બાજુ જોઈને વાત કરવી. 

૫. ત્રાંસી નજરે વાત કરવી. 

૬. બીજા ઉપર પ્રભાવ પાડવા બીજી વ્યક્તિને તોડી પાડીને વાત કરવી વગેરે. 

જે સ્ત્રીઓનો અવાજ શંખ, ઘુવડ, ગધેડું અને કાગડા જેવો હોય તેવી સ્ત્રીઓને જીવનમાં અનેક પ્રકારના અવરોધોમાંથી પસાર થવું પડે છે.  

આવા પ્રકારનો અવાજ જો પુરુષનો હોય તો તેઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જે સ્ત્રી મધુર સ્વરે નીચલા ઓષ્ઠને ધીમે ધીમે ફરકાવતાં વાણી ઉચ્ચારતી હોય તેને આ શાસ્ત્રની ભાષામાં શુભસૂચક ગણવામાં આવી છે. 

જે વ્યક્તિઓ ચીપીચીપીને વાત કરતી હોય, એવા પ્રકારનો અવાજ હોય તો આત્મશ્લાઘા વધારે હોય છે. આવી વ્યક્તિઓ બીજા કરતાં પોતે કંઈક વિશિષ્ટ છે એમ દેખાડવા પ્રયત્નશીલ રહેતી હોય છે. 

જે સ્ત્રીનો કંઠસ્વર કઠોર હોય અથવા અવાજમાં ભંગ થતો તૂટક ઉચ્ચારતો હોય તેને આ શાસ્ત્રની ભાષામાં અશુભ ગણવામાં આવ્યો છે. 

 જે વ્યક્તિને ઝડપથી બોલવાની ટેવ હોય અને તેમાં અક્ષરો ખવાઈ જતા હોય તેઓના બધાં નિર્ણયો ખૂબ જ ઉતાવળા હોય છે અને તેના પરિણામે દુઃખદ સ્થિતિમાં મૂકાતી હોય છે, જો કે આવી વ્યક્તિઓ અન્ય વ્યક્તિઓની સહાનુભૂતિ વધારે પ્રમાણમાં પ્રાપ્ત કરતી હોય છે, પરંતુ તેઓ આ સહાનુભૂતિનો ઉપયોગ કે લાભ ઓછો ઉઠાવતી હોય છે.

   જે વ્યક્તિને ઝડપથી બોલવાની ટેવ હોય અને છતાં તેના વાકયમાં કે વાતચીતમાં કોઈ અક્ષર-શબ્દ ખવાઈ જતો ન હોય તેઓ પોતાના કાર્યમાં રત રહેતી હોય છે. તેઓ ધારેલા કાર્યને પ્રેમપૂર્વક પૂર્ણ કરતી હોય છે. ફકત આવી વ્યક્તિઓની વિચિત્રતતા એ હોય છે કે તેઓ કામ કરતાં વાતને વધારે મહત્ત્વ આપનારી હોય છે. 

જો સ્ત્રીને આવા પ્રકારની ટેવ હોયતો તે ચંચળ હોવા છતાં તેના ચહેરા પર પર તો ગંભીરતા તરવરતી હોય છે.

ખરેખર, જો તમે અવાજ-બોલવા વિશે વધુ વિચારશો તો તમને એક આશ્રર્ય થશે, અને જે કહેવત લખાઈ છે કે, જીભ રાજ અપાવે અને જીભ ઘર લૂંટાવે તેની યથાર્થતા અનુભવશો. 

તમે કેવા પ્રકારનું બોલો છો તેના પર તમારા જીવનનો આધાર છે. તમે પ્રતિભાશાળી હો છતાં જો તમે બોલવાની કળામાં પાવરધા નહિ હો તો તમારો પ્રભાવ વ્યર્થ સાબિત થશે. એટલે જ તમારે એ વસ્તુ ખાસ લક્ષમાં રાખવી જોઈએ કે આપણું વાતચીત કરવાનું વલણ એવા પ્રકારનું હોવું જોઈએ કે સામેની વ્યક્તિ પ્રભાવિત બને. 

ખરેખર પ્રેમનો જાદુ વાણીમાં છે. એમ કહીએ તો તેમાં લગીરે અતિશયોક્તિ નહિ ગણાય. 'વાણીએ જગત વશ થાય છે.' એ કહેવત યથાર્થ જ છે. 

 એક જગ્યાએ લખ્યું છે કે,' સત્ય અને પ્રિય બોલો.' સત્ય અને અપ્રિય નહિ બોલો. એટલે સત્ય હોવાં છતાં અપ્રિય બોલશો તો તેનો પ્રભાવ સામેની વ્યક્તિ ઉપર પાડી શકશો નહિ અને જો તે જ સત્ય પ્રિય રીતે કહેશો તો તેનો પ્રભાવ સામેની વ્યક્તિ ઉપર પાડી શકશો.

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment