Saturday 30 April 2016

[amdavadis4ever] ભાગ્યશાળી માબાપને સંસ્કારી દીકરા મળે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'હું દાન કર્યા કરું છું, તો તમને કોઇને જીવ નથી બળતો ને? તમને પૂછયા વગર મોટી રકમો આપી દઉં છું તો હું બેઠો બેઠો મિલકત ઓછી કરું છું એવું તો નથી લાગતું ને? દીકરાઓ તમે મનમાં જરાય કોચવાશો નહીં. મનમાં હોય એની ચોખવટ કરજો.' શનાભાઇએ એમના દીકરાઓને પૂછયું.

શનાભાઇને છ દીકરાઓ છે. છએ સંસ્કારી, પ્રેમાળ અને માબાપને ભગવાન માનનારા એકે દીકરો માતાપિતાનું મન ના દુભવે. દીકરાઓ ઉદ્યોગપતિ છે. બધાએ ભેગા થઇને ઉદ્યોગ સ્થાપ્યો છે. લાખોની કમાણી છે. પણ રહેણીકરણીમાં ઉછાંછળાપણું કે દંભ નથી આવ્યાં.

પિતાની વાત સાંભળીને દીકરો રમેશ બોલ્યો, 'બાપુજી તમારા મનમાં સંતોષ થાય એમ દાન કરો. મનમાં આવે એટલું દાન કરો. અમારે કેડે વીંટાળેલ એક રૂમાલ રહેશે ને એટલું બસ છે. તમે અમારી જરાય ચિંતા ના કરશો કે હાથ પાછો ના ખેંચશો.'

લક્ષ્મી દાનથી શોભે. પિતાએ જ આજ સુધી દીકરાને શીખામણ આપી હતી કે પંડમાં તો સૌ વાપરે, પણ અન્ય કાજે લક્ષ્મીનો ઉપયોગ કરો તો એ સદુપયોગ કહેવાય.

સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં શનાભાઇનો જન્મ અડધી જિંદગી ગામમાં ગાળી હતી. વ્યવસાયે વેપારી પણ જીવ ઉંચો, વિદ્યા પર અપાર પ્રીતિ એમને છ દીકરાઓને સારું શિક્ષણ આપી શકાય એવા આશયથી અમદાવાદમાં આવીને વસ્યા.

આધુનિક પદ્ધતિથી બાળકોના માનસને સમજીને શિક્ષણ આપતી શ્રેયસ સ્કૂલમાં બાળકોને દાખલ કર્યા. ઘરથી સંસ્થા દૂર હતી. પણ છએ ભાઇઓને એમણે શ્રેયસમાં દાખલ કર્યા. ખરચાની પરવા કરી નહી. પોતે સાઇકલ પર ફેરી કરે, પણ પોતાના થાક કે હાડમારીનો વિચાર ના કર્યો. એમની એક જ નેમ હતી સંતાનોને શક્ય એટલું સારું શિક્ષણ મળવું જોઇએ. શનાભાઇ પોતે તો અડધી જાતના હતા. ભરજુવાનીમાં ટી.બી. થયેલો. ચાર પાસળીઓ કાઢી નાખી હતી. અઢી વર્ષ સુધી ટીબીની હોસ્પિટલમાં રહેવું પડયું હતું. એ વખતે એમણે હોસ્પિટલમાં લાઇબ્રેરીનાં લગભગ બધાં પુસ્તકો વાંચી કાઢયાં હતાં.

સ્વબળે, જાતમહેનતથી પુરુષાર્થથી આગળ આવેલા મહાન પુુરુષોના ચરિત્રો વાંચીને એમણે રોગ સામે લડવાનું મનોબળ મેળવેલું. પંડિતોની જીવનકથા વાંચીને વિચારેલું મારા દીકરાઓને હું જ્ઞાની બનાવીશ. વિદ્વાન બનાવીશ.

શનાભાઇએ જીવનમાં ઊંચા નિશાન જ તાકયાં છે. તત્કાળની એમની પરિસ્થિતિ છાતી બેસી જાય એવી હતી. એ હોસ્પિટલમાં, ઘરના ખર્ચા તો એના એ જ ને આવક કાંઇ નહી. એમનાં બા અને પત્ની બળતણ માટે છાણાં થેપતાં. અનાજ બચાવવા સાસુ વહુ વારાફરતી આયંબિલ કરે. આયંબિલ એટલે ઘી-તેલ વગરનું મોળું ખાવાનું. આયંબિલ શાળામાં જઇને ખાઇ આવે.

ઘરની પરિસ્થિતિ આવી વિકટ છતાં તેઓ જરાય નકારાત્મક વિચારે નહી. ભગવાનમાં અજબ શ્રદ્ધા. એમને પાકો ભરોસો કે બધું સારું થઇ જશે, શુભ અને મંગલ વિચારો તો શુભ અને મંગલ થાય. તેઓ સાજા થયા ને તરત કુટુંબને લઇને અમદાવાદ આવ્યા. અમદાવાદ જઇને શું ધંધો કરીશ, સ્ત્રી બાળકોને શું ખવડાવીશની ચિંતા નહિ.

મનમાં એક જ વાત ઇશ્ર્વરે મને સાજો કર્યો છે, આરોગ્ય બક્ષ્યું છે. તો સારા માટે મારા જીવનમાં મે જે લક્ષ્ય સાધ્યા છે એ પાર પડશે જ. રોજ એ સમય મળે ત્યારે દીકરાઓને સત્ય અને પ્રમાણિકતાના પાઠ ભણાવે. કહે મહેનત કરતાં લજવાશો નહી કે ડરશો નહીં.

ધર્મે તેઓ જૈન હતાં. જીવમાત્ર માટે દયાભાવ, દીકરાઓને કહે, બેટા, ભવિષ્યમાં હું હોઉ કે ના હોઉં તમે નીતિ છોડશો નહિ. ગમે તે ધંધો કરો પણ પૈસા ખાતર કોઇને દગો કે છેતરપિંડી કરશો નહી ને સૌ ભાઇઓ સંપીને રહેજો.

દીકરાઓ કહેતા, 'બાપુજી, અમે તમારા ચીંધેલા રસ્તે જ જઇશું.'

શનાભાઇ કહેતા, 'બધા દીકરાઓ શું પૈસા કમાવાની જ પ્રવૃત્તિ કરશે? એકે દીકરો જ્ઞાનના પંથે નહી જાય? પ્રાચીન ભાષાઓ નહીં ભણે? આપણી ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વરસો તો જૂના ગ્રંથો અને હસ્તપ્રતોમાં જળવાઇ રહ્યા છે. એના ઉદ્ધારનું કામ કોઇ નહિ કરે?

હું તો ઇચ્છું તમે છએ ભાઇઓ જ્ઞાનની સૃષ્ટિમાં જઇને વસો પણ એવું તો કોઇ કાળે બનવાનું નથી. ઇશ્ર્વર છ હીરા ગરીબના પાત્રમાં ના ભરી આપે, પણ એક માત્ર એક દીકરો તો જ્ઞાનની સાધના કરે સમાજનું ઋણ ચૂકવે.'

પિતાના હૈયાની વાણી દીકરાઓ સાંભળી રહ્યા. પિતા માટે અપાર ભક્તિ હતી. પિતા કહે એ કરવા તૈયાર હતા પણ જ્ઞાનની આજીવન સાધના કરવી સહેલી નથી. જ્ઞાન માટે અંદરથી ઝંખના જાગવી જોઇએ. ત્યાં હિતેન્દ્ર પણ બેઠેલો જ હતો. તાજેતરમાં એણે એસએસસીની પરીક્ષા આપી હતી.

એ બોલ્યો, 'બાપુજી જ્ઞાનના માર્ગે હું જઇશ.'

પિતાએ પરમ તૃપ્તિ અનુભવીને દીકરાના શિરે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. હિતેન્દ્રએ બીજા દિવસથી શાસ્ત્રીજી પાસે ભણવાનું શરૂ કર્યું. 

સાથે સાથે કોલેજમાં પણ જોડાયા. શનાભાઇ કહે, 'આ શું ગ્રેજ્યુએટ થવાની વાત કરે છે? કોલેજના શિક્ષણમાંથી શું મળશે તું રીતસર પંડિતજી પાસે ભણ.'

અને હિતેન્દ્ર બિહારમાં મધુવન નામના ગામડામાં રહેતા એક પ્રકાંડ પંડિત પાસે ભણવા ગયો એ ગામમાં એકે પાકું મકાન નહીં. ત્યાં ગયો ઝૂંપડીમાં રહ્યો ને ભણ્યો. અભ્યાસ પૂરો કર્યો. ત્યાંથી બનારસ જઇ બીજા શાસ્ત્રો શીખ્યો.

ને પિતાની કલ્પના મુજબના વિદ્વાન પંડિત થઇને પાછા આવ્યા.ં મોટા ભાઇઓના લગ્ન થઇ ગયા હતા. માબાપે કહ્યું, 'બેટા તારા લગ્ન?'

બા, બાપુજી હું તો જ્ઞાનને સમર્પિત છું, સંપૂર્ણપણે જ્ઞાનને. મારે લગ્ન ના હોય.'

દીકરાની વાણીમાં એવું સંકલ્પબળ હતું કે માબાપે જરાય આગ્રહ ના કર્યો. શનાલાલ બોલ્યા, 'બેટા, મેં જ તો તને વિદ્યાની દેવીને સમર્પિત કર્યો છે. ત્યાંથી પાછા વળવાનું કેમ કહેવાય? આવું કહેતી વખતે શનાલાલનું મુખારવિંદ અનેરી આભાથી ચમકતું હતું.

પત્નીને એ કહે, 'આપણા જેવાં સુખી માબાપ આ સમયમાં કોઇ નહી હોય. પરમ કૃપાળુ ભગવાનની આપણા પર અનહદ કૃપા છે. ભાગ્યશાળીને ત્યાં આવી સંતતિ હોય.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment