Sunday, 3 April 2016

[amdavadis4ever] ભારત માતા કી જ ય અને આદાબ અર્ઝ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



જય શ્રી કૃષ્ણ

બે પરિચિતો, અલ્પ પરિચિતો કે સાવ અપરિચિતો પણ અચાનક મળી જાય ત્યારે પરસ્પરના અભિવાદનનો વિવેક દર્શાવવા જય શ્રીકૃષ્ણ બોલે છે. જય શ્રીકૃષ્ણ બોલવું ફરજિયાત નથી. તમારા બોલવાથી શ્રી કૃષ્ણનો જય થશે નહિ. એમનો જય જો તમે ખરેખર ઈચ્છતા હશો તો તમારે શ્રી કૃષ્ણે જે કહ્યું છે એનું એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે અનુસરણ કરવું પડશે. કોઈ સિદ્ધિ માત્ર શબ્દોચ્ચારોથી મળતી નથી. જો તમે જય શ્રીકૃષ્ણ ન પણ બોલો તો એનાથી તમે કંઈ અવિવેકી કે અસંસ્કૃત ઠરતા નથી. શ્રીકૃષ્ણનો જય તમારા બોલવા ઉપર આધારિત નથી.

એ જ રીતે, ભારત માતા કી જય આવા સૂત્રોચ્ચાર માટે હમણાં હમણાં જે પ્રમાણભાન વિનાનો ઊહાપોહ થઈ રહ્યો છે એને મૂલવવો જોઈએ. ભારત માતા કી જય એક સૂત્ર છે અને સૂત્ર શબ્દનો અર્થ સંસ્કૃત શબ્દકોશોમાં એવો અપાયો છે કે - અલ્પ શબ્દોમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનારું શાસ્ત્ર વાક્ય. ભારત માતા કી જય કદાચ શાસ્ત્ર વાક્ય નથી, પણ ભારત માતા શબ્દોચ્ચારો સાથે એનો સંકેતાર્થ દેશની ભૂમિ છે. આ ભૂમિ અથવા ધરાનો જય એ ભાવાત્મક છે. કેટલાક કટ્ટર મુસલમાનોએ આ સૂત્રનો અર્થ એવો કર્યો છે કે ભારત માતા એટલે એક મૂર્તિ થઈ જાય અને મૂર્તિને પ્રણામ કરવા એ ઈસ્લામની વિરુદ્ધ છે. અહીં મક્કાની હજ યાત્રા દરમિયાન કાબાના પથ્થરને પવિત્ર માનતા હજયાત્રીઓ મૂર્તિ પૂજા કરે છે કે નહિ એ વિવાદને ઉખેડવો નથી પણ ભારત માતા કી જય બોલવા માત્રથી ઈસ્લામ અપવિત્ર થઈ જાય એવું માનનારાઓને એક પ્રશ્ર્ન પૂછી શકાય - આદાબ અર્ઝનો શું અર્થ છે?

કોઈ પણ સમૃદ્ધ ઉર્દૂ શબ્દકોશનાં પૃષ્ઠો ઊથલાવો. આદાબ અરબી શબ્દ છે અને એનો અર્થ પ્રણામ અથવા નમસ્કાર થાય છે. એનો મૂળ શબ્દ અદબ છે. અદબનો અર્થ શિષ્ટાચાર અને સંસ્કાર એવો થાય છે. જોકે ફારસીમાં એનો એક અર્થ જાજરૂ એવો પણ થાય છે. આદાબ એટલે નમસ્કાર અને એ શિષ્ટાચાર છે એટલું સમજ્યા પછી અર્ઝનો અર્થ જોઈએ. અર્ઝનો એક અર્થ પૃથ્વી, જમીન, ભૂમિ એવો થાય છે. આ અર્ઝ શબ્દ પણ અરબી છે. હવે આ બંને શબ્દોના અર્થ સમજ્યા પછી જો એકી સાથે એનો ઉચ્ચાર કરીએ તો આદાબ અર્ઝ બને છે. એનો સ્પષ્ટ અર્થ એટલો જ થયો કે ભૂમિને નમસ્કાર.

જો આ રીતે અરબીમાં ભૂમિ નમસ્કાર થઈ શકતા હોય તો ભારત શબ્દ પણ દેશની ભૂમિનું જ સૂચન કરે છે. ધારો કે દેશનું નામ લેવામાં મૂર્તિ બની જતી હોય તો અર્ઝ એટલે પૃથ્વી અને પૃથ્વી પોતે જ એક મૂર્તિ ન બની જાય?

નર્યા સૂત્રોચ્ચારોથી કશું સિદ્ધ થતું નથી એ સાચું અને સૂત્રોચ્ચારો કરનારા સાચા હોય છે એવું પણ નથી. ભારત માતા કી જય મોટે મોટેથી બોલનારાઓ ભારત દ્રોહીઓ પણ હોય છે. સૂત્રોચ્ચારોથી એક માહોલ પેદા થાય છે અને આ માહોલ લોકોને ઉત્સાહિત કરીને ગંતવ્યસ્થાન તરફ જવા પ્રેરિત કરે છે. સૈકા-બે સૈકા પહેલાં જે રીતે બૂંગિયો ઢોલ વગાડવામાં આવતો અને આ ઢોલનો અવાજ સાંભળીને લડવૈયાઓ કમરે ભેટ બાંધીને નીકળી પડતા એવું જ કંઈક આમાં

સૂચિત છે.

ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં રઘુપતિ રાઘવ કે વૈષ્ણવ જનનો ઉપયોગ પણ સૂત્રો તરીકે જ કર્યો હતો. આ બે ભજનો ગાતાં ગાતાં જે સ્વયંસેવકો આગળ ધસતા હતા તેઓ રઘુપતિ રાઘવ કે વૈષ્ણવ જન વિશે બીજું કંઈ નહોતા જાણતા - માત્ર એટલું જ જાણતા હતા કે આ શબ્દોચ્ચારોથી શક્તિ વધે છે અને ભાવ પવિત્ર થાય છે.

ભારત માતા કી જય સૂત્ર બોલવું ફરજિયાત નથી એવું કહેનારા કાયદેસર સાચા છે. બંધારણમાં આવો કોઈ આદેશ નથી. એમની આ દલીલ બિલકુલ સાચી છે પણ એમને પૂછવું જોઈએ કે શું રોજિંદા જીવનવ્યવહારનાં પ્રત્યેક આચરણો બંધારણમાં લખાયેલાં હોય છે? બંધારણમાં એવું ક્યાં લખાયું છે કે ભારતના પ્રત્યેક નાગરિકે વસ્ત્રો પહેરવાં? આ આત્યંતિક ઉદાહરણ છે પણ પ્રમાણભાન વિના નાની વાતને મોટા ગજાની કરીએ ત્યારે આવો પ્રશ્ર્ન પણ પેદા કરી શકાય. જો બંધારણમાં વસ્ત્રો વિશેનો કોઈ આદેશ ન હોય તો શું તમે સપરિવાર નિર્વસ્ત્ર અવસ્થામાં બહાર નીકળશો ખરા? (બનવાજોગ છે, તમે નીકળો પણ ખરા અને પાછા એને બંધારણીય ઠરાવવા સુપ્રીમ કોર્ટમાં ઙઈંક પણ ફાઈલ કરો.) કોઈકે એવું પણ કહ્યું કે જો ભારત માતા કી જય જેવા સૂત્રનો ઉચ્ચાર કરવો બંધારણીય ઠરાવવો હોય તો સરકારે એને બંધારણના આમુખમાં ઉમેરવું જોઈએ. બંધારણના મૂળ આમુખમાં સમાજવાદ કે સેક્યુલારિઝમ આ બંને શબ્દો નહોતા. ૧૯૭૬માં ઈંદિરાજીએ આ શબ્દો ઉમેરીને સુધારો (કે પછી બગાડો!) દાખલ કર્યો. આ બંને શબ્દો ઉમેરાયા એનાથી સમાજવાદ આવી ગયો? સેક્યુલારિઝમ પ્રાપ્ત થઈ ગયું? આવી માગણી કરનારાઓ માટે આ દલીલ સગવડભરી છે, પણ એમાં સચ્ચાઈ નથી.

અહીં આપણે બ્રિટનના બંધારણને ધ્યાનમાં લેવા જેવું છે. બ્રિટનનું બંધારણ એક સાથે બેસીને લખાયેલું નથી. વખતોવખત જે વ્યવહાર થાય છે અને જે જરૂરિયાત હોય છે એ વર્તનને લેખિત સ્વરૂપ આપીને તેઓ એને બંધારણીય કહે છે. બંધારણ પ્રમાણે વર્તન નથી કરતા પણ વર્તન પ્રમાણે બંધારણ ઘડે છે અને પછી આ રીતે ઘડાયેલા બંધારણને પવિત્ર ગ્રંથ માને છે.

ભારત માતા કી જય એવું રોજ બોલવાની કાંઈ જરૂર નથી. ભારત માતા એટલે શું એ વિશેય વિવાદ થઈ શકે. સાત દાયકા પહેલાં કરાચી રાવલપિંડી (આજનું ઈસ્લામાબાદ), ઢાકા આ બધું ભારત માતા હતું. આજે કોઈક પાકિસ્તાન છે તો કોઈક બંગલાદેશ છે. અને આમ છતાં જે શેષ ભૂખંડ આપણી પાસે રહ્યો છે એને આપણે ભારત માતા કહીએ છીએ. આપણે રોજ માતાપિતાના નામોનો ઉચ્ચાર જાહેરમાં કરીએ તો એનાથી આપણે વધુ માતૃપિતૃભક્ત ગણાઈએ એવું કશું નથી, પણ એ સાથે જ કોઈ સરકારી કચેરીમાં કે અન્યત્ર તમને માતાપિતાનું નામ પૂછવામાં આવે ત્યારે આ મારાં માતાપિતા છે એમ કહેવામાં સંકોચ રાખવો એ તમારા અસ્તિત્વને જ ગેરકાયદે બનાવી દે છે. અ, બક મારા પિતા છે જ એમ મારે તત્કાળ કહેવું જોઈએ. જો હું એમ ન કહી શકું તો એનો અર્થ એવો થાય કે મને મારી જનેતાના સતિત્વ ઉપર શંકા છે.

તાત્ત્વિક રીતે વિચારીએ તો રાષ્ટ્ર એ છેતરામણી વિભાવના છે. રાષ્ટ્રની સરહદો બદલાતી રહે છે અને આ બદલાતી સરહદો વચ્ચે જેઓ સત્તાના સિંહાસન ઉપર આરુઢ થયા હોય છે તેઓ જાણે અજાણે પણ રાષ્ટ્રીયતાને ઉશ્કેરતા હોય છે. રાષ્ટ્ર વિશે ઋગ્વેદમાં પણ ખાસ્સું લખાયું છે અને રાષ્ટ્રના લક્ષણ માટે મરી ફીટવાની વાતો પણ પારાવાર મળે છે. મુસલમાનોના ધર્મગ્રંથ કુરાનમાં દાર-ઉલ-ઈસ્લામ અને દાર-ઉલ-હર્બ એવી બે વિભાવના છે. દાર-ઉલ-ઈસ્લામ એટલે એવા પ્રદેશો કે જ્યાં ઈસ્લામનું શાસન પ્રવર્તતું હોય. દાર-ઉલ-હર્બ એટલે એવા પ્રદેશો કે જ્યાં ઈસ્લામ રાજ ધર્મ ન હોય. મુસલમાનો માટે એવો આદેશ પણ છે કે તેઓએ દાર-ઉલ-હર્બને દાર-ઉલ-ઈસ્લામમાં પરિવર્તિત કરવો જોઈએ અથવા તો એ પ્રદેશ છોડીને દાર-ઉલ-ઈસ્લામના પ્રદેશમાં વસવું જોઈએ. ૧૯૧૮માં તુર્કસ્તાનના ખલિફાનો બ્રિટિશ સરકારે નાશ કર્યો એનાથી બ્રિટિશરો ઈસ્લામ વિરોધી કહેવાયા અને આ ઈસ્લામ વિરોધીઓ હિંદુસ્તાનના શાસકો હોવાથી આ ભૂમિ દાર-ઉલ-હર્બ કહેવાય એવું માનીને તત્કાલીન વાયવ્ય પ્રાંતના હજારો મુસ્લિમો અફઘાનિસ્તાનમાં જતા રહ્યા હતા. આનો સૂચિતાર્થ એટલો જ થાય છે કે ઈસ્લામ કથિત રાષ્ટ્રીય ભાવના કોઈ ભૂમિગત સરહદો સાથે નહિ પણ શાસકીય મજહબ સાથે સંકળાયેલી છે.

ખરી વાત એ છે કે કયા મુદ્દા ઉપર કેટલી ચર્ચાવિચારણા થઈ શકે અને એમાં કોણે ભાગ લેવો જોઈએ એનું જાણે આપણે પ્રમાણભાન જ ખોઈ નાખ્યું છે. જે રીતે ૨૪૭ના ઈલેક્ટ્રોનિક પ્રસાર માધ્યમો, એકની એક છેક વાહિયાત વાતોનું વમન કર્યા કરે છે એમ આપણા મોટા ભાગના કહેવાતા વૈચારિકો અને બૌદ્ધિકો પણ આજકાલ એનું અનુસરણ કરી રહ્યા છે કે શું?

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment