Sunday, 3 April 2016

[amdavadis4ever] જીવનમાં સંબંધ ોનું સર્વોચ્ચ મહત્ત્વ છે: ખર ી વાત કે ખોટી?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તપાસીએ.

જિંદગીમાં સંબંધોનું મહત્ત્વ હોવું જોઈએ એના કરતાં ઘણું વધારે માની લેવામાં આવ્યું છે. આને લીધે માણસે દરેક સંબંધ સાચવવા માટે જરૂરી હોય એના કરતાં વધારે ખર્ચાઈ જવું પડે છે; કોઈક સંબંધ તૂટી જાય ત્યારે આખી જિંદગી અર્થહીન થઈ ગઈ હોય એવું ભાસે છે;) અને ન બંધાયેલો સંબંધ બાંધવા પાછળ ક્યારેક એ આખી જિંદગી તબાહ કરી નાખે છે.

પિતા, માતા, પતિ-પત્ની, સંતાનો, ભાઈ-બહેન તથા અન્ય સગાં તેમ જ મિત્રો કે પાડોશીઓ સાથેના સંબંધો માણસના જીવનનો એક અગત્યનો હિસ્સો છે એમાં કોઈ શંકા નથી, પરંતુ આ સંબંધોનું વિશ્ર્વ જ કંઈ એનું સંપૂર્ણ જગત નથી. કમનસીબે, આ સત્યનો અહેસાસ દરેકને થતો નથી અને જેમને થાય છે એમને વેળાસર થતો નથી. મોટા ભાગના લોકો સંબંધોના વિશ્ર્વમાં જ રચ્યાપચ્યા રહે છે અને એટલે જ જેઓ જિંદગીમાં એક વાર પણ તીવ્ર પ્રેમમાં પડ્યા પછી ભગ્નહૃદય બન્યા હોય તેઓ બાકીના આખા આયુષ્ય દરમિયાન જિંદગીમાં કશુંક ખૂટ્યા કરે છે એવી લાગણીથી સતત તડપ્યા કરતા હોય છે. જેઓ નિ:સંતાન છે તેઓ સતત માનતા રહે છે કે ભગવાને સંતાનસુખ ન આપીને સંતોષની એટલી જગ્યા કાયમ માટે કોરી રાખી. જેઓ લગ્ન નથી કરી શકતા તેઓ આજીવન જીવનસાથીની ખોટ મહેસૂસ કર્યા કરે છે. જેઓ લગ્ન કર્યાં પછી છૂટાં પડી ગયાં છે તેઓ જાણે જીવનનું એક અંગ પૅરેલિટિક બની ગયું હોય એવું અનુભવતા રહે છે. જેમનાં પત્ની કે પતિનું અવસાન થઈ ચૂક્યું છે તેઓ એમની સ્મૃતિમાં હિજરાયા કરે છે. જિંદગીમાં સંબંધોનું મહત્ત્વ ઓવર એમ્ફેસાઈઝ્ડ થઈ જવાથી આ બધી સમસ્યાઓ ખડી થાય છે. એક વખત સ્વીકારી લેવામાં આવે કે દરેક સંબંધ જીવનનો એક અંશ છે, મહત્ત્વનો અંશ છે પણ સમગ્ર જીવન કંઈ એ પર્ટિક્યુલર સંબંધમાં સમેટાઈ જતું નથી તો ઘણી બધી માનસિક યાતનાઓમાંથી મુક્તિ મળી જાય.

પણ આપણે જ્યાં જ્યાં જોયું છે ત્યાં સંબંધોને રોમેન્ટિસાઈઝ્ડ થતાં જોયા છે. શ્રવણે માતાપિતાને જાત્રા કરાવવા જિંદગી ખર્ચી કાઢી એવી દંતકથા વડે પુત્રધર્મને રોમેન્ટિસાઈઝ્ડ કરવામાં આવ્યો. રામની પાછળ પાછળ વનમાં ચાલી નીકળેલા લક્ષ્મણને લઈને ભાતૃપ્રેમ રોમેન્ટિસાઈઝ્ડ થયો. સાહિત્યમાં પણ ઠેર ઠેર સંબંધોની દુનિયાને મેઘધનુષી બનાવીને ચિતરવામાં આવી, ફિલ્મોનું પણ એવું જ અને ટીવી સિરિયલોનું તો એ છે જ. ઈવન, મોટા ભાગની કૉમેડી કે સસ્પેન્સ પ્લોટવાળી સિરિયલો/નવલકથાઓ/ ફિલ્મોમાં પણ વાર્તા તો સંબંધોની આસપાસ જ ફરતી રહેવાની.

જીવનમાં સંબંધોનું મૂલ્ય ઘણું મોટું છે એ વાતે કોઈ વિવાદ નથી એટલું ફરી ભારપૂર્વક કહ્યા પછી આ વાત નીચે અંડરલાઈન કરવાની કે આ દરેક સંબંધને વ્યવહારુ દૃષ્ટિએ જોઈએ તો એક નિશ્ર્ચિત મૂલ્ય છે. પુત્રપ્રેમ કે માતૃપ્રેમનું મૂલ્ય આંકી ન શકાય એમ કહેવું સારું લાગે અને એટલે કહેતા રહેવું જોઈએ પણ ખરું, પરંતુ સમજવું જોઈએ કે આ સહિતના કોઈ પણ સંબંધના મહત્ત્વની એક ટોચમર્યાદા હોય છે. જીવનમાં ક્યારેય કોઈ એક યા એક કરતાં વધુ સંબંધ પૂરો થઈ જવાથી પૂર્ણવિરામ આવી જતું નથી. જિંદગી તો ચાલ્યા કરતી હોય છે, તમે એને જે ગતિ આપી હશે એ ગતિએ. સંબંધોનાં સરવાળા-બાદબાકી જિંદગીનો એક અ-નિવાર્ય અને અ-પરિવર્તનશીલ હિસ્સો છે. માણસ ડરે છે આવા સરવાળા-બાદબાકીઓથી, ખાસ કરીને બાદબાકીઓથી.

જીવનમાંથી કોઈક સંબંધની બાદબાકી થઈ જશે કે કોઈક સંબંધ નહીં ઉમેરાય તો જીવન અધૂરું રહી જશે એવી અસલામતીથી પીડાતા આપણે એ સંબંધ સિવાયના જીવનના બાકી હિસ્સામાંથી મળતા આનંદને માણવાનું ગુમાવી બેસીએ છીએ. એકાદ સંબંધ પૂરો થઈ ગયા પછી જીવનના બાકીના ક્ષેત્રોમાંથી મળતા આનંદ વડે એ અવકાશને ભરવાને બદલે આપણે આ અવકાશને લંબાવીને જીવનના બાકીના આનંદોને ઢાંકી દઈએ છીએ. કુટુંબમાં અકાળે કોઈનું અવસાન થઈ જાય કે પરિવારના કોઈ સભ્યના અંગત જીવનમાં કશીક દુર્ઘટના સર્જાઈ હોય ત્યારે એ આઘાતને સહન કરી શકે એવું માનસિક બળ આપોઆપ મનમાં સર્જાઈ જાય છે. ઘાને રુઝવવા લોહીમાંના શ્ર્વેતકણો જે કામ કરે એવું જ કામ આ વિચારો કરે છે, પણ માનસિક આઘાતની અસર એટલી ઊંડી હોય છે કે આપણે આ માનસિક બળને તે વખતે અનુભવી શકતા નથી. આવા સમયે કોઈકના શબ્દો આપણામાંના જ આ બળની હાજરીનો અનુભવ કરાવી શકે.

આદર્શ સંબંધની શોધ એક એસ્કેપ છે, પલાયન વૃત્તિ છે, ભાગેડુ વૃત્તિ છે, વાસ્તવિકતાથી દૂર જતા રહેવાની પ્રવૃત્તિ છે. માણસે જે સંબંધો વિશે દૂરથી કે નજીકથી જાણ્યું છે તેમાં હંમેશાં અતિશયોક્તિઓ ઉમેરાયેલી હોવાની. આને લીધે સંબંધના મહત્ત્વ વિશે પણ ભ્રમણાઓ ઉત્પન્ન થવાની. માણસનું ચિત્ત આ બિનજરૂરી રીતે વધુ મહત્ત્વના થઈ ગયેલા સંબંધોમાં ભટકયા કરતું થઈ જાય છે ત્યારે એ પોતાના જીવનવ્યવહારોને ખોરવી નાખે છે.

કેટલીક વખત એવું બને છે કે માણસ પોતાની ખામીઓ કે ઊણપો કે કમનસીબીઓને ઢાંકવા કે એને કારણે ઊભી થયેલી પરિસ્થિતિઓનાં કારણો શોધવા સંબંધોની આડશ લે છે. પલાયનવાદનો આ એક વધુ ઉત્તમ નમૂનો. ધારો કે, કોઈ માણસની નોકરી છૂટી ગઈ છે, તો એણે નવી નોકરી શોધવાની હોય અને જૂની નોકરી શા માટે છૂટી એ વિશે ચિંતન કરીને ફરીથી એવું ન બને એવી કોશિશ કરવાની, પણ આવા સમયે મોટાભાગના માણસો સંંબંધોની હૂંફ શોધવા નીકળી પડશે. મિત્રોની, પ્રિયજનની, કુટુંબીજનની હૂંફ ઉપરાંત આશ્ર્વાસન પણ મળી રહેશે એને અને ઘડીભર સારું લાગશે, આત્મવિશ્ર્વાસ પાછો આવતો હોય એવું લાગશે, પણ આને કારણે મહિનાની પહેલી તારીખે પગાર નહીં આવે. બે ટંકની દાલરોટીનો ખર્ચ જેમાંથી ચૂકવવાનો છે એ પગાર તો નવી નોકરી મેળવ્યા પછી જ આવવાનો. વ્યવહારુ ઉકેલની શોધ પડતી મૂકીને માત્ર ઉછીની લાગણીઓથી છલકાઈને ખુશ થઈ જતા માણસો અંતે વધુ દુખી થતા હોય છે. આ એવા લોકો હોય છે જેમને મન જીવનમાં સંબંધોનું મહત્ત્વ સર્વોચ્ચ છે એવું એમણે માની લીધું છે. માત્ર સંબંધો દ્વારા જ જીવનમાં સમૃદ્ધિ અનુભવી શકનારા લોકોને બહુ મોડેથી સમજાય છે કે એમના બાકીના જીવનની દરિદ્રતા કેટલી વિશાળ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment