Sunday, 3 April 2016

[amdavadis4ever] ખતમ થઈ ગયું છે , ‘સ્ટિન્ગ’ અન ે ‘એન્કાઉન્ટર’ શબ્દોનું મૂલ્ય

 


'એન્કાઉન્ટર' શબ્દ જેટલો જ 'સ્ટિન્ગ' શબ્દ પોતાની ભરોસાપાત્રતા ગુમાવી બેઠો છે. મારું કહેવું એવું છે કે આપણે કોઈ ઘટનાના સાક્ષી હોઈએ તો પણ એ ઘટનાનાં પ્રદર્શન તરીકે એ સદંતર અપૂરતી બાબત છે. એ આખી બાબત વીડિયો પર અંકિત કરી લેવાઈ હોય છતાં તે સત્યનું એક પાસું માત્ર છે. કેમ એવું? આપણે એ બાબત અને આ બે શબ્દોએ તેમની ભરોસાપાત્રતા કેવી રીતે ગુમાવી દીધી છે એ જોઈએ.

અલગ ખાલિસ્તાન માટેની ૧૯૮૦ના દશકમાં શીખ અલગતાવાદીઓની ચળવળ તેની પરાકાષ્ઠા પર હતી ત્યારે ભારતીયો 'એન્કાઉન્ટર' (અથડામણ) શબ્દથી પરિચિત થયા હતા.

એન્કાઉન્ટરો (અથડામણો)માં ટેરરિસ્ટો (ત્રાસવાદીઓ) માર્યા જવાના સમાચારો કોમન-સામાન્ય બાબત બની ગયા હતા. મુંબઈમાં ૧૯૯૦માં પોલીસે શ્રેણીબદ્ધ 'એન્કાઉન્ટર'માં અંધારી આલમના પરચુરણિયા ગુંડાઓને મારી નાખ્યા હતા અને હાથકડી પહેરેલા માણસ પર બંદૂક ઝાડી નાખવા માટે તૈયાર હોય એવા પોલીસ અધિકારીઓ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટો બની ગયા હતા. આમાં ખાસ્સા એવા નિર્દોષો માર્યા ગયા હતા. એમાંથી જ 'ઉસકા કા એન્કાઉન્ટર હો ગયા' એવું વાક્ય પ્રચલિત થયું હતું, આનો અર્થ એવો થતો હતો કે, કોઈને જાણીબૂઝીને ઊંચકી જવાયો છે અને મારી નખાયો છે.

એવી જ રીતે 'સ્ટિન્ગ' (અખબારી માધ્યમો દ્વારા અહેવાલ માટે કરાતી છાની કાર્યવાહી) શબ્દે પણ ભરોસાપાત્રતા કેમ કરી ગુમાવી? પંદર વર્ષ પહેલા તહેલકાની ટીમે જે પ્રચંડ પાયે ઈન્વેસ્ટિગેશન-શોધતપાસ (સ્ટિન્ગ ઑપરેશન) કરી સમાચાર મેળવ્યા એના પરથી સમાચાર માધ્યમોમાં સ્ટિન્ગનો આરંભ થયો હતો. વીડિયો કેમેરાઓનું નાનામાં નાનું, સુક્ષ્મ સ્વરૂપ અને લશ્કરી તેમ જ જાસૂસી ટેક્નોલોજીની ટ્રાન્સફરને પગલે આ કાર્ય શક્ય બન્યું હતું. તહેલકાએ મૅચ ફિક્સિગં બાબતે વાત કરતા ક્રિકેટરો અને બીસીસીઆઈના અધિકારીઓને રેકૉર્ડ કર્યા હતા, તેમણે મોહમ્મદ અઝહરુદ્દીન સહિતના ખેલાડીઓનાં નામો આપ્યા હતા. પછી શું થયું? વિદેશી ખેલાડીઓ જ્યારે આ બાબતની કબૂલાત કરતા હતા અને તેમને સજા પણ આપવામાં આવી રહી હતી -તેમાં સૌથી વધુ જાણીતો કિસ્સો સાઉથ આફ્રિકાના હન્સી ક્રોન્યેનો હતો- ત્યારે ભારતમાં આખો મામલાનો સંદિગ્ધપણે અંત આવ્યો હતો.

અઝહરુદ્દીન પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો અને લોકસભાની બેઠક જીતીને એ રાજકારણી બની ગયો હતો. પુરાવા એની વિરુદ્ધ હોવા છતાં એણે ક્યારેય અપરાધનો સ્વીકાર કર્યો નહોતો. એ કોઈ રીતે આ મામલામાંથી બહાર આવી ગયો, પણ હન્સી ક્રોન્યે ન નીકળી શક્યો. કોઈ મોટા ક્રિકેટરને સહન કરવાનો વારો આવ્યો નહોતો.

તહેલકા સ્ટિન્ગ બન્યું ત્યારે હું મુંબઈમાં એક અખબારનું સંપાદન કરતો હતો અને અમે એનાથી એટલા પ્રભાવિત થયા હતા કે ભ્રષ્ટાચાર વિશે ખુલ્લેઆમ બોલતા ક્રિકેટના માંધાતાઓની વાતચીતોની લખી ઉતારેલી નકલોનો આખો એક અંક કર્યો હતો, પણ આખરે એ સ્ટિન્ગનું શું થયું? એ કહેવું મુશ્કેલ છે. ક્રિકેટમાં ભ્રષ્ટાચાર તો રહ્યો જ અને ખેલાડીઓને, વિશ્ર્વમાં સૌથી વધુ ભ્રષ્ટ લીગ સ્પર્ધા આઈપીએલ સહિત, મૅચ ફિક્સિગં માટે સસ્પેન્ડ કરવાનું અને સજા આપવનું ચાલુ રહ્યું. સ્ટિન્ગ કાર્યવાહીઓમાં સ્પષ્ટ ચુકાદો મેળવવાની નિષ્ફળતા અન્યત્ર પણ જોવા મળે છે.

આ મહિને મમતા બેનર્જીનો પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ સ્ટિન્ગના સપાટામાં સપડાયેલો જોવા મળ્યો, જેમાં પક્ષના ડઝનબંધ સભ્યો રોકડ લેતા અને કામ કરવાના વચનો આપતા કચકડે મઢી લેવાયા હતા, તેમાંના તમામ સંસદસભ્યો અને પ્રધાનો સહિત ટોચના અધિકારીઓનો સમાવેશ છે. પક્ષનો પહેલેથી જ ભાખી શકાય એવી શી પ્રતિક્રિયા હશે? પક્ષ પોતે જ ભોગ બન્યો છે અને સ્ટિન્ગ એ પક્ષના શત્રુઓની પક્ષને કલંકિત કરવાની કાર્યવાહી છે, એવો એ પ્રતિભાવ હતો.

ભારતમાં સ્ટિન્ગ કામગીરીઓની આવી સર્વસાધારણ નિષ્ફળતા માટે બે કારણ છે. સૌથી મોટું અને મહત્ત્વનું કારણ આપણે ત્યાં નૈતિક જવાબદારીની વૃત્તિ ખરા અર્થમાં નક્કર કે મજબૂત નથી. એ એટલા માટે છે કે આપણી નીતિમત્તાઓ લવચીક-ફાવે તેમ વાળી શકાય એવી છે, એમ હું કહીશ. આંગળી ચિંધી શકાય એવા ભ્રષ્ટ નેતાઓ રાજકારણમાં રહી શકે છે, લાલુ યાદવ જેવા દોષિત ઠરેલા નેતાઓ પણ. વળી આમાં તેઓ એકલા નથી. એક પદ્ધતિમાં, સિસ્ટમમાં કશું જ ખરેખર ચાલતું ન હોય ત્યારે વચેટિયા કાયદેસરના બની ગયા છે અને લાંચને જેની સાથે જ જીવવાનું છે એવી બાબત તરીકે જોવાય છે. સ્ટિન્ગ દ્વારા આવા લોકો ભ્રષ્ટ છે અથવા અનૈતિક છે એવું દેખાડીને પણ આવા વ્યવહાર પર તેની આવશ્યક અસર પડતી નથી. સત્તામાં રહેલા હોય એવા ગમે એટલી સંખ્યાના લોકો પર સ્ટિન્ગ કાર્યવાહી કરવામાં આવી હોય, પણ તેઓ પોતાની સામેના પુરાવાને નકારી શકે છે.

દાખલા તરીકે 'સાહેબ'ની માગણી છે એટલે સિનિયર પોલીસ અધિકારીઓને એક યુવાન મહિલાના સગડ શોધવાના કામે લગાડવાના કૌભાંડમાં અમિત શાહ. સ્ટિન્ગ ઑપરેશન બાદ ભાજપના પ્રમુખ બંગારુ લક્ષ્મણને ભ્રષ્ટાચાર આચરવા માટે ખરેખર દોષિત ઠેરવવામાં અને જેલમાં મોકલવામાં આવ્યા હતા, પણ તેમને જામીન આપવામાં આવ્યા તે પહેલા તેમણે બહુ ઓછો સમય જેલમાં ગાળ્યો હતો અને તેઓ ઘરમાં મૃત્યુ પામ્યા હતા. વળી સ્ટિન્ગ કાર્યવાહીઓ ખરા અર્થમાં કાર્ય કરી શકતી નથી એનું બીજું કારણ એવું છે કે મોટેભાગે મીડિયા તડજોડ કરી લે છે. ઝી ટીવીના ઍડિટર ખુદ સ્ટિન્ગ કાર્યવાહી બાદ ભ્રષ્ટાચારના આરોપી બન્યા હતા. આ સ્ટિન્ગમાં તેમને એક કૉર્પોરેશન પાસેથી લાંચ માગતા ફિલ્મમાં કંડારી લેવામાં આવ્યા હતા. તેમને આ માટે પકડવામાં આવ્યા હતા ખરા, પણ તેઓ પોતાના પદ પર ચાલુ રહ્યા હતા. તહેલકાના સ્થાપક તરુણ તેજપાલના પોતાના વર્તનને કારણે તહેલકાને જ ભારે ગંભીર હાનિ સહેવી પડી હતી.

મને તો એવી શંકા પડે છે કે, સ્ટિન્ગ કાર્યવાહી સંબંધે જાહેર નબળાઈ પણ છે. જે મામલાનો કોઈ પણ કારણસર સંતોષકારક પરિણામ વગર અંત આવે તો તે થોડા સમય બાદ રસપ્રદ રહેતો નથી. તહેલકાના ભૂતપૂર્વ કર્મચારીઓમાંનો એક અનિરૂદ્ધ બહલ નિયમિતપણે સ્ટિન્ગ પત્રકારત્વ કરતો હતો, પણ તેના કામને ઝાઝી પ્રસિદ્ધિ નહોતી મળતી.

દિલ્હીના મુખ્ય પ્રધાન પદે ચૂંટાઈ આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે ત્યાંના નાગરિકોને પોતાના લાંચ લેતા અધિકારીઓને છાની રીતે રેકૉર્ડ કરવાનું પ્રોત્સાહન આપ્યું હતું, જેથી કેજરીવાલ આવા અધિકારીઓને સજા આપી શકે. તેમણે આ પ્રચાર બહુ જોરદાર રીતે ચલાવ્યો હતો, પણ તેનો અંત કેવી રીતે આવ્યો એ વિશે કશું સ્પષ્ટ નથી. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એનું ઝાઝું કશું ઉપજ્યું નહોતું.

હાલની સ્ટિન્ગ કાર્યવાહી બંગાળની ચૂંટણીમાં જો મમતાના પક્ષને કશી અસર કરશે તો મને નવાઈ લાગશે. હું તો એમ કહીશ કે તહેલકાની સાથે શરૂ થયેલાં સ્ટિન્ગ પત્રકારત્વનો એક યુગ હતો, એ હવે આપણી બહુ પાછળ રહી ગયો છે અને ભ્રષ્ટાચારનો અંત આવ્યો નથી, પણ સરકારમાં લોકો બહુ સાવધ થઈ ગયા છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? The Yahoo Mail app is fast, beautiful and intuitive. Try it today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment